રક્ત ચરિત્ર - 11 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 11

૧૧


"તું સાંજ ને મિસ કરે છે ને?" શાંતિ એ સૂરજ ને ઉદાસ જોઈ ને પુછ્યુ.


"એ મને પ્રેમ નથી કરતી શાંતિબેન એ મને જરાય પ્રેમ નથી કરતી, ઊંડે ઊંડે એક આશ હતી કે એ મને પ્રેમ કરતી હશે પણ એ તો....." સૂરજ શાંતિ ને વળગી ને રડી પડ્યો.


"બધું ઠીક થઈ જશે તું ચિંતા ન કર." શાંતિ એ તેની પીઠ પસવારતા કહ્યું.


"કંઈ જ ઠીક નઈ થાય, હું આજ પછી ક્યારેય સાંજ સાથે વાત નહીં કરું. હવે મને એ છોકરી સાથે કોઈ જ સંબંધ નથી, હું એને નથી ઓળખતો." સૂરજ એ તેના ઓરડા માં જઈ દરવાજો બંધ કરી દીધો.


આ તરફ નીરજ રતન ના વિચારો માં ખોવાઈ ગયો હતો. રતન ના વિચારો માં તેની ઊંઘ પણ ખોવાઈ ચુકી હતી. બીજા દિવસે હિમ્મત કરી ને નીરજ વહેલી સવારે ભીલ વાસ તરફ રતન ને મળવા ઊપડ્યો.


વહેલી સવારે દરેક જણ કામ ધંધાર્થે નીકળી પડતાં, આખા વાસ માં બાળકો અને ઘરડાં સિવાય કોઈ ભાગ્યે જ દિવસે હાજર હોય.


રતન નું ઘર ભીલ વાસ ના છેડે આવેલું હતું, નીરજ રતન ના ઘર ના વાડા પાસે આવી ને અટકી ગયો. આગળ વધું કે પાછો જતો રહું ની ગડમથલ માં નીરજ ત્યાં જ પુતળા ની જેમ ઉભો રહી ગયો.


"અરે કુંવર સાહેબ તમે અહીં? આવો અંદર આવો." રતન એ નીરજ ને તેના ઘર નજીક ઉભેલો જોઈ વિવેક કર્યો.


રતન ના અવાજ થી નીરજ વર્તમાન માં પાછો ફર્યો, રતન ની પાછળ એ તેના ઘર માં ગયો.


"તમે અહીં અમ ગરીબ ના ઘર માં? બોલો શું સેવા કરું હું તમારી કુંવર સાહેબ?" રતન એ પાણી નો ગ્લાસ નીરજ ને આપ્યો.


"તારી સાથે જે થયું એ સાંભળીને મને બહું જ દુઃખ થયું, તું હવેલી થી ગઈ ત્યારથી મારું મન બેચેન હતું. તો હું અહીં તને સાંત્વના આપવા ચાલ્યો આવ્યો, તું સમજે છે ને?" નીરજ માંડ આટલું બોલી શક્યો.


"હું તો સમજી ગઈ સાહેબ પણ દુનિયા ને કોણ સમજાવશે? કોણ કહેશે એમને કે પ્રેમ કરવો ગુનો નથી? મારું તો કામકાજ પણ બંધ થઈ ગયું છે સાહેબ, હવે કોણ મને કામ આપશે?"‌ રતન ઘર નો દરવાજો બંધ કરી નીરજ ની નજીક જમીન પર બેસી ગઇ.


રતન ને આટલી નજીક થી જોઈ ને નીરજ ના ધબકારા વધી ગયા, તેના હાથ ધ્રુજવા લાગ્યા અને પાણી નો ગ્લાસ રતન પર ઢોળાયો.


"મને માફ કરી દે, ભુલ થી ગ્લાસ.... પાણી.... " નીરજ ને ખબર નહોતી પડતી કે શું બોલવું, તેણે હાથ રુમાલ કાઢી ને રતન ને આપ્યો.


"તમે મને સમજો છો કુંવર સાહેબ?" રતન તેની વધું નજીક ગઈ.


"હા હું તને સમજું છું રતન, કાલે સવારે હવેલી એ આવી જજે. તને કામ મળી જશે."

નીરજ એ રતન ના ચહેરા ને તેના હાથ માં લીધો, તેના કપાળ પર એક ચુંબન કર્યું અને ત્યાંથી નીકળી ગયો.

નીરજ ને રતન ના ઘર ની બહાર નીકળતો જોઈ ને અરજણ ખુશ થઈ ગયો, તેની યોજના સફળ થઈ રહી હતી. નીરજ તેની જાળમાં ફસાઈ રહ્યો હતો, નીરજ ના જતાં જ અરજણ રતન ના ઘર માં ગયો.
"રતની..... રતની...... રતની..... શું કહું તને હું? તારું રુપ ભલભલા ને લોભાવી લે એવું છે. અરે તારું આ રુપ તો આજે મને કુબેર ના ભંડાર ની ચાવી જેવું લાગી રહ્યું છે." અરજણ એ રતન ને બાહુપાશમાં લીધી.
"જો અરજણા, તું મારી સાથે લગ્ન કરીશ એ વચન પર વિશ્વાસ કરી ને તારા કહેવાથી અમે બધા એ હું બિચારી છું એવું નાટક તો કરી લીધું પણ જો કુંવરી બા ને સાચી વાત ની ખબર પડી તો આપણને બધાય ને શૂળીએ ચડાવી દેશે." રતન ને ડર લાગી રહ્યો હતો.
"એ સાંજ ની એટલી હીમ્મત નથી કે આ અરજણ ને શૂળીએ ચડાવે, તું ડર મત મારી રતન રાણી." અરજણ એ રતન ને તેની નજીક ખેંચી.
"ધીમે બોલ કોઇક સાંભળી જશે, કુંવરી બા નું નામ ન લે. આપણે રહ્યા મામુલી માણસો, બેન બા નું નામ લેવાય?" રતન એ અરજણ ના માથા માં ટપલી મારી.
"ઠીક છે નઈ લઉં તારી બેન બા નું નામ, હવે ખુશ?" અરજણ એ રતન ને ચુમી લીધી.
રતન એ તેના ચુંબન નો પ્રતિસાદ ચુંબન થી આપ્યો અને બન્ને એકબીજાના પ્રેમમાં ખોવાઈ ગયા.

બીજા દિવસે પરોઢિયે રતન હવેલી પર પહોંચી ગઈ, હવેલી ની સારસંભાળ નું કામ નીરજ એ રતન ને સોંપી દીધું હતું. રતન ના આવતાં જ દેવજીભાઈ એ તેને બધું કામ સમજાવી દીધું.
પહેલું કામ હતું બધા માટે નાસ્તા ની તૈયારી કરવી, સાંજ, નીરજ, દેવજીભાઈ અને એમનો પરિવાર, હવેલી માં કામ કરતા લોકો અને સાંજ માટે કામ કરતા અપરિણીત માણસો બધાય ના નાસ્તા થી લઈને વાળું સુધ્ધાં હવેલી માં બનતું હતું.
સાંજ તો હંમેશા ગામ ના વિકાસ નાં કામકાજ માં વ્યસ્ત રહેતી હતી, હમણાં થોડા દિવસ થી એ શાળા ને ફરી થી પહેલાં જેવી બનાવવા દોડધામ કરી રહી હતી જે મુળજી ના રાજમાં ખંડેર બની ચુકી હતી.

બીજી તરફ નીરજ અને રતન એકબીજાની નજીક આવી રહ્યા હતાં, અને શિવાની એક એક દિવસ નીરજ ની યાદમાં ઝુરી રહીં હતી.
રતન ને હવેલી માં આવ્યે આજે ૧૫ દિવસ થઈ ગયા હતા, નીરજ રતન સાથે અમુક વાર થોડી છુટછાટ લઈ લેતો હતો પરંતુ એ હજુ એનાથી વધારે આગળ ન્હોતો વધ્યો.
અરજણ વારંવાર રતન ને નીરજ સાથે શારીરિક સંબંધ બાંધવા ની ટકોર કરતો હતો જેથી તેની યોજના આગળ વધે, દરેક સવારે રતન નીરજ ને આકર્ષિત કરવા ની તૈયારી સાથે હવેલી જતી હતી પણ નીરજ ની નિર્દોષ પ્રણયક્રીડા ઓ તેને રોકી લેતી હતી.
"કંઈ કામ છે કે હું જઉં?" રાત્રે ઘરે જતા પહેલા નીરજ ને આ સવાલ પુછવો એ રતન નો નિત્યક્રમ બની ગયો હતો.
"હા થોડું કામ છે અંદર આવ તો..." નીરજ એ રતન ને ઓરડામાં બોલાવી અને તેના કપાળ પર ચુંબન કર્યું હંમેશ ની જેમ.
"હવે જાઉં સાહેબ?" રતન શરમાઇ ગઇ.
"ના, દરવાજો બંધ કરી ને આમ આવ." નીરજ જઇને તેના પલંગ પર બેઠો.
દરવાજો બંધ કરીને રતન નીરજ ની બાજુ માં જમીન પર બેસી ગઇ.
"મારી બાજુમાં પલંગ પર બેસ, અને મને નીરજ કહીને બોલાવ સાહેબ નહીં." નીરજ એ રતન ને બાવડે થી પકડી ને ઊભી કરી ને તેની બાજુમાં બેસાડી.
"નીરજ...." રતન શરમાતાં શરમાતાં આટલું જ બોલી શકી.
"રતન, મારી રતન......" નીરજ રતન ના ચહેરા ને ચુમવા લાગ્યો.
નીરજ એ રતન ને નિર્વસ્ત્ર કરી અને તેના નગ્ન શરીર ને પ્રેમ થી ચુમવા લાગ્યો.
જ્યારે રતન ની આંખો ખુલી ત્યારે સવાર ના ચાર વાગ્યા હતા, તેની બાજુમાં નીરજ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો.
"હું માત્ર તમારી સાથે શારીરિક સંબંધ બનાવી તમને ફસાવવા આવી હતી નીરજ સાહેબ પણ જ્યારે મારી ઈચ્છા પુરી થઈ ગઈ તો હવે હું તમને છોડીને કેમ નથી જઈ શકતી? એવું તો નથી કે કોઈ ની સાથે સંબંધ મે પહેલી વાર બનાવ્યો છે, પર પુરુષ નો આ સ્પર્શ પણ પહેલો ન્હોતો છતાંય આ અહેસાસ નવો કેમ લાગે છે?" રતન એ તેની જાત ને સવાલ પુછ્યો.

"કેમકે તને પ્રેમ થઈ ગયો છે રતન......"

ક્રમશ: