Time flow books and stories free download online pdf in Gujarati

સમયનો વહેંણ

ખબર નથી ક્યાં છું અને ક્યાં જઈ રહી છું,
સમયનાં વહેંણ સાથે વહી રહી છું..........
સમય નો વહેંણ એકસરખો જ ચાલે છે, પણ જીવનનાં ઉતાર ચઢાવ નાં વહેંણમાં સમયનો વહેંણ પાર કરવો ક્યારેક મુશ્કેલ થઈ જાય છે, સમયને સાચવી લો વ્હાલા, જિંદગી નું વહેંણ પણ સ્થિર રહેશે, પણ જો ખુબજ ઉતાર ચઢાવ આવે તો મનુષ્ય તો બુધ્ધિશાળી પ્રાણી છે, પોતાની આવડત થી વહેંણ બદલીને પોતાની મંજિલ પાર કરી શકે છે,એના માટે જોઈએ એને વહેણમાં તરવાનું ઝનૂન, માર્ગમાં કંઇક આવે અડચણો, તરીને પાર કરવો જ રહ્યો જીવનનો સમંદર,
જો સમયનાં વહેણમાં તરતાં આવડી ગયું જિંદગી રૂપી નાવ સડસડાટ ગતિમાં વહ્યા કરે ચાહે લાખ મુશ્કેલીઓ આવે, પણ ડર ની આગળ જિત છે એ આશામાં આશ પુરી થઈ જાય.સમય સાથે કદમ મિલાવતા આવડી જાય કારણ ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી એમ વહેંણ પણ વિરુદ્ધ દિશામાં પાછું વળતું નથી.

નદી પોતાની મસ્તીથી વહેતી સાગર ને મળવા પહોંચે છે થનગણતી, એને પણ માર્ગમાં કેટલી મુશ્કેલી આવે છે, એ પોતાની જાતના બે ભાગ કરે છે જ્યારે વચ્ચે વચ્ચે એને મોટા ખડકો અવરોધે છે, પણ બે ભાગમાં વહેંચાઈને પણ અંતે સાગરમાં જ વિલીન થવાનું છે એમ કરીને પોતાના અસ્તિત્વ નાં બે ભાગ પાડે અને સાગરમાં એકરસ થાય છે.

જીવનમાં પણ ઘણી જાતના વહેંણ આવે છે.લાગણીનું વહેંણ એ મહામુલું વહેંણ છે માનવજાત માટે, લાગણી એક ઘરેણું છે જેને જતન થી સાચવવું પડે, હંમેશા બતાવતાં રહેવું પડે. સમય નાં વહેંણ સાથે લાગણીના વહેંણ ને વહેતુ રાખવું પડે, લાગણીનાં વહેણમાં ઓટ આવે તો તરત સબંધોમાં એની અસર વર્તાય, એનાથી માનવ કયારેક નિરાશાની ગર્તામાં ચાલ્યો જાય છે, લાગણીનાં વહેંણ ને વહેતુ રાખીને સબંધો ની કદર રાખવી અગત્યનું છે.લાગણીમાં માનવ લીલોછમ રહે નહીંતો કરમાઈ જાય. લાગણીને હમેંશા ભીંજાયેલી જ રાખવી જોઈએ.લાગણી સાથે સબંધો જળવાયેલા હોય છે, સબંધોનાં વહેંણ વ્હેડાવવા લાગણીનાં વહેંણ ને ઉત્કૃષ્ટ રાખવું પડે.પરસ્પર વહેંણ એકબીજાનાં પૂરક છે.

બીજું મહામુલું વહેંણ છે વિશ્વાસનું,વિશ્વાસ પર તો દુનિયા કાયમ છે, વિશ્વાસ થી તો વહાણ પણ તરે એમ વિશ્વાસ થી આખી દુનિયા જીતી જીવાય.વિશ્વાસ થી જિંદગી પાર કરી જવાય, કોઈ અદૃશય શક્તિ છે જેના હાથમાં બધી ડોર છે એ વિશ્વાસ પર જ વિશ્વાસ રખાય, ભવસાગર પાર કરાય. કોઈક વ્યક્તિ એવી હોય કે જેના પર આંખ મીંચીને વિશ્વાસ કરાય, ઘણા વ્યક્તિ એવા હોય કે બિલકુલ વિશ્વાસ ના કરાય, વિશ્વાસ પેદા કરવા માટે વિશ્વાસ પાત્ર બનવું પડે, એમજ નથી બનાતું એના માટે સમયનાં વહેંણ ની સાથે લાગણીનું વહેણમાં ડૂબાળવું પડે ત્યારે વિશ્વાસ નું વહેંણ જીતી શકાય.વિશ્વાસ નામની દીવાલ ઉભી કરવા માટે પોતાનો શ્વાસ આપવો પડે છે ત્યારે વિશ્વાસ ની દીવાલ બને અને એટલી મજબૂત બને કે ગમે તેટલી અવિશ્વનિય વાતો આવે પણ વિશ્વાસની દીવાલ ટકી રહે. વિશ્વાસ માંજ આખું વિશ્વ સમાયેલું હોય છે.

પ્રેમ પણ મહામુલું વહેંણ છે, પ્રેમ છે તો સમય, લાગણી, વિશ્વાસ નાં વહેંણ અનુકૂળ થઈને વહેતા રહે છે, પતિ -પત્ની નો પ્રેમ, માં- બાપ નો પ્રેમ, મિત્રોનો પ્રેમ ઇશ્વર નો પ્રેમ....., પ્રેમ નાં વહેંણ સબંધો ને આધારે હોય છે, દરેક નાં પ્રેમમાં લાગણીઓના વહેંણ જુદા જુદા હોય છે. એક વાત દરેકમાં સરખી હોય છે એ છે કાળજીની, દરેક સબંધ પ્રમાણે કાળજી હોય કોઈ માટે વધુ તો કોઈ માટે ઓછી.પ્રેમનાં વહેંણ માં જે વહી ગયા એ આનંદ સાગરમાં તરી ગયા, પ્રેમમાં મન એટલું ડૂબેલું રહે છે કે પોતાના અસ્તિત્વનું ભાન પણ ક્યારેક નથી રહેતું. નિજાનંદમાં મસ્ત બનીને ઘુમવાનું, મનમાં જ રચવાનું, બાહ્ય દુનિયાથી અલિપ્ત પોતાની દુનીયામાં મસ્ત. પ્રેમમાં લોકોને પાગલ થતા પણ જોયા છે.પ્રેમમાં લોકોને રડતાં પણ જોયા છે. પ્રેમ કરોતો મન પર કાબુ રાખતા શીખવો જોઇએ. પછીજ પ્રેમનાં દરીયામાં ડૂબકી મારવી જોઈએ, તરી ગયા તો મહાસુખ માણે, નહીંતો દરિયામાં ગળાડૂબ ડૂબે.

વહેણમાં વહી ગઈ લાગણીઓને લઈને વિશ્વાસમાં, સમયનાં વહેંણ સાથે જિંદગીનાં પ્રેમનાં વહેંણને ખૂબસૂરત બનાવવા.

"'અમી''


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED