Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 2

ભાગ - 2
ભાગ એકમાં, આપણે જોયું કે,
હસમુખલાલની કંપનીમાંજ કામ કરતા હસમુખલાલના બે સગા, કનક અને ભરત ખરાબ દાનત ધરાવતાં અને પૈસાની બાબતે બહુ ભરોસાને લાયક નથી.
તેઓ પુરેપુરા લાલચી અને કામચોર છે.
અમુક વ્યક્તીઓની માનસિકતા એવી હોય છે કે,
કોઈ તમારાં વિષે કંઈ સારુ વિચારે, કોઈ મદદ કરે, કે પછી તમને દિલથી હિંમત આપે ત્યારે,
આવા લોકો મદદ કરવા વાળાનેજ, પોતાનુ સારું ઈચ્છવા વાળાનેજ, સોફ્ટ ટારગેટ બનાવતા હોય છે.
આવી વ્યક્તી
જીવનભર એ સમજવા તૈયાર નથી થતી કે, આ એકજ વ્યક્તી એવા છે, જેણે મને આશરો આપ્યો છે, મને મદદ કરી છે, મારી લાયકાત નથી, છતા આ વ્યક્તીએ મને લાયક ગણ્યો છે.
આવા લોકોને ગમે તેટલી મદદ કરો, એમના વિચારો હંમેશા સડેલાજ રહેવાના.
બસ આવીજ ખરાબ દાનત શેઠ હસમુખલાલના આ બે સગા, કનક અને ભરત ધરાવે છે.
આજે તેઓએ જે પ્લાન બનાવ્યો છે તે પ્રમાણે,
આવતીકાલે, જ્યારે નવનીતભાઈ બેંકમાંથી કેસ ઉપાડીને નીકળે, એટલે નવનીતભાઈને રસ્તામાંજ લૂંટી લેવાના.
બસ, એજ પ્લાનના પહેલા ભાગરૂપે,
સાંજે ઓફીસનો સમય પૂરો થતા/ એમની ભાષામાં પૂરો કરી,
તેઓ બન્ને,
નવનીતભાઈ તેમનો દિકરો રાજ આજે મામાના ઘરેથી પાછો આવવાનો હોવાથી રજા પર હોય છે. માટે, રાત્રે તેઓ ચેક આપવા માટે, નવનીતભાઈના ઘરે જાય છે.
આ બાજુ,
રાજ ઘણા સમય પછી, પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂરો કરીને પોતાને ઘરે આવ્યો હોવાથી, નવનીતભાઈ, એમના પત્ની, દીકરી આરતી અને રાજ, બધા ઘરે ભેગા થઈને ગપ્પા મારી રહ્યા છે, હસી-મજાક કરી રહ્યા છે,
ત્યારે જ, તેમની કંપનીનો એકાઉન્ટન્ટ કનક, શેઠે આપેલ ચેક આપવા નવનીતભાઈના ઘરે આવે છે.
કનક, નવનીતભાઈને જણાવે છે કે
શેઠ એક અરજન્ટ કંપની વિઝીટ માટે, બે થી પાંચ દિવસ માટે બહાર ગયા છે, ત્યાં પહોંચીને બાકી બધી વાત તમને કરશે.
તેમજ, આ ચેક સાઈન કરીને આપ્યાં છે, જે કારીગરના પગાર તેમજ ઓફીસના પરચુરણ ખર્ચ માટે કાલે બેન્કમાંથી પૈસા ઉપાડવાના છે.
આટલુ કહી, કનક પોતાના પ્લાનનો પહેલો પડાવ પાર કર્યો હોય એમ, નવનીતભાઈને ચેક આપી નીકળી જાય છે.
બીજા દિવસે સવારે નવનીતભાઈ,
રાબેતા મુજબ બેંકમાં જાય છે, અને ચેકમાં યોગ્ય રકમ ભરી, ચેક વટાવી, જરૂરી પૈસા ઉપાડીને, કંપની પર જવા બેંકમાંથી બહાર નીકળે છે.
બહાર આવી નવનીતભાઈ બેન્કના પાર્કિંગમાં પાર્ક કરેલ તેમના સ્કૂટરના હુકમાં પૈસા ભરેલ બેગ ભરાવી, બેંકના પાર્કિંગમાંથી બહાર નીકળે છે.
હજી તો, નવનીતભાઈ બેંકથી થોડાજ આગળ વધ્યા ને,
ત્યાંજ,
તેમના સ્કૂટરની બાજુમાંજ, બે બાઇક સવાર મોઢે કાળું કપડું બાંધી તેમના ચાલુ સ્કૂટરની નજીક આવે છે.
નવનીતભાઈ હજી કંઈ, સમજે એ પહેલા તો, પેલા બે બાઈક સવારમાંથી જે પાછળ બેઠો હતો, તે નવનીતભાઈના ચાલુ સ્કૂટરને પુરી તાકાતથી લાત મારે છે.
નવનીતભાઈના સ્કુટરને લાત વાગતાજ, નવનીતભાઈનું સ્કુટર પરનું બેલેન્સ જતું રહે છે, ને તેઓ ધડાકા સાથે રોડ પર પટકાય છે.
નીચે પડેલ નવનીતભાઈનો એક પગ, પુરી રીતે સ્કુટર નીચે દબાઈ ગયો છે.
વાગ્યું હોવાથી તેઓ ઉભા થઇ શકવાની સ્થિતીમાં નથી.
પેલા બે બુકાનીધારીમાંથી જે બાઇકની પાછળ બેઠો હતો, તે ફટાફટ સ્કુટરના હુકમાં ભરાવેલ રૂપિયાની બેગ કાઢી, બાઈક પાછળ બેસી જાય છે.
આ બધુ આમતો, ગણતરીની સેકન્ડમાં બન્યું હતું,
પરંતુ,
ભગવાનને કરવું, આજ સમયે મામાએ રાજના નવા બાઈક માટે, રાજને આપેલ ચેકના પૈસા ઉપાડવા રાજ બેંક આવતો હોય છે, એ દૂરથી આ દ્રશ્ય જોઈ જાય છે.
રાજે, મામાએ બાઈક લેવા આપેલ ચેક વાળી વાત ઘરે એટલા માટે કહી ન હતી કે, રાજ ઘરવાળાઓને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.
નવનીતભાઈને તો ભેગા થયેલ લોકો ઉભા કરી રહ્યાં હતા, પરંતુ
રાજ, પૈસા લૂંટી બાઈક પર ભાગી રહેલ પેલા બુકાનીધારીનો પીછો કરે છે.
બાકી ભાગ 3 માં