laziness Blessings or curses ... !! books and stories free download online pdf in Gujarati

“ આળસ ”આશીર્વાદ કે અભિશાપ.!

“ આળસ ”
આશીર્વાદ કે અભિશાપ...!!
ફરી પાછા નવી વાર્તાને લેખ સાથે આપણે રૂબરૂ થઈ રહ્યા છે. આ વખતે હું આપ માટે “ આળસ ” ઉપર એક લેખ લઇ આવ્યો છું .
આપે મારી વાર્તા ને લેખ ને પ્રેરણાદાયી પ્રતિભાવ આપ્યા તે બદલ આપ સર્વ મિત્રો નો આભાર વ્યકત કરું છું .
હવે આપણે આપણા મૂળ વાત ઉપર આવી જાય. “ આળસ ” એટલે શું ? એ આપ બધા જ જાણતા હશો ? તો પણ આપણે આજે એ વાત ને થોડી વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. આળસ એ આપણા ભારતીય માટે નો એક મોટો ને જુનો રોગ છો. એમાં ગરીબાઈ એ પણ એક મોટી સમસ્યા છે જ , પણ આ આપણી ગરીબાઈના મૂળમાં આગળ એક અગત્યનું કારણ આળસ બની ગઈ છે.ભારતના લોકો માટે ગરીબાઈ ના એક ઈલાજરૂપે ગાંધીજી એ પહેલા ના સમયમાં ચરખો ને ખાદી બતાવ્યા હતા. એનો પ્રચાર પણ કરતાં , ગાંધીજીના અનેક પ્રવાસ દરમિયાન તેમણે અનુભવ્યું કે આપણી પ્રજાની આળસ એ ગરીબાઈ ને પણ ટપી જાય તેવી છે.
શરીર આળસ કરી નવરું પડ્યું રહે, ત્યારે મન કઈ નવરું પડતું નથી , નરાધમ માણસનું મન ખરાબ વિચારો કરે છે .ને પોતાનું તેમજ બીજાનું સત્યાનાશ વાળે છે. તેથી આપણા માં એક કહેવત પડી છે કે “ નવરા બેઠા નખોદ વાળવી ”. દુનિયામાં થતા કેટલા બધા તોફાનો ને ગુના પાછળ નવરા બેકાર માણસોનો જ હાથ હોય છે, એ વિચારવા જેવું છે.
પ્રાચીન રોમન નું સામ્રાજય દેશ-વિદેશ માં ફેલાયેલું હતું, ને ત્યાંથી ખંડણીરૂપે આવતું ગાડે ગાડા અનાજ રોમન ના પ્રજાજનો ને મફત વહેંચી દેવામાં આવતું , જે લોકો અગાઉ ખેતી વાડી ની મહેનત મજુરી કરતા ને મહેનતુ હતા. તેમને મફત અનાજ મળવાથી તેઓ બેઠાડું જીવન જીવવા લાગ્યા. તેથી રોમન માં એ વર્ગના તોફાનો ને ગુના ચાલુ થયા . મહેનત છોડવાથી પ્રજા મોજ શોખી ને નબળી બની; એ વસ્તુએ રોમન ની પડતીમાં ઘણો ફાળો આપ્યો ને જંગલી પણ બળવાન પ્રજાએ ઉતરમાંથી આવીને રોમન જીતી લીધું.
આપણે આપણા દેશની વાત કરીએ તો મધ્યયુગ ની શરૂઆત માં વૈભવ , વિલાસ , ને આળસ વધ્યા , તેને લીધે જ આપણે લડાઈઓ માં હર્યા ને પરાધીન બન્યા . મહેનત વગર બેઠા બેઠા ખાવાનું મળે, એ વ્યક્તિ તેમ જ આખી પ્રજા – બન્ને ને માટે શાપ સમાન છે .કોઈની નીંદાકુથલી એ પણ આળસનું જ એક પરિણામ છે. આપણા દેશમાં ભણેલા – ને અભણ સહુ, સમાજમાં કે રાજકારણ માં , અંગત નિદાકૂથલી પાછળ કેટલો બધો સમય બરબાદ કરે છે તે વિચારી જોજો.પાકા પુરાવા વિના કોઈના પણ વિષે ખરાબ બોલવું , એ નૈતિક ને સામાજિક ગુનો છે. જે માણસને સમયની કીમત નથી, તેને શબ્દની કીમત પણ ક્યાંથી હોય ? એટલે જ માણસો ગમે તેવી બેફામ બીજાની ટીકાઓ કરતા પણ અચકાતા નથી .
જુવાની ને આળસ એ બે એકબીજાના વિરોધી શબ્દો હોવા જોઈએ . જુવાની એ જીવનની વસંત છે, વસંતઋતુ માં કુદરત પોતાની નવરચના નું કેટલું બધું કામ કરે છે ! એમ સમાજની , દેશની કે જીવનની નવરચના કરવી હોય તો તેને માટે પણ એવું જ અવિરત કામ કરવું જોઈએ ખાલી લોકોને દેખાડવા માટે ઘર્મ પાળીને દુનિયામાં કોઈ કશું ભારે કામ પાર પાડી શક્યું નથી.જગતના ઘણા મહાપુરુષો માં જો કાંઈ પણ સમાન ગુણ હોય , તો તે સતત પરિશ્રમ નો છે .
આળસના અનેક પ્રકાર હોય છે. માણસ મહેનતુ ભલે હોય; પણ તે જો પોતાને કરવાના કામ યોગ્ય સમયે ન કરે , તો એ પણ આળસ કહેવાય . આળસનો આ પકાર સર્વ સામાન્ય છે. એવા માણસને ઘણા કામમાં દોડઘામ થાય છે , કામ પણ ડોરાય જાય છે, કામ બગડે ને વ્યવસ્થિત થતું નથી .જયારે વ્યવસ્થિત રીતે કામ કરનારને ઘણા કામ કરવાના આવે ત્યારે પણ તેના જીવને ટાઢક રહે છે. રોબર્ટ લુઈ સ્ટીવન્સ ને કહ્યું છે કે “ બહાર જયારે ભારે વાવાઝોડું હોય ત્યારે પણ જેમ ઘડીયાળ પોતાની એકધારી ગતિએ ચાલ્યા કરે છે , તેમ દુનિયા ની ઉથલપાથલ ની અસર મન ઉપર થવા દીધા વિના ઘીર પુરુષે પણ પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ .
માનવીમાં નિરસતાપણું એ આળસનું જ એક પરિણામ હોય છે. ચોપડીઓ ને કાગળિયાં અસ્તવ્યસ્ત પડ્યા હોય , તેના પર ઘૂળના થર જામ્યા હોય , ટેબલ પર એકે ચીજ તેને ઠેકાણે ન હોય , એવી સ્થિતિ કેટલાય સુશિક્ષિત લોકોની હોય છે. નિરસતા ને ભણતર કે અભણપણા સાથે કોઈ સંબંધ નથી, એ મુખ્યત્વે આળસનું જ પરિણામ છે.
આ વાતો નો જરા બીજી રીતે પણ વિચાર કરવા જેવો છે. આળસનો તો બચાવ થાય તેવું નથી જ , પણ ખોટી દેખાતી દોડધામ એ જેમ ઉર્ધમ નથી , તેમ નવરાસની પળો અને આનદ ની પળો ને હમેશા આળસ કહી શકાય નહિ . આજની પશ્ચિમી દુનિયા જોઈએ , તો તેને આળસ સામે નહિ પણ ખોટી દિશા માં દોડધામ સામે ચેતવણી આપવી પડે .આપણે ત્યાં ના શહેરી જીવનની પણ એ જ દશા થતી જોવા મળે છે. આપણે આપણા કામને તેના વિચારોમાં જ એટલા મશગુલ રહીએ છીએ કે બીજોઓ તરફ આપણું ધ્યાન થી જોવાનો અથવા સૂર્યોદય – સુર્યાસ્ત કે સમુદ્રની ભરતી – ઓટ આંખ ભરીને નિહાળવાની , કે એ અદ્બભુત લીલા ના સર્જનહારનો વિચાર કરવાની પણ આપણ ને ફુરસદ કે નિરાંત નથી . તેથી જ આપણા જીવનમાં ઘાંઘલ ઘમાલ વધી છે ને આપણા જીવનમાં ચિંતન ઘટ્યું છે.
મારી વાત આપને યોગ્ય લાગે તો આપના પ્રેરણાદાયી અભિપ્રાય આપવાનું ભૂલશો નહિ. ફરી મળીશું ટુંક સમયમાં નવી વાતો ને નવ લેખ સાથે ત્યાં સુધી સર્વ સ્નેહી મિત્રો .........................

“ રાધે રાધે ”
“ જય શ્રી કૃષ્ણ ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED