aatmnirbhar books and stories free download online pdf in Gujarati

“ આત્મનિર્ભર ”શું આપ આપના બાળકોને બનાવો છો?

આજે થોડો અટપટો પણ મજાનો વિષય લઈને આવ્યો છું...થોડા સહેલા લાગતા કામ ઉપર આજે વાત કરવી છે.
“ આત્મનિર્ભર ”
શું આપ આપના બાળકોને બનાવો છો?

આજના સમયની માંગ છે કે આપણે સૌ આત્મનિર્ભર બનીએ પણ શું આપણે આપણા બાળકોને આત્મનિર્ભર થતા શીખવ્યું છે ? હાલનું આધુનિક યુગનું બાળક અને આપણી આધુનિક યુવા પેઢી આજે પરાવલંબી વિચારશ્રેણી ધરાવે છે. જે હમેશા બીજા અન્ય લોકો ઉપર આધાર રાખતી થઈ ગઈ છે.તેને આત્મનિર્ભર બનાવવા માટે માતા – પિતા એ જ આગળ આવવું પડશે જે માટે જો માતાપિતા ને વડીલો એને આ માટે નીચે જણાવેલી બાબતોનું નાનપણથી શિક્ષણ આપે તો એ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે .
આટલું આવડે છે..? તમારા બાળકો ને....
કચરો વાળતા આવડે છે ? કઈ જગ્યાએ ક્યાં પ્રકારની સાવરણીનો ઉપયોગ થાય એની તેને ખબર છે ? કયારે ઉભા રહીને અને કયારે બેસીને વળાય એની ખબર છે ?
પોતું કરતાં આવડે છે ? પોતું કરવા માટે વપરાતું કપડું કેવું હોવું જોઈએ એની ખબર છે ?
બાથરૂમ , સંડાસ , ખાળ , ગટર , સાફ કરતાં આવડે છે ? ઍસિડ , ફીનાઈલ , સાબુ , ડિટજૅન્ટ વગેરેનો ઉપયોગ કયારે થાય તેની ખબર છે ?
કપડા ધોતા , સુકવતા અને ગડી કરતાં આવડે છે ? સુતરાઉ , રેશમી , નાયલોન , ગરમ , ખરબચડા , નાના , મોટા , કીમતી , બરછટ , સફેદ , રંગીન વગેરે વિવિધ પ્રકારના કપડા ધોવામાં શું ફેર છે તેની ખબર છે ?
વાસણ સાફ કરતાં આવડે છે ? એલ્યુમિનિયમ , સ્ટીલ , પિત્તળ , તાંબુ , પ્લાસ્ટિક , ચાંદી , વગેરે ના વાસણો સાફ કરવામાં શું તફાવત છે તેની ખબર છે ? કાટવાળા , ચોંટેલા , બળેલા , સુકાયેલા , ચીકણા , વાસણો સાફ કરવામાં શું ધ્યાન રાખવું પડે તેની ખબર છે ?
ઈસ્ત્રી , કુકર , મિક્સર , ગીઝર , વગેરે નો ઉપયોગ કરતાં આવડે છે ?
રોજિંદી રસોઈ બનાવતા આવડે છે ?
શાકભાજી , અનાજ , કરિયાણું ખરીદતા આવડે છે ? તેમની કિમતની ગણતરી કરતાં આવડે છે ?
વીજળી નો ફ્યુઝ ઉડી ગયો હોય તો નવો બાંધતા આવડે છે ?
કપડું સાંધતા , તેમાં ભરત ભરતા આવડે છે ?
દીવાલમાં કે ચંપલ માં કે ફર્નિચર માં ખીલી ઠોકતા કે સ્ક્રુ બેસાડતા આવડે છે ?
ચોપડી ઉપર પૂઠું ચઢાવતા આવડે છે ?
દીવાલને કલર કરતાં આવડે છે ?
પડીકું વાળતા આવડે છે ?
ફૂલોની માળા ગૂંથતા આવડે છે ? આસોપાલવ ના તોરણ બનાવતા આવડે છે ?
ચેક લખતા , બેંક માં ડ્રાફટ કઢાવતા , પોસ્ટઓફીસે રજીસ્ટર કરતાં , તાર મોકલતા , પાર્સલ કરતાં , યોગ્ય રીતે સરનામું લખતા આવડે છે ?
રેલવે નું સમયપત્રક જોતા , રીઝવેશન કરાવતા આવડે છે ?
નકશો જોઇને કોઈ સ્થળ શોધી કાઢતા આવડે છે ?
શેરડી નો સાંઠો છોલતા , સોપારી કાતરતા સુડાથી કેરી કાપતા આવડે છે ?
હિસાબ – કિતાબ લખતા આવડે છે ?
છુટા કાગળો માંથી નોટબૂક બનાવતા આવડે છે ?
કઈ ઋતુ માં કયા શાકભાજી મળતા હોય તેની ખબર છે ?
ઉચ્ચ અધિકારીઓ – સત્તાવાળાઓને અરજી કરતાં આવડે છે ?
બૂટ પૅાલીશ કરતાં આવડે છે ?
યોગ્ય રીતે પોતાનો પરિચય આપતા આવડે છે ?
કુંડા માં કે જમીનમાં છોડ રોપીને ઉછેરતા આવડે છે ?
કોઈ પણ વસ્તુ નું જોખીને વજન કરતાં આવડે છે ? કાપડ અથવા જમીન માપતા આવડે છે ?
ચિત્રકામ કરતા , રંગોળી પૂરતા , સુંદર અક્ષરે લખતા આવડે છે ?
નળના આંટા ખવાઈ ને ઢીલા થયા હોય અને પાણી ટપકતું હોય , તો તે બંધ કરતા આવડે છે ?
પાનું , પકડ , હથોડી , સ્ક્રુડ્રાઈવર , જેક , કોશ , કોદાડી , પાવડો , કાતર , કુહાડી , ખપારી વગેરે વાપરતા આવડે છે ?
લાઠી , ગલોલ , તીરકામઠું વગેરે નો ઊપયોગ કરતાં આવડે છે ?
તરવું , દોરડાની મદદથી ચઢવું , ઝાડ ઉપર ચઢવું , દોરડું કુદવા વગેરે પૈકી કઈ પણ એક આવડે છે ?
ઉપર કરેલી વાતો તમને થોડી અજીબ લાગશે પણ એ હક્કિત છે . આ બધી વાતો પાયાની છે ને બધા બાળકોને આ લોકડાઉન ના સમય માં અને ભવિષ્યમાં જીવન ના સંધર્ષ માં ખુબ જ ઊપયોગી નીવડશે .જે તેના શરીર અને મને કાર્યરત રાખે છે . આપ પણ પ્રયત્ન કરજો કે આ બધા જ રોજેરોજના જીવનમાં ઉપયોગી એવા કૌશ્લ્યો છે . આ અને આવા અનેક કૌશ્લ્યોને પરિણામે જીવન સરળ બને છે , સફળ બને છે .
ચાલો આપણે પ્રયન્ત કરીએ કે આટલું તો આપણા બાળકો ને આવડે જ ....

“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED