Satsang with monks books and stories free download online pdf in Gujarati

સાધુ-સંતો સાથેનો સત્સંગ

સાધુ – સંતો સાથેનો સત્સંગ
જીવનના ઘણાં રહસ્યો તો આપણને સાધુ – સંતો ના સત્સંગથી જ પ્રાપ્ત થાય એવા છે. જો આપણે જીવનનુ મહત્વ જાણવુ હોય તો સાધુ-સંતો નો સત્સંગ જરૂરી છે આ જીવનમા ,જીવનમા ઘટતી પ્રત્યક ઘટના આપણને કઇક ને કઇક સંકેત આપી જાય છે બસ આપણએ તેને સમજ્વાની જરૂર છે. આજે આપણે આવી જ કેટલીક ઘટનાઓ ને રહસ્ય ચમત્કારો વિશે વાતો કરવાના છિએ જે પ્રત્યક્ના જીવનમા કયારેક ને ક્યારેક ઘટી હશે. સાધુ-સંતો ના સત્સંગ ની સાથે સાથે કોઇ વાર જીવન મા અધોરી સંતો નો પણ સત્સંગ જીવનમા જીવવા મળે છે . અઘોરી સંતો ની ઘણી વાતો તમે જીવન મા લોકો મુખે સંભાળી હશે એવી થોડી ઘણી વાતો હું આપ સૌ સમક્ષ લઇને આવ્યો છુ જે મે મારા વડવાઓ પાસે સંભાળી છે.
અઘોરી પંથ સાધનાની એક રહસ્યમય શાખા છે,જેનું પાલન કરનારને અઘોરી કહે છે. અઘોરી સ્મશાનમાં રહી અને તંત્ર સાધના કરે છે.અઘોરી પંથ નો સમુદાય એ શિવ ધર્મ ની એક રહસ્યમય ડાળ છે આ અઘોરી પંથ ની એક વિશિષ્ટ ઓળખ વિશે તમને માહિતી આપું તો તેઓ કયારેય પણ કોઈપણ વસ્તુ કે કોઈ વ્યક્તિ પાસે માંગીને તેમનું ગુજરાન ચલાવતા નથી. આ લોકો ની અન્ય એક વિશિષ્ટતા એ પણ છે કે તેઓ લોકો ની વચ્ચે એટલે કે સંસારરૂપી માયાજાળની સમક્ષ ત્યારે જ જોવા મળે છે જ્યારે તેઓ સ્મશાન તરફ જઈ રહ્યાં હોય કે સ્મશાનમાંથી બહાર આવી રહ્યાં હોય.
અઘોરી સાધુઓને શિવનું રૂપ માનવામાં આવે છે. કારણ કે શિવ પાંચમાં રૂપમાંથી એક અઘોરી રૂપ પણ છે.અઘોરી સમુદાય ને સંસાર મા ખૂબજ ભયજનક તથા વિનાશકારી રૂપે તરીકે ઓળખવામા આવે છે. અઘોરી નો જો સાચો અર્થ તો અ – ઘોરી એટલે કે જે ઘોર નથી તે અથવા તો તે અભય છે તેવો થાય છે.તેમ છતાં લોકો તેમના થી ડરે છે.એવું કહેવાય છે કે સરળ સ્વભાવ નું બનવું કોઈપણ વ્યક્તિ માટે સહેલું હોતું નથી.આ અઘોરીઓ સરળ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે અનેક કઠોર ને દુર્ગમ માર્ગ માંથી પસાર થતાં હોય છે. તેઓની જીવનશૈલી અને સાધનાના કારણે સામાન્ય વ્યક્તિના મનમાં તેમના માટે ડરની લાગણી ને ભાવ જોવા મળે છે. તેથી જ સમાજમાં અઘોરી જોવા મળતાં નથી,તેઓ સમાજથી દૂર રહી અને જીવન જીવે છે.સરળ સ્વભાવ કેળવવા માટે તે અતિ કઠોર ને દુર્ગમ સાધના ને તપ કરતાં હોય છે. આ કઠોર ને દુર્ગમ સાધના ની પૂર્ણાહૂતિ થયા ની સાથે જ અઘોરીઓ સદાય ને માટે હિમાલયમા ને ડુંગરો જ સ્થાય થયેલા જોવા મળતાં હોય છે અને તેમાં જ રચ્યાં-પચ્યાં રહેતાં હોય છે. તેમના કઠોર ને દુર્ગમ ધ્યાન અને સાધના ના ફળ સ્વરૂપે ઇશ્વર તેમને દિવ્ય શક્તિઓ પ્રદાન કરે છે.અઘોરી વિદ્યા એ અત્યંત કઠોર હોય છે.એ સરળતાથી અને તુરંત કોઈપણ વ્યક્તિ ને પ્રાપ્ત થતી નથી. અઘોરી વિદ્યાને પ્રાપ્ત કરવા માટે દુનિયાની મોહમાયા ત્યાગવી પડે છે અને કઠોર તપસ્યા કરવી પડે છે.
અધોરીઓ મોટેભાગે રાત્રિ સાધના કે દિવસ-રાતની સાધના કરતાં હોય છે.આ તપસ્યામા લીન થતાં પહેલા તેમણે તમામ પ્રકારની મોહમાયા નો ત્યાગ કરવો પડે છે અને તે અત્યંત આવશ્યક પણ છે.અઘોરી નો એક અન્ય અર્થ એ પણ થાય છે કે જેમનાં હ્રદયમા શુભ અશુભ, દુર્ગંધ, પ્રેમ નફરત ઈર્ષ્યા મોહ આ તમામ લાગણીઓથી મુક્ત થવું પડે છે.જેમ કે તેમનું સર્વ અસ્તિત્વ જ નાશ પામી જાય છે અને તેમનો એક નવો જન્મ થાય છે.તમામ પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે અઘોરી સાધુ સ્મશાનમાં રહે છે ને ત્યા તપ ને સાધના કરે છે અને પછી તેઓ જંગલમાં અઘોરી તપસ્યા ને સાધના કરવા માટે જાય છે.
અઘોરી ખાવામાં માંસાહારી અને શાકાહારી હોય છે અઘોરીઓ ખાણીપીણી ની વસ્તુઓમા કોઈ જ પ્રકારની પરેજી પાળતા નથી. રોટલી મળે તો રોટલીનું પણ તે સેવન કરી લે છે અને ખીર મળે તો ખીરનું પણ સેવન કરી લેતાં હોય છે.આ ઉપરાંત પશુ માંસનું પણ સેવન કરતાં તેઓ ખચકાટ નથી.આ અઘોરી એક એવા વ્યક્તિ છે કે જેમને સંસાર અંગેનું કંઈ જ ભાન નથી રહેતું તથા ખરાબ કર્મો અને તંત્ર સાધના પણ કરવામાં આવતી હોય છે.આ સિવાય તેઓ એવું માને છે કે સ્મશાનમા ભગવાન શિવ નો વાસ હોય છે અને તેમની ઉપાસના તેમને મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે.અઘોરીદર્શનનો નિયમ એ છે કે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા અને ભગવાનને મળવા માટે સત્યના નિયમોથી પર જવું પડે છે.
અઘોરીઓ સ્મશાન મા ત્રણ વિવિધ પધ્ધતિથી સાધના અને ઉપાસના કરતાં હોય છે.સ્મશાન સાધના શવ ને શિવ સાધના.
૦૧ ) સ્મશાન મા સાધના ને તપ
આ સાધનામાં પરિવારના તમામ સભ્યો શામેલ થઈ શકે છે.આ સાધનામા મડદા ની જગ્યાએ મડદાપીઠ ની આરાધના કરવામા આવે છે તેના પર ગંગાજળ છાટવા આવે છે.આ સાધનામા પ્રસાદી સ્વરૂપે માંસ અને મદિરાની સમાન પ્રસાદ ધરવામા આવે છે.
૦૨ ) મુર્ત શરીર કે શવ સાધના સાધના – તપ
મુર્ત શરીર કે શવ સાધના એક ખાસ કાળ કે સમયમાં સળગતી ચિતામાં શબ પર બેસીને સાધના-તપ કરવામાં આવે છે.શવ સાધના વિશે એવી માન્યતા છે કે આ સાધના કર્યા બાદ શવ બોલવા માંડે છે અને એ તમારી તમામ મહત્વકાંક્ષાઓ ને મનોકામ્નાઓ પૂર્ણ કરે છે.આપણે તેને મેલી વિદ્યા તરીકે પણ ઓળખીએ છીએ.શવ સાધનાની ચરમ સીમા પર મડદું બોલી ઉઠે છે અને તમારી બધી ઈચ્છાઓ ને મનોકામ્નાઓ પૂરી કરે છે.

૦૩) ભગવાન શિવશંકરની સાધના-તપ
શિવ સાધનામા શવ પર પગ મૂકીને આરાધના કરવામા આવે છે. ત્યાર પછીની વિધિ શવ સાધના માફક જ હોય છે. આ સાધના પાછળ નું મૂળ હેતુ એ છે કે શિવજીની છાતી પર પાર્વતીજી નો એક પગ. આ સાધનામા મડદા ને પ્રસાદના રૂપમા માંસ અને મદિરા ધરવામા આવે છે.અઘોરીઓ પાસે ભૂતપ્રેત થી રક્ષણ માટે એક વિશિષ્ટ પ્રકાર નો મંત્ર હોય છે.આ સાધના-તપ પૂર્વે અઘોરીઓ અગરબત્તી ધૂપ ને લગાવી દિવો પ્રજ્વલિત કરતાં હોય છે અને ત્યાર બાદ એ મંત્રનું મંત્રોચ્ચારણ કરતાં હોય છે.
તે પોતાના શરીર પર ફક્ત એક નાનું કપડું વીંટી નગ્ન શરીરે જ નગરો ને શહેરમાં ફરે છે.તેમના માટે નગ્નનો મતલબ છે સાંસારિક વસ્તુઓ સાથે સંબંધ નથી એવો થાય છે.ત્યાર બાદ ચારેય દિશા મા લકીરો તાણવામા આવે છે.ત્યારબાદ ડાકલા વગાડવાનું પ્રારંભ થાય છે અને ત્યારબાદ અઘોરી સાધનામા લીન થાય છે. કફનના કાળા કપડામા લપેટેલી અઘોરી સાધુના ગળામા ધાતુની બનેલી માનવ ખોપરીઓની માળા લટકતી હોય છે ને હાથ મા ચીપીયો કમંડળ તથા કાનમા કુંડળ અને આખા શરીરે રાખ ચોપડતા હોય છે આ અઘોરીઓ એમનું સંક્ષિપ્તમા વર્ણન છે અને આજ એમનું જીવન છે જે દુનિયાની સુખ સુવિધાઓ કંઈક અલગ જ હોય છે.અઘોરી પંથીઓ ફક્ત ચાર સ્થળે જ સ્મશાનમા સાધના-તપ કરતાં હોય છે.આ ચાર સ્થાનો નીચે મુજબ છે.
૦૧) તારાપીઠ નું સ્મશાન
૦૨) કામાખ્ય પીઠ નું સ્મશાન
૦૩)રજરપ્પા નું સ્મશાન
૦૪)ચક્ર્તીર્થ પીઠ નું સ્મશાન

૦૧) તારા પીઠ નુ સ્મશાન
તારાપીઠનું સ્મશાન જ્યાં અઘોરી સાધુઓ પોતાની સાધના-તપ પુરી કરે છે જે કોલકતાથી ૧૮૦ કિલોમીટર દુર અંતરે આવેલ છે.તારાપીઠ ધામની વિશેષતા એ છે કે અહી નું મહાસ્મશાન વીરભુમની તારાપીઠ અઘોરી પંથી તાંત્રિકોનું તીર્થસ્થાન છે.અહીં તમને હજારોની સંખ્યામા અઘોરી તાંત્રિકો મળી જશે.તંત્રસાધનાની આ ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે.તારાપીઠ કે જ્યાં આરાધનાપીઠ પાસે આવેલાં સ્મશાનમા હવન કર્યા વિના બીજી જે પણ સાધનાઓ કરી હોય તે પૂર્ણ ગણવામાં આવતી નથી.
૦૨) કામાખ્ય પીઠનુ સ્મશાન
કામાખ્ય પીઠની જગ્યા ને તંત્ર સાધના-તપ માટે સૌથી મહત્વપૂર્ણ જગ્યા માનવામાં આવે છે. અહી સાધુ અને અઘોરીઓ આવતા રહે છે.અહી ખુબજ વધારે માત્રામાં કાળો જાદુ થાય છે જે આસામમા સ્થિત છે.કામાખ્ય દેવીનું મંદિર ગુવાહાટી રેલ્વે સ્ટેશનથી ૧૦ કિલોમીટરના અંતરે નીલાચલ પર સ્થિત છે.પુરાતનકાળથી સતયુગી તીર્થ કામાખ્ય વર્તમાનમા તંત્રસિદ્ધિનું સર્વોચ્ચ સ્થાન છે.કાલિકા પુરાણ અને દેવીપુરાણમા કામાખ્ય શક્તિપીઠ ને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે અને આ પણ એક તાંત્રિકો નો ગઢ છે.

૦૩) રજરપ્પાનુ સ્મશાન
રાજરપ્પામા છિત્રમસ્તા રાજધાની રાંચીથી ૬૮કિમી.દૂર દામોદર અને ભૈરવી નદીના સંગમ ઉપર રાજરપ્પા સ્થિત મંદિર દેવી છિન્નમસ્તિકાને સમર્પિત છે.રાજરપ્પાની છિત્રમસ્તાને ભારત ની પરમ શક્તિપીઠ માનવામા આવે છે.પરતું વિદવાનોની માહિતી અનુસાર છિત્રમસ્તા દસ મહાન વિદવાનોઓમાંની એક છે એમાંથી પાંચ તાંત્રિક અને પાંચ વૈષ્ણવી છે.તાંત્રિક મહાવિધ્ધાઓમા કામરૂપ કામાખ્યાની ષોડશી અને તારાપીઠની તારા પછી આ નું સ્થાન મહત્વ નું ગણાય છે.અમાસના દિવસે અહીં પૂજારીઓ પોતાની આંગળી કાપીને તેમાંથી નીકળતું લોહી ચઢાવે છે.
૦૪) ચક્ર્તીર્થનુ સ્મશાન
મધ્યપ્રદેશ ના ઉજ્જૈન મા ચક્રતીર્થ નામ નુ સ્મશાન આવેલું છે.તાંત્રીકોની દેવી કાલિકાના આ ચમત્કારી મંદિરની પ્રાચીનતાના વિષયમાં કોઈ નહિ જાણતું હોય, તેની સ્થાપના મહાભારતકાળમાં થઇ હતી, પરંતુ મૂર્તિઓ સતયુગ કાળથી છે.ગઢકાલિકાનું સ્થળ એ તાંત્રિકોનો ગઢ માનવામા આવે છે.આ ચક્તીર્થની રાખથી પરોઢે ૪ વાગ્યે મહાકાલેશ્વરની ભસ્મપુજા થાય છે અને ભલભલા ના રૂંવાડા ઊભાં કરી દે એવી આ પૂજા છે.જે મેં મારાં પુત્ર માટે કરેલી જ છે. ઉજ્જૈન મા કાલભૈરવ આને વિક્રાંત ભૈરવ તાંત્રિકોનો ગઢ ગણવામા આવે છે.આ કાલભૈરવના મંદિરમા પ્રસાદી સ્વરૂપે મદિરા આપવામા આવે છે.
આજે આપણે અધોરી સાધુ – સંત જીવનની વાતો જાણી આ જયારે મે મારા વડીલો ને વડવાઓ પાસે જાણી ત્યારે પહેલા તો મને પણ થોડો ભય લાગીઓ .આવુ પણ સાધુ-સંતો જીવન જીવતા હશે . પણ જયારે મે મારા દાદા સાથે જુનાગઢ ના ભવનાથના મેળામા અધોરી સાધુ – સંતો સાથે સત્સંગ માણીઓ ત્યારે ખબર પડી કે આપણા આ મોહ રૂપી સંસારમા દેખા દેખી સિવાય બીજુ કશુ નથી બસ આપણે બધા એક બીજા ની દેખા દેખી કરીએ છિએ. મારો આ લેખ આપ ને પસંદ પડે તો સચૂનો અચુક આપ્શો.....જેથી હું આપ સર્વે માટે આવી જ અન્ય નવી નવી વાતો ને માહિતી લાવતો રહું ...
“ રાધે રાધે ”
“ જય દ્વારકાધીશ ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED