Various articles books and stories free download online pdf in Gujarati

વિવિધ લેખો

એકલતા...

એકલતાનો ચાહક છું, પણ એકલતા મને ડંખે છે.

એકલતા હવે લોકોના દિલમાં ઘર કરવા લાગી છે, પહેલા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા બધા સાથે એટલે એકલતા શુ છે તેનો ખ્યાલ જ નહતો, હવે વિભક્ત કુટુંબો થવા લાગ્યા, મન સાંકળા થવા લાગ્યા છે, દિલ ના દરવાજા જ જ્યાં બંધ છે ત્યાં ઘરમાં આવકાર અશક્ય બન્યો છે, માનવી એકલો અટૂલો રહેવા લાગ્યો છે.આત્મીયજનો માટે સમય નથી, જિંદગીની દોડમાં પોતાનાં માટે સમય નથી તો બીજા માટે તો કાઢવો પણ મુશ્કેલ બને છે,

એકલતા અનુભવતા લોકોને ટોળાની આદત પડી ગઈ છે, બહાર જવું હોય તો એકલો જઇ શકતો નથી માનવી, ફેમિલી સાથે જતો હોય તો બીજું ફેમિલી કંપની માટે સાથે લે, આવી રીતે કાયમ બીજાની જરૂરત પડે જ, પછી જ્યારે એકલા જવાનું હોય ત્યારે એકલતા ઉદભવે.

એકલતા એટલે એક લતા પણ ના વળગવી જોઈએ, લતાનો ભરડો વેલની જેમ ફુલેફાળે ને એકલતા વધતી ચાલે છે, એકલતા નો અણસાર આવે ત્યારેજ જડમૂળથી કાપવી જોઈએ જેથી મનને ભરડામાં ના લે એકલતા.

એકલતા લાગતા માનવી માનસિક રીતે નબળો પડતો જાય છે, ધીરે ધીરે વિચાર શક્તિ એની શૂન્ય થતી જાય છે, ચારે બાજુ અંધકાર લાગે છે, અંધકારની ગર્તામાં ધકેલાતો જાય, બીજાની મદદ લેતો નથી, કોઈને કંઈ જણાવતો નથી, એકલતા બહુંજ જ્યારે સાલે છે તો એ ડિપ્રેસન માં ઊંડો ઉતરતો જાય છે. અત્યારનો આ મહાભયંકર રોગ છે.
એકલતા લાગતી હોય તો નાચો, ગાઓ, કુદો, મિત્રો ને મળો, હૈયાવરાળ ઠાલવો આપ્તજન પાસે, દિલમાં હળવાશ લાવો, મનગમતી પ્રવૃતિઓ કરો......,

એકલતાનો સદુપયોગ પોતાની આંતરિક શક્તિઓને ઉજાગર કરવા કરવો જોઈએ.

એકલતા કોઈના માટે વરદાન છે, એનો સદુપયોગ કરે છે, પોતાની જાતને motivate કરે છે, ધ્યાન, ધરણ, યોગ કરે છે, ઇશ્વરને મેળવવાના માર્ગમાં એકલતા લાભદાયી છે,અંતરમનને પરમાત્મા સાથે જોડાવાની પ્રક્રિયામાં એકલતા અનિવાર્ય છે, મોટા મોટા યોગીઓ, ઋષિમુનિઓ, ફિલોસોફરો વગેરે એકલતાના સહારે જ મનને કાબુમાં રાખી શકે છે જીવનની બુલંદીઓને સ્પર્શે છે.અંતરમનની શક્તિઓને જાગૃત કરે છે, મુલાધારથી સહસ્ત્રધાર સુધીની ચેતના ને જગાવે છે.

તમારે એકલતાને અભિશાપ બનાવી કે વરદાન ખુદના હાથમાં છે.

કવિતા......


એકલા ની એકલતા છે અતિ વિષમ,
કોઈના દિલની વ્યથા જાણવી વિષમ.

એકલતા માં ડૂબી દર્દભરી કહાની,
માણવા સૌ માંગે બીજાની કહાની

એકલતા છે અભિશાપ કે વરદાન,
સૌ કોઈ સાથે છે તો વરદાન.

એકલતામાં ખુદની ઓળખાણ,
મનને ઝાંઝોળવાનો મસ્ત સમય.

""અમી ""

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

અજાણી રાહ....

મન એક અજાણ્યા રસ્તા કરતાં પણ અજાણ્યું છે,
વિચારો પણ અજાણતા જ આવે છે, વિચારવું ના હોય તો પણ વિચારાય, એક અજાણી પ્રકીર્યા નિત્ય મનમાં થયા કરે, મન કહે તો દિલનાં માને અને દિલનું મનનાં માને, આપણે એ બે અજાણી રાહ પર આંધળી દોડ મૂકીએ છે, ક્યારેક સફળ તો ક્યારેક નિસફળ થઈએ, તો પણ આ અજાણી રાહ પર આખો દિવસ પસાર કરીએ છે.જીવન છે ખૂબ અજાણ્યું ક્યારે કઈ પળે શું બનશે તેનું તારણ આપણે કરી શકતા નથી,
સમય ચાલતો રહે છે કામ થતા રહે છે.

જીવન જ એક અજાણી રાહ જેવું છે, ક્યારે સુખ અને ક્યારેક દુઃખ આવે તમારી રાહમાં તમને ખબર નથી હોતી ?? એવી જ રીતે અણધારી ચીજો જીવનમા અસંખ્ય બનતી હોય છે, અજાણી રાહ પર જઈને સુલજાવાની કોશિશ કરતા રહીએ છે.

જીવનમાં અજાણ્યા રસ્તા પર ડગલાં ભરતાં અસંખ્ય રાહદારીઓ મળ્યા તેમાંથી કેટલાક ખાસ બન્યા, કેટલાક અજાણ્યાં...

જીવનનાં અજાણ્યા રસ્તા પર લખતાં લખતાં માતૃ ભારતી મળી મને, મારાં શબ્દોને વાચા મળી, ક્યારેક લેખ તો ક્યારેક કવિતા રચી, અજાણ્યા લોકો મળ્યા ક્યારે જાણીતા થયા એની ખબર જ ન રહી, એક રિસ્તો મિત્રતાનો થયો, અજાણ્યા રસ્તા પર આટલા બધા મિત્રો મળશે એનાથી હું હતી અજાણ....

""અમી""

કવિતા..


રાહ ઉપર મળ્યા અજાણ્યા,
હશે કોઈ ભવોભવની ખાણ,
કર્યો કેમ દિલમાં એક મીઠો સાદ ?

પલભર માટે મળી આંખો,
વાતો થઈ જન્મોજન્મની
પાંપણ કેમ જલ્દી ઝૂકી ગઈ ?

પલભરની ક્ષણ રુણાનુબંધની હતી,
મારા જીવનની અમૂલ્ય ક્ષણ હતી.
અજાણ્યા મહેમાન તારા માટે કેવી હતી ?

હજારો મળે રાહ પર અજાણ્યાં,
પોતાનાની અનુભૂતિ થાય કોઈ ક્ષણ,
શું તમને પણ મળી છે આવી ક્ષણ ?

''અમી"'

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED