Yakshi - 5 books and stories free download online pdf in Gujarati

યશ્વી... - 5

(યશ્વી, અશ્વિન અને કોલેજના મિત્રોએ યુથ ફેસ્ટિવલમાં નાટ્ય સ્પર્ધામાં નાટક રજુ કર્યું. જજીસ રિઝલ્ટ એનાઉન્સ કરવા ઊભા થયા. હવે આગળ..)

જજીસ સ્ટેજ પર આવ્યાને કહ્યું, "બધાં જ નાટક પોતાની રીતે અદ્ભુત હતાં. પણ નંબર તો એક જ ને મળે. એટલે નાટ્ય સ્પર્ધામાં જીતનાર નાટકનું નામ 'વૃક્ષ અને સ્વાતિ' ફર્સ્ટ નંબર પર આવ્યું છે.'

આખું નાટક પ્રેરણાદાયી અને મિશાલ રૂપ તો હતું જ પણ સૌથી સરસ એક્ટિંગ વૃક્ષ બનનાર પાત્રની હતી. એકપણ વાર પલકો પટપટાવ્યા વગર એણે કરી હતી. સ્વાતિનું કેરેક્ટર પણ અદ્ભુત અને એક્ટિંગ પણ અદ્ભુત. નાટક લખનાર ના થોટ ને પણ સલામ. ક્રોન્ગ્રેચ્યુલેશન ટીમ."

યશ્વીનું ગ્રુપનું વીનર તરીકે નામ એનાઉન્સ થતાં આખા ગ્રુપમાં આનંદની લહેર ફરી વળી.
યશ્વી અને ગ્રુપ ટ્રોફી લઈને કોલેજમાં આવી.

સ્ટુડન્ટસ માટે એ નાટક એસેમ્બલીમાં રજૂ કરવામાં આવ્યું. બધાંએ જ 'વન્સ મોર... વન્સ મોર' કહીને બિરદાવ્યા.

યશ્વી એન્ડ ગ્રુપની જીત બિરદાવવા માટે પ્રો. અમીન પોતાની સ્પીચમાં કહ્યું કે, " કયારેય ના થયેલું આજે થયું. પહેલી વાર આપણી કોલેજને આ ટ્રોફી મળી. એ માટે આ નાટક અને તેની ટીમને ક્રોન્ગ્રેચ્યુલેશન.

નાટકમાં દરેક પાત્રોની એક્ટિંગ સરસ હતી જ પણ જજીસ અને પર્સનલી મને પણ સ્વાતિ અને વૃક્ષ બનનારાની એક્ટિંગ અદ્ભુત લાગી હતી.

સ્વાતિના એકસ્પ્રેશન ખૂબજ સરસ હતાં. જ્યારે વૃક્ષ બનનાર પાત્રે તો કમાલ અને ધમાલ કરી દીધી. એકપણ વખત આંખો પટપટાવ્યા વગર વૃક્ષ બની ઊભો રહ્યો.

આ નાટકની શાન તો વૃક્ષ અને સ્વાતિ જ હતા. બંનેની એક્ટિંગ બેમિસાલ હતી જ પણ.આવાં પાત્રો અને સંવાદ ક્રિએટ કરનારને પણ ક્રોન્ગ્રેચ્યુલેશન."

પ્રિન્સિપાલે જાહેર કર્યું કે, "ક્રોન્ગ્રેચ્યુલેશન ટીમ. ટીમના દરેક મેમ્બર ને કોલેજ તરફથી 11,૦૦૦ આપવામાં આવે છે. બેસ્ટ ઓફ લક ફોર ફ્યુચર."

એસેમ્બલી પતાવીને પાંચેય ફ્રેન્ડ કેન્ટીનમાં ગયાં. બધાએ સેલિબ્રેશન કર્યું.

અશ્વિન બોલ્યો કે, "આપણે એક એવું ક્રિએશન ખોલીએ તો."

યશ્વી બોલી કે, " સાચું કહું તો આ ક્રિએશન ખોલવું એ તો મારું સપનું પણ છે. હું તો આના પર જ વર્કઆઉટ કરું પણ છું."

અશ્વિન બોલ્યો કે, "રિઅલી, તો અત્યાર સુધી કયારેય બોલી જ નહીં. ધેટ'સ નોટ ફેર"

યશ્વીએ કહ્યું કે, "જયારથી સરે કહ્યું ત્યારથી, હજી તો ઘણું બધું શીખવાનું જ બાકી છે. હા પણ ક્રિએશન નું નામ વિચાર્યું રાખ્યું છે."

સોનલ મજાકમાં બોલી કે, "વાઉ, યાર શું નામ રાખ્યું છે ક્રિએશનનું?"

યશ્વી બોલી કે, "સોહમ ક્રિએશન"

અશ્વિન બોલ્યો કે, "તો તે કામગીરી કરવા માટે કેટલા વ્યક્તિ વિગેરે વિશે વિચાર્યું છે."

યશ્વી બોલી કે, "હાસ્તો,એક-બે નાટક લખનાર, એક-બે એકાઉન્ટનું ધ્યાન રાખનાર, એક-બે સ્ટેજ અને કેરેક્ટર જોડે કો-ઓડિનેટર. આટલાં એકદમ પરફેક્ટ જોઈએ. એ સિવાય દિગ્દર્શન કરનાર, કેરેક્ટર, સ્ટેજ ક્રિએટર, પ્લેના સમયે કેરેક્ટર રેડી કરનાર. આટલું જ વિચાર્યું છે."

નિશા ડઘાઈને બોલી કે, "યશ્વી આર યુ સિરિયસ? આટલું બધું બાપરે."

ભાવેશ ફીરકી લેતો બોલ્યો કે, "નાઈસ, તો આ કામ કોને સોંપીશ?"

અશ્વિન બોલ્યો કે, "ડાયરેકશન અને એકાઉન્ટ હું દેખી લઈશ."

સોનલ બોલી કે, "હું પણ ડાયરેકશન અને એક્ટિંગ."

ભાવેશ બોલ્યો કે, "હું એકાઉન્ટ અને પ્રોગ્રામ નું પ્લાનિંગ, એડ નું દેખીશ."

"હું સ્ટેજ ડેકોરેશન અને કેરેક્ટર-સ્ટેજ કો-ઓડિનેટર નું કામ સંભાળીશ." નિશા બોલી

એટલામાં યશ્વી બોલી કે, "હજી પણ ઘણું કામ બાકી છે. વેઈટ એન્ડ વોચ"

અશ્વિન બોલ્યો કે, " રાઈટ, યશ્વી પણ તું નાટક લોન્ગ લખવાનું ટ્રાય કર."

યશ્વીએ કહ્યું કે, "રાઈટ, આમાં રાઈટર જ મેઈન છે. થીમ સારી તો જ પ્લે સકસેસ થાય. હજી ઘણું વર્કઆઉટ કરવું પડશે. ઓ.કે. ચાલો છૂટા પડીએ. બાય"

સોનલ બોલી કે, "શું બાય? ક્રિએશન ની વાત પછી પણ એ પહેલાં નિશા ના જાન્યુઆરીમાં અને માર્ચમાં મારા મેરેજ છે. એમાં આવાનું ના ભુલતા. બાય"

બધાં એકબીજાને કહીને છૂટા પડ્યા.

યશ્વી ઘરે આવતાં જ તેની મમ્મી બોલી કે, "લ્યો આવી ગયાં, બસ રખડ રખડ કરવું છે. આ તારી બે ફ્રેન્ડ ના તો લગ્ન લેવાઈ ગયા છે. અને એક તું છે જેને ઘરકામ કે રસોઈ શીખવી જ નથી. અને તારા પપ્પા તારું ઉપરાણું લીધા કરે છે."

યશ્વી બોલી કે, "મમ્મી તું એ શું? આખો દિવસ ઘરકામ કર, રસોઈ શીખ. જો મમ્મી યુથ ફેસ્ટિવલમાં મારું નાટક ફર્સ્ટ આવ્યું."

નમ્રતાબહેને કહ્યું કે, "વાહ બેટા, સરસ ક્રોન્ગ્રેચ્યુલેશન મારી પરી" ગળે લગાડીને બોલ્યા, પપ્પાને જણાવ્યું. "

હાસ્તો, પપ્પા પહેલાં. મમ્મી પપ્પાએ કહ્યું છે કે 'કંઈક સરસ બનાવાનું કહેજે મમ્મીને." યશ્વી બોલી.

નમ્રતાબહેન આંખ કાઢીને બોલ્યા કે, " તે કે તારા પપ્પાએ.."

યશ્વી બોલી કે, "પ્લીઝ મમ્મા"

રામભાઈ આવ્યા ઠાવકુ મ્હોં રાખીને કહ્યું કે, "રહેવા દે નમ્રતા, આજે તો યશ્વી સરસ બનાવશે."

યશ્વી મ્હોં ચડાવીને બોલી કે, "પપ્પા.."

રામભાઈ હસવા લાગ્યા અને બોલ્યા કે, "રહેવા દે તારા નાટક, ચાલો તૈયાર થઈ જાવ. આજે બહાર ડીનર લઇએ."

નમ્રતાબહેન અને યશ્વી ખુશ થઈ ગયા અને તૈયાર થઈ બહાર ડીનર લેવા ગયા.

કોલેજમાં એકઝામની પ્રિપેરશન ચાલુ હતી. વચ્ચે જાન્યુઆરીમાં નિશા ના મેરેજ અને માર્ચમાં સોનલ ના મેરેજ થઈ ગયા. બધાએ એમાં ખૂબજ ધમાલ અને મસ્તી કરી.
એકઝામ પણ આવી અને પૂરી થઈ ગઈ.

વેકેશનમાં યશ્વી લખાણ મઠારવાનો અને વધારે ને વધારે અસરકારક બનાવવાનો પ્રયત્ન કર્યા કરતી હતી.

કોલેજના છેલ્લાં વર્ષમાં યશ્વીનું ભણવાનું બરાબર ચાલી રહ્યું હતું.

એવામાં એક દિવસ ઘર પર સાંજના સમયે યશ્વીના મોટા પપ્પા કાનજીભાઈ અને મોટી મમ્મી ગીતા બહેન આવ્યાં.

નમ્રતાબહેન એમને જોઈને માથા પર સાડીનો પાલવ ઓઢી લઈને પગે લાગ્યા અને આવકારો આપ્યો. એકબીજા ના ખબરઅંતર પૂછયા.

ગીતા બહેને પૂછ્યું કે, "યશ્વી કયાં ગઈ?"

નમ્રતાબહેને કહ્યું કે, "ભાભીએ એના રૂમમાં ભણતી હશે. હમણાં જ એને બોલાવું."

નમ્રતાબહેને યશ્વીને બોલાવી તો યશ્વી મોટા પપ્પા અને મોટી મમ્મીને જોઈ વળગી પડી.

નમ્રતાબહેને એને ટોકતા બોલ્યા કે, "યશ્વી પગે લાગ પહેલાં."

યશ્વી પગે લાગે એ જ પહેલાં કાનજીભાઈ હસતાં બોલી પડયાં કે, "ના હો યશ્વી હું તો હજી તારો મિત્ર જ છું."

ગીતા બહેન બોલ્યા કે, "તું ય શું નમ્રતા, દીકરી કયારેય પગે ના લાગે. આવતી રહે મારી દીકરી."

કાનજીભાઈ બોલ્યા કે, "રામ હજી સુધી બેંકમાં થી નથી આવ્યો. કેમ એને ખૂબ કામ રહે છે કે શું?"

નમ્રતાબહેને કહ્યું કે, "ના, હમણાં જ આવશે મોટા ભાઈ. તમે બેસો હું ચા મૂકું. જમીને જ જજો મોટા ભાભી."

ગીતા બેન બોલ્યા કે, " નમ્રતા પહેલાં ચા મૂક, ત્યાં સુધી માં રામભાઈ આવી જશે. આમને પણ ચા ની તલપ લાગેલી છે. આજે તો જમી ને જ જવાનું છે."

યશ્વી બોલી કે, " રહેવા દે મમ્મી, હું ચા મૂકું છું."

નમ્રતાબહેને કહ્યું કે, "ના બેટા, તું ભણ હું મૂકી દઉં છું. "

કાનજીભાઈ બોલ્યા કે, "જા બેટા તું ભણ, અમે આજે જમી ને જવાના છીએ."

યશ્વી "સારું, મોટા પપ્પા" કહીને રૂમમાં ભણવા ગઈ.

નમ્રતાબહેન ચા લઈને બહાર આવ્યા ત્યાં જ રામભાઈ સમોસા લઈને આવ્યા.

નમ્રતાબહેન ને આપીને બધાં માટે કાઢવા કહ્યું. નમ્રતાબહેન પ્લેટમાં ગરમ ગરમ સમોસા કાઢીને આપ્યાં. અને જેવા રસોડામાં જતાં હતાં.

કાનજીભાઈ એ જોઈને કહ્યું કે, "વહુ તમે પણ ચા અને નાસ્તાની પ્લેટ લઈને અહીં આવીને બેસો."

નમ્રતાબહેન બોલ્યા કે, "ભાઈ હું પછી કરી લઈશ."

ગીતા બહેને કાનજીભાઈને ઈશારા માં કહ્યું કે 'વાત કરી દો.' અને નમ્રતાબહેન ને કહ્યું કે, "છોટી બહાર જ લઈ આવ."

રામભાઈ અને નમ્રતાબહેન ઈશારો સમજી ગયા અને લાગ્યું કે, 'કંઈક તો વાત છે.'

(શું વાત હશે? શું કાનજીભાઈ વાત કરશે કે નહીં? એ વાત કોના રિલેટેડ હશે? યશ્વી કે પછી એમના વિશે હશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ..)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED