fall colours....માનવ અને ઝાડ અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

fall colours....માનવ અને ઝાડ


પરિવર્તન એજ પ્રકૃતિ નો નિયમ...
પાનખર પછી વસંત આવે જ...
વસંત ના વધામણાં કરવા પાનખરનો સ્વીકાર કરવો જ રહ્યો.
પાનખર વૃક્ષને અને માનવને બંનેને આવે છે, જન્મ થયો છે તો બધી અવસ્થામાંથી પસાર થવાનું છે, તો શા માટે હસતા હસતા, જીવનને માણતા પસાર ના થઈએ ??

પાનખર આવે ને ઝાડ પરનાં પર્ણો ખરવાની પ્રક્રિયા ચાલુ થાય, સૂર્યપ્રકાશ મળતો ઓછો થાય, ક્લોરોફિલ નામનું તત્વ જે ખોરાક બનાવવાની પ્રક્રિયામાં સાથ આપે. દિવસ નાનો અને રાત લાંબીનાં કારણે પ્રક્રિયા મંદ પડે ને ધીરે ધીરે ખોરાક બનતો બંધ થઈ જાય, પર્ણો ખરવાના ચાલુ થાય, ઠંડી જ્યાં માઇન્સમાં જતી હોય ત્યાં સપ્ટેબર ના અંતમાં પર્ણો ખરવાની પ્રક્રિયા ને લીધે (fall colours) અદભુત દ્રશ્યો સર્જાય અને u. s. a માં તો દૂર દૂર સુધી લોકો નઝારો માણવા જાય, જિંદગીમાં કુદરતની આ લીલા જોવાનો લ્હાવો છે.
પાનખરમાં જતાં જતાં પણ રંગીન બને, ફરી આવવાની આસમાં મહેફિલ પણ રંગીન બને, ટોચ પરથી રંગ બદલવાનું ચાલુ થાય જાણે માથે સાફો પહેર્યો એવો માહોલ થાય, ધીરે ધીરે ઉતરતા રંગ પોતાનાં આગોશમાં લેતો જાય અને પુરબહરમાં fall colours ની મૌસમ જામે, રસ્તા ની આજુબાજુ જાણે રંગીન પતાકા લહેરાતા હોય અને રંગોની જાજમ આપણા કદમ પડવાનાં ઇન્તજારમાં હોય, ડગ જ્યારે માંડિએ ત્યારે કુદરતનો ધન્યવાદ કરવાનું મન થાય કે શું રૂતબો પ્રદાન કર્યો છે અમને.

પાનખરમાં પણ જતાં જતાં વૃક્ષો પરના પાંદડા પોતાનાં રંગ બદલે છે, કોઈને ગોલ્ડન યલો રંગ ગમે, તો કોઈને લાલ રંગ, કોઈ કોઈ વૃક્ષોને પર્પલ ગમે તો અન્યને પિંક, બધા ઝાડને જે રંગ પસંદ હોય એનાથી પોતાને મનભરીને સજાવે પોતાનાં પાંદડાથી, પાંદડાથી તો શોભે વૃક્ષ, નહીંતો એકલો અટૂલો બુઠો થોરીયો લાગે, 15 દિવસ નો આ ઉત્સવ મનભરીને લોકો માણે, કુદરત પણ રંગીન મિજાજી લાગે. ચારેબાજુ રંગબેરંગી રંગ પ્રસરેલા હોય, લોકોનાં મિજાજ પણ બહુ રંગીન હોય આમ પણ અહીંના લોકો રંગીન મિજાજી જ હોય, પોતાની મસ્તીમાં મસ્ત, કુદરતના શોખીન એટલે જ અહીં પૂરબહારમાં પ્રકૃતિ ખીલે છે, અને માવજત પણ સુંદર રીતે કરે, નહિ આજુબાજુ કોઈ કચરો કે ગંદકી, પર્યાવરણ એકદમ શુદ્ધ, પ્રકૃતિને પણ ચોખ્ખાઈ ગમે છે.

પાનખરમાં પર્ણો ખરવાની પ્રક્રિયા થાય પછી બધા ઝાડ પર્ણો વિનાનાં માઇન્સમાંની ઠંડી સહન કરવા તૈયાર, snow પડે ત્યારે બધાં ઝાડ પર સ્નોને લીધે મોતી નો હાર પહેરાવ્યો એમ સૂર્યપ્રકાશમાં ચમકે, loan માં પણ મોતીઓ વેરાણા ચોકમાં જેવું દ્રશ્ય ભાસે.

માનવી પાનખરમાં પણ લખલૂટ આંનદ મેળવી શકે છે, શરીરને પાનખર આવે છે, ઉંમર થતા શરીરનાં અવયવો શિથિલ થવા માંડે અને ગાત્રો ઢીલા પડી જાય, એ સ્વાભાવિક પ્રક્રિયા છે, દિલને ક્યારેય પાનખર નડતી નથી, ઉંમર નડતી નથી, દિલ સદાબહાર હોય છે હમેંશા, દિલમાં કાયમ વસંત જ હોય, દિલમાં ઉમંગ ભરેલો હોય એટલે સર્વત્ર આનંદમ, દિલ આનંદમ તો મન પણ આનંદમ, શરીર પણ આનંદમ. અત્ર તત્ર સર્વત્ર આંનદમ.વસંતનાં ટહુકા દિલમાં થતા રહેવા જોઈએ, માનવ જન્મ વારેવારે આવતો નથી તેથી પાનખર અવસ્થામાં ઇશ્વર સમીપ પ્રભુ ભજનમાં લીન થઈ નિજાનંદમાં મસ્ત રહેવું જોઈએ, ના કોઈને નડવું ના કોઈને અખરવું મસ્ત બની જીવવું.જતાં જતાં જિંદગીની ક્ષણોને હર્ષોલ્લાસમાં વિતાવી અનેક રંગોની રંગોળી પુરી જીવનની અંતિમ ક્ષણોને માણવી જોઈએ, આ તૈયારી જ્યારે યુવાની હોય ત્યારથી વિચારોરૂપે કરીને પાનખરને વસંત બનાવવાની કરવી જોઈએ. વસંતનાં વધામણાં કરવાં પાનખર જરૂરી છે, પાનખર પછી વસંત છે, એ પણ સત્ય છે.

પરિવર્તન દરેક મોડ પર આવકાર્ય છે.

""અમી""