યશ્વી... - 30 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યશ્વી... - 30

(16મી એ યશ્વી મનના ઉચાટ ને શાંત કરવા માટે ગાર્ડન માં ગઈ. ત્યાં એક બહેન સાથે તેની મુલાકાત થઈ અને નેકસ્ટ પ્લે માટેનો સબ્જેક્ટ પણ મળી ગયો. 'વાંઢા મંડળ' પ્લે ને પ્રેઝન્ટ કરવાની તૈયારી ચાલુ થઈ ગઈ. હવે આગળ...)

યશ્વી સ્ટેજ પરથી બોલી કે, "નમસ્કાર, 'સોહમ ક્રિએશન' તમારું સ્વાગત કરે છે. આજે 'સોહમ ક્રિએશન' માટે મોટો દિવસ છે. આજના દિવસે જ 'સોહમ ક્રિએશન' પોતાનું નવું એક સાહસ કે જેમાં તે થિયેટરની દુનિયામાં પોતાનું પર્દાપણ કરી રહ્યું છે, ''વાંઢા મંડળ' પ્લેથી.

એક એવું નાટક જેમાં વાંઢાઓ નો સરદાર દરેક રીતે કોમેડી છે જ. અને એનાથી પણ વધારે એની અને એના સભ્યો ની વાતો વધારે હાસ્યજનક છે. એ નાટક જોઈને તમે હસીને લોટપોટ થઈ જશો એની 100% ટકાની ગેરંટી સાથે અમે એક એવું કોમેડી નાટક રજૂ કરી રહ્યા છીએ.

'સોહમ ક્રિએશન' અમારા આ નાટકને સ્પોન્સર કરનારા 'સન સ્પેકટ હાઉસ', 'નવ ફરસાણ ભંડાર' અને 'હેલોજન લાઈટ હાઉસ'નો એડવર્ટાઈઝ આપવા માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ."

અને હવે પ્રસ્તુત થાય છે, 'સોહમ ક્રિએશન' નિર્મિત, યશ્વી દિગ્દર્શિત અને લેખિત નાટક 'વાંઢા મંડળ'."

નાટકની રજૂઆત ચાલી રહી હતી. એમાં એ લોકોની લટક મટક ચાલ, કોમેડી ડાયલોગ્સ ની રજૂઆત હાસ્ય થી ભરપૂર હતી.

સૌથી વધારે હાસ્યજનક તો શામજીભાઈ અને નીનાબેન નો પોતાના ગમતા પાત્ર સાથે લગ્ન કરવા માટે પ્રપંચ અને એના પર 'નેહલા પે દહેલા' ની જેમ રમણ અને ડોલીના લગ્ન હતા.

એ જોઈને ઓડિયન્સ જે રીતે પેટ પકડી પકડીને હસતી હતી એનાથી યશ્વીને પોતાના લેખક તરીકે નો સરસ રિસ્પોન્સ મળી ગયો. એમાં યશ્વીના મ્હોં પર સંતોષ અને આત્મવિશ્વાસ ઝળકી રહ્યો હતો.

એક બાજુ વિડીયોગ્રાફી દ્રારા તે નાટકનું રેકોર્ડિંગ પણ ચાલી રહ્યું હતું. નાટક પુરુ થયાં પછી આભારવિધિ પૂરી થતાં પ્રેક્ષકો બહાર નીકળ્યા.

દરેકના ચહેરા પર હાસ્ય અને વાર્તા માટે નો એવોર્ડ હતો. જે એ લોકોને બીજી વાર્તા શોધવાનું, નાટક દિગ્દર્શિત કરવાનું કે કલાકારો ને એક્ટિંગ કરવાની મંજુરી આપી રહ્યા હતા. એ એક કલાકાર ને પોતાની કલાને માન, સંતોષ આપનારો એવોર્ડ હતો.

પછીના બીજા દિવસે ફર્સ્ટ પ્લે સકસેસફૂલ ગયું હોવાથી ગ્રુપના સભ્યો નું વીથ ફેમીલી સેલિબ્રેશનની પાર્ટી હતી. બધાં એન્જોય કરી રહ્યા હતા.

પણ અશ્વિન, યશ્વી અને સાન્વી થોડી વાર બધાને મળીને ઓફિસમાં પ્લેનો વિડીયો જોઈ રહ્યા હતા. કેરેક્ટર વિશેની એક ડાયરીમાં તે પોઈંટ નોટસ કર્યા. જેથી કોઈ પણ એકટરની કમી જોઈને સુધારી શકાય.

સેલિબ્રેશન પત્યા પછી તેઓ બહાર આવ્યા અને ગ્રુપના સભ્યો ને બેસવા કહ્યું.

તેમણે પહેલાં તો દરેક સભ્યો ની વિશેષતા બતાવીને વધારવા કહ્યું. અને કમી બતાવીને એ પણ કહ્યું કે ઓડિયન્સ ને શું વધારે ગમ્યું કે તેમને શું ના ગમ્યું?

આમ, નાટકના કેરેક્ટર ની દરેકની બધાએ ભેગા થઈને સમીક્ષા કરી. જેથી બીજા વખતે પ્લે વધારે ને વધારે પાવરફૂલી પ્રેઝન્ટ કરી શકાય. મીટીંગ પૂરી થતાં બધા જાય છે.
ખાલી યશ્વીનું ગ્રુપ, સાન્વી, રજત અને દેવમ જ રહ્યા.

ભાવેશે કહ્યું કે, "જો આપણે ખરાબ અને સારાં પાસાંઓ બધાના જોઈ લીધા હોય, તો હવે હું એક નવું એનાઉન્સમેન્ટ કરું."

યશ્વી બોલી કે, "નવી એનાઉન્સમેન્ટ... શું????"

દેવમ બોલ્યો કે, "હા, આ વાત તો ખાસ કરવી જોઈએ."

યશ્વીનું ગ્રુપ અને સાન્વી તેમના સામું નવાઈ થી જોઈ રહ્યા હતા તો રજત બોલ્યો કે, "હા, અમારું જોઈનિંગ એનાઉન્સમેન્ટ. અમે પણ એકાઉન્ટ અને પ્રોજેકટ માટે સ્પોન્સર લાવવા માટે, ઓર્ડર એરેન્જ કરવા માટે હેલ્પ કરીશું. નાનું જ કામ છે, એ તો કરી શકીએ ને?"

અશ્વિન બોલ્યો કે, "મોસ્ટ વેલકમ બોથ ઓફ યુ"

દેવમ બોલ્યો કે, " થેન્ક યુ, અમે બંનેએ શરૂઆત તો ગઈકાલની જ કરી દીધી છે. આગળનું ભાવેશ કહેશે."

ભાવેશે કહ્યું કે, "હા, આપણને ગઈકાલે જ 10 ગ્રુપ તરફથી આ પ્લે કરવા માટે નું આમંત્રણ મળેલું છે. અને આપણે એ માટેનો ઓર્ડર પણ લઈ લીધો છે. ફક્ત આપણે પ્રાઈઝ નક્કી કરવાની જ બાકી છે? પછી કન્ફર્મ કરી શકાય."

રજતે કહ્યું કે, "મારા મતે તો દરેક પ્લે ની ફી 50,000 રૂપિયા અને 20,000 ટ્રાન્સપોર્ટશન ની ફી રૂપે લઈ લેવું જોઈએ. બરાબર ને?"

સાન્વી ગંભીર અવાજે.બોલી કે, "એકાટાઉન્ટન કહે તે બરાબર."

અને બધા ખડખડાટ હસી પડ્યા. દેવમ અને રજતને ગ્રૂપમાં ભેળવી લીધા. ફીસ નક્કી થયા પછી અશ્વિન બોલ્યો કે, "યશ્વી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ તું બીજાં નાટક માટે સ્ક્રીપ્ટ શોધવાનું અને લખવાનું ચાલુ કરી દે. અને જે લોકોએ આ પ્લે માં કેરેક્ટર નથી મળ્યું તેમને આપી દે, અને પ્રેક્ટિસ ચાલુ થઈ જાય. રાઈટ"

યશ્વીએ સાંભળીને કહ્યું કે, "આમ પણ, મારે તમને એક વાત કરવાની જ છે."

નિશા પૂછે છે કે, "તું શું નવું લાવી આ ભાવેશની જેમ?"

યશ્વી જવાબ આપતાં બોલી કે, "દેવમ અને રજતકુમાર સિવાય એક બીજી વ્યક્તિ પણ આ ગ્રુપને જોઈન કરી રહી છે. નીતી.."

સોનલે પૂછયું પણ ખરા કે, "આ નીતી કોણ છે?.."

યશ્વીએ ગઈકાલે ગાર્ડનમાં બનેલી ઘટના કહી અને બોલી કે, "નીતી એ આન્ટીજી ની જ વહુ છે. એને એક્ટિંગ ફાવશે તો કરશે નહીં તો મારી જોડે મને સર્ચ માં હેલ્પ કરશે."

સાન્વી બોલી કે, "વેલકમ નીતી ઈન સોહમ ક્રિએશન"

યશ્વી બોલી કે, "અને હા, મારો નેકસ્ટ પ્લે સોશ્યલ પ્લે હશે અને આના પર જ લખવાનો છે."

ભાવેશ બોલ્યો કે, "સરસ ચાલો, આ વખતે તો જલદી સેકન્ડ પ્લેનો સબ્જેક્ટ મળી ગયો."

યશ્વીએ આ સ્ક્રીપ્ટ નું રિસર્ચ પૂરું કરી. સ્ક્રીપ્ટ લખી દીધી, અને તેની પ્રેક્ટીસ જોરશોરથી ચાલુ થઈ ગઈ. બીજા નાટકને પ્રેઝન્ટ કરવા માટે ની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે.

સ્ટેજના બ્રેકગ્રાઉન્ડમાં નવી સ્ટાઇલનું ઘર, ગાર્ડન, ઝૂંપડપટ્ટી, અને જુની પુરાણી હવેલી જેવા લુકનો તૈયાર કરવામાં આવ્યો.

આ વખતે સાન્વી અને યશ્વી બંને એંકરીંગ કરવાના હતા.

સાન્વી અને યશ્વી સ્ટેજ પરથી એંકરીંગ કરતાં સાન્વી બોલે છે કે, "નમસ્કાર, 'વાંઢા મંડળ' પ્લેને મળેલા તમારા પ્રેમ પછી અમે એક નવું નાટક લઈને આવી રહ્યા છીએ."

યશ્વી બોલી કે, "એક એવું સોશ્યલ પ્લે જેમાં દરેક સ્ત્રી પર થતા અત્યાચારને સાચા સાબિત કરવા, તેના આત્મસન્માન ને કચડવા માટે કારગત થતા એ શબ્દો નો."

સાન્વી બોલી કે, "જે શબ્દો થી દરેક સ્ત્રી પીછો છોડવા માંગે છે. છતાંય એ જ શબ્દો અજાણતાં જ બીજાને કહીને તેના પર થોપી દે છે. એ બે શબ્દોનો ભાર દરેક સ્ત્રી તોડવા મથે છે, અને તોડી પણ શકે છે."

યશ્વી બોલી કે, "પણ... જો એ સ્ત્રી બીજી સ્ત્રી ને મદદ કરે તો જ આ શબ્દોનો ભાર, એની તાકાત તોડી શકે છે. એવી જ એક ઘટના પરથી પ્લે 'સોહમ ક્રિએશન' પ્રસ્તુત કરે છે. 'સોહમ ક્રિએશન' નિર્મિત, યશ્વી દિગ્દર્શિત અને લેખિત નાટક "પડયું પાનું".

(કેવું હશે નાટક? 'પડયું પાનું'ની વાર્તા કેવી હશે? નીતી સોહમ ક્રિએશનમાં કયું કામ કરશે? યશ્વી આગળ કેવા કેવા નાટક લખશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ....)