ડીયર જિંદગી... અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડીયર જિંદગી...

ડિયર જિંદગી...

જિંદગી તે લીધેલો વણાંક મારા માટે સબક હતો.
ઉકેલું હું તારા અઘરા સવાલોને ત્યાં તું બીજી પરીક્ષા મૂકી દે. હવે હું જીવીશ તને સમજવાની કોશિશ જ નહીં કરું. ભરપૂર માણીશ તને, બધું ઇશ્વર પર છોડીશ.

તું ખુલ્લી કિતાબ જેવી છે, લખેલું છે બધું પણ હું પામર, નથી વાંચી શક્તિ તને. રોજ તું એક પાનું ખોલે સવારે, અશક્ય, હું નાં વાંચી શકું, કરે તું મને પ્રોત્સાહિત તું આજ કર પણ મન મારુ ચંચળ ભટકી જવું ને દોષ દવું તને, મારી જિંદગીનું નસીબ જ ખરાબ. ખરાબ હું, તું તો પ્રેમ કરે મને, મને પ્રેમ કરતાં આવડી જાય તને તો કોઈ મુશ્કેલી જ નાં રહે.

તે તો મને રડતાં એટલે મોકલી કે દુનિયાને હું બતાવું કે હું આવી ગઈ છું ધરતી પર જિંદગી બનીને માણવા. મારાં આવવાથી બધાંના હૈયે કેટલો આનંદ થયો. મારુ પહેલું કાર્ય તો મેં હસાવાનું કર્યું. મારી ક્રિયાઓથી આનંદિત રહે બધાં એટલે હું પણ આનંદમાં. બચપણ ગયું નિર્દોષ આનંદમાં..

તારો બીજો તબક્કો તે મને ભણાવવાનો આપ્યો.એ મારા માટે મિશ્ર પ્રતિભાવ વાળો રહ્યો. થોડી શરારત, થોડી બેફીકર, થોડી જવાબદારી ભણવાની. નવું નવું તે ઘણું શીખવાડ્યું. તે મને બધાં શોખ આપ્યા. કોઈ એવી વસ્તુ નથી આપી કે જેનો મને શોખ નાં હોય. અમુક શોખ મેં ડેવલોપ કર્યા જેમકે લેખન, ચિત્ર, ડાન્સ, ફોટોગ્રાફી, સિગિંગ, કોરિયોગ્રાફી, એનકરીગ એમાં હું નિપુણ બની. બીજું હું કરી જાણું પણ માહિર નથી. તારો જેટલો આભાર માનું એટલો ઓછો પડે. તે મને જીવનમાં ભરપૂર આપ્યું.


ઘણા મહાનુભાવોને મળી છું. મારી જિંદગીમાં એમના વિચારો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ગુરુજીઓનાં આશીર્વાદથી આધ્યાત્મિક જીવન ખુશ રહે છે. અપેક્ષા વગરનું જીવન મારુ, સપનાં દરેક પૂરાં કરે. એટલે જ હું સ્વપ્નાં જોવું અને મહેનત કરું, આખરે જિંદગી મને સુંદર રંગોથી ભરી દે.

જિંદગીએ મને હસતું ફેમિલી પ્રદાન કર્યું છે જ્યાં વિચારોની મોકળાશ છે. પ્રેમ આપસમાં ભરપૂર છે. જ્યાં લાગણીઓની સરવાણીઓ વહે એનાથી અધિક શું માંગુ જિંદગી પાસે ?

જિંદગી એ કસોટી ઘણી કરી પણ મારા વિલપાવર થકી હું હમેંશા પાસ રહી. જિંદગીને ક્યારેય મેં કોચવી નથી, સ્વીકારીને જ ચાલી તને આવું ગમે તો ઠીક છે હું તે રીતે જીવીશ. પરિવર્તન સ્વીકારીને જ ચાલવું પડે. મન સરખા હોતા નથી બધાંના એડજસ્ટ થવું પડે એ જ તો જિંદગીનો નિયમ છે. જિંદગી પહેલી છે અને રહેશે, પહેલી સુલજાવતા જિંદગીને મસ્તરામ બનાવીએ. ભરપૂર ચાહો ફરી ફરી નથી મળતી જિંદગી.
જિંદગી એક સફર છે. સફરને મોજથી માણો. જિંદગી તારો ખૂબ ખૂબ આભાર કે રંગોથી રંગી મારી જીંદગીને.
વ્હાલી જિંદગી હું તને બેહદ ચાહું છું.....

જિંદગી ગુલઝાર છે, ઇશ્કનો દરબાર છે.

જીવન એક રંગમંચ છે,
આપણે એની કઠપૂતળીઓ,
ક્યારે શું થશે, કંઇ ખબર નથી,
જીવી લો મસ્તી ભરી પળોને,
દરેક માનવી જનમ થાય ત્યારથી કલાકાર હોય,
આપણે કારીગરીને કંડારવાની હોય,
અભિનય થકી એમાં જીવ રેડવાનો,
નથી મળતો માનવ જન્મ વારેવારે,
અભિનય દ્વારા રંગબેરંગી રંગપૂરણી કરો,
અભિનયથી સર્વોચ્ય એવોર્ડ પ્રાપ્ત કરો...
જિંદગીના સમયને ગુલઝાર બનાવો..
બે પળની પતંગિયા જેવી જિંદગાની,
ક્ષણ ક્ષણના આનંદ માટે તડપે,
માણી લે અંતરંગ બે પળ જીવનના મસ્ત,
આખું જીવન કચડાસે, નહિ મળે બે પળ ખુશીના.
મુક્ત રીતે વિહરી લે ગગન, પંખો પર ભારણ વીના,
ખુશીયાં સમાવ ખુદમાં, કરલે દુનિયા મુઠ્ઠીમાં.
અસ્ત થતી જિંદગીમાં, માયા ને મોહનો ભાવ ત્યજીએ.
તુુ અને હું નું બિરુદ છોડી, સંસારના વળગણ છોડીએ.


તને ખૂબ વ્હાલ કરતી,
""અમી"'