ઈશ્વર ની ચેતવણી  Mahesh Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વર ની ચેતવણી 

“ ઈશ્વર ની ચેતવણી ”


હંમણા થોડાં સમય પહેલા ગુજરાતના અમુક વિસ્તારોમાં ઘરતીકંપના સમાચાર સાંભળી ફરી પાછી આપણી સૌ ની ભૂતકાળની ના ઈચ્છવા હોવા છતાં પણ એવી ખરાબ નિર્દય યાદો આ આવેલા ભૂકંપે ફરી પાછી યાદ આપણ ને તાજી કરાવી આપી છે. ફરી પાછો ફફડાટ ને ડર વ્યાપી ગયો હતો. હજી આપણે એક વિશ્વ વ્યાપી મહામારી “કોરોના વાઇરસ” ના ડર થી બહાર નથી આવ્યા ત્યાં કુદરતે ફરી પાછો પોતાનો કહેર બતાવીને ભૂકંપ રૂપે આપણ ને ચેતવણી આપી છે.આ ચેતવણી સાથે ફરીથી જૂની વાતો આપણ ને યાદ આપવી છે. ભૂકંપ ૨૦૦૧ ની થોડી હૃદય સ્પર્શી વાતો...........

****

કચ્છ અંજાર શહેરમાં હજારો-લાખોનો ભોગ લેનાર ભૂકંપ ને આગલે દિવસે એક લગ્ન હતા. તે માટે બંધાયેલા ભકાદાર માંડવાની નીચે આશરો લઇ રહેલા ૩૦૦-400 વ્યક્તિઓમાંની એક છે ચાર વર્ષની દિશા . દાદીમાના પડખામાં ભરાઈ ને એ બેઠી હતી,આંખો ઝીણી કરીને દુર દુર તાકી રહી છે , અને થોડી – થોડી વારે રડી રહી છે ; “મારી માં કયા છે ? માં કયા છે ? મને મારી માં શોધી આપોને ?
બે માળના નાના મકાનમાં એ કુંટુંબના ઘરમાં તે દિવસે દિશા દાદીમાની પાસે રમતી હતી, ને અચાનક ઘરતી ઘણઘણી ઉઠી . કોણ જાણે પણ કેમ દાદીને સુઝી ગયું ને અને બાળકીને ઝટ તેડીને એક ખાટલા નીચે લપાઈ ગયા, ભયથી કંપી ઉઠીયા . ત્યાંથી એમની નજર પડી દિશાની માં ઉપર – દોડતી એ રૂમ માં આવતી હતી ત્યાં એની ઉપર ઘોઘમાર મકાનનો કાટમાળ તૂટી પડ્યો . દિશાના પિતા બાજુના મકાનમાં પોતાની દુકાનમાં કામ કરતાં હતા- અંજાર જેના માટે પ્રખ્યાત છે તે કાપડ – છપાઈનું . થોડાં દિવસ પછી કાટમાળ નીચેથી એમનો મૃત દેહ બહાર કાઢવામાં આવેલો.... 75 વર્ષની ઉપર પહોંચી ગયેલા ગંગામાની આંખે ઝાંખપ આવી ગઈ રાત પડે ને માંડવામાં તુંટીયા વાળીને પહેલાનાં હાડ ઠંડી થીજાવી નાખે, ત્યારે દિશાનું રુદન થંભે છે ને એ ઊંઘમાં ઢળી પડે છે , દાદીમાં વિચારે છે કે પોતે હવે કેટલું જીવવાના ? આ છોકરીને એ શું ખવડાવશે ? આવતીકાલ નો વિચાર કરતા એક જ સમસ્યા એમને ઘેરી વળે છે: “ અ રે રે , અમે વળી શી રીતે બચી ગયા, કેમ જીવતા રહ્યા ?

****

આઠ વર્ષના સમય ની વાત એથીયે કરુણ છે. વડોદરા થી રજાઓ માં એ પોતાને ગામ ખેરી દસ મહિના પહેલા આવેલો , ત્યારે છેલ્લી વાર માં – બાપને મળેલો . એના બાપા ખીમજીલાલ ચાવડા ભુજ પાસેના એ ગામમાં દરજી નો ઘંઘો કરતા . છોકરાનું ભણતર સુધરે તે માટે તેમણે સમયને વડોદરા પોતાના ભાઈને ઘરે રાખેલો . શહેરની નિશાળ ની માસિક ફી ના 800/- રૂ . એ મોકલતા હતા. પણ અવારનવાર દીકરાને મળવા વડોદરા જવા જેટલું મોઘું ભાડું ખર્ચવાની એમની ત્રેવડ નહોતી . એટલે સમય પણ ત્રણ વર્ષમાં ફક્ત બે વાર સૌ ને મળવા ઘરે આવી શકતો . ઘરતીકંપ પછી બે દિવસે ગામના એક પાડોશી નો સંદેશો વડોદરા આવેલો કે સમયના માતા – પિતા તથા તેનો દસ વર્ષનો ભાઈ અમિત ખતમ થઈ ગયા છે. ત્રણેક વર્ષનો એકલો પાર્થ ઈજાઓ પામવા છતાં બચી ગયો છે. સમયના કાકા નારણભાઈ કહે છે કે , ‘ સંદેશો મળ્યો ત્યારથી એ છોકરો સુનમુન થઈને આકાશમાં તાકી રહ્યો છે ને રડતા પણ થાકતો નથી .’
ત્યારે દુર દુરના ખેરી આવેલા તેના ગામ માં તેનો નાનો પાર્થ વાચા ગુમાવી બેઠો છે.ઘરતીકંપ થયો ત્યારે એની માતા ગીતાબહેન લારીવાળા પાસે શાક લેવા ઘરની બહાર નીકળતા હતા – અને આંખના પલકારામાં મકાન જમીનદોસ્ત થયું તેને બચાવવા દોટ મુકનાર પતિ પણ દટાઈ ગયા સડકની સામી બાજુ ખીમજીલાલ ના બીજા એક ભાઈ ખેતરમાં કળશિયે જવા નીકળેલા હતા ઘણઘણાટી સાંભળી એમને લાગ્યું કે હમણાં નવી નખાયેલી બ્રોડગેજ લાઈનનું ઉદ્ઘઘાટન કરનારી પ્રથમ રેલગાડી આવી રહી હશે .પાછુ વળીને જોયું તો ધૂળ ના ગોટેગાટા ચડ્યા હતા , ને એમણે હળી કાઢી સિમેન્ટ ના બે મોટા સ્લેબ વચ્ચે પાર્થ ને ફસાયેલો જોયો તેમણે , એના પેટ પર મોટો ઘા પડ્યો હતો ને એ શ્વાસ લેવા ફાંફાં મારતો હતો. કાટમાળ હેઠળ થી એને જયારે કાઢી શકાયો ત્યારે ખ્યાલ આવ્યો કે તેનું બાકીનું કુંટુંબ ખત્મ થઈ ગયું છે.કાકા કહે છે, “ બસ , ત્યારથી પાર્થ બોલતો સમૂળગો બંધ થઈ ગયો છે .એ રડી પણ શકતો નથી.”
જિંદગી અને કુદરત કેવી છે પળમાં શું નું શું થઈ જાય છે.તેની કોઈને ખબર નથી રહેતી , ઈશ્વર પણ કેવો છે પુરા કુંટુંબ પરિવાર ને મારીને એક નાના બાળક ને જીવતો રાખી દે છે. શી આવી પરિક્ષા આ નાના બાળક ની કરવી જરૂરી છે. ?

“ રાધે રાધે ”
“ જય શ્રી કૃષ્ણ ”