યશ્વી... - 3 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

યશ્વી... - 3






(યશ્વીએ લખેલું નાટક 'ભારતમાતાની વ્યથા' 15મી ઓગષ્ટે ભજવાય છે. હવે આગળ..)

પડદો પડતાં જ બધાની તાળીઓ થી હોલ ગાજી ઊઠયો.

નાટકમાં અભિનય કરનારા એકબીજાને નાટક સરસ રીતે ભજવાયુ એના માટે અભિનંદન આપ્યા.

યશ્વી નાટક સરસ રીતે રજૂ થયું તેમજ તે માટે હોલમાં પડી રહેલી તાળીઓ જોઈ પોતાની જાતને જ અભિનંદન પાઠવ્યા.

પ્રો.અમીને સ્ટેજ પર આવતાં બોલ્યા કે, "વાહ , અદભૂત આટલું સરસ નિરૂપણ, સરસ રીતે વ્યથા બતાવી. એ પણ ભારતના કરન્ટ પ્રોબ્લેમ્સ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા. વળી, નાટકમાં એક્ટિંગ પણ સરસ તો કરી સાથે જ સૌથી સરસ તો નાટક લખનારે આ પ્રોબ્લેમ્સ અને એના જોડે જોડાયેલી સંવદેના સરસ રીતે વર્ણવ્યા છે. તેને પણ અભિનંદન."

પ્રો. નીલે પણ પોતાની સ્પીચમાં પણ બોલ્યા કે, "ખૂબજ સરસ વર્ણન, નાટક લખનાર અને નાટકમાં અભિનય કરનાર બંનેને અભિનંદન. નાટક જોઈને એવું જ લાગ્યું કે થિયેટરમાં બેઠો છું."

પછીના દિવસે કોલેજમાં પણ પ્રો.રામીએ યશ્વીને બિરદાવતા કહ્યું કે, "યશ્વી સરસ નાટક સરસ હતું. સમયને અનુરૂપ અને આજના પ્રોબ્લેમ સારી રીતે રજૂ કર્યા.'

'પણ બેટા ડાયલોગ આનાથી પણ વધારે અસરકારક લખી શકાત, મિમિક્રી ઉમેરી શકાય."

પ્રો સહાય બોલ્યા કે, "હા , યશ્વી આ વાત પહેલાં કરી શકત પણ અમારે તારી નાટક લખવાની ક્ષમતા અને ડાયલોગ ની અસરકારકતા ઓડિયન્સ પર કેવી તે જોવું હતું."

"બેટા આ નાટક સરસ રહ્યું. પણ હવે એક નવી ચેલેન્જ તારા માટે છે."

"ચેલેન્જ સર, કઈ?" યશ્વી બોલી

પ્રો.રામી બોલ્યા કે, "કહું છું.. નેક્સ્ટ મન્થ યુનિવર્સિટીમાં યૂથ ફેસ્ટિવલ આવશે. તેમાં ઘણી બધી કોમ્પિટિશન પણ હોય છે. જેમાં આ વખતે નાટ્ય સ્પર્ધામાં આપણી કોલેજ ભાગ લેશે. એ નાટક તારે લખવાનું છે અને લઈને પણ જવાનું છે."

યશ્વી વિચારમાં પડી ગઈ પછી બોલી કે, " પણ સર, 'ભારતમાતાની વ્યથા' તો નાનું નાટક હતું. વળી, યુથ ફેસ્ટિવલમાં તો બધી કોલેજો પાર્ટ લેશે. મને તો એ જ વાત પર ડર લાગે છે ત્યાં અભિનય. સર નાટકનો પ્લોટ સરસ ના હોય કે ના ભજવાય તો સર."

પ્રો.સહાય બોલ્યા કે, "અરે પણ તું નકામી ગભરાય છે. અને અશ્વિન પણ તને હેલ્પ કરશે. અમે તો છીએ જ મદદ કરવા માટે."

એટલામાં જ અશ્વિન સરને મળવા આવતા એને પણ આ જ વાત કરી.

બંને જણા સ્ટાફ રૂમમાંથી બહાર આવ્યા. બંને માંથી કોઈએ વાત ના કરતાં. કાલ વિચારીશું એમ એકબીજાને કહીને છૂટા પડયાં.

હજી પણ યશ્વીના હાથપગ ફૂલતા હતાં. તેના મનમાં વિચારો ખૂબજ ઝડપથી આવતાને જતાં હતાં. નાટકનો પ્લોટ કયો લેવો? કયાંથી, કેવી રીતે શરૂ કરું? આ પહેલાં કરું કે આ કરું? કંઈજ નક્કી નહોતી કરી શકતી. તે વિચારોને પકડી પણ નહોતી શકતી.

આખરે તે અકળાઈને કોલેજથી ઘરે ગઈ.પણ વિચારોને બ્રેક જ નહોતો લાગતો. તે થાકીને સૂઈ ગઈ.

સવારે ઉઠીને તેને અને તેના મનમાં તરોતાજા ફીલ થયું. અચાનક જ એના મનમાં એક પ્લોટ આવ્યો. તે ફ્રેશ થઈને કોલેજ જવા નીકળી.

જેવી કોલેજમાં પહોંચી ત્યાં જ સોનલ મળી.
તેણે સોનલને પૂછયું કે, "કેમ મેડમ કયાં હતાં?"

સોનલ બોલી કે, "મારી સગાઈ થઈ ગઈ છે. એટલે જ ગામડે ગઈ હતી. માર્ચમાં મેરેજની ડેટસ આવી છે. એટલે એમાં તમારે આવવાનું છે."

"ક્રોન્ગ્રેચ્યુલેશન શું કરે છે, જીજાજી? મુલાકાત કરાવ. અને પહેલાં તો ફોટો બતાવ. સૌથી પહેલાં પાર્ટી આપ." યશ્વી હરખાઈને બોલી.

નિશા રીસમાં બોલી કે, "હા, કયારનીય કહું છું. પણ મેડમ કયાં સાંભળે જ છે."

સોનલે કહ્યું કે, "ચાલ કેન્ટીનમાં પાર્ટી આપું"

બધી ફ્રેન્ડસ ભેગી થઈને કેન્ટીનમાં મસ્તી કરે છે. એવામાં અશ્વિન અને ભાવેશ આવ્યા.

અશ્વિન બોલ્યો કે, "કાલે નાટકના નામ પર હાથપગ ફૂલતા હતા અને હવે જલસા કરે છે. નાટકની સ્ક્રિપ્ટ રેડી?"

સોનલ આશ્ચર્યથી બોલી કે, "તું નાટક લખે છે. વાઉ"

નિશા નાટકીય રીતે મ્હોં ચડાવીને બોલી કે, " હા, મેડમ હવે લેખક થઈ ગયા છે. અને એમના નાટક થિયેટરમાં ભજવાય છે. ટિકિટ ખરીદીને જોવા જજો."

અશ્વિન, ભાવેશ, સોનલ અને યશ્વી હસવા લાગ્યા.

યશ્વી બોલી કે, "અશ્વિન ચાલ લાયબ્રેરીમાં એના વિશે વાત કરીએ."

યશ્વી અને અશ્વિન લાયબ્રેરીમાં ગયા અને બાકીના કલાસમાં ગયાં.

યશ્વી બોલી કે, "અશ્વિન લગભગ 6-7 પાત્રો માટે સિલેક્શન કરવું પડશે."

અશ્વિન બોલ્યો કે, "નાટકની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ."

યશ્વી બોલી કે, "ના, પણ મનમાં પ્લોટ ડિસાઈડ છે. સ્ક્રિપ્ટ બનાવવાની બાકી છે. તું બે દિવસમાં સિલેક્શન કર. હું સ્ક્રિપ્ટ રેડી કરી દઈશ. સર જોડે અપ્રુવ કરાવીને પ્રેક્ટીસ ચાલુ કરી શકીએ."

આમ કહીને યશ્વીએ અશ્વિનને નાટકનો પ્લોટ સંભાળવ્યો.

અશ્વિન બોલ્યો કે, "સરસ છે. સ્ક્રિપ્ટ તૈયાર કરી લે."

યશ્વી બોલી કે, " ઓ.કે. તું સિલેક્શન કર અને હું સ્ક્રિપ્ટ. મારે અને તારે કામ વધારે છે. તો કામે લાગીએ. બાય"

અશ્વિને ઘણાં બધાંનો એક્ટિંગ જોયા પછી નીતુ, મેઘા, અનીતા, સોનલ, નિશા, ભાવેશ અને અનય આટલાં લોકોને પાત્રો માટે સિલેક્ટ કરી લીધા.

યશ્વીએ સ્ક્રિપ્ટ લખીને સર જોડે અપ્રુવ પણ કરાવી લીધી. કેરેક્ટર નક્કી કરીને ડાયલોગ આપી દીધાં.

પ્રેક્ટિસ પુર જોશમાં ચાલી રહી હતી.

પ્રિન્સિપાલ અને પ્રોફેસરોએ નાટક જોઈને
શાબાશી આપીને પ્રોત્સાહન વધારવા માટે કહ્યું કે, "નાટક સરસ છે. થીમ, એક્ટિંગ એકદમ પરફેક્ટ છે. કોલેજનો નંબર આવે એવી પ્રેક્ટિસ કરજો.તમારા પર આ વખતે કોલેજને આશા છે કે તમે ટ્રોફી લાવશો."

પ્રો. અમીન યુથ ફેસ્ટિવલના ઈન્ચાર્જ હતાં.
જેની રાહ આતુરતાપૂર્વક જોઈ રહ્યા હતા તે દિવસ આખરે આવી ગયો. યુથ ફેસ્ટિવલ માટે પ્રો. અમીન અને સ્ટુડન્ટસ યુનિવર્સિટી કેમ્પસ પહોંચ્યા.

નાટય સ્પર્ધામાં શરૂ થઈ ગઈ. એક પછી એક સુંદર નાટક રજૂ થઈ રહ્યા હતા. પણ આ નાટકો જોઈને યશ્વીનું ટેન્શન વધી ગયું હતું. અને ગભરામણમાં એની જુની આદત મુજબ તે નખ ખોતરવા લાગી, પરસેવે રેબઝેબ થઈ ગઈ. જયારે બીજી બાજુ અશ્વિનની હાલત પણ વધારે ખરાબ હતી.

એવામાં એમની કોલેજનું નામ એનાઉન્સ થાય તે પહેલાં પ્રો. અમીન એમને 'બેસ્ટ લક' કહેવા આવ્યા તો તે લોકોને નર્વસ જોયા. પ્રો. અમીન સમજી ગયાં કે મારે હાલ આ લોકોને પ્રોત્સાહિત કરવાના છે.

પ્રો. અમીને પૂછયું કે, "શું થયું? આપણી કોલેજનું નામ હવે એનાઉન્સ થશે. પણ તમે કેમ નર્વસ છો?"

અશ્વિન બોલ્યો કે, "સર, ડર લાગે છે. આ માહોલ અને આવા સુંદર નાટકો જોઈને."

પ્રો. અમીન બોલ્યા કે, "અરે, એમાં શું ડરવાનું? હું તમારું નાટક જોઈ ચૂક્યો છું. અદ્ભુત છે. દરેક નાટક પોતાની રીતે અવ્વલ જ હોય."

યશ્વી બોલી કે, "પણ સર અમે નંબર નહીં લાવી શકીએ તો. પર્ફોમ સારું નહીં કરી શકીએ તો."

પ્રો. અમીન ઉત્સાહિત કરવા માટે કહ્યું કે, " પર્ફોમ કર્યા પહેલાં જ ડરીને હારી જવાનું. નંબર આવશે કે નહીં એવી હાર-જીત તો ચાલતી રહેશે. પણ હાર્યા તો કંઈ નહીં અને જીત્યા તો ધમાલ થઇ જશે."

એવામાં કોલેજનું નામ એનાઉન્સ થતાં પ્રો. અમીન બોલ્યા કે, " અને આમ પણ કન્ટેઈન 10% પ્રેઝન્ટેશન 90%= રિઝલ્ટ 100%. તમારું કન્ટેઈન 90% છે. તો પછી ધમાલ. અને હા, આપણે તો હાલ સ્ટેજ પર પર્ફોર્મન્સ જ આપવાનું છે એ પણ બેસ્ટ અને એકસલેન્ટ. બાકી બધું પછી. જાવ સ્ટેજ પર તમારું પર્ફોર્મન્સ અને થીમ થી ધમાલ મચાવી દો. બેસ્ટ ઓફ લક"

(શું હશે નાટકનો પ્લોટ? શું યશ્વીનું નાટક સ્ટેજ પર ધમાલ મચાવી દેશે? શું તેમને ટ્રોફી મળશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)