યશ્વી... - 25 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યશ્વી... - 25

(યશ્વીએ લખેલું નાટક સરસ રીતે રજુ થયું અને નાટકે સ્ટેટ લેવલ પર થર્ડ રેન્ક મેળવ્યો. સોનલ, સાન્વી, નિશા, અશ્વિન, ભાવેશ અને દેવમે યશ્વીને 'સોહમ ક્રિએશન' ને જોઈન્ટ કરવા સમજાવી રહ્યા હતા. હવે આગળ...)

સોનલ, નિશા, સાન્વી, અશ્વિન અને ભાવેશ યશ્વીને સમજાવી રહ્યા હતા, પણ યશ્વી તો આંખો બંધ કરીને બેઠી હતી. એની આંખોમાં થી આસું આવી રહ્યા હતા. બધાં ગભરાઈગયા.

સાન્વીએ યશ્વીને હલાવી અને હાથ પકડીને પૂછયું કે, "શું થયું ? કેમ તારી આંખમાં આસું? આ તો અમે એટલા માટે કહીએ છીએ કે...."

યશ્વીએ સાન્વીને બોલતી રોકી અને કહ્યું કે, "થેન્ક યુ, તમે બધા મારી આટલી કેર કરો છો."

સોનલ તેને ગળે લાગી ગઈ અને આંખમાં આંખ નાખીને બોલી કે, "તો પ્લીઝ, યશ્વી 'સોહમ ક્રિએ ધશન' જોઈન્ટ કરી લે."

યશ્વીએ આંખોથી હા પાડી, તો બધાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.

અશ્વિનના કહ્યા પ્રમાણે 'સોહમ ક્રિએશન હવે થિયેટરમાં નાટક પ્રોડયુસ કરશે' એ માટે ફાયનાન્સર શોધવાનું નક્કી કર્યું.

બાકી બધા તો માની ગયા પણ યશ્વી વિરોધ કર્યો કે, "આ કંઈ નાનું એવું કામ નથી. એ માટે ઘણી બધી તૈયારી જોઈએ. એમ વગર પ્લાનિંગે કોઈ કામ ના થાય."

તો અશ્વિને સમજાવટ સૂરમાં કહ્યું કે, "તું સાચી છે યશ્વી, પણ કયાં સુધી આ ઈવેન્ટ મેનેજ કરીશું. હવે તો આપણે આગળ વધીને આપણા સપનાં અને 'સોહમ ક્રિએશન' ખોલવાનો મુખ્ય હેતુ પર ધ્યાન આપવું જોઈએ. બસ યશ્વી તું નાટક માટેનો સબ્જેક્ટ શોધ અને સ્ક્રિપ્ટ લખી કાઢ. સોનલ અને સાન્વી તમે કેરેક્ટર માટે સરસ એક્ટિંગ કરતાં લોકોનું સિલેક્શન કરો. હું અને ભાવેશ ફાયનાન્સર શોધીએ."

બધાએ હા પાડી અને પોતપોતાના કામે વળગ્યાં.

સૌથી અઘરું કામ ફાયનાન્સર અને નાટક માટે સબ્જેક્ટ શોધવાનું હતું. એમાં યશ્વી અને અશ્વિન કામે લાગી ગયાં. યશ્વી ઘણું સર્ચ કરતી હતી, મગજ કસવા છતાં જોઈએ એવો સબ્જેક્ટ મળી નહોતો રહ્યો, તો સ્ક્રિપ્ટ કેવી રીતે લખાય.

બધાં ભેગા થયા અને સોહમ ક્રિએશન ની ઓફિસે બેઠા હતા. ત્યાં સોનલ બોલી કે, "અમારું કામ થઈ ગયું છે, અમે સરસ રીતે કેરેક્ટરમાં ઓતપ્રોત થઈ જાય એવા અને એક્ટિંગ કરી શકે તેવા લોકોની ટીમ બનાવી લીધી છે. તમે એકવાર એમને મળી લો અને પર્ફોમ કરાવી ને જોઈ લો."

અશ્વિને કહ્યું કે, "સરસ, ચાલો એક કામ તો પાર પડયું અને સ્ક્રીપ્ટ નું શું થયું?"

સાન્વી બોલી કે, "યશ્વી જોડે આજે વાત થઈ હતી કે તેને હજી કોઈ સબ્જેક્ટ જ નથી મળી રહ્યો. એના વગર સ્ક્રીપ્ટ લખે જ કેવી રીતે...."

અશ્વિને કહ્યું કે, "હા, એ વાત પણ છે. ફાયનાન્સર પણ નથી મળી રહ્યા એટલે મને એમ કે કદાચ સ્ક્રીપ્ટ તૈયાર હોય તો ફાયનાન્સર સામે રજૂ કરીએ તો ફાયનાન્સ મળી જાય. આગળ શું કરી શકીએ તે જોઈએ?"

"ફાયનાન્સર પણ મળી ગયા છે." અવાજ સાંભળીને બધા તે બાજુ જોયું તો દેવમ અને રજત ઊભા હતા.

દેવમે કહ્યું કે, "હા, અશ્વિન અમે ફાયનાન્સ કરવા તૈયાર છીએ. તમારે હવે ફાયનાન્સર શોધવો નહીં પડે."

સાન્વી ખુશ થઈ ગઈ અને બોલી પડી કે, "તમે???"

રજતે કહ્યું કે, "હા, તમારે શરૂઆત કરવા માટે જ નાટકનો ફાયનાન્સર જોઈએ છે. એ માટે દેવમ અને હું તૈયાર છીએ, અને સ્પોન્સર શોધી શું તો તમારો પ્રોબ્લેમ દૂર?"

દેવમે ટીખળ કરતાં કહ્યું કે, "ફાયનાન્સર તો તૈયાર છે પણ સ્ક્રીપ્ટ નું શું થયું? ફાયનાન્સર ને ઈમ્પ્રેસ કરવા આઈડિયા પ્રેઝન્ટ તો કરવો પડે ને?"

બધા એકબીજાને સામે જોવા લાગ્યા અને અશ્વિન કંઈ કહે તે પહેલાં જ યશ્વી આવી અને બોલી કે, "હા, નાટકનો સબ્જેક્ટ મળી ગયો છે અને નાટકનું નામ છે "વાન્ઢા મંડળ"
સ્ક્રીપ્ટ રેડી કરવાની બાકી છે. પણ મનમાં કેવી રીતે તૈયાર કરવી એ નક્કી છે."

આટલું કહીને યશ્વીએ સ્ક્રીપ્ટ નો કોન્સેપ્ટ બધાને સંભાળવ્યો.

રજતે તે સાંભળીને કહ્યું કે, "સબ્જેક્ટ એકદમ સુંદર છે, તો પછી વાર શું કામ કરવી, સ્ક્રીપ્ટ લખી કાઢો અને પ્રેક્ટીસ ચાલુ કરી દો."

યશ્વીએ કહ્યું કે, "હા, કેમ નહીં. ફકત મારે થોડું સર્ચ કરવું પડશે અને પછી સ્ક્રીપ્ટ લખી દઉં."

સાન્વી આશ્ચર્યથી બોલી કે, "સવારે વાત થઈ હતી ત્યારે તું કહેતી હતી કે સબ્જેક્ટ નથી મળતો, અચાનક કેવી રીતે મળી ગયો?"

યશ્વીએ જવાબ આપતાં કહ્યું કે, "આજે, ઓફિસ આવા નીકળી તો અચાનક મારું એકટીવા બંધ પડી ગયું હતું. એટલે અહીં આવવા માટે બસ પકડી. તો મારી આગળની સીટ પર બે ઊંમરવાળા પણ કુંવારા પુરુષો બેઠેલા હતા, અને એ વાતો કરતા હતા કે 'કેટલી તકલીફો છે, ઘરમાં પણ કામ કરવું પડે અને ઓફિસ વર્ક તો પાછું ખરું જ.

આપણા દેશનો પ્રધાનમંત્રી જ વાન્ઢો છે. એને તો બધા કુંવારાઓ માટે કોઈ કાયદો પસાર કરવો જોઈએ.' એ વાત પરથી જ મને નાટકનો કોન્સેપ્ટ મળી ગયો. 'વાન્ઢા મંડળ ' નાટકનું નામ રાખી લીધું."

"ઓકે, તો પછી જલદી સ્ક્રીપ્ટ લખી નાખ." યશ્વીને એવું કહીને બધાં છૂટા પડયાં.

યશ્વી પણ થોડા દિવસ સુધી કંઈને કંઈ ગૂગલ પર સર્ચ કરતી, ઓળખીતા કે દેવમના મિત્રો જે કુંવારા હતા એમને અમુક વાતો પૂછીને એક નોટસ બનાવી.

એણે સોનલ અને નિશાને પણ આ બાબતે નોટસ બનાવવાનું કહ્યું. સોનલ અને નિશાની લખેલી નોટસ પરથી કોમન અને ઈમ્પોર્ટન્ટ પોઈંટ જુદાં પાડયાં. પછી યશ્વીએ નાટકની સ્ક્રીપ્ટ લખવાની શરૂ કરી.

' વાન્ઢા મંડળ
(સ્ટેજ પર વચ્ચોવચ એક પુરુષ ગાદી-તકિયા ગોઠવી રહ્યો છે. એક બાજુ બે પુરુષો વાતો કરી રહ્યા હતા. બીજી બાજુ એક પુરુષ સફાઈ કરી રહ્યો હતો. રેડિયો પર ગીત વાગતું હતું કે
" એક પાટણ દેશનો પાકો જુવાનીયો,
રંગ જાણે એનો લાલ ફાગણીયો........."
તો તે નાચવા લાગ્યો. એવામાં ચાર-પાંચ માણસો ઓડિયન્સ માંથી આવે છે. એકે નેતા જેવા વેશ ધારણ કરેલો હોય છે. બીજા 'વાન્ઢા મંડળ જિંદાબાદ... વાન્ઢા મંડળ જિંદાબાદ.... શામજીભાઈ અમર રહો...સ્ટેજ પર રહેલા પુરુષો પણ નારા લગાવવા લાગ્યા. સ્ટેજ પર જઈને નેતા ગાદી-તકિયા પર બેસીને આડા પડે છે.)

એક: "ઘણી ખમ્મા... ઘણી ખમ્મા.... શામજીભાઈ ને"

બીજો: "શામજીભાઈ ડાયરો ચાલુ કરીએ."

શામજીભાઈ: "હા, ચાલુ કરો આપણો દરબાર."

(એક પુરુષ લટકા મટકા કરતો આવે છે. અને લહેકો કરતો બોલે છે.)

ત્રીજો: "શામજીભાઈ.... શામજીભાઈ... માફ કરો."

શામજીભાઈ: "અલ્યા કેમ રાડો પાડે છે. કયાં ગયો હતો તો કે તે દરબાર આવવામાં મોડું થયું?"

ત્રીજો: "શામજીભાઈ... એમાં એવું છે ને કે હું છોકરી જોવા ગયો હતો."

બીજો(ઉડાવતાં): "હા પાડી કે નહીં, લગ્ન નક્કી થઈ જશે એટલે વાન્ઢા મંડળમાં થી એક સભ્ય ઓછું."

પહેલો: "હા, ભાઈ... વાજા વગાડવો રે, નયનભાઈને હાથ મીઢળ બંધાવો રે..."

ત્રીજો(ગુસ્સેથી): "ના પાડી દીધી, મને કહે છે કે તમારો કલર જોયો છે. તમને તો નથી બરાબર ચાલતા પણ આવડતું નથી."

શામજીભાઈ: "અલ્યા, સારા દેખાવ માટે ક્રીમ લગાડવી જોઈએ ને તારે.. અને જો ચાલતા શીખ. તારે આ રીતે ચાલવું જોઈએ ને. મગન.. ઓ...મગન જરા ચાલીને બતાવ તો."

(મગન લટક મટક ચાલે છે. બધાં હસવા લાગે છે.)

શામજીભાઈ(હસતાં- હસતાં): "બસ..બસ.. મગન હવે વધારે ના ચાલ. આવડી ગયું એને."

ચોથો: "શામજીભાઈ.. તમારો ઈન્ટરવ્યૂ લેવા એક પત્રકાર આવ્યો છે. '

યશ્વી આગળ સ્ક્રીપ્ટ કેવી રીતે વધારવી તે વિચારતા ઊભી રહે છે. કશું સુજી નહોતું રહું એટલે તે તેની જુની આદત પ્રમાણે પેનને આંગળીઓ માં ગોળ ગોળ ફેરવી રહી હતી.

(યશ્વી આગળ કેવી રીતે સ્ક્રીપ્ટ લખશે? એમાં શું નવું લાવશે? નાટક માટે સ્પોન્સર મળશે કે નહીં?
જાણવામાટે જુઓ આગળનો ભાગ...)