જિંદગી પ્રેમગીત... અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

જિંદગી પ્રેમગીત...

માનસિક ચિંતા માણસને હતાશ કરી મૂકે છે અંદરથી ખોખલો બનાવી દે છે, જીવન નીરસ લાગવા માંડે છે, કોઈ એનો સામનો કરે છે તો કોઈ મર્ત્યુને વ્હાલું કરે છે.

જીવનમાં આજુબાજુ કોઈ હતાશ વ્યક્તિને જુવો તો લાગણી અને હૂંફના બે શબ્દો બોલીને હતાશામાંથી બહાર લાવવાની કોશિશ કરજો તો કોઈની જિંદગી આબાદ થઈ જશે.

વીનું આજે લમણે હાથ દઈને બેઠો હતો, રૂમમાં અંધકાર વ્યાપેલો હતો, જેના મનની ભીતર જ અંધકાર છવાયેલો હોય, ઉજાસ ઝળહળાટ કરતો હોય પણ માયલોજ ઉજાસને પ્રવેશવા જ નાં દે તો શું કરી શકાય ? એ અંધકારને મિટાવવા હુંફ અને લાગણીનો ધોધ જોઈએ જે વીનુંનો દોસ્ત મનુ લઈને આવ્યો.

વીનુંના પિતા જયરામભાઈ દીકરાની હાલત દિનબદીન કથળતી જોતા ને આત્મા કોચવાતો. પિતાને એમનો દીકરો ખુમારી વાળો, પોતાનાથી એક ડગલું આગળ ચાલે, સપના જે ખુદના પુરા નાં થયા હોય એ દિકરામાં સાકાર થતાં જુવે. આનાથી વિરુદ્ધ થઈ રહ્યું હતું પિતાનું મન કચવાતું રહેતું. કેટલું કરીને દીકરાને હતાશાની ગર્તામાંથી બચાવવાની કોશિશ કરતાં પણ પાણી ફરી વળતું, છેવટે વિનુનાં ખાસ દોસ્ત મનુને કામ સોંપ્યું કે હું હવે હારી ગયો છું, મારાથી દીકરાની હાલત જોવાતી નથી, હું તૂટી ગયો છું અંદરથી, હસતું મોં લઈને ફરું છું પણ દિલ અંદરથી સતત રડતું હોય છે, મારી વ્યથા હું કોને કહું ? એની માં જીવતી હોત તો આ ઘડી આવી જ ન હોત, હું માં ન બની શક્યો, હવે તું દોસ્તને સંભાળી લે.

વિનુનાં જન્મ વખતે જ્યાબેન ભરતકામનું કામ કરતાં હતાં, ઘરે બેસીને શું કરું ? આવક પણ થાય અને સમય પણ જાય એમ કરીને શોખથી કામ કરતાં, કામમાં કાબેલ પોતાની સુજબૂજથી અવનવી ડિઝાઈનો બનાવતાં જે પસંદ પડતી બધાને, કામ અધિક મળી રહેતું. જયરામભાઈ ટોકતા બેજીવ છું આરામ કર, પણ "આરામ હરામ છે" નું સૂત્રમાં માનનારા જયાબેન કામ કરે રાખતા.

વિનુનાં જન્મ પછી એના લાલનપાલનમાં સમય જ નહોતો મળતો, ઘરનું કામકાજ, ભણાવવાનો એને એટલે કામ ઓછું લેવા માંડ્યા.

વિનુને સ્કૂલમાં ઉદ્યોગનો વિષય ભણવામાં આવતો તેથી તેને નમૂના બનાવવા પડતા જેમાં જયાબેન મદદ કરતાં, એમાં વિનુને પણ ભરતકામનો ચસ્કો લાગ્યો, રંગબેરંગી દોરામાં એનું મન પરોવાતું, આંખોને કલર બહુંજ ગમતા, ગાંઠો પડે તો ઉકેલવામાં પાવરધો હતો, પોતે પણ માં ની જેમ જુદી જુદી ભાત ઉપસાવતો, સ્કૂલમાં તેનો પહેલો નંબર રહેતો. જયાબેન બહુ ખુશ રહેતા, ધીરે ધીરે વીનું મોટો થતો ગયો એમ માં ને મદદ કરાવતો કામમાં, ભરતકામ તો એનુ મનગમતું, હવે માં દીકરો વધારે ઓર્ડર લેવા માંડ્યા, સાથે ને સાથે સહવાસને કારણે વીનું માં થી છુટ્ટો ન પડતો માં ની જોડેજ રહેતો.

અચાનક જયાબેનને હાર્ટએટેક આવ્યો. પહેલો એટેક હતો પણ ગંભીર નીકળ્યો, બચી ન શક્યા, પરમધામ સિધાવ્યા. બાપ દીકરાને ખુબજ આઘાત લાગ્યો કારણ ઓચિંતું બધું બની ગયું. અનિચ્છનીય બનાવ જ્યારે કલ્પના નાં હોય ને બને ત્યારે આઘાતથી માણસ તૂટી જાય એવું જ બાપ દીકરા સાથે બની રહ્યું હતું. કહેવાય છે ને સમય ઘા રુજવી દે છે, હક્કીત્તમાં ઘા ક્યારેય ભુલાતાં નથી પણ સમયનાં આવરણથી પ્રદર્શિત કરતાં નથી, અનુભવથી ક્યારે હસવું અને ક્યારે ગમ બતાવવો આવડી જાય છે, ચહેરો આઈનો છે તમારે આર્ટિસ્ટ બનવું પડે,જયરામભાઈ અનુભવોને આધારે શીખી ગયા પણ વિનુંમાં હજી પીડા દેખાઈ આવતી..

મનુ અને વિનું લંગોટિયા દોસ્ત હતા, એકબીજાની પસંદ, નાપસંદ ને જાણતાં, વિનું માં ની એકદમ નજીક હતો ને બંનેનું એકબીજા વગર ન રહેવું જાણતો.

મનુ એ વિનુંને કહ્યું તારે હવે બાપની સામે જોવું જોઈએ, ક્યાં સુધી હતાશાથી ઘેરાયેલો રહીશ. સમય તારા માટે ઉભો રહેવાનો નથી, તારે સમય સાથે ચાલવાનું છે, સમય સાથે ચાલે એજ જિંદગી જીવી જાણે છે. ઉભો થા, હિંમતથી આગળ વધ, માં હમેંશા સાથે જ હોય છે ચાહે એ દુનીયામાં હોય કે નાં હોય, અંતરનાં આશીર્વાદની હેલી સંતાનો પર વરસતી રહેતી હોય.

વિનુને દોસ્તની વાતો ધીરે ધીરે સ્પર્શવા માંડી, હું શું કામ કરૂં ? એક યક્ષ પ્રશ્ન થયો. મનુએ સમજાવ્યું કે તને ભરતકામમાં રસ છે તું બખૂબી કરી જાણે છે અત્યારે ફેશન જગતમાં એની બોલબાલા છે તું એમાજ આગળ ઝમ્પલાવ.

અરે એ તો છોકરીઓનું કામ હું કેવી રીતે કરું ? હું તો માં ને મદદ કરતો પણ જતી હતી બહાર 'માં'. હું ક્યારેય આ કામ માટે કોઈને મળ્યો નથી.

મનુએ કહ્યું એવું કર, ચૂંદડી ઓઢીને જજે !! વીનું ખડખડાટ હસી પડ્યો એના કટાક્ષ પર, સમજી ગયોને એનો ક્ષોભ દૂર થયો.

મનુની બહેન માયા પણ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરતી હતી, વિનુને માર્ગદર્શન લેટેસ્ટ મળી રહે એ હેતુથી માયાને મળતો રહેતો. વિનુને ઘણાં ઓર્ડર મળવા લાગ્યા હવે એની પાસે સમય ખૂટવા લાગ્યો, બીજા માણસોને રોકીને હવે કામ કરાવા લાગ્યો. માયા એના ભરતકામ કરેલી ડિઝાઈનોને નવા રંગ રૂપ આપી સિલાઈ કરતી તેથી એની ખૂબસૂરતી વધી જતી. વિનું અને માયા કામનાં કારણે મળતા હતા પણ હવે બંનેને લાગ્યું કે ધીરે ધીરે પ્રેમ પણ પ્રવેશ કરી ચુક્યો છે, એકબીજાની લાગણી સમજવી, ના મળ્યાની છટપટાહટ,
આંખોમાં એકબીજા માટે અવિરત વહેતો પ્રેમ, ક્યારેક થઈ જતો સ્પર્શ, પછી એને પંપાળવો, વાતો મમળાવવી. પ્રેમ માટે સાબિતી પૂરતી હતી. પહેલ કોણ કરે ? મનુ તો નજર પારખું હતો તેને તરત વાત સમજાઈ ગઈ, બે દિલોનો મામલો હતો આપણે વચ્ચે નથી પડવું એમ કરી સરકી ગયો, જયરામભાઈ અંદરથી ખૂબ ખુશ હતા દીકરાની પ્રગતિ અને પ્રેમ પ્રકરણથી.
અનુભવી નજરોથી પરખાઈ ગયું હતું, પણ દૂર રહ્યા. માયાએ જ પહેલ કરી વિનુનાં સ્વભાવથી પરિચિત હતી કે ભોલુરામ ક્યારેય બોલશે નહિ તો હું એકરાર કરી લઉં.

માયાએ વીનું માટે ડેટ ગોઠવી, સરપ્રાઈઝ રાખી.
વિનુને કહ્યું કામ માટે મોટો ઓર્ડર મળવાનો છે તો આપણે અમીરોની પાર્ટીમાં જવાનું છે કાલે સાંજે સાત વાગે તૈયાર રહેજે, હું લેવા આવીશ એમ કહી ગુડનાઈટ વિશ કરીને છુટા પડ્યા.

માયાએ આખો દિવસ સાંજની રાહમાં વિતાવ્યો. શું પહેરીશની ઉલઝન ? જવેલરી કઈ પહેરું ? વિનુંને આ ગમશે કે નહીં ? સરપ્રાઇઝથી રીએકટ થશે ? હું પ્રેમનો એકરાર કરીશ તો સામે મને ઝીલવા મળશે ?

મનનાં મિતને આજે દિલનો હાલ કહેવાનો હતો,મીઠા મીઠા દર્દમાંથી મીઠું હાસ્ય આવી જતું, વિચારોની ચાડી ચહેરો હમેંશા ખાતો હોય છે જે આજે માયા સાથે થઈ રહ્યું હતું. વદનની આભા ચમકી રહી હતી, સુંદર જાંબુડી ડ્રેસ શોભતો હતો, નાના ઈયરિંગના ડુલ ઝૂલતા હતા,ગુલાબી લિપસ્ટિકથી હોઠ મહેકતા હતા, પાયલની એક સેર પગમાં હતી જેની ઝીણી ઘૂઘરી રણકતી હતી. માયાનાં દિલમાં હજારો ઘંટડીઓનો રણકાર રણકી રહ્યો હતો જે એના કાનથી મધુર ધ્વનિ ઝીલી રહી હતી જેનાથી કાનના ડુલ વધારે ઝૂલતા હતાં. માયા વિચારતી કે રોજ તો હું મળું છું તો આટલી ધડકન નથી વધતી તો આજે કેમ ??

સાત વાગ્યાની રાહ જોવામાં જાણે એક યુગ પસાર થઈ ગયો. માયા એ ફરી અરીસામાં ચહેરો નિહાર્યો ને ખુદ મોહી પડી. ફટાફટ વિનુને મળવા પ્યાસી નદી સાગરને મળવા કેવી વિહ્વળ હોય એમ માયા પણ નીકળી પડી પોતાનું એક્ટિવા લઈને.

વિનુંનાં ઘરે જઈને બૂમ મારી, પણ આજે અવાજમાં કશીશ આવી હતી તો બૂમ વીનું સુધી પહોંચી નહીં તો મિસકોલ કર્યો. વીનું તો નવાઈ પામ્યો કે એક બૂમથી હું હાલી જાઉં તો આજે કેમ મિસકોલ ?? વિચારતો બહાર આવ્યો ! આ શું ? જોતો જ રહી ગયો માયાને એકીટશે, શું રૂપ નિખરીયુ છે, આજે તો અપ્સરા જાણે ધરતી પર ઉતરી આવી હોય. ત્યાંજ માયા એ ટપાર્યો જનાબ ચાલો મોડું થશે. ચૂપચાપ એક્ટિવા પાછળ બેસી ગયો. માયા ચૂપ હતી આજે એની બકબક બંધ હતી. વિનુને અજીબ લાગતું હતું કે સુનું સુનું લાગતું એ નક્કી નાં કરી શક્યો ?. પાર્ટીમાં જઈએ પછી ખબર પડશે !

માયાનું દિલ ધડકતું હતું આજે એની પહેલી ડેટ હતી વિનું સાથેની એ પણ સરપ્રાઈઝ ! એક્ટિવા પાર્ક કરીને શાનદાર હોટલમાં એન્ટ્રી મારી એ પણ વિનુનો હાથ પકડીને. હાથ પકડ્યો ને માયામાં હિંમત આવી ને શાનથી ડગ ભરવા માંડી ભાવિ ભરથાર સાથેનાં. સરસ મજાનું સજાવેલું ટેબલ તૈયાર જ હતું, વિનુને ગમતાં ફૂલોનો ગુલદસ્તો, એને ગમતી અતરની ખુશ્બૂ, મંદ મંદ કેન્ડલની ખુશ્બુને એનો પ્રકાશ. વિનું માટે જ વગાડતું એનું ફેવરિટ સોંગ. માયા ને વિનુની જોડી સુંદર લાગી રહી હતી,' મેઇડ ફોર ઈંચ અધર' જેવું હતું. "મેરે હાથોમે તેરા હાથ રહે.." એવું ગણગણતી વિનુંને સંભળાયું એજ ગીત ગિટાર પર વાગી રહ્યું હતું પોતાને મનગમતું ગીત હતું, અચરજ નો પાર નહોતો કે શું થઈ રહ્યું છે ?

વિનુંને રિલેક્સ રાખવા માયા એ હજી હાથ પકડી રાખ્યો હતો જેથી સવાલો નાં કરે અને સરપ્રાઈઝ રહે. વીનું તો એમજ સમજતો હતો કે આ પાર્ટીનો એક ભાગ છે. જ્યારે માયા એને લઈને સજાવેલા ટેબલ પાસે ગઈ ને સજાવેલો ગુલદસ્તો વિનુંને હાથમાં આપ્યો. મારકણી આંખોથી ને કાતિલ સ્મિતથી 'આઇ લવ યુ' નો એકરાર કર્યો. માયાનાં ગાલ શરમના માર્યા લાલ થઈ ગયા. નીચી નજરોથી વિનુને તીરછી નજરોથી જોતી રહી. વિનુને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આવી રીતે માયા હાલે દિલ બયાન કરશે! જે હોય તે, પણ ખુશ થયો કે હું આવું કઈ કરી ન શક્ત. તરતજ એને પણ સામે ત્રણ શબ્દો અતિ પ્રેમથી કહી દીધા. માહોલ હતો પ્રેમ હતો, દો દિલની દાસ્તાનની શરૂઆત હતી. ગિટાર પર ધૂન છેડાઈ પ્રેમનાં આલાપની દિલમાં થઇ હલચલ, પગ પર પડી થાપ ને ડાન્સ માટે મજબૂર થયા બે દિલ. ડાન્સમાં સ્પર્શનો સહારો વધારે ડોલાવતો, ધકધકની બિટ્સ કદમ મિલાવતી રહી, સ્વપ્નની રંગીન દુનિયા ઝગમગી ઉઠી. મદમસ્ત બંનેને સમય ક્યાં ગયોની ખબર નાં રહી. ગિટારની બંધ ધુને 'જાગૃત થયા હૈયા, મૌનમાં થઈ ગઈ કેટલીય વાતો'.

વિનું માનસિક આઘાતમાંથી પૂરેપૂરો બહાર આવી ગયો હતો. માયાનાં પ્રેમે,એની હુંફે, એની લાગણીઓ, હું સતત તારી સાથે જ છું નો સધિયારો, કામમાં પ્રોત્સાહન, સતત મદદગાર, ડગલે ને પગલે સાથે આટલું પૂરતું હોય દર્દીને બહાર લાવવામાં. વિનું તો વારેવારે આભાર માનતો માયાનો. જયરામભાઈ અને મનુ પણ ખુશ હતા વિનુંની પ્રગતિથી. હવે બંને દોસ્તો બીજાં સગપણમાં પણ બંધાયા. વિનું એ મનુને કહ્યું દોસ્ત તું જ મને આ જીવતા દોજખમાંથી બહાર લાવ્યો તારો ઉપકાર માનું એટલો ઓછો પડે. મનુ બોલ્યો બસ મારી મીઠડી બેન સાથે પ્રેમથી જિંદગી જીવ એ જ મારો ઉપકાર નો બદલો. હવે ક્યારેય જુના દિવસોને યાદ નાં કરીશ. પાપા એ પણ ખૂબ આશીર્વાદ આપ્યા બંનેને. દીકરો સ્વસ્થ થયો પછી બીજું શું જોઈએ પિતાને. માં પણ હસતાં હસતાં તસ્વીરમાંથી આશીર્વાદ આપી રહી હતી.

વિનું અને માયાએ પોતાના કામમાંથી સમય કાઢીને માનસિક રીતે હતાશ હોય એવાં માણસોને ભેગા કર્યા. એમના માટે જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરે. પ્રેમ આપે, સતત સાથ આપે, પ્રેરણાદાયી વિચારો કહે, કામમાં મન પરોવાઈ એવા કામ સોપે.. આવી રીતે કેટલાં દર્દીઓને સાજા થવા માંડ્યા. એક અભિયાન ઉપાડ્યું સફળતા મળી રહી હતી.

વિનું સમજતો કે જો મને પ્રેમ, હુંફ અને લાગણીનો સાથ નાં મળ્યો હોતતો મારું જીવન એક અંધકાર બની રહેત, મૂર્તયુને મેં વ્હાલું કર્યું હોત, ખૂબસૂરત જિંદગી મળી છે તો એમાં ખુશીયો જ હોવી જોઈએ.

માનસિક રીતે હતાશ કોઈ વ્યક્તિ મળે તો એનું જીવન સુધરી જાય તો બે બોલ મીઠા બોલજો, શબ્દો લાગણીભર્યા વ્હાવજો, હું છું સાથેનું કમિંટમેટ આપજો. એને ખુશી મળશે એના કરતાં અધિક ખુશી આપણને મળશે.

જિંદગી એક પ્રેમનું ગીત છે.