(યશ્વી દેવમનો સપોર્ટ અને પરીની પ્રેરણાથી એક સુંદર નાટક 'એક વરદાન આપી દે!' લખી નાખે છે. એ નાટક સ્કુલમાં રજુ થાય છે. હવે આગળ...)
નાટક પુર્ણ થતાં દરેકની એક આંખમાં વડીલો ની તકલીફ માટે આસું અને સહાનુભૂતિ હતી અને એક આંખમાં વડીલના દીકરા-વહુ માટે ગુસ્સો હતો.
પ્રોગ્રામ પત્યા પછી ઘણા બધા લોકો યશ્વીને ઘેરી વળ્યાં અને અભિનંદન આપવા લાગ્યા.
એકે તો કહ્યુ કે, "બહુ જ સરસ નાટક લખ્યું છે. તમે આટલું ડીપ કેવી રીતે વિચારી શકો છો, નાટકની થીમ કંઈક હટકે હતી."
જયારે બીજો બોલ્યો કે, "હા. તમે તો રોવડાવી દીધો મને. અદ્ભુત... વાહ..."
એક ઘરડાં વડીલ એ કહ્યું કે, "અરે સરસ બેટા, મને આ નાટક જોઈને તો એવું લાગ્યું કે જાણે આ બધું જ આપણા પર જ બધું વીતે છે."
યશ્વી બધાને નાની શી સ્માઈલ સાથે થેન્ક યુ કહી રહી હતી.
એવામાં એક ટીચર મળવા આવ્યા અને કહ્યું કે, "યશ્વી મેમ ખૂબજ સરસ નાટક હતું. જયારે વાચ્યું હતું ત્યારે એવું નહોતું લાગતું કે હાર્દ આટલું ઊંડું છે. સ્ટેટ લેવલ કોમ્પીટીશન માં લઈ જવાય એવું નાટક છે, ક્રોન્ગ્રેચ્યુલેશન. તમારે તો નાટક લખવા જોઈએ. તમે નાટકની સરસ માવજત કરી જાણો છો, કેરેક્ટર સાથે પણ સરસ રીતે પ્રેઝન્ટ કરાવી શકો છો. તમે નાટકો કેમ નથી લખતાં."
યશ્વીએ જવાબ આપતાં કહ્યું કે, "ના..ના.. નાટક તો બસ આ પરી માટે જ લખી નાખ્યું. હું તો વાર્તાઓ લખીને મારા વેબસાઈટ પર લખીને મૂકું છું. એફબી પર મારી વાર્તાઓની વેબસાઈટ છે. બાકી મારાથી નાટકની થીમ શોધવી જ પોસીબલ નથી. એ વગર લખવું મુશ્કેલ છે. આ થીમ તો પરીની હતી. મેં તો ફકત મઠારીને જ લખ્યું છે."
ટીચરે કહ્યું કે, "અરે.. તમે તો નાટક લખતા હતા ને પહેલા, હવે કેમ આવું કહો છો."
યશ્વી સકપકાઈ ગઈ કે જવાબ શું આપે ટીચરને ત્યાં જ એક જણ આવીને બોલી કે, "હા, નાટક સરસ હતું. પણ પોતાના સપનાં જે ભૂલી ગયા હોય તેના માટે થીમ કે સબ્જેક્ટ શોધવો ઘણો મુશ્કેલ હોય છે, મેમ." આટલું બોલીને તે ઝડપથી જતી રહી.
યશ્વી તેને જોઈને ઢીલી પડી ગઈ પણ પોતાની જાતને સંભાળીને ટીચર સામે હસીને વિદાય લીધી.
દેવમે આ બધું જોઈ રહ્યો હતો, પણ એણે બોલનાર વ્યક્તિ જોઈ નહોતી એટલે ગાડીમાં. દેવમે યશ્વીને પૂછ્યું કે, "તે કોણ હતું?"
યશ્વી રડતાં બોલી કે, "સોનલ...."
અહીં સોનલ પણ રડી રહી હતી. એમાં બન્યું એવું કે, 'સાન્વીની છોકરી પરી જોડે જ સોનલ ની છોકરી અને નિશાનો છોકરો પણ અહીં જ ભણતા હતા. એ પણ સ્કુલના ફંકશન જોવા આવ્યા હતા. તેઓ કયાર ના નાટક જોઈને દુવિધા માં હતા કે આટલું સરસ નાટક લખનાર કોણ છે? જેને લખ્યું હોય તે, એને આપણે 'સોહમ ક્રિએશન' માટે હાયર કરી લઈએ.
પણ નાટક તો યશ્વીએ લખ્યું છે એ ખબર પડયા પછી બંને દુઃખી થયા અને નવાઈ પણ લાગી. બધાં વચ્ચે તો કંઈ જ બોલી શકાય તો એવું નહોતું એટલે તેને મળ્યા જ નહીં. પણ નાટકની અને યશ્વીની પ્રશંસા સાંભળીને તેઓ ગુસ્સે થઈ ગયા. આખરે, સોનલ થી રહેવાયું નહીં એટલે આવું બોલીને ચાલતી થઈ ગઈ.
પરી માટે લખેલું નાટક ટાઉન, ડ્રીસ્ટ્રીકટ લેવલે ફર્સ્ટ રેન્ક લાવ્યું. સ્ટેટ લેવલે પરીના ગ્રુપ જોડે યશ્વી પણ ગઈ. ત્યાં તે નાટકનો થર્ડ રેન્ક આવ્યો. ગઈકાલે જ પ્રાઈઝ લઈને આવ્યા હતા.
આજે પરીના ગ્રુપને પ્રોત્સાહન પ્રાઈઝ આપી જ, સાથે સાથે યશ્વીને પણ બોલાવીને ગીફટ આપી હતી.
યશ્વી તો એ વાત થી જ વધારે ખુશ હતી કે મારા લખેલા નાટકથી પરીને ટ્રોફી મળી.
અને એ જ ખુશી આજે તેના મુખ પર છલકી રહી હતી. યશ્વીને બહુ દિવસે આવી ખુશ જોઈને દેવમ પણ ખુશીથી ગીત ગણગણી રહ્યો હતો.
બહુ દિવસે બંનેને ખુશ જોઈને તેમને એકાંત આપવા માટે સુજાતાબહેન અને જનકભાઈ એકબીજાને આંખોમાં ઈશારો કર્યો અને કહ્યું કે, "દેવમ અમે મંદિરે જઈએ છીએ અને ત્યાંથી તે સાન્વીના સાસુ-સસરાને મળવા જવાના છીએ. અને અમારું જમવાનું ના બનાવતી, અમે સાન્વીના ઘરે જમીને આવવાના છીએ."
એમ કહીને તેઓ મંદિરે જવા નીકળ્યા.
દેવમે ઘરમાં હોમ થિયેટર પર ગીતો ચાલુ કર્યા અને બોલ્યો કે, "યશ્વી... ડીયર, આજે કંઈ જમવામાં ના બનાવતી. આપણે લંચ હોટલમાં લઈશું. બસ તું ચા લઈને આવ અને મારી જોડે બેસ, આપણે આજે વાતો કરીએ. પછી ફિલ્મનો મોર્નિંગ શો જોઈશું અને લંચ કરીને આવીશું. કામ પછી કરજે."
યશ્વી પણ એકાંત જોઈને ચા લઈને આવી અને દેવમ જોડે બેસીને વાતો કરવા લાગ્યા ત્યાં જ દરવાજા ની બેલ જોર જોરથી વાગવા લાગી.
જેવો દરવાજો ખુલ્યો તેવા જ સોનલ, નિશા, સાન્વી, અશ્વિન અને ભાવેશ ઘરમાં ધસી આવ્યા.
એકદમ જ એ લોકોને આવેલા જોઈને યશ્વી કંઈ પૂછે તે પહેલાં જ સોનલ ગુસ્સામાં યશ્વીને કહેવા લાગી કે, "આ કેવું મેડમ? જે સપનાંને બાળકની જેમ તે જન્મ આપ્યો, આપણે સાથે રહીને ઉછેર્યો અને હવે એ બાળકને છોડી દેવાનું. આ કેવી સમજદારી! જો જન્મ દેનારી માતા જો છોડી દે તો બાળકને તો ભગવાન પણ કેવી રીતે બચાવી શકે. વિચાર્યું છે ખરું, પણ ના શું કામ વિચારે? એમને તો પોતાની જીદ વહાલી છે. બસ હું જ....મારી લાગણી જ મહત્વની... એવું કેમ? આટલું બોલતાં તો સોનલ રડી પડી.
યશ્વીએ સોનલને પાણી પીવડાવીને પૂછયું કે, "પણ વાત શું છે??? કોની વાત કરે છે??? એ તો કહે.."
નિશા બોલી કે, "લો આને તો હજી ખબર.." આગળ કંઈ બોલે તે પહેલાં ગળે ડૂમો બાઝવાથી બોલી ના શકી.
એટલે સાન્વીએ કહ્યું કે, "તારી વાત છે. સપનું કોણે જોયું હતું, સાચવ્યું અને ઉછેર્યુ પણ ખરું. 'સોહમ ક્રિએશન' ખોલ્યું પણ ખરા. એ આકાશની ઊંચાઈ આંબવાની તૈયારીમાં હતું ત્યાં જ તે 'સોહમની યાદ અપાવે છે!' એમ કહીને એની જોડેનો છેડો ફાડી લીધો તે, એની વાત કરે છે."
એટલામાં નિશા બોલી કે, "અને પાછું કેવું, મેડમને નાટક લખવા ગમે છે. થીમ પણ મળે છે. પણ એ બધું 'સોહમ ક્રિએશન' માટે જ નથી મળતું. અરે, તારું એ સપનું હતું. જેને કોલેજથી જોયું હતું. કેટલી મહેનત કરી હતી ખોલવા માટે. અને હવે લાગણીઓ, જીદ આવી ગઈ. કેમ આમને આમ જ...."
સોનલ બાઝેલો ડૂમો રોકીને બોલી, "તારું સપનું હતું. થિયેટર ગ્રુપમાં 'સોહમ ક્રિએશન' અવ્વલ નંબર પર હોય. નાટયજગતમાં તારો ડંકો વાગતો હોય. પણ જો હવે 'સોહમ ક્રિએશન' જ રહેશે કે નહીં, તે જ ખબર નથી. યશ્વી..."
અશ્વિને યશ્વીને સમજાવતાં કહ્યું કે, "યશ્વી તારા વગર તો 'સોહમ ક્રિએશન' અધૂરું છે. એ પડી ભાગી જશે. હવે ના તો કોઈ નવો કોન્ટ્રાક્ટ છે કે ના કોઈ ઈવેન્ટ મેનેજ કરવાની ઓફર."
ભાવેશે કહ્યું કે, "વાત સાચી છે, પ્લીઝ કમ બેક યશ્વી.."
દેવમે પણ કહ્યું કે, "યશ્વી સોનલની વાત સાચી છે. બહુ થયું હવે 'સોહમ ક્રિએશન'નું નામ થિયેટરમાં થી નીકળી જાય તે પહેલાં પ્લીઝ 'સોહમ ક્રિએશન'ને જોઈન્ટ કરી લે. અને એને ફરીથી આકાશની ઊંચાઈએ લઈ જા.
અને સોહમને તે પ્રોમિસ આપ્યું હતું કે 'તું એક સરસ નાટક એના પર લખીશ.' તે પ્રોમિસ પૂરું કર. એ પ્રોમિસ તો જ પૂરું થશે 'જો તું 'સોહમ ક્રિએશન' ને પહેલાં ની જેવી જ ઊંચાઈ આંબે પછી તું એ નાટક રજૂ કરે' તો જ તારું સપનું અને પ્રોમિસ પૂરું થશે."
(શું યશ્વી દેવમ, સોનલ વિગેરે બધાની વાત માનશે ખરી?
શું યશ્વી ' સોહમ ક્રિએશન' જોઈન્ટ કરશે? કે પછી શું યશ્વી તેની વાત પર અડી રહેશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)