aadhyatmikta books and stories free download online pdf in Gujarati

આધ્યાત્મિકતા - શું ભગવાન ને પણ થાક લાગતો હશે.!

“ આધ્યાત્મિકતા ”
શું ભગવાન ને પણ થાક લાગતો હશે.!
સામાન્ય જીવનમાં માત્ર માણસ જ થાકે એવું નથી.ક્યારેક તો મને એવું લાગે છે. આ ખુદા,ઈશ્વર,બધા દેવી-દેવતાઓ જેને આપણે ભગવાન કહીએ છીએ શું તેને પણ થાક લાગતો હશે ? જો સાચું માનો તો જે સામાન્ય માણસને થાક લાગે છે.તેમ ભગવાનને પણ થાક લાગે છે પણ એ આપણને તેનો અર્ણસાર આવા દેતા નથી.એટલે જ કહેવાય છે ને કે ભગવાન વિવિધ સ્વરૂપો ને અવતારો લે છે.
સામાન્ય પણે બધાને પ્રશ્ન થશે કે અવતાર લેવો કે અવતરવું એટલે શું ? એટલે કે ભગવાન પોતાના સ્થાનેથી નીચે પૃથ્વી ભૂમિ પર ઉતરે છે.અને એમાં પણ ભગવાન કયારેય પણ કોઈ કારણ વગર ક્યારે પણ અવતાર લેતા નથી.તેની પાછળ પણ ભગવાનની લીલાઓ ને સમાજકલ્યાણ અર્થે સંદેશાઓ ને ઉપદેશો રહેલા છે જે આપણા જેવા ના સમજ મનુષ્ય માટે ભગવાન દ્વ્રારા કહેવામાં આવે છે.
તમે બધા જાણતા હશો ભગવાન ના ઘણા બધા સ્વરૂપો – અવતારો ઘારણ કર્યા છે. જેમ કે હિરણાકશ્યપ થયો ,ત્યારે ભગવાન નીચે ઉતર્યા.નહિ માનસમાં કે નહિ પશુમાં ,એ નરસિંહરૂપે અવતર્યા અને હિરણ્યકશિપુ નો નાશ કરીને પાછા ગયા.
પણ થોડાં જ સમયમાં પાછુ હતું તેનું તે ત્યાર બાદ બલિરાજા આવ્યો , એટલે ભગવાન ફરી પાછા વામનરૂપે ફરી નીચે ઉતર્યા.જેમાં વામનરૂપ ભગવાને ત્રણ પગલામાં ત્રિભુવન માપી લીધું અને અંતે બલિના માથા પર પગ મૂકી એને પાતાળમાં મોકલી દે છે.
કહેવાય છે કે જેમ તળાવમાં લીલ બાઝી હોય તેમાં હાથ ફેરવીએ ત્યાં સુધી પાણી ચોખ્ખુ રહે,પણ તમે જેવો હાથ બહાર લઇ લીધો કે જેમ હતું તેમનું તેમ પાછુ થઈ જાય છે બધું.એવું ભગવાનના વામનરૂપના ગયા પછી થયું .એટલે વળી પાછા ભગવાન રામ અવતાર ઘારણ કરીને આવ્યા.રાવણનો નાશ કર્યો તેમજ સારી રીતે રાજ કર્યું ને રામ ભગવાન ને પણ ત્યાર બાદ વિદાય લીધી.
ભગવાને પણ કેટકેટલી અજબ ગજબ લીલાઓ રચી લોકોને ઘર્મના માર્ગે ચાલવાના ઉપદેશો સંદેશાઓ આપવા માટે પણ આ કાળા માથાનો માનવી સુધરે ખરો.
છેલ્લે ભગવાન કૃષ્ણ (રાધા ના કૃષ્ણ = રાધાકૃષ્ણ) આવ્યા.મહાભારત નું ભયંકર યુદ્ધ થયું પાંડવ – કૌરવ લડયા ઘર્મ –અધર્મ વચ્ચે યુદ્ધ થયું.ને અંતે કોઈ ન બચ્યું . કહેવાય છે કે યાદવો પણ અંદરો અંદરો કાપાકાપી કરીને મરી ગયા. આ ઘટનાઓને બનાવો થી હતાશ નિરાશ થઈ ભગવાન એક પીપળાના ઝાડ નીચે હાથનું ઓશુકું કરી , પગ ઉપર પગ ચઢાવી સૂતા હતા.એવામાં એક શિકારી એ એમને હરણ માની શિકારીએ તીર માર્યું , તે ભગવાનને વાગ્યું એમના પ્રાણ જવાની તૈયારી હતી તે સમયે ભગવાન કૃષ્ણ ના સારથી તેમની પાસે હતો. તેને ભગવાન ને પૂછયું , “ ભગવાન , કાંઈ સંદેશો કહેવાનો પ્રભુ ? ”
ત્યારે ભગવાને જવાબ આપ્યો,
“ હવે તો હું પણ થાક્યો છું , હવે હું બીજો અવતાર લેવાનો નથી. સંદેશા – ઉપદેશો તો મેં “ ગીતા ” માં જ આપી દીધા છે : કે હવે
“ માણસે પોતાનો ઉદ્વાર પોતાની જાતે જ કરી લેવો :
કોઈ કોઈનો ઉદ્વાર કરી શકતું નથી. ”
જો સમજાય તો ભગવાનને અંતના વાક્યમાં સૃષ્ટીનો સૌથી મોટો મહત્વનો સંદેશ ઉપદેશ આપ્યો છે.
અંતે....................
ઈશ્વર , અલ્લાહ , ઈશુ આ બધા એક જ સ્વરૂપના જ અવતાર છે. બધામાં શ્રધ્ધા વિશ્વાસ રાખો. પણ કર્મ તો અંતે આપણે જ કરવાનું છે. કિસ્મત અને નશીબ પણ એનો જ સાથ આપે છે જે સાચા મન ને પ્રામાણિકતા કર્મ કરે છે.
“ રાધે રાધે ”
“ જય દ્વારકાધીશ ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED