hasy- kudaratnu bhet books and stories free download online pdf in Gujarati

“ હાસ્ય ” કુદરતનું ભેટ... વરદાન કહો , આશીર્વાદ કહો બધુ ઓછુ પડે....

“ હાસ્ય ”

કુદરતનું ભેટ... વરદાન કહો , આશીર્વાદ કહો બધુ ઓછુ પડે....

આપ સૌ સ્નેહી મિત્રોનો ખુબ ખુબ હદય થી ધન્યવાદ , આપના પ્રતિભાવ એ મારા લેખન કાર્યને પ્રેરણારૂપ બને છે. આપના દ્વારા આપેલા પ્રતિભાવ ને લીધે મને નવા નવા વિષયો પર લખવાની પ્રેરણા મળે છે. ફરી એક વાર આપ સર્વ સ્નેહી મિત્રોનો ખુબ ખુબ આભાર....
ફરી એક વખત આજે એક નવા ચિંતાત્મક લેખ સાથે આજે હું તમારી સાથે વાત કરવાનો છું આજે આપણે “હાસ્ય” ઉપર થોડી ચર્ચા કરીશું....
હસવું / હાસ્ય કેટલો સરળ સુંદર શબ્દ છે જે બાળકો થી લઈ વૃધ્ધ બધાના ચહેરા ની સોભા વધારે છે. કહેવાય છે કે કુદરતે સંગ્રહ જીવસૃષ્ટી માં કેવળ માણસને જ હસવાની અમુલ્ય ને કીમતી ભેટ આપી છે. હાસ્ય સ્ફૂર્તિદાયક અને શક્તિદાયક કુદરતી ઔષધ છે.
જયારે મન મૂંઝાયેલું હોય , તનમાં સમસ્યા હોય , કોઈ નિરાશાઓ ને હતાશાથી ધેરાયેલા હોય , ત્યારે તમે હાસ્યરૂપી રામબાણ ઔષધી નો ઉપયોગ કર્યો . આંખ અને કાન ઉધાડા રાખી , રોજબરોજ બનતા પ્રસંગો માંથી આ અદભૂત ઔષધી ને ગોતતા રહો . કોઈ વાર પ્રસંગો ને કલ્પનાની સાંજ સજાવી મિત્રો અને સ્નેહી ઓ સાથે હાસ્યની લહાણી કરો. વાતનું વતેસર નહિ , પણ હાસ્યનું વાવેતર કરો.
મનોવૈજ્ઞાનિકોના મતે રોગોના જન્મ થવાનું મુખ્ય કારણ ઘૂંટાયેલી ને ઘડાયેલી હતાશા છે.હાસ્ય દ્વારા મનનો બધો જ તણાવ દુર થાય છે. સાથે સાથે શરીર ના અંગોપાંગો અને માંસપેશીઓ પણ એ બિનજરૂરી દબાણ માંથી દુર કરે છે . થાક ધીરે ધીરે દુર થવા લાગે છે ને શરીર માં સ્ફૂર્તિ તાજગી નો સંચાર થાય છે . હસવાથી શરીર માં ઓક્સિજન નું પ્રમાણ વધે છે , રુધીરભીષણ ની પ્રકિયા સારી રીતે થાય છે , શ્વાસનળી અને ફેફસાં માં ભરાઈ રહેલો જુનો કફ નીકળી જાય છે, ફેફસાં ની ઓક્સિજન લેવાની શક્તિ પાંચ થી સાત ગણી વધે છે . હસવાથી છાતી અને પેટ વચ્ચે રહેલ ઉદરપટલ , આંતરડા ,લીવર , પેન્કીયાઝ , જડબા પેટ અને બરડાના સ્નાયુઓ પહેલા ખેંચાય છે અને પછી સંકોચાય છે. સ્નાયુઓને ઓક્સિજન યુક્ત શુદ્ધ લોહી મળતા તેમની કાર્યક્ષમતા વધે છે . હૃદય પણ મજબુત બને છે . પ્રદુષિત શહેરી હવામાન માં ગળા અને ફેફસાં ના રોગો થવા સામાન્ય છે. હાસ્ય દ્વારા ફેફસાં તથા શ્વાસ નળીને વ્યાયામ મળતા જામેલો કફ છુટો થાય છે અને શ્વસનતંત્ર સુચારરૂપે કામ કરે છે . અસ્થમા ના રોગો માટે હાસ્ય ની આ નિર્દોષ કસરતો એ રામબાણ ઈલાજ છે .
ખડખડાટ હસવાથી લિમ્ફો – સાઈટીસ , ઈન્ડોફિૅન્સ અને એનેફેફેલીન્સ નામના હોર્મોનનો પીચ્યુટરી ગ્લાન્ડ માંથી સ્ત્રાવ થવા લાગે છે. લિમ્ફોસાઈટીસ થી લોહીની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે . ઈન્ડો ફ્રિન્સ અને એનેફેફેલીન્સ થી દુઃખ્વામાં રાહત મળે છે અને મન પ્રસન્નતા અનુભવે છે .હાસ્ય થી યાદશક્તિ માં સુધારો આવે છે . સાંધા અને સ્નાયુઓના દુઃખાવામાં ઘણી રાહત મળે છે .ચહેરાની ચમક વધે છે . લોહીમાં રક્તકણો વધે છે. ચહેરાની ચામડી ના સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા વધે છે અને ચહેરો ચુસ્ત ને સુંદર થાય છે. હાસ્યથી પેટના નાજુક અવયવોને કસરત મળતા પાચન શક્તિ માં પણ સુધારો આવે છે . હાઈબ્લડપ્રેસર , ચિંતા , હતાશા , નર્વસ બ્રેકડાઉન , અસ્થમા અને અનિદ્રા જેવા રોગોમાં હાસ્ય એક અત્યંત ઊપયોગી સારવાર પુરવાર થઈ શકે છે .
હાસ્ય ઉપર વિશ્વભરમાં ઘણા બધા મોટા પાયે સંશોધનો થયા છે. નેશનલ કૅન્સર ઇન્સિટુટયુટ ના એક અહેવાલ મુજબ દસ દર્દીઓ ને સતત એક કલાક હાસ્યસભર વિડીયો બતાવવામાં આવ્યા . જેમ જેમ દર્દી ઓ હસતા ગયા તેમ તેમ દર્દીઓની રોગનિરોધક કોશિકાઓ વધવા લાગી. એમની લાળમાં સંક્રમણ વિરોધી પ્રોટીનનું પ્રમાણ વધ્યું હતું. ઇન્ટરફેરોન ગામા નામના હોર્મોનનું પ્રમાણ વધ્યું જે હિલોર્ગ કેમિકલ ગણાય છે . દર્દીઓ જેનાથી તાણ અનુભવે છે તે એપીનેફીન હોર્મોન નું પ્રમાણ ઘટ્યું અને સાથે સાથે કુદરતી પીડાશામક ઈન્ડોફીન્સ અને એનેફેફેલીન્સ નું પ્રમાણ વધ્યું હતું . અમેરિકન પ્રત્રકાર અને લેખક નોર્મન કઝીન્સને રુમેટોઇડ આથૅરાઈટીસ નામનો અસાધ્ય રોગ થયો હતો . આધુનિક વિજ્ઞાન પાસે એ રોગની કોઈ દવા નથી , એના અંગોપાંગો જકડાવા લાગ્યા હતા પછી એણે સૂતા સૂતા થોક બંધ કોમેડી ફિલ્મો જોઈ , દિવસભર ખડખડાટ હાસ્ય એ કરતા રહ્યા . ફક્ત વિટામીન-સી ની ગોળી અને ખડખડાટ હાસ્ય દ્વારા એ સંપૂણ સાજા થયા અને એની ફળશ્રુતિ રૂપે જગતને બે સુંદર મજાનાં પુસ્તકોની ભેટ એમણે આપી,“એને ટૅામી ઓફ એન ઈલનેસ” તથા “બાયોલોજી ઓફ હોપ” , હાસ્યચિકિત્સા પદ્ધતિ અંગે સંશોધનો કરવા વિશ્વને પ્રેરણા આપતા પુસ્તકો ગણાય છે .
જાપાનમાં કહેવત છે કે , ‘ હસવામાં જેટલો સમય વ્યતિત કર્યો , તેટલો જ સમય ઈશ્વર ને સમર્પિત કરો,’ ખરેખર ખડખડાટ હાસ્ય કરતી વખતે માણસના હદય અને મન બાળક જેવા નિખાલસ હોય છે . એ વખતે કોઈ પણ સારા નરસા વિચારો મનમાં પ્રવેશી શકતા નથી. ધ્યાન ઘરતી વેળા મનને નીવિચાર અવસ્થામાં લઇ જવામાં ખડખડાટ હાસ્ય ખુબ મદદરૂપ થાય છે .
ભરતમુનીના કથન પ્રમાણે “ અથર્વવેદ માંથી મુખ્યત્વે ચાર રસ – “ શુંગાર , વીર , રૌદ્ર ,અને બીભત્સ” આવ્યા છે શુંગાર માંથી હાસ્ય , વીરમાંથી અદભૂત , રૌદ્રમાંથી કરુણા અને બીભત્સમાંથી ભયાનક રસની ઉત્પતિ થઈ છે . આ બધામાં રસરાજ નું માન તો હાસ્યરસ ને જ મળ્યું . કારણ કે હાસ્યરસ જન્મથી મૃત્યુ સુધી સાથ આપે છે , જયારે બીજા રસોનું એમ નથી .હાસ્ય ફક્ત આપણ ને પોતાને જ નહિ પરંતુ આપણા સંપર્ક માં આવનાર તમામ લોકો ને આનંદિત કરી દે છે . હાસ્ય દ્વારા ઉમંગ , આશા , ઉત્સાહ , સ્નેહ અને સોમ્યતા નું સુમધુર વાતાવરણ સર્જાય છે . માનવમન મધુર કલ્પનાઓ , સારા વિચારો અને સદભાવનાથી સભર થાય છે . માનસિક સ્વાસ્થ્ય સુધરે છે નકારાત્મક વિચારો દુર થતા એનો પ્રભાવ આરોગ્ય પર પડે છે .
અમેરિકા માં એ .ટી . અન્ડ ટી . ટેલીફોન કંપની , કોડાક કેમેરા કંપની પોતાની ઓફીસમાં ખાસ હયુંમર રૂમ રાખે છે . ભારત માં લાફ્ટર કલબ ઇન્ટરનેશનલે પૂણે નજીક આવેલી લીતાકાફા માં લી. ના ૨૦૦ કામદારો માં હાસ્ય કસરતો શરૂ કરાવી .તેવી જ રીતે મુંબઈ માં ઇલેક્ટ્રિકલ પ્રોડકસ ઓફ ઇન્ડિયા ની ફેકટરીમાં આ હાસ્ય કસરત કર્યા પછી ઉત્પાદન માં વધારો થયો . કામદારો પ્રશન્ન ચિત્તે કામ કરવા લાગ્યા .મેનેજરથી કારકુન ને પ્યુન સૌ સાથે હસીને દિવસ શરૂ કરતાં તેથી કુંટુંબભાવના નો વિકાસ થયો , સ્ટાફ ના અંગત સંબધો સારા બન્યા હતા .
આટલા બધા લાભો છતાં જેમને નીચે મુજબ સમસ્યા હોય તેમણે આ હાસ્ય કસરતો કરવી નહિ : ઝામર – સારણગાંઠ - દુઝતા હરસ – છાતીમાં દુઃખાવો – ગર્ભવતી મહિલાઓ – ગર્ભાશય નીચે આવી ગયું હોય અથવા પેશાબ પર નિયત્રણ ન રહેતું હોય – શરદી ફ્લુ કે વાયરલ ઇન્ફેકશન હોય – ભોજન પછી ઓછામાં ઓછા બે કલાક હાસ્ય ની કસરતો ના કરવી .
“ હસતા રહો ને સ્વસ્થ રહો .....” મારું તો માનવું છે કે કોઈ વ્યક્તિના ચહેરા ઉપર એક નાનું અમથું હાસ્ય લાવું તે પણ એક ઈશ્વરની ભગતી છે. તમારા દ્વારા કેટલા લોકો ને ખુસ કરવા પ્રયત્ન થયા છે ? થોડું વિચારી જુઓ...!!!!

“ રાધે રાધે ” “જય શ્રી કૃષ્ણ ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED