લવ બાઇટ્સ - પ્રકરણ-28 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-28

લવ બાઇટ્સ
પ્રકરણ-28
સ્તુતિનો આજે અભ્યાસનો પ્રથમ દિવસ હતો. પાપા વામનરાવજીએ સમજાવેલુ એ પ્રમાણે એક ચિત્તે ધ્યાન કરવાનું ચાલુ કરી દીધુ હતું. બે ત્રણ કલાક, ગાળ્યા પછી સ્તુતિ પછી પરવારીને પાછી રૂમમાં આવી એણે નોંધ્યુ કે આજે ઘરમાં માં-પાપાનાં ચહેરા પર શાંતિ અને આનંદ જણાય છે કોઇ ઉપાધી ટળી ગઇ હોય એવો માહોલ હતો.
સ્તુતિ આવી એની પાછળ પાછળ વામનરાવ હાથમાં એક પુસ્તક લઇને આવ્યા. અને બોલ્યાં દીકરાં તને ઇશ્વરે ખૂબ સારાં વિચાર આપ્યો છે. મારી દ્રષ્ટિએ તારાં જીવનમાં એક સારો વળાંક આવ્યો છે જે તને જીવનભર આનંદ આપશે. બીજું કે આ પુસ્તક છે એમાં બધી જાતનાં મંત્ત્રો છે. તારો ધ્યાનમાં રહેવાનાં અભ્યાસ સાથે સાથે તું આમાં વાંચી મંત્રો કંઠસ્થ કરજે. ક્યાં ક્યારે ક્યો મંત્રનો ઉપયોગ કરવાનો તે સમજજે એમાં બધુજ ખૂબ ઝીણવટથી ઉલ્લેખ કરેલો છે તને સમજાઇ જશે. જ્યારે પણ મંત્રનો ઉપયોગ કરે ત્યારે એ મંત્રનો દેવ છે એમને નમસ્કાર કરવાનાં એમનું સ્મરણ કર્યા પછીજ મંત્રનો ઉપયોગ કરવાનો તોજ ફળદાયી નીવડશે.
અને બીજી ખાસ વાત સ્તુતિ આ ધ્યાનમાં અભ્યાસથી તારામાં એકાગ્રતા વધશે જ્ઞાન વધશે એનાંથી તારાં બીજા અભ્યાસ તું કામ કરે ભલે એ કોમ્યુટર હોય કે કંઇ પણ બધામાં ખૂબજ ફાયદો થયે તારું જીવન સુરમય થઇ જશે. તને સફળતા મળે એની કામના કરું છું અને આશીર્વાદ આપુ છું બપોરે આરામ કરી એમાં સાંજનો માટે સાંધ્ય પૂજા-શ્લોકો મંત્રો છે એ પવિત્ર આસને બેસીને કરજે આજે તને કોઇ ખલેલ નહીં પહોચાડે દીકરા કાલે સવારે મળી કહેજે તને કેવો અનુભવ થયો. એમ કહીને એ બહાર નીકળી ગયાં.
સ્તુતિએ પુસ્તક હાથમાં લીધું. અને એનું નામ વાંચી સનાતમ ધર્મ એનાં શ્લોક અને મંત્ર, પછી અનુક્રમણીત વાંચી એમાં વાંચીને આનંદ આર્શ્ચય થયું એમાં તો બધીજ જાતનાં મંત્રો હતાં. નવગ્રહ, વશીકરણ, કર્ણપીચાશીની, અઘોર મંત્રો, દેવોનાં મંત્રો સાક્ષાત્કારનાં મંત્રો, બધુ લીસ્ટ વાંચીને ખૂબ ખુશ થઇ ગઇ એક મનોમન નિર્ધાર કર્યો કે બધાનો અભ્યાસ કરીને પાપાએ કહ્યું છે એમ જ્ઞાન પચાવીશ.
સાંધ્ય પૂજા કરીને એ પછી પાછી ધ્યાનમાં બેઠી મનોમન સ્મરણ કરવા લાગી બે કલાક વીત્યાં હશે અને ત્યાંજ …
****************
સાંજે ઓફીસની પાછો આવેલો સ્તવન ખૂબજ ખુશ હતો. એને આશાનું સાંનિધ્ય મળી ગયું હતું કોઇ વડીલો હાજર નહોતાં ઓફીસથી આવીને એ ફ્રેશ થયો અને કપડાં બદલી રૂમની બહાર આવ્યો એ એકદમ ફ્રેશ રાજકુમાર જેવો લાગી રહેલો વળી આશાના સાંનિધ્યને કારણે ચહેરાં પર લાલી અને આનંદ આવી ગયો હતો.
જેવો બહાર આવ્યો અને આશા ગરમ ચા લઇને આવી એની અને સ્તવનની. સ્તવન ખૂશ થઇ ગયો વાહ અત્યારથીજ પ્રેક્ટિસ લેવા માંડી ? આશાએ શરમાતાં કહ્યું અરે ચાન્સ મળી ગયો મને તો મેં બનાવી. સ્તવને કહ્યું મીહીકા ક્યાં છે ? અને કાકી ?
ત્યાંજ લલિતાબહેન આવીને કહ્યું હું મીહીકાને લઇને બહાર જઊં છું થોડાં ફળફળાદી અને શાકભાજી વગેરે લઇને આવું છું અહીં આશા છે તારી કંપની માટે. સ્તવન શરમાઇ ગયો કંઇ બોલ્યો નહીં સાંજ પડે મીહીકા અને લલિતાબહેન બજાર જવા નીકળ્યાં નીકળતા પહેલાં મીહીકા સ્તવન અને આશા પાસે આવીને બોલી કેવો મસ્ત મીઠો સમય અને એકાંત આપ્યું બોલો. આ પણ મારોજ આઇડીયા હતો મેં જ કાકીને કહ્યું આપણે થઇને લઇ આવીએ.
આશાએ મીહીકાને વળગીને વ્હાલ કરતાં કહ્યું થેક્યુ અને મીહીકા હસતી હસતી લલિતાકાકી સાથે બજાર જવા નીકળી ગઈ.
જેવાં એ લોકો ગયાં આશા બોલી મારી નણંદ કેટલી સમજદાર છે એમ કહીને લૂચ્ચું હસી.
સ્તવને ચા પીને પછી કહ્યું વાહ આતો સોનેરી સમય છે આ ગુમાવે પાલવે એમ નથી એમ કહીને આશાને વળગી ગયો. આશા કહે એક મીનીટ ડોર ખૂલ્લો છે બંધ તો કરવા દો તમને તો ધીરજ જ નથી.
સ્તવને કહ્યું સામે મીઠોમધ માવો હોય તો કેમ રહેવાય ? હું તો મધમાખી બનીને ફૂલનો રસ ચૂસવા માંગુ છું ત્યાં આશા ડોર બંધ કરીને આવીને બોલી વાહ તમે તો કવિ બની ગયાં અને સ્તવને કહ્યું આ કવિની કલપ્ના અને કવિતા બધું તું જ છે એમ કહી આશાનાં રંતુલડા હોઠ પર ચુબન કરી લીધું. પછી બોલ્યો અહીં ડ્રોઇગરૂમમાં મનમાં ફડક રહેશે ચાલ અંદર જઇએ પ્લીઝ.
આશાએ કહ્યું હજી ઓળખ થયે બે દિવસ નથી થયાં અને તમે તો લૂંટવા લૂંટાવવાનુ ચાલુ કરી દીધું.
આશા આગળ કંઇ બોલે પહેલાંજ સ્તવન એને ઉંચકીને અંદર બેડરૂમમાં લઇ ગયો અને બેડ પર સૂવાડી દીધી. પછી કહ્યું એય આશુ મારામાં ધીરજજ નથી પણ રાખીશ ચિંતા ના કર તારી સાથે બધી બહુ વાતો કરવી છે.
આશાએ લુચ્ચાઇથી જવાબ આપતાં કહ્યું પણ મેં તમને ક્યાં ધીરજ રાખવા કીધું છે ? એમ કહીને હસી પડી સમય ઓછો છે એમ ધીમી ગતિનાં સમાચાર વાંચશુ તો એ લોકો પાછા આવી જશે.
સ્તવન એવું સાંભળીને ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો વાહ આતો રૂપાળું આમંત્રણજ છે હવે કેમ ધીરજ રહેશે ? એમ બોલીને આશાને વ્હાલથી વળગાવી દીધી અને એનાં આખાં ચહેરાને ચુંબનમાંથી નવરાવી દીધો. આશાએ તો સ્તવનનાં હોઠનેજ પકડી લીધાં બંનન્ને જણાં ક્યાંય સુધી એકબીજાને ચૂમતાં રહ્યાં.
આખો ચહેરો બંન્નેનો ભીનો થઇ ગયો. સ્તવને આશાનો ઉપવસ્ત્રને કાઢ્યા વિનાંજ મર્દન કરવા માંડ્યુ અને વ્હાલથી ચૂમીઓ ભરતો રહ્યો. બંન્ને જણાં એકબીજાને ખૂબ જોરથી વળગી રહેલાં એકબીજાને પગની આંટીઓ વાગી ગઇ હતી સ્તવન આશાને બધે ચૂમતો રહ્યો.
સ્તવન સમજીને આગળ ના વધ્યો ખૂબ કાબૂ કર્યો આશા પણ સમજી ગઇ હોય એમ બોલી મારાં રાજકુમાર હું બધું સમજુ છું પણ આ તમારી દાસી તમને સમર્પિત છે તમારામાંજ સમાયેલી અને ખોવાયેલી છે. તમે જેમ કરશો એવો પ્રેમ હું કરીશ બલકે એનાથી વધારે કરીશ. તમે મર્યાદા જાળવી રહ્યાં છો એમાંજ તમારું વ્યક્તિત્વ ખીલી ઉઠ્યું છે તમારાં પર મરું છું.. મારાં માટે વિવાહ લગ્નમાં બંધન અગત્યનાં છે પણ સમર્પિત થયાં પછી મને કોઇ મર્યાદા સીમા નથી નડતી કારણેકે મને તમારાં પર સંપૂર્ણ વિશ્વાસ છે એક સમય હું બાવરી થઇ કંઇ પણ કરી બેસીસ પણ તમે તો... આઇ લવ યું સ્તવન. તમારો આ સ્વભાવ સંસ્કાર મને વધુ પાગલ બનાવે છે. આઇ લવ યું. આઇ લવ યુ.
સ્તવને કહ્યું દરેક ક્રિયાનું મહત્વ છે સમય સાથે સંસ્કાર જોડાયાં છે જે મારું જ છે એને લૂંટવા મને કોણ રોકે છે ? પણ શિષ્ટાચાર દાખવવાથી પાછળથી મનમાં કોઈ પસ્તાવો કે અફસોસ નથી રહેતો બલ્કે રોબ વધે છે.
અને કહેવાય છે ને ધીરજનાં ફળ મીઠા એમ કહીને હસીપડે છે. આશાએ કહ્યું ઘણો સમય થયો છે ચાલો આપણે ડ્રોઇગરૂમમાં જઇને પત્તા રમીએ એ પણ એક સહવાસનો પ્રકાર છે.. અને કાકી મિહીકા પાછા આવે ત્યારે અજુગતુ નહીં લાગે... વળી હવે પછીનાં દિવસો રાત્રીઓ, પળ, પળ, હર ઘડી આપણીજ છે ને ? કોણ વચ્ચે આવવાનું છે ?
સત્વને કહ્યું સાચીવાત હવે તો હરઘડી પળ આપણીજ છે ભલે એ દિવસ હોય કે રાત્રી... ચાલ પતા રમીએ તારી વાત સાચી છે. બંન્ને જણાં દિવાનખંડમાં ગયાં ત્યાં આશાએ કબાટમાંથી પત્તાની કેટ કાઢીને બંન્ને જણાં રમવા બેઠાં. એકબાજી રમ્યાં હશે અને લલિતાબહેન અને મીહીકા પાછા આવી ગયાં.
આશાએ બેલ વાગે પહેલાંજ ડોર ખોલ્યો અને લલિતાબેન કહ્યું જલ્દી આવી ગયાં અને.... આશાએ કહ્યું કંઇ નહી અમે વાતો કરતાં રહ્યા અને પત્તાજ રમતાં રહ્યાં તમારીજ રાહ જોતા હતાં.
મીહીકાએ એવું સાંભળ્યું કે તમારીજ રાહ જોતાં હતાં એ હસી પડી અને પછી સ્તવન પાસે આવીને બોલી મારી ભાભી સાચું કહે છે ? સ્તવન હસી પડ્યો આશા અને મીહીકા એકીબીજા સામે જોઇને હસી પડી આશાની આંખમાં ઉભરાયેલો આનંદ જોઇ મીહીકા સમજી ગઇ.
****************
સાંધ્યપૂજા કરીને સ્તુતિ ધ્યાનમાં બેઠી અને વાંચેલાં મંત્રો અને શ્લોકોનું એકબીજા મનન કરવા માંડી. બે ત્રણ કલાક નીકળી ગયાં ત્યાંજ પાછો અગમ્ય એવો એહસાસ થવા માંડ્યો અત્યારે એને ભય નહોતો એને અંદરથીજ કોઇ ખેંચાણ અનુભવવું શરૃ થયું એને થયું એને કોઇની જરૂર છે કોઇ યાદ આવી રહ્યુ છે કોઇની પોકાર સંભળાય છે એણે મનને મજબૂત કરવા પ્રયત્ન કર્યુ છે. પછી એ ધીમે ધીમે એ અગમ્ય એહસાસમાં વિવશ થવા માંડી.
સ્તુતિની આંખમાંથી આંસુ સરવા માંડ્યાં એનાં હોઠ જાણે કોઇનું સ્મરણ કરવા માંડ્યા. એને ડરની જગ્યાએ પ્રેમ ઉભરાતો હતો વિરહની વેદના થઇ રહી હતી એનાંમાં કોઇ ઉત્તેજના વ્યાપી રહી હતી એ વધુને વધુ વિવશ થઇ રહી હતી એનો કાબૂ હાથથી છૂટી રહ્યો હતો અને.....
વધુ આવતા અંકે - પ્રકરણ -29