(યશ્વી અને તેના ગ્રુપનો નિટ્ય સ્પર્ધામાં વીનર બને છે. એમની કોલેજમાં એમની જીત ને બિરદાવી એમને પ્રોત્સાહિત કરે છે. યશ્વીના મોટા પપ્પા અને મોટી મમ્મી કંઈક વાત કરવા ઘરે આવે છે. હવે આગળ...)
'શું વાત હશે?' રામભાઇ અને નમ્રતાબહેનના મનમાં ગડમથલ થવા લાગી.
જયારે કાનજીભાઈ વાત કેવી રીતે કરું એ માટેના શબ્દો ગોઠવવા માંડયા.
રામભાઈએ પૂછયું કે, "શું વાત છે? ભાઈ, કોઈ પ્રોબ્લેમ છે. મને ડર લાગે છે જે હોય તે માંડીને વાત કરો."
કાનજીભાઈ બોલ્યા કે, " ના, નાના આ તો યશ્વીને જોઈને થયું કે મારી પરી મોટી થઈ ગઈ."
ગીતા બહેન બોલ્યા કે, "હા, નમ્રતા દીકરી તો સાસરે જ શોભે ને. એની પરણાવવાની ઊંમર પણ થઈ ગઈ છે."
રામભાઈ અને નમ્રતાબહેન ની આંખો ભીની થઈ ગઈ.
કાનજીભાઈ એ જોઈને કહ્યું કે, " નાના યશ્વી તો આપણા ત્રણે ભાઈઓમાં એકની એક દિકરી છે. આપણા માટે તો એ નાની જ રહેશે. પણ સમાજની નજરમાં તો નાની નહીં પણ મોટી થઈ ગઈ છે. એની ખબર પણ આપણને જયારે તેના માટે સંબંધની વાતો આવે ત્યારે જ પડે."
ગીતા બહેન બોલ્યા કે, "પાંચ ભાઈઓ ની એકની એક બહેન છે. આખા ઘરની લાડલી અને ત્રણ પેઢીઓ પછી આવેલી લક્ષ્મી છે."
કાનજીભાઈ બોલ્યા કે, "હા, નાના યશ્વી માટે એક વાત આવી છે."
રામભાઈએ પૂછ્યું કે, "વાત!"
કાનજીભાઈ બોલ્યા કે, "હમમ, ગઈકાલે નવિનભાઈ બગીચામાં મળ્યાં હતાં. વાત વાતમાં એમણે જનકભાઈ અને સુજાતાબહેન નો દિકરો દેવમ માટે યશ્વી નું માગું નાખ્યું છે."
દેવમ એમ.સી.એ. કરેલું છે અને એમ.એન.સી. કંપનીમાં જોબ કરે છે. એક ની એક બહેન પરણાવેલી છે. ઘરમાં ત્રણ જ સભ્યો રહે છે. મા-પિતા અને આ દીકરો એટલે કે ઈન મીન તીન.'
"પરિવાર પણ મધ્યમ વર્ગીય છે. હજી આપણે તપાસ કરીએ.'
પણ તે પહેલાં તું અને વહુ યશ્વી જોડે વાત કરી લો અને એન મન જાણી લો. પછી આગળ વિચાર કરીએ."
રામભાઈ કશુંક વિચારીને બોલ્યા કે, " ભાઈ આપણે હજી વધારે તપાસ કરવી પડશે. આગળ પાછળ નું પણ જોવું પડશે ને. સૌથી પહેલાં હું દેખીશ અને મને ગમશે તો જ યશ્વીને બતાવીશું."
"સારું હાલ આપણે કયાં નક્કી કરવું છે. પહેલાં જોઈએ અને એ પહેલાં યશ્વી જોડે વાત કરો. પછી કંઈક વિચારીએ" કાનજીભાઈ બોલ્યા.
ગીતા બહેન બોલ્યા કે, "ચાલ નમ્રતા આપણે રસોઈ કરીએ. આ બે ભાઈઓ વાતો કર્યા કરશે."
નમ્રતાબહેન અને ગીતા બહેન રસોડામાં રસોઇ કરવા ગયાં. બંને ભાઈઓ વાતે વળગ્યા. અલકમલકની વાતો કરી.
સાંજનું જમણ જમી કાનજીભાઈ અને ગીતા બહેન ગયાં.
રાતે યશ્વીને બેસાડીને રામભાઈએ પૂછ્યું કે, " બેટા, હું તારા મિત્ર જેવો છું."
યશ્વી અસમંજસમાં બોલી કે, "હા, પપ્પા"
રામભાઈ બોલ્યા કે, " તારા બધાં ફ્રેન્ડસના મેરેજ થઈ ગયા. તારી પણ મેરેજની ઊંમર હવે થઈ ગઈ છે. તો બોલ બેટા, કેવો જીવનસાથી તને ગમે? કે પછી કોઈ કોલેજમાં ગમે છે ખરો?"
યશ્વી લાડ કરતાં બોલી કે, "ના પપ્પા, આવું તો કાંઈ જ હજી વિચાર્યું નથી. અને મમ્મી-પપ્પા તમે મને કેમ જલદી જલદી ભગાડવા માંગો છો? હું કયાં ભારે પડું છું? વળી, ભાઈ પણ હોસ્ટેલમાં રહીને બહાર ભણે છે."
નમ્રતાબહેન ભરાઈ ગયેલા અવાજે કહ્યું કે, " ભારે નહીં પણ બેટા, જે કર્તવ્ય હોય તે પૂરા કરવા જ પડેને. તારો ભાઈ તો ભણી રહેશે પછી અમારી જોડે રહેવાનો છે જ ને. તે હજી સુધી ના વિચાર્યું હોય કંઈ વાંધો નહીં. એ વિશે તું શાંતિથી વિચાર."
યશ્વી બોલી કે, "પણ મમ્મી-પપ્પા મારે તો એમ.એ. કરવું છે. સાથે સાથે લેખક પણ બનવું છે. વળી, નાટક બનાવતી એક ક્રિએશન ખોલવું છે. મારાં તો સપનાં ઘણા ઊંચા છે. એમાં વળી આ મેરેજનું કયાંથી આવ્યું."
નમ્રતાબહેન બોલ્યા કે, "બેટા, દિકરી મોટી થાય તે મા-બાપ તરીકે ફરજ તો નિભાવી જ પડે."
"અને હા બેટા, તું કંઈક નવું નવું લખે એમાં ના નહીં , સાસરીમાં પણ લખી શકીશ. પણ બેટા નાટકને આવું આપણને ના શોભે." નમ્રતાબહેન બોલ્યા.
" બેટા, તું વિચાર કરીને કાલે જવાબ આપજે. આટલું ભણીએ ઘણું છે. હવે તો તારા લગ્ન જોવાની અમારી પણ ઈચ્છા છે. ત્રણ ત્રણ ભાઈઓ વચ્ચે એકની એક દીકરી, પાંચ પાંચ ભાઈઓ ની બહેનને ધામધૂમથી પરણાવી છે અમારા પણ ઘણાં અરમાનો છે.'
"બેટા વિચાર કરીને કહે, કોઈ ઉતાવળ નથી. અને આમ પણ સંબંધ નક્કી કરતાં પહેલાં ઘણી બધી તપાસ કરવી પડે. તેથી જ તને પૂછું છું કે તારા મનમાં તે કંઈ વિચારી રાખ્યું હોય કે તારે કેવો જીવનસાથી જોઈએ છે. તે મને કહે જેથી તારા માટે યોગ્ય પાત્ર શોધવાની ખબર પડે." રામભાઈ બોલ્યા
યશ્વી બોલી કે, "સારું પપ્પા, વિચારીને કહીશ."
પછી અચાનક યાદ આવતાં એ બોલી કે, " પપ્પા તમને એ કવિતા યાદ છે જેમાં દાદા પૌત્રી માટે વર જોવા જવાનાં છે. પૌત્રી દાદા ને કવિતા રૂપે કેવો વર જોઈએ તે કહ્યું."
રામભાઈએ સંભાળીને એ હસવા લાગ્યા અને કવિતા સંભળાવી
'દાદા એવો તો વર જજો ...'
બધાં રૂમમાં સૂવા ગયાં.
નમ્રતાબહેન બોલ્યા કે, " સાંભળો તમે મોટા ભાઈને ફોન કરીને તપાસ કરવાનું કહી દેજો."
રામભાઈએ હા પાડી અને બંને જણા સૂઈ ગયાં.
યશ્વી જેવી રૂમમાં ગઈ ત્યાં જ એના ફોન પર નમન-તેના ભાઈનો ફોન આવ્યો.
જેવો યશ્વીએ ફોન ઊપાડયો ત્યાં જ બોલ્યો કે, "હાય જાડી, તું મજામાં, કયાં ખોવાઈ ગઈ છે? હમણાં થી તો તું ફોન પર જ નથી મળતી."
યશ્વી બોલી કે, "હા, હું કોલેજ હઉ કે ભણતી હઉ."
નમને પૂછ્યું કે, "કેમ આવો સ્લો સાઉન્ડ કરે છે? કોઈ તને બોલ્યું, કોણે સતાવી મારી બહેનને બોલ જો?"
યશ્વી ગુસ્સામાં બોલી કે, "મને સતાવી કોઇ ના માં તાકાત નથી. હું કોણ? યશ્વી સમજયો."
નમન બોલ્યો કે, "હવે મને મારી બહેન લાગી. શું થયું મારી લાડલી બહેના?"
યશ્વી ઉદાસ થતાં બોલી કે, "કંઈ જ નહીં ભઈલા, મમ્મી-પપ્પા મારા મેરેજ વિશે વિચારે છે એટલે."
નમને ફિરકી લેતાં કહ્યું કે, "વાઉ, યાર મને આખો રૂમ મળી જશે. જલદી નક્કી કરી લે અને ભાગ ઘરમાંથી"હસવા લાગ્યો.
પછી સિરિયસ થઈને બોલ્યો કે, " યશ્વી તારા મનમાં જે હોય તે પપ્પાને, મમ્મીને કહી દે. અને એમને ના કહી શકતી હોય તો મને કહે. હું વાત કરીશ. પણ તું ચિંતા ના કર, અને એન્જોય કર."
"અને હા તારા નાટકનો વિડીયો જોયો, સરસ હતો. ક્રોન્ગ્રેટસ દી ફોર ટ્રોફી."
"થેન્ક યુ ભાઈ, બાય ગુડ નાઈટ" કહીને યશ્વીએ ફોન મૂકયો.
યશ્વી આખી રાત વિચાર કરતી રહી. પણ તે પૂરેપૂરી કન્ફ્યુઝ હતી કે તે શું કરે? શું ચોઈસ કરે કેરિયર કે મેરેજ? આજે તો તેને લખવાનું પણ મનના થયું.
કોલેજમાં પણ કશેજ મન નહોતું લાગી રહ્યું.
(શું યશ્વી મેરેજ માટે હા પાડશે કે ના? શું પોતાની કેરિયરનો, સપનાં ની ભોગ આપી દેશે? શું દેવમ વાળી વાત ખબર પડશે તો કેવી રીતે રિએકટ કરશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)