લવ બાઇટ્સ
પ્રકરણ-26
સ્તુતિ એક ભયાનક અનુભવમાંથી પસાર થઇ ગઇ એને જે ઓળો દેખાયો હતો એની માત્ર આંખોજ દેખાઈ હતી આખો એનાં શરીર પર વજન લાગેલું પણ ક્યાંય શરીર જોવા ના મળ્યું એ ખૂબ ગભરાઇ ગઇ હતી એની ડોકનાં જખમ જાણે પાછાં તાજા થઇ ગયાં. એનાં મોઢે બોલાયેલાં શબ્દો યાદ કરવા પ્રયત્ન કરવા લાગી પણ યાદ ન્હોતાં આવી રહ્યાં. હજી રાત્રીનો 12.00 વાગ્યાં હતાં ઊંઘ વેરાન થઇ હતી મનોમન નક્કી કરેલું કે જે હોય એ શક્તિ પોતે સામનો કરશે ગભરાશે નહીં બૂમો નહીં પાડે માં પાપાને પણ કંઇ નહીં જણાવે. એ આખી રાત ખૂલ્લી આંખે પડી રહી એને થયું હજી રાત્રી આખી બાકી છે જો એ ફરીથી ઓળો આવ્યો તો સામનો કરશે... એ મનોમન એનું મનોબળ મજબૂત કરી રહી હતી.
એણે એની ડોકનાં જખમ પર હાથ ફેરવ્યો લ્હાય લ્હાય બળી ઉઠી એનાં મોઢેથી સીસકારો નીકળી ગયો. આ બધું મારી સાથે કેમ થાય છે ? આ રહસ્ય હું ઉકેલીનેજ રહીશ એણે પથારીમય બેઠી થઇને જે ઓળો આવેલો એનું જાણે આહવાન કરવા માંડી ક્યાંય સુધી એણે બોલાવ્યો કંઇ પ્રતિક્રિયા ના થઇ. એણે થાકીને સૂવાનો પ્રયત્ન કર્યો. મહાદેવનું પણ સ્મરણ કરી રહી હતી અને ત્યાંજ એનાં રૂમની બારીમાં અવાજ આવ્યો એનાં શટર ખોલ બંધ થવા લાગ્યાં. એ સફાળી બેઠી થઇ ગઇ પવન એટલો જોરથી ફૂકાતો હતો કે એનાં બેડની ચાદર એનાં કપડાં ઉડવા લાગ્યાં હતાં. એણે મન મજબૂત કરીને કહ્યું કોણ છો તમે ? શા માટે મારી સામે નથી આવતાં ? મારી સાથે શું સંબંધ છે ? શા માટે મને વિતાડો છો ? શક્તિ હોય તો સામે આવો આમ મને ડરાવવાનો પ્રયત્ન ના કરો. હું ડરવાની નથી... તાકાત કરીને સામે આવો. મારાં ગળાનાં ઘા સાથે તમારે શું નિસબત છે મને શા માટે પીડા આપો છો ? મારો મહાદેવ હાજરા હજૂર છે આવો મારો સામનો કરો આમ ડરપોકની જેમ વર્તન ના કરો....
ત્યાં સામેથી હસવાનો અવાજ આવ્યો એણે જોયું કે એક ઓળો હવામાં ઉડતો હોયએમ એની નજીક આવ્યો એની પીળી આંખો અને લાલ કીકી વાળો ધૂંધળો ચહેરો સામે આવ્યો અને બોલ્યો મારી વાસના અધૂરી છે તેં મને દગો દીધો હતો જ્યાં સુધી મારી વાસના નહીં સતોષાય હું આવતો રહીશ તારી પાસે તું મને ભૂલી છે તને કંઇ યાદ નથી તે મને દગો કરીને પેલાં સાથે રંગરેલીયા મનાવેલાં મારામાં ઇર્ષ્યાની આગ ભડભડ સળગે છે એનેય હું શાંતિથી જીવવા નથી દેતો નથી તને કદી જીવવા દીધી નહીં જીવવા દઊં મારી આ પ્રેતયોનીમાં પણ મારામાં બદલો લેવાની તાકાત છે.
સ્તુતિએ કહ્યું ઓ નરાધમ મને કંઇ યાદ નથી મેં કોઇને દગો નથી દીધો. પીડાઇ તો હું છું હજી પીડાઇ રહી છું. ખૂલાસાથી વાત કર મને શા માટે પજવે છે ? તું ગમે તે યોનીમાં હોય એનાંથી મને શું ફરક પડે છે ? તું શું સમજે છે ? તારી શક્તિથી તું મને પજવતો રહીશ ? હું પણ સ્ત્રી છું અને શક્તિનાં સ્વરૂપમાં આવી જઇશ તું ક્યાંયનો નહીં રહે...
સ્તુતિની વાતો સાંભલી પેલાને વધારે ગુસ્સો આવ્યો એણે રૂમમાં આમતેમ ફરવાનું ચાલુ કર્યું બધાં બારી બારણાં પછાડવા માંડ્યાં સ્તુતિની ચાદર કપડાં ઉડી રહેલાં ભયાનક દક્ષ્ય રચાઇ ગયું સ્તુતિ રણચંડીની જેમ ઉભી થઇ ગઇ એણે સામે હાથ વીંઝવા માંડ્યા એ જાણે મહાકાળીનું સ્વરૂપ લીધું હોય એમ પેલાને પડકારવા માંડી એની સામે આવેલું પ્રેત પાછું એની છાતીએ વળગી ગયું અને સ્તુતિ ચીસ પાડી ઉઠી પેલાએ ફરીથી એની ડોકમાં એનો હોઠ મૂકીને ઘા સૂસવા ચાલુ કર્યાં.
સ્તુતિએ મહાદેવનું નામ લઇને છોડાવવા પ્રયત્ન કર્યો એ એનાં હાથ વીઝીને પેલાથી છૂટકારો લેવા પ્રયત્ન કરવા લાગી પણ એનાં હાથમાં કંઇ આવ્યું નહીં એ વિવશ થઇને પડી રહી ક્યાંય સુધી એ એમજ પડી રહી વિવશ આંખો ઉભરાઇ ગઇ અને થોડીવારમાં તોફાન શાંત થયું પ્રેત રૂમ છોડીને જતું રહ્યું પાછળનાં રાત્રીનાં પ્રહર સ્તુતિ રડતી રડતી સૂતી રહી અને ક્યારે આંખ મળી ગઇ એને ખબર ના પડી.
*************
સ્તવન સ્તુતિ અને મીહીકા ઘરે પહોચ્યાં ત્યાં જઇને જોયુ તો બંન્ને જણાં આશ્ચર્યમાં પડી ગયાં મીહીકા પણ શરમાઇને એમનાં રૂમમાં જતી રહી. આશાએ એકદમજ કીધું અરે મયુર તું ? અને પછી ફોઇ ફુવાને પગે લાગી અને બોલી આતો શરમાઇ ગઇ. ત્યાં યુવરાજસિંહે કહ્યું બેટા આવી ગયાં. અમે તારી સાથે સાથેજ મયુર મીહીકાનું પણ સગપણ નક્કી કરવાનું ઠરાવ્યું છે. આમ પણ મીહીકા માટે છોકરો શોધતાંજ હતાં. અમે અહીં ઘરેથી આવ્યાં પછી બધી વાતો નીકળી તો રાજમલ માસાએ કહ્યું સોનામાં સુગંધ ભેળવી દો એક સાથે બંન્ને સગપણ નક્કી કરી લઇએ. પણ.. પહેલાં છોકરા છોકરીની મુલાકાતજ કરાવી લઇએ ? શું કહો છો ? માણેકસિંહજી ?
ભંવરીદેવીએ કહ્યું અમારાં અહોભાગ્ય છે કે સ્તવનની સાથે સાથે મીહીકાનું પણ સગપણ ગોઠવાઇ જાય તો સારુ છે ત્યાં વીણાબહેને કહ્યું બેટા મયુર તું આશા અને સ્તવન સાથે જા અને મીહીકા સાથે વાત કરી લે તમે બંન્ને એકબીજાને જોઇ લો મળી લો પછી તમને ગમે પસંદ પડે તો આગળ વાત કરીશું.
યુવરાજસિંહનાં બહેને કહ્યું તમે મને ફોન કર્યો અને ત્યારે ખબરજ નહોતી કે મારાં મયુર માટે તમે અહીં બોલાવો છો અમે તો અહીં આવીને જાણે સાકર પામી ગયાં. કંઇ નહીં પહેલાં છોકરાઓને મળી લેવા દો પછી આગળ વાત.
લલિતાબહેને કહ્યું આજે દિવસ સાચેજ મંગળ મંગળ છે મારુ ઘર પણ પાવન થઇ ગયું અને મયુર ઉભો થઇને આશા અને સ્તવન સાથે અંદરનાં રૂમ તરફ ગયો.
અંદર રૂમમાં જતાંજ આશા બોલી "એય મયુર તું તો ફાવી ગયો મારી સખી મહીકાતો ખૂબ સુંદર છે તું મારો ભાઇ છે પણ મારી સખી.. એ આગળ બોલે પહેલાંજ સ્તવનને કહ્યું પહેલાં અમારી ઓળખાણ તો કરાવ....
આશાએ કહ્યું સોરી સોરી... પછી મયુરને કહ્યું આ મારાં સત્વન અને આ મીહીકાબેન એમની નાની વ્હાલી બેહનાં. પછી સત્વન એ મયુર સાથે હાથ મિલાવ્યા અને કહ્યું હું સ્તવન તમને મળીને ખૂબ આનંદ થયો. આશાને મળ્યા અને મેળવ્યા પછી તમારાં માટે વિશ્વાસજ છે તમે લોકો વાત કરો અમે આવીએ હમણાં એમ કહીને બંન્ને જણાં બાલ્કનીમાં જતાં રહ્યાં.
મીહીકા શરમાતી સંકોચથી ઉભી રહેલી એ મયુર તરફ જોઈને કહ્યું આશાભાભી એ રસ્તામાં તમારી વાત કરી હતી. મારું કોલેજનું છેલ્લું વર્ષ છે પછી બધા કહે એમ કહીશ. મયુરે ચુમ્મી તોડી અને બોલ્યો હું ગ્રેજ્યુએટ થઇ ગયો છું પણ આગળ માસ્ટર કરવા વિચારું છું પાપાને લાટી છે એ પણ સંભાળું છું આશાનાં સંબંધની વાત સાંભળી હતી. જીજાજી ખૂબજ ભણેલાં અને અત્યારથીજ ખૂબ સફળ કારકીર્દી છે વગેરે સાંભળેલું તમારાં કામ સફળતાની રજે રજ માહીતી છે પણ તમારાં વિશે નહોતો જાણતો.
મીહીકાએ કહ્યું કંઇ નહીં હવે જાણીલો પૂછો તમારે જે પૂછ્યુ હોય એ.. મયુરે કહ્યું "કંઇ નહીં તમે ખૂબ સુંદર છો એટલે ના પસંદગીની કોઇ વાત નથી વડીલો ઇચ્છે તો હું સંબંધ માટે તૈયાર છું.
મીહીકાએ કહ્યું કેમ કંઇ પૂછ્યું નથી ? એકદમજ તૈયાર થઇ ગયાં ? એમ કહીને હસવા માંડી... પછી બોલી અમે તો રાણકપુર જેવાં નાનાં સેન્ટરમાં રહીએ છીએ તમારુ તો જયપુર ખૂબ મોટું શહેર છે પણ પાપાએ ઉછેર એવો કર્યો છે કે બધીજ વાતોથી માહીત્ગાર છું ભાઇ મને ખૂબ શીખવે અને કાળજી લે છે.
મયુરે કહ્યું એતો દેખાયજ છે. તમને હું પસંદ છું ? મીહીકા થોડી શરમાઇ પછી બોલી આશાભાભી એ ખૂબ વખાણ કર્યા છે એટલે એવાંજ હશો. એટલે કે એવાંજ છો મને પસંદ છો. પાપા અને ભાઇ જે કહેશે એમ કરીશ...
સ્તવન અને આશા પાછા રૂમમાં આવી ગયાં. વાહ મીયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી. અભિનંદન સ્તવને મયુર સાથે હાથ મિલાવતાં કહ્યું " કોન્ગ્રેટ્સ મયુર તમે મારાં નાના ભાઇ જેવા છો. મારી બહેન થોડી તોફાની પણ ખૂબ સમજુ છે. મયુર મીહીકાને જોઇ રહ્યો.
વધુ આવતા અંકે - પ્રકરણ -27