Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 13 - અંતીમભાગ

અંતીમભાગ - 13
ડ્રાઇવર કાકા, રાજને તેના નવા ઘરે ( મુંબઈ ) મુકીને પાછા આવે છે.
તેમના આવતાજ...
શેઠાણી : જઈ આવ્યો મુંબઈ ? 
 
ડ્રાઈવર : હા બહેન.   
 
શેઠાણી : રાજ અને તેનો સામાન,  બન્ને સહી સલામત પહોંચી ગયો ને ? 
 
ડ્રાઈવર : હા બેહેન. છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો. 
 
શેઠાણી : સારુ સારુ ભાઈ, બસ હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે,  એટલે શાંતિ. 
 
ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી. 
 
શેઠાણી : શી ખબર, બિચારા રાજને મુંબઈમાં ફાવશે કે નહીં. ઉપરા-ઉપરી મા-બાપને ગુમાવી ચુકેલો રાજ 
 
ભગવાન રાજના જીવનમાં સુખ-શાંતિ અને હિંમત આપે. 
 
બસ, રાજ એકવાર મુંબઈમાં સેટ થઈ જાય, અને એને કોઈ સારો જીવનસાથી મળી જાય, એટલે શાંતિ. 
 
ડ્રાઈવર : એની ચિંતા નથી બહેન,  રાજભાઈને જીવનસાથી મળી ગયો છે. 
 
ડ્રાઇવરના મોઢે આ વાક્ય સાંભળતાજ, 
 
મમ્મી અને ડ્રાઇવર વચ્ચે થઈ  રહેલી બધી જ વાત, 
 
ઉપરના માળે એના રૂમની બારીમાંથી સાંભળતી પ્રિયાના કાન, સરવા થઇ જાય છે. 
ચહેરાની રેખાઓ ખેંચાઈ આવે છે. 
 
હાથની મુઠ્ઠીઓ વળી જાય છે. 
 
તે પૂરી વાત સાંભળવા માટે બારીની થોડી વધારે નજીક આવી, સચેત થઈ જાય છે.
 
આગળ.....
 
ડ્રાઈવર : રાજભાઈને મુંબઈમાં રહેવા ઘર તો મળી ગયું છે, ભલે નાનું છે, 
 
પરંતુ, કહે છે ને કે... 
 
મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. 
 
પરંતુ, આપણા રાજભાઈને તો ઘરની સાથે-સાથે, જીવનસાથી, એના પપ્પા, અને ઘર બધુજ મળી ગયુ છે. અને રહી વાત નોકરીની, તો મુંબઇમા નોકરી તો મળીજ રહેશે. 
 
શેઠાણી : એટલે ? હું કંઈ સમજી નહીં.
 
ડ્રાઇવર : એમાં થયુ એવું કે, મારે અંધારૂ થાય એ પહેલા અહી પહોંચવાનું હોવાથી, હું સામાન ઉતારી ત્યાંથી ફટાફટ પાછો વળી રહ્યો હતો. 
 
જ્યારે ત્યાંથી હું પાછો આવવા નીકળી રહ્યો હતો, ત્યારે તે ચાલીના બે-ચાર લોકો અંદરો-અંદર વાતો કરી રહ્યા હતા કે...
 
ચાલો, બિચારીને ગુંડાઓની ચુંગાલમાંથી એનું ઘર પણ મળી ગયું, અને હવે એનો જીવનસાથી પણ એની સાથે છે, એટલે હવે એ છોકરીને વાંધો નહિ આવે.
 
ડ્રાઈવરના મોઢે આટલું સાંભળતા જ... 
 
પ્રિયા પોતાની જાત પરનો કંટ્રોલ ગુમાવી દે છે.
 
એને મનમાં થાય છે કે, રાજને હું આટલો પ્રેમ કરતી હતી. 
 
મારી પાસે આટલા રૂપિયા છે, ગાડી છે, બંગલો છે, ફેક્ટરી છે, આ બધું એને ન દેખાયુ ?  
 
તો એણે,  મુંબઈની ચાલીમાં એક વૃધ્ધ ગરીબ બાપની દીકરીને જીવનસાથી બનાવી, અને એની સાથે રહેવા પણ લાગ્યો.  
 
ઉપરથી આ વાત તેણે, ભલે  મારાથી કે મારા પરિવારથી છુપાવી રાખી, કોઇને જાણ ના કરી, 
 
પરંતુ 
 
એક મા-બાપ વગરની એની સગી બહેન, એટલે કે  
 
હવે મારી ભાભીને પણ ના કહી,  કેટલો સ્વાર્થી છે રાજ.   
 
પ્રિયા ઘડીનો પણ વિલંબ કર્યા સિવાય, ઘરમાંથી તેના પપ્પાની લાયસન્સવાળી રિવોલ્વર અને ગાડી લઈને અત્યારેજ મુંબઇ જવા નીકળવાનો પાક્કો નીર્ધાર કરી લે છે. 
 
પ્રિયાને હાલ, પોતાને આવેલ ક્રોધ પર એનો પોતાનો કાબુ નથી રહ્યો.
 
બસ, પહેલાં મુંબઈ જઈને રાજને મારી નાખુ, અને પછી હું પોતે પણ મરી જઈશ.  
 
એણે મારા પ્રેમની કદર નથી કરી, તો હું પણ એને એના પ્રેમ સાથે નહીં રહેવા દઉં. 
 
આવો, આખરી અને મક્કમ નિર્ણય કરી પ્રિયા નીચે આવે છે. 
 
નીચે પ્રિયાની મમ્મી પ્રિયાને સીડીમા ગુસ્સા સાથે ઉતરતા જુએ છે. 
 
પરંતુ 
 
પ્રીયાની મમ્મી, પ્રિયાને અને પ્રિયાના નિર્ણયને સારી રીતે જાણે છે કે 
 
પ્રિયા એકવાર કોઈ વાત નક્કી કરી લે, પછી દુનિયાની કોઈ તાકાત એને નહીં રોકી શકે.
 
એને પાછી વાળવી અસકય છે.  
 
પરંતુ 
 
પ્રિયાનો આજનો નિર્ણય, આ તો બહુ કપરો નિર્ણય એણે કર્યો છે, અને એનો ગુસ્સો પણ અત્યારે સાતમા આસમાને છે. 
 
જો આજે પ્રિયાને તેની મમ્મી નહીં રોકે, તો પ્રિયા ન કરવાનું કરી દેશે, અને પોતે પણ જીવ આપી દેશે. 
 
પ્રિયાની મમ્મી, આવા વિચારોથી ડરી જતાં, હિંમત કરીને પ્રિયાને કંઇક કહેવા જાય, એ પહેલાં જ 
 
પ્રિયા તેની મમ્મીને, ધારદાર શબ્દો દ્રારા પોતાનો આજનો ફેંસલો કહી દે છે કે, 
 
જો મમ્મી, તારે મને જેટલી મન ભરીને જોવી હોય એટલી જોઈલે, અને બિલકુલ બોલ્યા-ચાલ્યા સિવાય, કોઇપણ જાતની આનાકાની કર્યા સિવાય, તારો કે મારો બિલકુલ  સમય બગાડ્યા વગર, મને જવા દે.
 
તું જાણે છે મમ્મી કે, તારી દીકરી પ્રિયાને રોકવાના તારા આ બધા પ્રયાસો, આજે વ્યર્થ છે. 
 
માટે, મહેરબાની કરીને મારી પાછળ આવવાની કોશિશ, કે પછી કોઈને મારી પાછળ મોકલવાની કોશિશ નહીં કરતી તુ. આજે મે જે ધાર્યું છે એ જ થશે, અને એને દુનિયાની કોઈ તાકાત રોકી નહી શકે. 
 
મમ્મીને આટલુ કહી, પ્રિયા રીવલ્વોર લઈ, બેકાબૂ દિમાગ અને બેકાબુ ગાડી સાથે ઘરેથી નીકળી જાય છે.
ગુસ્સામાં ઘરેથી ગાડી અને ગન લઈને નીકળેલ પ્રિયા, ડ્રાઇવરે આપેલ રાજના ઘરના એડ્રેસ સુધી પહોંચે છે.  
ત્યાં પહોંચ્યા પછી, 
એક સાઈડમાં ગાડી ઉભી રાખી પ્રિયા, એક cake shop પર રાજના ઘરનું એડ્રેસ પૂછવા જાય છે. 
ત્યારે કેક શોપમાં હાજર એક વ્યક્તિ, પ્રિયાને રાજના ઘરનુ  એડ્રેસ બતાવે છે, અને સાથે કહે પણ છે કે, 
મેડમ, જો તમને તકલીફ ના હોય તો, આ કેક તૈયાર છે અને તમે જે ઘરે જવાનો છો, તેમની જ છે.  
જો તમને તકલીફ ન હોય તો તમે લઈ જશો ?  
તો પ્રિયા કેકશોપ  વાળાને કહે છે કે, 
ના ના એમા શું તકલીફ, હું જાઉં છું, તો લેતી જાઉં. 
શોપ વાળો કેક ગાડીમાં મુકી દેતા, પ્રિયા ગાડીમાં બેસે છે, પ્રિયા ગાડી ચાલુ કરવા જાય છે ને ત્યાંજ... 
તેને એક ભયંકર વિચાર આવે છે. 
તેણે ઘણા સમયથી પોતાની પાસે રાખેલી ઝેરની સીસી લઈ, તે ગાડીની પાછળની સીટ પર રાખેલ કેક પર આખી સીસીનું ઝેર છાટી દે છે, અને બે મિનીટ ગાડીનું ગોળ ચક્કર લગાવી ફરી કેકશોપ પાસે આવે છે.
ત્યારબાદ ગાડીની બહાર નીકળી,  ફરી પાછી, તે કેકશોપમાં જાય છે, અને દુકાનદાર ને કહે છે કે,   
એ ઘર તોબંધ છે, તે લોકો બહાર ગયા લાગે છે, અને હવે હું મોડેથી, કે આવતીકાલે અહી  આવવાની છું, તો તમે ગાડીમાંથી કેક પાછી કાઢી લો, અને તમે જ આપી આવજો. 
આમ કહી પ્રિયા, કેકશોપથી થોડે દુર જઈ આસાનીથી કોઈની નજર ન પડે, તેમ ઊભી રહી જાય છે.  
થોડીવારમાં રાજ કેક લેવા આવે છે. 
આ વખતે કેક શોપમાં બીજો કોઈ કર્મચારી હાજર હોવાથી, રાજ કેક લઈને નીકળી જાય છે.  
રાજ જેવો દુકાનમાંથી કેક લઈ બહાર નીકળી, ઘર તરફ ચાલવા લાગે છે, તેની પાછળજ છુપાતા-છુપાતા પ્રિયા પણ ચાલવા લાગે છે. 
રાજ તેના ઘરમાં જાય છે.  
પ્રિયા તેજ ઘરની અંદર આસાનીથી જોઈ શકે તે માટે, એ ઘરની પાછળ આવેલી એક બંધ બારીની તિરાડ પાસે જઈને ઉભી રહી જાય છે. 
સાંજનો સમય થઈ ગયો છે. અંધારું થવા આવ્યું હતું. 
નર્સ રાજવી અને રાજ ટેબલ પર કેક ગોઠવી, કેન્ડલ તૈયાર કરી, પછી રાજ અને રાજવી બન્ને પેલા પેશન્ટ કાકાને લેવા અંદરના રૂમમાં જાય છે. 
રૂમમાંથી કાકાને લઈને તેઓ બહારના રૂમમાં તૈયાર કરેલ ટેબલ પાસે આવે છે, ત્યાંજ... 
અચાનક, લાઈટ જાય છે. 
પ્રિયાને અંધારામાં અંદરનું દૃશ્ય સાફ દેખાતું નથી. 
રાજ અને રાજવી, કાકાને પકડી ટેબલ પાસે ઊભા છે.
નર્સ રાજવી રાજને કાકાને પકડી ઉભા રહેવા, અને ત્યાં સુધી તે ખૂણામાં રાખેલ ટેબલ પર અજવાળા માટે એક કેન્ડલ પ્રગટાવે છે. 
પ્રિયા, અંધારાવાળા રૂમમાં પણ જે થઈ રહ્યુ હતુ, તે જોઈ રહી હતી. 
ત્યારબાદ નર્સ રાજવી ટેબલ પાસે આવીને રાજને,  
રાજવી :-  ભાઈ, તમે કાકાનો હાથ પકડી કેક કપાવજો, હું કેક પર રાખેલ કેન્ડલ પ્રગટાવું છું. 
રાજ :- ના બહેન, હું કેન્ડલ પ્રગટાવું અને તું કેક કપાવ. 
રાજ અને નર્સ રાજવી વચ્ચે ભાઈ-બહેનનું સંબોધન સાંભળતા જ... 
પ્રિયાના પગ કાંપવા લાગે છે. 
તે આશ્ચર્યચકિત થઈ જાય છે.
શું કરવું, શું ના કરવું ? 
એની દિર્ધાંમાં પડી જાય છે. 
ત્યાં સુધીમાં રાજવીએ કેક પર રાખેલ કેન્ડલ પ્રગટાવી દીધી છે. અને રાજે, કેક કાપવા માટે કાકાના હાથમાં છરી પણ પકડાવી દીધી છે. 
પ્રિયાને કંઈ ખબર પડતી નથી કે શું કરવું ? 
કેમકે અંદરનું કંઈજ દેખાઈ નથી રહ્યુ. 
છતાં,  તેની નજર હજી રૂમમાંજ હતી. 
રાજ જેવો કાકાને કેન્ડલ પર ફૂંક મારવા નીચે નમાવે છે, ત્યાંજ...  કાકાના ચહેરા પર કેન્ડલ લાઇટનો  પ્રકાશ પડતાજ...  
પ્રિયા ઘડીના છઠ્ઠા ભાગમાં તે કાકાને ઓળખી જાય છે. 
તે કાકા બીજા કોઈ નહીં, 
પરંતુ તેના પપ્પા હોય છે. 
પ્રિયા દોડીને તે ઘરની અંદર જાય છે. 
ત્યાં સુધી આ લોકોએ કેક પરની બધી કેન્ડલ ફૂંક મારી ઓલવી દીધી છે. 
બસ ખાલી રૂમમાં પ્રકાશ માટે દૂરના એક ટેબલ પર એક કેન્ડલ સળગી રહી હતી. 
અહી આ લોકો કેક કાપવાની તૈયારી કરે એ પહેલા તો, પ્રિયા 
રૂમમાં આવી, અંધારામાં ઉભેલા રાજ, રાજવી અને કાકા, ત્રણેયને ધક્કો મારી નીચે પાડી દે છે, અને તેટલીજ ઝડપથી કેક લઈને બહાર નીકળી જાય છે. 
ક્ષણભરમાંજ બધું થઈ ગયું છે.  
પ્રિયા જેવી કેક લઈને બહાર જાય છે, ત્યાંજ લાઈટ આવે છે. 
નીચે પડી ગયેલ રાજ અને રાજવી બન્ને ઉભા થઈ, સૌ પ્રથમ
કાકાનો હાથ પકડીને તેમને ઊભા કરે છે. 
લાઈટ આવી ગઈ છે, ત્યારે કાકા ઉભા થતા-થતા, ચારેબાજુ આખા ઘરનું જાણે નિરીક્ષણ કરતા હોય તેમ પોતાની ગરદન આખા ઘરમાં ફેરવી રહ્યાં છે. 
રાજ અને રાજવીને કંઈ સમજાતું નથી. 
ત્યાંજ કાકા...  
નવનીતભાઈ, નવનીતભાઈ એવું બોલવા લાગે છે. 
રાજને નવાઈ લાગે છે કે, કાકા તેના પિતાનું નામ કઈ રીતે જાણે છે ? 
તે કાકાને પૂછે છે કે, તમે કોનું નામ બોલો છો ? 
ત્યારે કાકા રાજને કહે છે કે, નવનીત, મારો ખાસ મિત્ર અને મારી કંપનીનો મેનેજર પણ. 
તેને ગિફ્ટમાં આપેલ, આ ટેબલ આ દિવાલ ઘડિયાળ, આ પંખો આ ફોટોફ્રેમ, આ બધું જોઈને મારી યાદશક્તિ પાછી આવી ગઈ  છે. 
ક્યાં છે નવનીત ?  
તમે કોણ છો ? 
હું ક્યાં છું ?  
રાજ :-  કાકા, અત્યારે તો એ આ  દુનિયામાં નથી. 
રાજની વાત સાંભળી કાકાને દુઃખ થાય છે. 
પછી કાકા રાજને પૂછે છે કે, 
તું નવનીતભાઈને કઈ રીતે ઓળખે છે ? 
ત્યારે રાજ કહે છે કે, કાકા હું નવનીતભાઈનો દીકરો છું. 
હું મારા મામાને ત્યાં રહ્યો હોવાથી, તમે મને જોયો નથી.  એટલામાં તેઓ વિચારે છે કે, 
આપણને ધક્કો કોણે માર્યો ? અને આ ટેબલ પરથી કેક ક્યાં ગઈ ? 
પછી ત્રણે, ઘરની બહાર આવીને જુએ છે તો, 
પ્રિયા ઝેર વાળી કેક ખાઈ ને, બેહોશ પડી હોય છે. 
તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યુ છે. 
પ્રિયાને વધારે આઘાત એ વાતનો થયો હતો કે, 
જે રાજની મમ્મી મારા કારણે મૃત્યુ પામી, તેજ રાજ  આજે મારા પિતાનો જીવ બચાવી રહ્યો હતો. 
અને જેને હું એની પ્રેમિકા સમજતી હતી, એને તો એણે પોતાની બહેન બનાવી છે. 
બહાર આવતા જ...  
કાકા, પ્રિયાને બેટા બેટા કરીને ભેટી પડે છે. 
પ્રિયાને અહી જોતાં, રાજને પણ આંચકો લાગે છે, ને પ્રિયાને લઈને તેઓ હોસ્પિટલ પહોંચે છે. 
ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. 
આ બાજુ,  કાકા રાજને પૂછે છે કે, 
પ્રિયા અહીંયા ક્યાંથી ? 
ત્યારે રાજ બધી હકીકત જણાવે છે. 
આ બાજુ, ડોક્ટર ઓપરેશન થીયેટરમાંથી બહાર આવતાં, રાજ ડોક્ટરને, પેશન્ટને મળવા માટે પૂછે છે.  
ડોક્ટર કહે છે કે, 
પેસન્ટ અત્યારે સુઈ રહ્યુ છે, તમારામાંથી કોઈ એક વ્યક્તિ અંદર જઈ શકશે. 
ત્યારે કાકા એટલે કે પ્રિયાના પપ્પા પોતે અંદર જવાની વાત કરે છે, ત્યારે રાજ રીતસર કાકાને બે હાથ જોડી રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે કે, 
કાકા, પ્લીઝ પહેલા મને પ્રિયાથી મળવા દો, અંદર જઈને રાજ, જેવો પ્રિયાને જુએ છે, તેને પહેલાંની ક્ષણે-ક્ષણ યાદ આવી જાય છે. 
રાજ પ્રિયાનો હાથ પકડી, તે પલંગની બાજૂમાં થોડો ઝૂકીને, પ્રિયાની આંખો ખુલે તેની રાહ જુએ છે. 
ત્યાંજ...  
રાજની આંખમાંથી આંસુની એક બુંદ પ્રિયાની આંખ પર પડે છે, અને પ્રિયા હોશમાં આવી જાય છે. 
આંખ ખુલતાજ, પ્રિયા રાજનો ચહેરો અને પોતાનો પકડેલ હાથ જોઈ, સુતા-સુતા એક જ વાક્ય બોલે છે કે,  
સોરી રાજ, મને માફ કરી દે. 
આટલું બોલતા જ બંને એકબીજાને ભેટી પડે છે. 
તેઓ બન્ને એક બીજાને એ રીતે ભેટી પડે છે કે, 
બંને વચ્ચે હવા પણ પસાર ન થઈ શકે. 
તેઓ જાણે એકબીજામાં સમાઇ જવા માંગતા હોય તેમ ભેટી પડે છે. 
આ દૃશ્ય જોઈ,
ત્યાંજ હાજર પ્રિયાના પપ્પા, નર્સ રાજવી, ડોક્ટર અને હૉસ્પિટલનો પૂરો સ્ટાફ, તેમને તાલિયોના ગડગડાટ સાથે વધાવી લે છે. 
બધાજ એકબીજાને મળે છે, અને પછી પ્રિયાતો એટલી ખુશ થઇ જાય છે કે, હોસ્પિટલના બેડમાંથીજ, તેની મમ્મીને ફોન કરે છે કે... 
" મમ્મી, હું તારો અને મારો બંનેનો, સુહાગ લઈને આવું છું, તું સ્વાગતની ભવ્ય તૈયારી કર " 
મિત્રો, મારી આ વાર્તા તમને કેવી લાગી ?
તમારાં પ્રતિભાવ જરૂરથી આપશો.
આભાર
શૈલેષ જોષી.