યશ્વી... - 31 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યશ્વી... - 31

('વાંઢા મંડળ' પ્લે સકસેસફૂલ ગયું અને એ દિવસે દેવમ, રજત અને નીતીએ 'સોહમ ક્રિએશન' જોઈન્ટ કર્યું. યશ્વીએ 'પડયું પાનું' નામનું નવું નાટક લખ્યું અને તેની રજૂઆત થઈ જવા રહી છે. હવે આગળ....)

[એક યુવક રાહુલ અને નાનકડી દીકરી પરી બહારથી આવે છે.]
રાહુલ: "મોમ, તું કયાં છે?"

પરી: "મોમ..."

(એક બાજુ એજેડ સ્ત્રી માનવી અને એક યુવતી નીતી દોડતાં દોડતાં આવે છે.)
માનવી: "કેમ બૂમો પાડે છે."

રાહુલ: "જોને મને આ તારી લાડલી મને દોડાય દોડાય કરે છે તે."

પરી: "પણ દાદી... મને મોમના હાથનો હલવો ખાવાનો છે."

રાહુલ: "મને પણ મારી મોમના હાથનો"

(નીતી બાઉલમાં હલવો લઈને આવે છે. અને પરીને આપે છે.)

માનવી: "ઝઘડો થયો છે કે શું નીતી? રાહુલને પણ આપ."

(નીતી રાહુલને આપે છે, પણ નીતીની આંખોમાં આસું આવી જાય છે. આ માનવી જોઈ જાય છે. રાહુલ જતો રહે છે.)

માનવી: "નીતી આ શું? તું મારા દીકરાને કેમ એવોઈડ કરે છે. શું વાત છે? હું ઘણા સમયથી તને ઉદાસ જોવું છું. શું થયું કહે?"

નીતી(ધ્રુજતા): "કંઈ નહીં, હું કીચનમાં જવું છું."

માનવી: "નીતી એકવાર કહું ને શું વાત છે તે કહે...."

(નીતી રોતા રોતા વાત કરે છે, અને ગંભીર મ્યુઝિક વાગે છે.)

[બીજા દિવસે માનવી બૂટની દોરી બાંધી રહેલી હોય છે. ત્યાં નીતી આવે છે. તેમને જોઈને]

નીતી: "મમ્મી, આજે વૉકિંગ કરવા જવાનું રહેવા દો!"

માનવી: "શું કામ બેટા? અને એ પણ આજે, આપણે શું કામ કોઈના માટે બદલાવું જોઈએ. કોઈના કારણસર આપણું રૂટીન કે જીવન ના બગાડાય."

[નીતી માનવીને જોઈ રહી.]
નીતી(નિરાશાથી): "પણ...મમ્મી, તે માટે મન કયાં તૈયાર છે???"

માનવી(મનને ઝાટકતા ના હોય): "હા, એ વાત પણ સાચી અને શું કામ થાય,બેટા? કાલનો વ્રજપાત ના તો મારા કે તારા એકલા પર કયાં થયો છે. આપણા બંને પર થયો છે."

નીતી: "હા માં, આજ સુધીના મારા કે તમારા દરેક બલિદાન કે ત્યાગનો બદલો મળ્યો ખરો પણ આવો!!!"

માનવી: "ફકત એવા શબ્દો જેનાથી મને ખૂબ જ નફરત છે.(ઊભા થઈને બહાર જોતાં)
જોને આટલી ખુશનુમા સવાર જાણે ના થઈ હોત તો કેટલું સારું? મને એવું લાગે છે કે રાતમાં મોત મળી ગયું હોત તો કેવું સારું? પણ એમાંનું કંઈજ ના બન્યું."

નીતી: "તમને કંઈ થયા પછી મારું અને પરી નું કોણ હોત? અને મમ્મી, સમય કયાં કોઈના માટે રોકાય છે. એ તો ફકત ચાલ્યા જ કરે છે. સમયને કયાં છે કોઈ પ્રત્યે લગાવ કે લાગણી. બસ એના માટે એની ઘરેડ જ મહત્ત્વની છે. પછી ભલેને સૂરજ ઊગે કે આથમે. પૂનમનો ચાઁદ દેખાતો હોય કે અમાસનો ચાઁદ ના દેખાતો હોય. તેને તો કંઈ જ નથી પડી."

(આટલું બોલીને નીતી રડતી રડતી પોતાની રૂમમાં જતી રહે છે.)

માનવી: "બેટા... તે જ નહીં, મેં પણ કેટલાય સમાજ તરફથી મળેલા આઘાત સહન કર્યા છે. છતાંય આજ સુધી નિરાશ નથી થઈ, એટલી આજે થઈ. મારું મન-દિલ પણ કહે છે કે હું પણ પોક મૂકીને રડું, ફરિયાદ કરું, પણ કોની આગળ.... ગઈકાલે જે બન્યું તે યાદ આવતાં જ મન અને શરીરમાં ભયની લહેર ફરી વળે છે."

[બીજો સીન]
(એક યુવક રાહુલ ઊભો છે, નીતી ઊભી છે અને માનવી)

માનવી(ગુસ્સામાં): "રાહુલ... આ શું? તે આવું કેમ કર્યું?"

રાહુલ: "પણ મેં શું કર્યું? અને તું આટલાં શાને બરડા પાડે છે."

માનવી: "કેમ ના પાડું. તું અને પેલી છોકરી... શું નામ? નૈના જોડે રહેવા માંગે છે..."

રાહુલ: "ઓહ... નીતી એ કહ્યું"

માનવી: "શું કામ ના કહે.. પણ તું મારી વાત ના ટાળ, મને જવાબ આપ."

રાહુલ: "હા... "

માનવી: "પણ કેમ, નીતીનો શું કામ દગો આપ્યો. એ તારી પત્ની છે, તારું બાળક નાનકડી પરીની મા છે, તો પછી શા માટે? તારાઆ પગલાં પછીનું શું? તે ના વિચાર્યું."

(રાહુલને ચૂપ જોઈને નીતી જોડે માનવી જાય છે.)
શું તમારા વચ્ચે મનમેળ નહોતો? તે તારી નાનામાં નાની વાતનું કેટલું ધ્યાન રાખે છે. અને તારું જ શું કામ.. મારી પણ કેટલી કેર કરે છે. તો પછી આવુજ શું કામ? અરે, શું ખૂટતું હતું એનામાં? બોલ"

રાહુલ: "હા મા, તે મારી નાનામાં નાની જરૂરિયાત પૂરી કરે છે, તારું માન રાખે છે, સેવા કરે છે. મારી નાનકડી પરીની માં પણ છે. ભણેલી, સંસ્કારી પણ તેનું શું કરું? મારા ગળે લગાડી ને ફરું? કે પછી તેની પૂજા કરુ એ બધા માટે. એ તો ફક્ત વહુ, પત્ની અને માં જ છે, પણ તે મારી પ્રેયસી કે પ્રેમિકા નથી. એનાથી મને ના તો પહેલાં પણ પ્રેમ થયો કે હવે કરું છું."

નીતી: "રાહુલ...."

(રોવા લાગે છે.)
માનવી: "ના બેટા, રોઈશ નહીં... એ પણ આવા બેવફા પતિ માટે.

(રાહુલને) આ તું શું બોલે છે. તે લગ્ન કર્યા છે એ પણ પૂરાં સમાજ સામે."

રાહુલ: "અને એ લગ્ન હું તો પહેલાં પણ નહોતા કરવા માંગતો. એ તો હું પપ્પાની ધાકધમકી અને તારાં ઈમોશનલ ડ્રામા આગળ ઝૂકી ગયો.

મને મારી પત્ની માં જે જોઈએ છે, તે આની પાસે કયાંય નથી. એ મને નૈનામાં મળી ગયું. હું હવે આ બંધનનો બોજો ઉઠવવા નથી માંગતો."

માનવી: "પણ આ બધામાં નીતી નો કોઈ વાંક નથી. અને પરી...પરી તો તારું લોહી છે. પ્રેમ લગ્ન પહેલાં થાય એ તો જરૂરી નથી. એ તો લગ્ન પછી પણ થાય."

નીતી: "અને તમને મારા આટલા ગુણો ના દેખાયા અને તમારી જીવનસાથીની વ્યાખ્યામાં બંધબેસતી નથી ફકત એ જ દેખાયું. એ પણ આટલા વર્ષે."

માનવી: "હું આવું મારા ઘરમાં નહીં ચલાવું"

રાહુલ: "માં, હું તને નથી પૂછતો, પણ જણાવું છું. અને તું કેમ નહીં ચલાવે, તે તો પપ્પા..."

ત્યાં જ નીતી: "બોલશો નહીં, હું જતી રહીશ મારા પિયરે..."

માનવી: "એક મિનીટ નીતી, એને બોલવા દે... તે તો પપ્પા.. શું? આગળ બોલ"

રાહુલ: "તે તો પપ્પાની દરેક વાતોમાં હા એ હા કરી જ હતી ને?"

માનવી(તીક્ષ્ણ નજરે): "એટલે તું કહેવા શું માંગે છે."

રાહુલ: "કેમ એ વખતે આ ફિલોસોફી યાદ નહોતી આવી. પપ્પાનો અફૅયર ચલાવ્યો હતો જ ને, માફ કર્યા હતા પછી..."

માનવી: "પછી... કેમ અટકી ગયો, આગળ બોલ.."

રાહુલ: "તો હું ડરતો પણ નથી. પપ્પા એ સ્ત્રી સાથે જ રહેતા હતા, તે બધું જ ચલાવ્યું. ફક્તને ફક્ત પ્રોપર્ટી માટે જ ને. અને તું મને કંઈ જ ના કહી શકે કારણ કે તે પપ્પાનું આવું વર્તન ચલાવ્યું તો મારું પણ ચાલે."

નીતી: "તો પછી હું અને પરી...."

રાહુલ: "હું કયાં તને અને પરીને જીવન જીવવા મજબૂર કરું છું. અને હું ડીવોર્સ આપવા તૈયાર છું. પણ તારી સાથે હું તો નહીં જ રહી શકું. જો તને મારો આ સંબંધ મંજૂર ના હોય તો પિયર જતી રહે, મંજૂર હોય તો રહે. હું તારું ભરણપોષણ કરીશ."

માનવી: "રાહુલ... તું શું બોલે છે તેનું તને ભાન છે ખરું"

રાહુલ: "હું હવે આ ટૉપિક પર વાત કરવા નથી માંગતો. અને હા, મમ્મી હું તને કહું તેમ રહેવાનું ,તું કહે તેમ હું નહીં રહું."

(માનવી ગુસ્સાથી તેનું સામું જોવે છે. તે હાથ ઉપાડવા જાય છે ત્યાં જ)

રાહુલ: "અને તને શું જોઈએ?.... દીકરો તને રાખે છે તો ખરો. નીતી કાંં તો પડયું પાનું નિભાવી લે અથવા પિયર જાય."

માનવી: "રાહુલ....."

(નીતી રોતી રહી, માનવી આવક થઈને રાહુલ ની સામે જોઈજ રહી.)
[સીન પૂરો થયો.]

(શું માનવીએ પ્રોપર્ટી માટે આ અન્યાય સહન કર્યો હતો? નીતી સહન કરશે કે પિયર જશે?માનવી રાહુલ અને નૈના નો સંબંધ સ્વીકારશે કે નહીં? કે પછી રાહુલને સુધારશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ....)