Yakshi - 8 books and stories free download online pdf in Gujarati

યશ્વી... - 8

( યશ્વી એ દેવમની સાથે મુલાકાત કરવાની હા પાડી. કાનજીભાઈ અને રામભાઈ, મનીષ અને નમન બંનેએ પોતાની રીતે તપાસ કરવાનું નક્કી કર્યું. હવે આગળ..)

કાનજીભાઈએ નવિનભાઈને ફોન કર્યો અને કહ્યું કે, " આ રવિવારે મુલાકાત ગોઠવવાની ઈચ્છા છે. તો જનકભાઈને પૂછીને, એમની અનુકૂળતા જાણી લો તો કેવું?"

નવિનભાઈએ કહ્યું કે, "હા, કેમ નહીં તે જનકભાઈની અનુકૂળતા જાણી ને કહે."

કાનજીભાઈ, રામભાઈ અને મનિષે પોતાની રીતે તપાસ કરી. બધું બરાબર છે કયાંય અયોગ્ય વાત નહોતી મળી.

નવિનભાઈએ પણ ત્યાંથી આ રવિવારે મુલાકાત માટે તૈયાર છે. સમય પણ અપાઈ ગયો. બધાં નિશ્ચિત થઈ ગયા હતા. હવે, યશ્વીને ગમે એના પર ડિપેન્ડ હતું.

બસ, ખાલી યશ્વી જ મનને વિચારોને રોકી નહોતી શકતી કે શું પૂછે કે શું કહે કે ના કહે?એવા ઘણાં પ્રશ્નો હતાં.

શનિવારે નમન પણ હોસ્ટેલમાં થી આવ્યો તો ઘરમાં રોનક, ચહલપહલ વધી ગઈ. સાંજના જમણ પુરુ કર્યું.

નમને રામભાઈને પૂછ્યું કે, "કેટલા વાગ્યે આવશે?" યશ્વીને ચીડવતા બોલ્યો કે, "આ તો આ જાડી પૂછે છે. એટલે પૂછું છું."

રામભાઈ બંનેની ધીન્ગામસ્તી જોઈને હસી પડ્યા અને કહ્યું કે, "કાલે ચાર વાગ્યે, મોટા પપ્પાના ઘરે. આપણે સવારથી એમના ઘરે જવાનું છે. તમે બંને મોડા આવજો. હું અને તમારી મમ્મી વહેલા જઈશું."

બંને એકબીજાને ખીજવવા લાગ્યા તો રામભાઈ એમને ઝઘડતા જોઈને હસતાં હસતાં સૂવા પોતાની રૂમમાં ગયાં. નમન અને યશ્વી બંને વાતે વળગ્યાં. મોડી રાત સુધી વાતો કરી.

રવિવારે કાનજીભાઈએ એમના જ ઘરે જમવાનું કહ્યું હોવાથી અને તૈયારી કરવાની હોવાથી રામભાઈ અને નમ્રતાબહેન એમના ઘરે ગયાં. નમન અને યશ્વી મોડાં આવ્યા હતા.

નવિનભાઈ અને એ લોકો ત્યાં જ લઈને આવવાના હતા.

ચાર વાગ્યે જેવા એ લોકો આવ્યા ત્યારે તેમને આવકારો આપ્યો અને બેસવાનું કહ્યું.

કાનજીભાઈ બોલ્યા કે, "નવિનભાઈ તમને ઘર શોધવાની તકલીફ તો નહોતી પડીને."

નવિનભાઈ બોલ્યા કે, "ના, આ એરિયામાં જ મારા સાઢુભાઈ રહે છે. એટલે તકલીફ ના પડી.'

"કાનજીભાઈ આ મારા મિત્ર જનકભાઈ અને તેમના પત્ની સુજાતાબહેન અને એમનો દીકરો દેવમ. તેની બહેન સાન્વી અને તેમના જમાઈ રજતકુમાર"

કાનજીભાઈ બોલ્યા કે, " કેમ છો બધા? આ મારો નાનો ભાઈ રામ, તેમની પત્ની નમ્રતા, તેમનો પુત્ર નમન. આ મારી ભાગ્યવાન ગીતા અને મારો પુત્ર મનિષ અને તેની પત્ની સ્મિતા."

જનકભાઈ બોલ્યા કે, "મજામાં તમે બધા, યશ્વી કયાં છે?"

રામભાઈ સ્મિતા સામે જોઈને કહ્યું કે, "યશ્વીને લઈ આવ."

સ્મિતા યશ્વીને લઈને આવી. એણે પીળા રંગનો ચૂડીદાર પહેર્યો હતો. એણે મેકઅપમાં ખાલી પાવડર અને લિપસ્ટિક લગાડેલી હતી. વાળ ખુલ્લા રાખેલા હતાં. એમાં તે એકદમ સોહામણી લાગતી હતી

જ્યારે દેવમે યશ્વી સામે જોયું તો યશ્વી સામે એકટક જોઈ રહ્યો હતો. રજતે જયારે હાથ દબાવ્યો એટલે તેના તરફથી નજર ફેરવી લીધી. એને તો યશ્વી પહેલી નજરે જ ગમી ગઈ.

જનકભાઈ, સુજાતાબહેન અને સાન્વીએ ઘણાં પ્રશ્નો પૂછ્યા. યશ્વીએ તેને યોગ્ય અને સૌમ્ય અવાજે આપ્યાં. આમ, ચા-નાસ્તો કરતાં જ ઘણી વાતો કરી.

આખરે જનકભાઈ બોલ્યા કે, "કાનજીભાઈ આપણી વાતો તો ચાલ્યાં કરશે. પણ જે કારણ થી ભેગા થયા છીએ તે માટે યશ્વી અને દેવમને એકલા વાત કરવા મોકલીએ."

કાનજીભાઈ બોલ્યા કે, "હા, કેમ નહીં. મનિષ દેવમ અને યશ્વી ને લઈ તારી રૂમમાં જા."

મનિષ એ બંને રૂમમાં મૂકીને બહાર નીકળ્યો. દેવમ અને યશ્વી સામસામે બેઠ્યા. પહેલાં તો થોડી વાર કંઈજ વાત ના થાય.

આખરે, દેવમ ચુપ્પી તોડતાં જ કહ્યું કે, "આ રૂમ સુંદર છે. શું તમારું ઘર છે?"

યશ્વી એકદમ જ બોલી પડી કે, "ના, મારા મોટા પપ્પાનું."

"ઓ.કે. સરસ, હાજર જવાબી છો તમે. મને ગમ્યું" દેવમ બોલ્યો.

યશ્વી હસી પડી અને બોલી કે, "અને તમારું સેન્સ ઓફ હ્યુમર સારું છે."

દેવમ બોલ્યો કે, "જુઓ યશ્વી, તમે મારા વિશે બહાર જાણ્યું છે. પણ હજી ઘણી વાતો છે. જે મારે તમને કહેવાની છે. 'મારાં સપનાં ઘણાં ઊંચા છે. મારે મારી પોતાની એક આઈ.ટી. કંપની ખોલવી છે. મારે મારા પિતા ના નામે નહીં પણ પપ્પા મારા નામે ઓળખાય એવું નામ કમાવું છે."

યશ્વી બોલી કે, "મને પણ સેલ્ફ-ડિપેન્ડ લોકો ગમે છે. તો તમે કેરિયર ઓરિએન્ટડ હશો, ખરું ને?"

દેવમ બોલ્યો કે, "હા, મને મારી કેરિયર પ્રત્યે ખૂબજ લગાવ છે. એમ કહો તો ચાલે કે માય ફર્સ્ટ લવ છે.'

"તમે કોલેજ ના છેલ્લા વર્ષમાં છો. તો તમે આગળ શું કરવા માંગો છો?"

યશ્વી બોલી કે, "હું એમ.એ. કરવા માગું છું. પણ એ માટે હજી નક્કી નથી કર્યું."

દેવમે પૂછયું કે, "કેમ, તમારું સપનું કંઈક તો હશેને?"
યશ્વી બોલી કે, "એકચ્યુઅલી, હું લેખક તરીકે મારી કેરિયર બનાવવા માગું છું. એમાં નાટક તો હું સારી રીતે લખી શકું છું. એમાં હું ટ્રોફી જીતી ચૂકી છું. મારે પણ પોતાનું ક્રિએશન ખોલવું છે."

દેવમે પુછ્યું કે, "ક્રિએશન એ શું હોય?"

યશ્વી બોલી કે, "ક્રિએશન એટલે નાટકની પ્રેક્ટિસ કરી થિયેટરમાં પ્લે ભજવવા માટે તૈયાર કરતું ગ્રુપ."

"ઓ.કે. સરસ, તમને લખવાનો શોખ છે. મને પણ આવી નવી ક્રિએટીવીટી ગમે છે. તમે પણ લખી શકો છો. લેખક તરીકે ને કેરિયર બનાવી પણ શકો છો. પણ.." દેવમ બોલ્યો

યશ્વી આશ્ચર્યથી પૂછ્યું કે, "પણ.. શું"

દેવમ બોલ્યો કે, "પણ મમ્મી-પપ્પા ને ક્રિએશન એટલે કે નાટક, થિયેટર વિગેરે ના ગમે. પણ એ મંજુરી આપશે તો મારા તરફથી હા જ હશે. એ માટે"

યશ્વી અંસમજસ માં પડી છતાંય પોતાને સંભાળીને બોલી કે, "ઓ.કે. આઈ અન્ડરસ્ટેન્ડ. આવી વાત સ્વીકારવું ઈઝી નથી."

દેવમ પૂછ્યું કે, "બીજું કંઈ પૂછવું છે."

યશ્વી બોલી કે, "ના, તમારે કંઈ પૂછવું હોય તો"

દેવમે ના પાડી તો બંને બહાર આવ્યા.

બધાંએ ઔપચારિક વાતો કરીને જનકભાઈ બોલ્યા કે, " રામભાઈ દેવમનો વિચાર જાણીને બે-ત્રણ દિવસમાં જવાબ આપીએ. તમે પણ ત્યાં સુધીમાં યશ્વીનો વિચાર જાણી લો. ચાલો ત્યારે રજા લઈએ."

એ લોકો જેવા ગયા તેવા જ યશ્વીને ઘરના લોકો પૂછવા લાગ્યા કે, 'દેવમે શું પૂછયું?, તે શું પૂછ્યું?, દેવમે શું કહ્યું? અને તને દેવમ કેવો લાગ્યો? તારે જે પૂછવું હતું તે પૂછયું કે નહીં?'

યશ્વી શું જવાબ આપવો એ કન્ફ્યુઝ થઈ ગઈ.

પણ તે કંઈ બોલે તે જ પહેલાં કાનજીભાઈ બોલ્યા કે, "રહેવા દો, કોઈ એને પૂછશો નહીં. અહીં આવ યશ્વી બેટા. જો બેટા અમને દેવમ ગમ્યો છે. પણ બેટા અમને ગમ્યો એટલે તારે હા પાડવી એવું ના વિચારતી. તું એની સાથે ની મીટીંગ માં થયેલી વાતો શાંતિથી વિચાર. જો તારે બીજી મીટીંગ કરવી હોય તો પણ અમે તૈયાર. તને કન્ફ્યુઝન હોય તો, તેની કોઈ વાત ઓકવર્ડ લાગે તો અમને કહેજે. સલાહ પણ આપીશું. પણ તને ગમે તે જ કરવાનું. તને જો દેવમ યોગ્ય જીવનસાથી લાગે તો જ હા પાડવાની. બરાબર. અને હા, તારી પાસે બે-ત્રણ દિવસ નો ટાઈમ છે જ બેટા.'

બીજા ની સામે જોઈને બોલ્યા કે, "એને બધાં કેમ એકદમ પૂછો છો. એને વિચારવા દો. એ શાંતિથી સમજશે. પછી આપણને કહેશે. ચા મૂકો ચાલો."

ચા-નાસ્તો કરીને રામભાઈ ઘરે જવા નીકળ્યા.

કાનજીભાઈએ રામભાઈને કહ્યું કે, "નાના યશ્વી પર જવાબ આપવાની ઉતાવળ કરીને ના પૂછતો. એ એની મેળે જવાબ આપશે. શાંતિ થી વિચારવા દેજે."

(શું યશ્વીના મનમાં ચાલતા પ્રશ્નો ના જવાબ મળ્યો હશે ખરો? શું દેવમ અને યશ્વી હા પાડશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED