Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 7

ભાગ - 7
પ્રિયા, જેમ-જેમ રાજની નજીક આવવાના નવા-નવા એની રીતે પ્રયાસો કરે છે, તેમ-તેમ રાજ, એની રીતે પ્રિયાથી દુર રહેવાના રસ્તા કરતો રહે છે.
ત્યાં સુધીમાં પ્રિયાના ભાઈ રમેશના લગ્ન, રાજની બહેન આરતી સાથે થઈ ગયા છે.
રમેશ અને આરતીના લગ્ન થતા, પ્રિયાને એક આશા બંધાઈ હતી કે, હવે મારો માર્ગ પણ આસાન થઈ જશે.
પરંતુ
અહિયાં સમય કે સંજોગો નહીં, પ્રિયા અને રાજના સ્વભાવ અને એકબીજા માટે મનમાં બાંધેલી ધારણાઓ ને કારણે, પ્રિયા માટે હજી દિલ્હી ખૂબ દુર હતુ.
પ્રિયાના, ફેક્ટરીના કામને બહાને રાજને મળવાના ખોટા-ખોટા બહાનાથી રાજ હવે તંગ આવી ગયો છે.
પ્રિયાના નામ માત્રથી રાજને નફરત થઈ ગઈ છે.
રાજ જાણે છે કે, ચલો રમેશ સાથે લગ્ન કરી, બહેન તો સુખી થઈ ગઈ.
રમેશનો સ્વભાવ પણ સારો છે, એ વ્યક્તી જીવનમાં મારી બહેનને તકલીફ નહીં પડવા દે.
પરંતુ
રાજને તેના બીમાર પપ્પા અને તેની મમ્મીને ખુશ રાખવા, સુખી રાખવા, એજ અત્યારે તો, રાજની એક માત્ર ઈચ્છા અને જવાબદારી પણ હતી.
બાકી, રાજને પ્રિયાના ઘમંડી સ્વભાવની, અમુક મુલાકાતોમાંજ ખબર પડી ગઈ હતી.
રાજ મનમાંજ વિચારી લે છે કે, પ્રિયા મારા ઘરમાં સેટ નજ થઈ શકે, પ્રિયા સાથે પોતાની જીંદગી પસાર થાય, એવું રાજ માનવાજ તૈયાર નથી.
અને એક દિવસ....
પ્રિયા તેના ફ્રેન્ડ સર્કલ સાથે કોઈ મોલમાં ફરવા આવી છે, ને અચાનક પ્રિયાની નજર મોલના પાર્કિંગમાં બાઈક લઈને જતા રાજ પર પડે છે.
રાજને મોલના સેલર પાર્કિંગમાં જતો જોતાંજ, ફટાફટ પ્રિયા, કે જે મોલના ગ્રાઉન્ડ ફ્લોર પરની એન્ટ્રી પાસેજ હતી, તે દોડીને ગ્રાઉન્ડ ફ્લોરની લિફ્ટ પાસે જઈને ઊભી રહે છે.
હમણાં થોડા દિવસોથી આમ પણ તેણે રાજને જોયો ન હતો.
રોજેરોજ રાજને મળવાના, રાજને એકવાર જોવાના બહાના બનાવતી પ્રિયાને આજે રાજ સામેથી જોવા મળ્યો હતો.
એટલે આજે પ્રિયાને આજનો હરખ, આજનો ઉત્સાહ ડબલ અને અંતરથી થઈ રહ્યો હતો.
લગભગ બે થી ત્રણ વાર લિફ્ટ ઉપર નીચે થઈ છતાં, રાજ નહીં દેખાતા, પ્રિયા એકવાર નીચે પાર્કિંગમાં જવાનું વિચારે છે.
પરંતુ
એમ કરતા, નથીને રાજ સીડીથી ઉપર આવી એનું કામ પતાવી કદાચ નીકળી જાય તો ?
લિફ્ટ પાસે ઉભા ઉભા જ પ્રિયા વિચારી રહી છે કે,
એવું શું કરૂ ? કે
મોલમાં આવવા-જવાના, લિફ્ટ કે સીડી
દરેક રસ્તા હું ચેક કરી શકુ, કે નજર રાખી શકુ.
પ્રિયાની બધી ફ્રેન્ડ્સ અત્યારે ચૂપચાપ ઊભી છે.
પ્રિયા શું કરી રહી છે કે, શું કરવા માંગે છે ?
તેની એ લોકોને ખબર નથી.
હા, પરંતુ પ્રિયાની બધી ફ્રેન્ડ્સ પ્રિયા જેટલું કહે એટલું કરવા વાળી જરુર છે.
અચાનક....
પ્રિયાની નજર, મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર સીડી પાસે આવેલ એક આઈસ્ક્રીમ પાર્લર પર જાય છે.
પ્રિયાએ જોયું કે, જો તે આ આઈસ્ક્રીમ પાર્લર પાસે ઊભી રહે તો, તે મોલમાં આવવા જવાના ત્રણે રસ્તાઓ,
લિફ્ટ, સીડી અને મોલની મેઇન એન્ટ્રી ત્રણે જગ્યાએ નજર રાખી શકે છે.
મોલ ત્રણ માળનો હતો, અને આ પાર્લર પરથી ત્રણે માળની લિફ્ટ દેખાતી હતી.
એટલે પ્રિયા તે પાર્લર પાસે પહોચી જાય છે.
પ્રિયાની ફ્રેન્ડ્સ પણ તેની પાછળ પાછળ પાર્લર પર જાય છે.
પરંતુ
અત્યારે પ્રિયા શું કરવા માંગે છે ?
તે નહીં સમજાતા, પ્રિયાની એક ફ્રેન્ડ પ્રિયાને પૂછે છે, કે પ્રિયા શું થયુ ?
શું વાત છે ?
ત્યારે પ્રિયા, એની ફ્રેન્ડ્સને રાજ વાળી વાત જણાવે છે.
આ સાંભળી પ્રિયાની ફ્રેન્ડ્સ, પ્રિયાને રાજનો કોઈ ફોટો હોય તો તે, બતાવવા જણાવે છે, જેથી ભલે પ્રિયા, પાર્લર પાસે ઊભી રહે, બાકી એ લોકો પૂરા મોલમાં રાજને શોધી શકે.
પ્રિયાને એની ફ્રેન્ડ્સનો આઈડિયા ગમી ગયો, ફટાફટ પ્રિયા પોતાના મોબાઈલમાં ભાઈ રમેશના લગ્ન સમયે ગ્રુપમાં પાડેલ ફોટો ઝૂમ કરી રાજનો ફોટો બતાવે છે.
પ્રિયાની બધી ફ્રેન્ડ્સ ફોટો જોઈ, રાજને શોધવા, મોલમાં અલગ-અલગ દિશામાં નીકળે છે.
પ્રિયા, આઈસ્ક્રીમ પાર્લર પાસેજ ઊભી રહી, આજુ-બાજુ નજર રાખી રહી છે.
આઈસ્ક્રીમ પાર્લર પાસે ઘણા કપલ, પોતાના બાળકોને લઈને મિકીમાઉસ સાથે ફોટા પડાવી રહ્યાં છે, મિકીમાઉસ બાળકોનું મનોરંજન કરી રહ્યો છે.
ત્યાં હાજર દરેકના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે, સીવાય પ્રિયા.
અત્યારે પ્રિયા મુંઝવણમાં છે, પ્રિયાની મૂંઝવણમાં વધારો ત્યારે થાય છે, જ્યારે તેની બધી ફ્રેન્ડ્સ રાજને શોધ્યા વગર પાછી આવે છે.
પરંતુ આતો પ્રિયા,
પ્રિયાએ આજે નક્કી કરી લીધુ છે કે, ભલે મોલ બંધ થાય ત્યાં સુધી મારે અહી ઉભા રહેવું પડે, આજે હું રાજને મળીનેજ, કે પછી જોઈનેજ જઈશ.
બાકી ભાગ 8 માં....