mari swapnnagri books and stories free download online pdf in Gujarati

મારી સપ્નનગરી

મારી સપ્નનગરી
આ વાર્તા મારી કલ્પનાની દુનિયા ઉપર આધારિત છે.જે મારી સપનાની દુનિયા છે.મારા હૃદયની ખુબ જ નજીક છે.જે આજે હું તમારી સાથે શેર કરવા માંગું છું. મારી કલ્પનાની દુનિયા ......
એક અતિ ભવ્ય ખુબ જ સુંદર સપ્નનગરી પર મારી બધી લાગણીઓ અને ગુણો મસ્ત મજાનું ઘર બનાવીનેરહેતા હતા.તેની સાથે સુંદરતા , આનંદ , ઉદાસી વગેરે પણ એકબીજાની બાજુ બાજુમાં રહેતા હતા. એક દિવસ સવારે એક ખુબ જ સુંદર પરીએ આવીને બધા સપ્નનગરી વાસીઓને કહ્યું કે આજ સાંજ સુધીમાં આ તમારી સપ્નનગરી ડૂબી જશે.ને દરિયાને તળિયે ગરકાવ થઈ જશે.પરીની આ માહિતી થી બધી જ લાગણીઓ તેમજ ગુણોએ પોતપોતાની હોડીઓ લઈને સપ્નનગરી પરથી જવાનું શરૂ કરી દીધું.ફક્ત પ્રેમ જ શાંતિથી આંટા મારતો હતો જાણે એને જવાની કોઈજ ઉતાવળ ના હોય તેમ એ ફરતો હતો એ જોય ને બધાને નવાઈ લાગી પણ બધા પોતપોતાની રીતે સપ્નનગરી જવાની તૈયારી કરી લીધી હતી તેથી પ્રેમ ની પંચાત કરવા કોણ બેશે હકીકત માં તો પ્રેમને આ સપ્નનગરી પર ખુબ જ સ્નેહ હતો એ છેલ્લી પળો સુધી સપ્નનગરી સાથે રહેવા માંગતો હતો.
જેમ જેમ સાંજ પાડવા લાગી તેમ તેમ ઘીરે ઘીરે સપ્નનગરી પાણીમાં ડૂબવા લાગી પ્રેમે સપ્નનગરીને ખુબ જ પ્રેમ કર્યો હતો એની જમીનના કણે કણને એણે સ્નેહ થી નવડાવી દીધો.હવે પાણી વધવા લાગ્યું જયારે પ્રેમના ઘૂંટણ પાણીમાં ડૂબવા લાગ્યા ત્યારે એને થયું કે હવે આ સપ્નનગરી છોડી જવાનો સમય આવી ગયો પરંતુ પ્રેમ પાસે તો પોતાની હોડી પણ ન હતી મદદ માટે પ્રેમે બૂમ પાડવી તો કોને પાડવી બસ તે જ વખતે ત્યાંથી સમૃદ્ધીની હોડી નીકળી પ્રેમે પૂછ્યું કે બહેન સમૃદ્ધી તું મને તારી હોડીમાં સાથે લઇ જઈ નહીંતર હમણાં જ હું ડૂબી જઈશ સમૃદ્ધીએ પોતાની હોડીમાં નજર નાખીને કહ્યું માફ કરજે પ્રેમ મારી આખી હોડી સોના , ચાંદી ,સોનામાંણેક થી ભરેલી છે એમાં તારા માટે કોઈ જગ્યા નથી આટલું કહીને પ્રેમ તરફ બીજી નજર પણ નાખ્યા વગર સમૃદ્ધી ચાલી ગઈ એની જ પાછળ પાછળ હોડી લઈને આવતી સુંદરતા ને હાથ હલાવીને પ્રેમે બૂમ પાડી ઓ સુંદરતા તું મને તારી હોડીમાં તારી સાથે લઇ જઈશ પણ પોતાની જાત પર અને પોતાની હોડી પર અભિમાન કરતી એવી સુંદરતા બોલી માફ કરજે પ્રેમ તું એટલો ભીનો થઈ ગયો છે કે મારી આ સુંદર હોડીને તું બગાડી દઈશ આમેય મને બધું સાફ ને ચોખ્ખુ ગમે છે એ તું પણ જાણે છે મને આ રીતે મારી જાત ને કે મારી હોડીને ભીની કરવામાં જરા પણ શોખ નથી અને એ પણ આગળ નીકળી ગઈ
પાણી હવે કેડ સુધી આવી ગયું હતું ત્યાં જ પ્રેમે ઉદાસીનતા ની હોડીને ત્યાં થી પસાર થતા જોઈ પ્રેમે ફરી બૂમ પાડી ઓ ઉદાસીનતા મને તારી સાથે લઇ લે મહેરબાની કરી મને બચાવી લે પણ ઉદાસીનતા તો થોડી અકડું હતી એ બોલી મને માફ કર પ્રેમ હું એટલી બધી ઉદાસ છું કે તું મને એકલી જ રહેવા દે ને અંતે એ પણ ત્યાં થી જતી રહી ત્યાંથી પસાર થઈ રહેલ આનંદ તો પોતાની મોજ ને ખુશી માં મશગુલ હતો કે એને પ્રેમને જોયો પણ નહિ અને એનો અવાજ પણ સુધા સંભાળ્યો નહિ હવે પાણી ગળા સુધી આવી ગયું હતું હવે પોતે કાયમ ને માટે ડૂબી જશે એવો પ્રેમને ડર હતો એ ખુબ જ રડવા લાગ્યો ત્યાં જ એક પ્રેમાળ અવાજ આવ્યો પ્રેમ રડ નહિ ચાલ આવી જા હું તને મારી હોડીમાં લઈ જાવ પ્રેમે પાછળ જોયું તો એક ખુબ જ વૃદ્ધ માણસ પોતાની હોડી લઈને ઉભો હતો એણે પ્રેમનો હાથ પકડીને પોતાની હોડી ઉપર લઇ લીધો પ્રેમ એ વખતે બરોબર ડૂબવાની તૈયારીમાં જ હતો.અચાનક બચી જવાથી પ્રેમ થોડી વાર તો એ હેપ્તાઈ ગયો એ કઈ બોલી જ ના શક્યો. પેલા વૃદ્ધે તેને કિનારે ઉતારીયો તો પણ એ કઈ એટલે કઈ જ ના બોલી શક્યો બસ ચુપ ચાપ પેલા વૃદ્ધ નો મનોમન આભાર માન્યો અને વૃદ્ધ માણસ તો પ્રેમને ઉતારીને પોતાના રસ્તે આગળ નીકળી ગયો અચાનક પ્રેમને યાદ આવ્યું કે ડૂબી જવાના ડર માં અને બચી જવાની ખુશી માં પોતે પોતાને બચાવનાર વૃદ્ધ નું નામ પૂછવાનું તો ભૂલી જ ગયો આટલો નાનકડો શિષ્ટાચાર પોતે ના દાખવી શક્યો એનો એને ખુબ જ અફસોસ થવા લાગ્યો એ દોડતો દોડતો એ જ્ઞાન ના ઘરે ગયો બારણું ખખડાવ્યું જ્ઞાન બહાર આવ્યું પછી પ્રેમે એને બધી વાત કરી અને પછી પૂછ્યું કે એ વૃદ્ધ માણસ કોણ હોઈ શકે જ્ઞાને પોતાની આંખો બંધ કરી ને થોડી વાર પછી આંખો ખોલીને જ્ઞાને કહ્યું તને બચાવનાર “સમય” હતો.
પ્રેમને ખુબ અજુગતું લાગ્યું એનાથી પુછાઈ ગયું કે હે જ્ઞાન જયારે કોઈ કરતાં કોઈ મને મદદ કરવા તૈયાર ના હતું ત્યારે ફક્ત “સમયે” જ મને શા માટે મદદ કરી? જ્ઞાને ગંભીરતા પૂર્વક અને પોતાના જીવનના અનુભવના આઘારે પ્રેમને જવાબ આપ્યો “કારણ કે એક માત્ર સમય જ જાણે છે,સમજે છે,અને સમજાવી શકે છે કે પ્રેમ કેટલો મહત્વનો ને મહાન છે અને સંગ્રહ લોકોના જીવનમાં શું મહત્વ છે!”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED