લવ બાઇટ્સ
પ્રકરણ-27
મયુર મીહીકાની એકબીજાની પસંદગી થવાની વાત આશાએ ઘરમાં જણાવી દીધી. બધાંને ખૂબ આનંદ થયો.
લલિતાબહેને કહ્યું આતો સોનામાં સુગંધ ભળી ગઇ અમને ખૂબજ આનંદ થયો છે. બંન્ને છોકરાઓનો સંબંધ હવે એક સાથે એકજ મૂહુર્તમાં કરી ભેળીનો.... ઇશ્વરે સારાં દિવસ બતાવ્યાં છે આપણે રંગેચંગે ઉજવીશું
ભંવરીદેવીના આંખમાં આનંદના આંસુ આવી ગયાં આશા કહ્યું સ્તવન અને મીહીકા બંન્નેના સગપણ નક્કી થયાં મારા મહાદેવનો માનું એટલો ઉપકાર ઓછો છે એમણે આંખ લૂછતાં કહ્યું મીહીકાની પણ ચિંતા મટી ગઇ સરસ સંબંધ મળ્યો છે એ પણ જાણકારમાં એની વધારે શાતા છે.
રાજમલભાઇએ માણેકસિહજીને કહ્યું હવે તમારે પૂજારીજી પાસે બંન્ને છોકરાઓ ની કુંડળી બતાવીને મૂહૂર્ત કઢાવવાનાં છે એક પંથ બે કાજ જેવું થયું એ પણ શુભકામ અંગે મારીતો એવી ઇચ્છા થઇ છે કે ભાભી અને મીહીકા ભલે અહીં રહે આપણે કાલે સાથેજ રાણકપુર જઇ આવીએ શું કહો છો ?
યુવરાજસિંહે કહ્યું વાંધો ના હોય તો એક સૂચન કરુ ! માણેકસિંહએ કહ્યું અરે બોલો બોલો વાંધો શું ? યુવરાજસિંહે કહ્યું હું પણ તમારી સાથે આવું આપણે ત્રણે જણાં સાથે જઇએ મારે પણ મહાદેવનાં દર્શન કરવાં છે. સાંભળ્યુ છે ખૂબ દૈવત છે.
ત્યાંજ લલિતા બહેને કહ્યું મારી વાત સાંભળો હું અહીં ઘરે છોકરાઓ સાથે રહીશ. તમે ભંવરીદેવી અને વીણાને પણ લઇ જાવ સારુ રહેશે. એ લોકો હશે તમને સગવડ રહેશે. વીણા પણ દર્શન કરશે અને ભંવરીદેવી ઘરે જશે તો પ્રસંગ માટે એમને કંઇ.. ત્યાંજ ભંવરીદેવીએ કહ્યું સાચી વાત છે છોકરાઓનો પ્રસંગ હોય અને હું પણ ઘરેથી જે લાવવુ છે શુકન માટેની સામગ્રી બધુજ લેતી આવીશ. વીણા બહેને લોકો એ બહાને મારું ઘર જોશે.
રાજમલભાઇ કહે આ સૌથી સારુ તો આપણે પાંચે જણાં મારી કારમાં કાલે રાણકપુર જવા નીકળી જઇશું. આ સારો નિર્ણય લેવાયો. પૂજારી સાથે વાત કરવામાં બધાં હાજર રહેશે તો એનાંથી રૂડું શું ? અહીં લલીતા છેજ છોકારઓ સાથે અને ફોનથી સંપર્કમાં રહીશુંજ બધાએ એક સાથે વાત વધાવી લીધી. બધાં છોકરાઓ પણ રાજી થઇ ગયાં.
*************
સ્તુતિ સવારે ઉઠી... ઉઠીને તરતજ એનાં રૂમની બારી ખોલી.. ખોલી તપાસી એની સ્ટોપર આંકડી બધુજ ઓકે છે... મેં બંધ કરેલી તો ખૂલી કેવી રીતે વિચારી રહી.. એનાં સુંદર ચહેરા પર ચિંતા અને નારાજગી હતી એને રાત્રે બની હતી આખી ઘટના યાદ આવી ગઇ.
સ્તુતિએ વિચાર્યુ હું હવે ડરીશ નહીં જે સામે આવે એનો સામનો કરીશ એ કોઇ પ્રેત કે જીવ કોઇ પણ હોય મારો પ્રોબ્લેમ મારેજ સોલ્વ કરવાનો છે. માં પાપાને જણાવીશ નહીં એ લોકોને દુઃખી નહીં જોઇ શકું આ વરસે કોલેજ પણ પુરી થઇ જવાની મારાં કોમ્યુટર કોર્સમાં આગળ ભણીશ અને સ્વાવલંબી બનીશ.
સ્તુતિએ થોડીવાર મન શાંત કર્યું. પાછું એનાં મનમાં જે અઘોરીજીએ કહ્યું હતું કે તારાંથી ગતજનમાં એવાં કર્મ થયાં છે કે તું બીજા જીવને પણ હેરાન કરી રહી છે એનો શું અર્થ ? મેં કોને હેરાન કર્યા છે ? પણ મન ક્યારેક મારાં પર હુમલો થાય એવાં અનુભવ અને ક્યારેક અગમ્ય કોઇનાં માટે ખેંચાણ અનુભવાય છે આ બધુ શું છે ? હું એ સમયે વિવશ થઊં છું કે ઉગ્ર ? એ ખેંચાણનો અનુભવ કંઇક અગમ્ય અને ના સમજાય એવો હોય છે... એ મનોમન મહાદેવને પ્રાર્થના કરી રહી "મહાદેવ મારાં પર કૃપા કરો મને સમજાવો આ પણ આંટીઘૂંટી માંથી મુક્ત કરો હું મારું જીવન ક્યારે જીવીશ ? ક્યાં સુધી મારાં જીવનમાં આવા તોફાનો આવ્યા કરશે ?
ત્યાંજ એનાં રૂમનું બારણું ખૂલ્યુ અને એનાં વિચારોમાં વિક્ષેપ પડ્યો. એનાં પાપા આવ્યા હતાં. વામનરાવજીએ આવીને સ્તુતિને પૂછ્યું" દીકરા કેવું છે તને ? રાત્રે કંઇ થયું નથી ને ? તું શેનાં વિચારોમાં છે ?
સ્તુતિએ કહ્યું "પાપા સરસ શાંતીથી રાત્રી ગઇ છે તમે હવે મારી ચિંતા છોડી દો હું હવે કોઇ પણ પરિસ્થિતિને પહોચી વળીશ અને મારી કેરીયર પણ બનાવીશ મારું જીવન સારુ જીવું એવું ઘડતર કરીશ. પણ પાપા એક જીજ્ઞાસા છે તમે તો અગોચર વિધાનાં અભ્યાસુ અને એમાં પારંગત છો. મને એક નાનકડી મદદ કરશો ?
વામનરાવે કહ્યું "બોલને દીકરા હું બધી જ મદદ માટે તૈયાર છું અને મને જાણીને આનંદ થયો કે તું હવે તૈયાર થઇ રહી છે. શું મદદ જોઇએ છે બોલ.
સ્તુતિએ કહ્યું પાપા આ પ્રેત, ભૂત, વળગાડ, અગમ્ય દુનિયા
જન્મોના ઋણ, અધુરીવાસનાં આ બધુ શું છે ? જે બીજા જન્મમાં પણ સાથ નથી છોડતા ? મળી અઘોરીજી એમનાં તપનાં બળે અને ત્રિકાળજ્ઞાનની આપણને મદદ કરે બધી વાત સાચી પણ મને એવું થાય કે મારાં જીવનમાં બનતી ઘટનાઓ એની ચૂપ એ આખરી આંટીઘૂંટી મારેજ ઉકેલની છે. મારો બ્રાહ્મણ ખોળીયામાં જન્મ થયો છે તો હું પણ એ જ્ઞાન મેળવીને એવી શક્તિ પ્રાપ્ત કરુ જેનાંથી મારાં પ્રશ્નોનો ઉકેલ તો લાવીશજ અને બીજાને પણ મદદરૂપ થઇ શકું.
સ્તુતિના પિતા વામનરાવ થોડીવાર સ્તુતિની સામે જોઇ રહ્યા પછી વ્હાલ અને વાત્સલ્યથી સ્તુતિના માથે હાથ ફેરવીને કહ્યું દીકરા હજી તારી ઊંમર આવુ બધુ સમજવા શીખવા અને પચાવવા માટે નાની છે તારું બ્રાહ્મણ ખોળીયું છે એ બધી વાત સાચી પરંતુ કોઇ પણ જ્ઞાન મેળવવા માટે પાત્રતા કેળવણી પડે કહુ અશક્ય નથી તું પણ કરી શકે શાસ્ત્રોનાં જ્ઞાન માટે સ્ત્રી કે પુરુષ નથી જોવાતું એની બસ પાત્રતા કેળવવી પડે.
સ્તુતિએ કહ્યું "પાપા તમે મારી ઊંમરની વાત કરો છો પણ મેં મારી અત્યાર સુધીની ઊંમરમાં શું જોયુ બધી પીડાઓજ ભોગવી અને તમને લોકોનૈ પણ પીડા અને ચિંતા આપી છે. તમે કહેશો એવી પાત્રતા કેળવીશ મારામાં ધૈર્ય, શક્તિ અને નવું જાણવાની જીજ્ઞાશા છે હું એનો અભ્યાસ કરીશ બધાંજ કડવા મીઠાં, ભયંકર કે કડવા અનુભવોમાંથી પસાર થઇશ. આમ પણ કેવા કેવા અનુભવ મને મળી રહ્યાં છે તમે તો જાણો જ છો. મારે તો મારાં પિતાજ ખૂબજ જ્ઞાની છે અને હું તમને જ મારાં ગુરુ બનાવીને શીખવા માંગુ છું પાપા મને જ્ઞાન હશે તો એવી બધી પરિસ્થિતિઓમાંથી હું ક્ષેમકુશળ બહાર નીકળી શકીશ અનન્યને પણ મદદ કરી શકીશ મને પૂરોજ વિશ્વાસ છે. અન્યની મદદ તો પછી છે પહેલાં હું મારી જાતને તો મદદ કરું પાપા હવે સમય પાક્યો છે હું પાત્રતા મેળવીને જ રહીશ.
વામનરાવે કહ્યું મારી દીકરી ખૂબ સમજુ થઇ ગઇ છે વાહ હું આજથીજ તને દોરવણી આપીશ શીખવીશ મારી પાસે જે અમૂલ્ય ગ્રંથો છે એ વાંચવા અભ્યાસ કરવા આપીશ. તને ખબર છે ? આ બધાં એક કારકીર્દી બની શકે છે પછી હસતાં હસતાં કહ્યું તને રસ પડે તો સારુજ છે આમ પણ તારાં પિતાની આજ કારકીર્દી છે
પાપાનો જવાબ સાંભળીને સ્તુતિ ખુશ થઇ ગઇ એણે
કહ્યું પાપા તો શુભસ્ય શીધ્રમ આજથીજ હું તમારી શિષ્યા તમે મારા ગુરુ બોલો શું આદેશ છે ?
વામનરાવે કહ્યું હું જે કહું એ ખૂબજ ધૈર્યા શુધ્ધ અને કાળી મહેનતથી કરજે સમજજે. તું પ્રયત્નનો બધાંજ વિચારોનો ત્યાગ કરી શાંત મને મનન અને ધ્યાન કર. આપણાં ઇષ્ટદેવનું સ્મરણ કરી એક ચિત્તે ધ્યાન ધરી અંતરઆત્માને જગાડ. યોગ અને ધ્યાનની જેટલી પ્રેક્ટીસ કરીશ અભ્યાસ કરીશ ખૂબ લાભ થશે.
ચિતને એકજ ધ્યાનમાં પરોવવાનું શીખીજા. ધ્યાનમાં ખૂબ શક્તિ છે. ગોચર-અગોચર બધી શક્તિઓ તારી પાસે આવશે તને આપોઆપ જ્ઞાન પ્રાપ્ત થશે અને વળી શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલ દ્રષ્ટાંતોનો અભ્યાસ કરીશ તો તને બધી ખબર પડવા માંડશે.
આજથીજ એનો અભ્યાસ ચાલુ કર એક ચિતે એકજ ધ્યાનમાં કેટલો સમય રહી શકે છે તે જો એકજ લક્ષ્યમાં ધ્યાન કેન્દ્રીત કરવાનું કોઇ વિચાર, ભય, ડર, ખુશાલી, શોક, ગુસ્સો કંઇ પણ ના આવવુ જોઇએ શાંત અને સ્થિતપ્રજ્ઞ મન તૈયાર કર પછી સફળતા તારાં કદમ ચૂમશે.
હાં એકવાતનું ધ્યાન રાખજે કે તારાં, મનનાં, નજર સામે કે સ્વપ્નમાં કંઇ પણ આવે એનાંથી ડરતી નહીં. ગમે તેવો ખરાબ અનુભવ થાય પણ તું તારાં આત્મબળને મજબૂત રાખજે પછી કેવી પણ શક્તિ સામે આવે તને કંઇ નહીં કરી શકે. આટલું ચાલુ કર બાકી તને આગળ શીખવતો જઇશ.
એમ સમજાવી ખુશ થતાં વામનરાવ રૂમમાંથી બહાર નીકળી ગયાં. એમનાં ગયાં પછી સ્તુતિ વિચારતી રહી પાપાએ કહેલી વાતો વાગોળતી રહી અને દઢ સંકલ્પ કર્યો કે હું એક રિતે ધ્યાન ધરીશ પછી મારાં મહાદેવ તો છેજ ને....
*************
બીજે દિવસે સવારે રાજમલભાઇ, માણેકસિંહ યુવરાજસિહ વીણાબેન અને ભંવરીદેવી રાણકપુર પણ નીકળી ગયાં લલિતાબહેન પાસે મીહીકા અને સ્તવન ત્થા સાથે આશા એમનાંજ ઘરે રહ્યાં. આશાને તો જાણે લોટરી લાગી હતી સ્તવન અને મીહીકાની કંપની મળી ગઇ સ્તવને કહ્યું આજે તો મારે ઓફીસ જવું પડશે સાંજે પાછો આવું ત્યાં સુધી તમે સખીઓ જલસા કરજો.
વધુ આવતા અંકે - પ્રકરણ -28