Priy Raj - 12 books and stories free download online pdf in Gujarati

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 12

ભાગ - 12
રાજ પોતાને વતન પોતાના ગામમાં, આવી તેના પપ્પાની બધી જ અંતિમવિધી રીતરિવાજ મુજબ પૂરી કરી, બહેન આરતી, રમેશ અને શેઠાણીને છેલ્લીવાર મળવા તેમને ઘરે જાય છે.
ત્યાં જઈ રાજ તેઓને જણાવે છે કે
તે આવતીકાલે ઘરનો સામાન લઈને કાયમ માટે મુંબઇ જઇ રહ્યો છે.
બસ આ જ વખતે, પોતાના રૂમમાં બેઠેલ પ્રિયા, રાજની આ વાત સાંભળી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે.
તેને પછતાવો તો પહેલેથી હતોજ, અને અત્યારે રાજનો કાયમ માટે મુંબઈ સ્થાઈ થવાનો નિર્ણય જાણી તેને મનમાં થાય છે કે,
હાલજ નીચે જઈ હું રાજને મળુ, એની માફી માંગું, એને સમજાવવું, એના પગે પડું, પરંતુ એને ગમે તેમ કરીને મુંબઈ જતો રોકી લઉ.
રાજ અહી હશે તો, આજે નહીં તો કાલે, મને સમજશે, મને માફ કરશે.
પરંતુ અત્યારે નીચે જઈ રાજને મળવાનું પ્રિયાને યોગ્ય લાગતું નથી,
કેમકે,
પ્રિયા જાણતી હોય છે કે, રાજ અત્યારે એને માફ નહીં કરે અને ઉપરથી પાછું હમણાં જ તેના પપ્પાનું મૃત્યુ થયું હોવાથી પ્રિયાને આ સમય વાત કરવા માટે યોગ્ય લાગતો નથી.
પરંતુ તે થોડી શાંત થઈ એક રસ્તો કાઢે છે.
અને એ રસ્તાના ભાગરૂપે, પ્રિયા તેની મમ્મીના ડ્રાઇવર નટુભાઈને સાધી લે છે, અને નટુભાઈને પોતાનું કામ કરવા તૈયાર પણ કરે છે.
મનોમન બધુ પોતાના પ્લાન મુજબ ગોઠવી, પ્રિયા
રાજના ગયા પછી તેની મમ્મી અને તેના ભાઈ રમેશભાઈને કહે છે કે,
રાજ એકલો છે અને આવતીકાલે તે કાયમ માટે મુંબઈ જઈ રહ્યો છે, તો આપણે તેને સામાન લઈ જવા કોઈ સાધન કરી આપીએ, અને આપણાં ડ્રાઈવર નટુભાઇને સામાન ચઢાવવા ઉતારવા આપણે રાજની સાથે મોકલી એ તો કેવું રહેશે ?
પ્રિયાની મમ્મી અને એના ભાઈ બંનેને પ્રિયાની વાત વ્યાજબી લાગે છે.
પરંતુ
અસલમાં પ્રિયા રાજની મદદ તો કરતીજ હતી, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ તો, નટુભાઇને રાજની સાથે મુંબઇ મોકલી,
રાજનું મુંબઈનું એડ્રેસ જાણવાનો હોય છે.
જેથી કરી સમય જતા, પ્રિયા ત્યાં જઈને રાજને મળી શકે, અને રાજની માફી માગી શકે.
બસ પ્રિયાના જણાવ્યા પ્રમાણે, નટુભાઈને રાજની સાથે મોકલવાનું નક્કી થાય છે.
રાજ બીજે દિવસે રમેશે કરી આપેલ સાધનમાં સામાન ચડાવી, નટુભાઈને સાથે લઈને મુંબઈ જવા નીકળે છે.
પરંતુ
રાજને, ગઈકાલે શેઠાણીને ઘરે, કે આજે સામાન લઇને નીકળતા, બધાજ રાજને મુકવા આવજો જજો કરવા આવ્યાં હતા, પણ રાજને ક્યાંય પ્રિયા જોવા મળી નહીં.
ગમે તે હોય પણ, આજે રાજનું મન પ્રિયાની એક ઝલક જોવા તડપતું હોય, એવો તેના દિલમાં અહેસાસ થાય છે.
આજે જેટલી ગતિએ ઘરનો સામાન ભરેલી રાજની ગાડી, મુંબઈ તરફ જતી હતી, તેનાથી ડબલ ગતિએ તેનું મન પ્રિયા તરફ ખેંચાતુ હોય તેવો રાજને અહેસાસ થઈ રહ્યો છે.
મુંબઈ પહોંચતાજ રાજ, એની માનેલ બેન, નર્સને ફોન કરી હોસ્પિટલથી પેલા પેસન્ટ કાકાને ટેક્સીમાં લઈને પોતાને ઘરે આવવા જણાવે છે.
આગળ રાજે માનેલ બહેન, પેશન્ટ કાકાને લઈને તેની ટેક્સીમાં જઈ રહી છે.
તેની પાછળજ સામાન ભરેલ ગાડીમાં રાજ અને ડ્રાઇવર નટુભાઇ.
નર્સ રાજવી તેના ઘરથી થોડે દૂર પોતાની ગાડી ઊભી રખાવે છે, અને ગાડીમાંથી ઉતરી, તેના માનેલ ભાઈ રાજ પાસે આવી ધીમા અવાજે રાજને કહે છે કે,
ભાઈ, આ સામે રહ્યું તે જ મારુ ઘર, પરંતુ અસામાજિક તત્વો અત્યારે પણ ત્યાં અડ્ડો જમાવીને બેઠા છે.
રાજ એની બહેનને પેસન્ટ કાકાનું ધ્યાન રાખી, ટેક્સીમાંજ બેસી રહેવાનું જણાવી એ ઘર પાસે જાય છે, કે જયાં પેલા અસામાજિક તત્વો બેઠા હતા, અને ત્યાં જઈ રાજ તેમને પહેલા સીધી રીતે, અને પછી તેઓ નહીં માનતા પોતાની રીતે અસામાજીક તત્વોને બહુ ખરાબ રીતે ધોલાઈ કરી ત્યાંથી ભગાડે છે.
પછી ઘરની સાફ-સફાઈ કરી, સૌથી પહેલા ઘરની અંદરની સાઇડમાં આવેલ એક નાના ઓરડામાં એક પલંગ પાથરી, પેલા પેસન્ટ કાકાને સુવડાવે છે. પછી તેઓ, આગળના મોટા રૂમમાં સામાન ગોઠવી, નટુભાઈને વિદાય આપે છે.
નટુભાઈ નીકળતા નીકળતા, આજુબાજુવાળાને પૂછે છે કે,
તે નર્સ છોકરી કોણ છે ?
તો ત્યાંના પાડોશી નટુભાઇને જણાવે છે કે,
તે પહેલાં તેના પરીવાર સાથે, અહિયાંજ રહેતી હતી, તેના મમ્મીનું અવસાન થતાં, અને તેનાં પપ્પા પણ વધારે બીમાર પડતા, તે એકલી પડી ગઈ હતી.
અને અહિયાં આ ગુંડાઓનો ત્રાસ પણ વધી રહ્યો હતો.
બાકી, હવે તો તેનો જીવનસાથી આવી ગયો છે, અમને પણ અસામાજીક તત્વોથી શાંતિ મળશે.
આગળ, ભાગ 13 મા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED