Priy Raj - 9 books and stories free download online pdf in Gujarati

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 9

ભાગ - 9
આગળના ભાગમાં આપણે જાણ્યુંકે,
મોલમાંથી રાજ, પ્રિયા પર અતિશય ગુસ્સો કરીને નીકળી ગયો છે.
મોલમાંથી નીકળી, બાઈક લઈને પોતાના ઘરે જઈ રહેલ રાજ, આજે મોલમાં બનેલ બનાવ વીષે ખૂબજ ચિંતિત થતો, પોતાના બાઈક પર ઘરે જઈ રહ્યો છે.
એને ચિંતા એ વાતની છે કે,
નથી ને પ્રિયા, હું કોલેજ કે ક્લાસીસમાં નથી જતો, અને રોજ સવારે કોલેજને બહાને હું પેપર નાખવા જાઉં છું, ને સાંજે ક્લાસીસને બહાને હું મોલમાં કામ કરું છું, એ વાત, જો પ્રિયા મારી બહેન આરતીને કરી દેશે, કે પછી કોઈ પણ રીતે આની જાણ મારા ઘરે કરી દેશે તો ?
આ હકીકત જાણી, પપ્પાને ખૂબ જ દુઃખ થશે.
બસ એની ચિંતા અને વિચારોમાં રાજ, તેના ઘરે પહોંચે છે.
ઘરે પહોંચતાંજ રાજની નજર તેના ઘર પાસે પડેલ ગાડી પર જાય છે.
પોતાના ઘર પાસે ઉભેલ ગાડી જોઈ, રાજ મનમાં વિચારે છે કે,
કદાચ શેઠાણી કે રમેશ પપ્પાની ખબર અંતર પૂછવા આવ્યા હશે.
પરંતુ
રાજને એક વાતની નવાઈ લાગે છે કે,
આજ દિન સુધી કોઈ પણ દિવસ, આટલા મોડી રાત્રે આ લોકો અહીં આવ્યાં નથી.
હશે...
એમ વિચારીને રાજ, પોતાનું બાઈક પાર્ક કરીને ઘરમાં જાય છે, ને ઘરમાં જતાજ...
રાજ અચાનક ચોંકે છે.
કેમકે, ઘરમાં શેઠાણી કે રમેશ હશે, એવી એની ધારણા ખોટી નીકળે છે, તે પોતાના ઘરમાં પ્રિયાને બેઠેલી જુએ છે.
હજુ હમણાંજ થોડો શાંત થયેલો રાજ, પ્રિયાને પોતાના ઘરમાં જોતાં, ફરીથી ગુસ્સામાં લાલઘૂમ થઈ જાય છે, અને પ્રિયાને અબ ઘડી અહીંથી નીકળી જવા કહે છે.
પ્રિયા પણ રાજના આવા કડક સ્વભાવ અને શબ્દોથી અપસેટ થઈ ગુસ્સામાં ઊભી થઈ, રાજના ઘરેથી નીકળવા જાય છે, અને પોતાની ગાડી સ્ટાર્ટ કરી ગુસ્સામાં ને આવેશમાં પ્રિયા પોતાની ગાડી રીવસ કરી, જેવી નીકળવા જાય છે,
ત્યાંજ...
પ્રિયા માટે ચા બનાવવા માટે, બાજુવાળાને ત્યાં દૂધ લેવા ગયેલ રાજની મમ્મીને પ્રિયાની ગાડીની ટક્કર વાગે છે, અને ના થવાનું થઈ જાય છે.
રાજની મમ્મી ગંભીર રીતે ઘાયલ થઈ નીચે ફૂટપાથ પર પડે છે.
આ દ્રશ્ય જોઈ દરવાજામાં ઉભેલ રાજનો ગુસ્સો અતિશય વધી એની ચરમસીમાએ પહોચી જાય છે.
આ બાજુ, રાજની મમ્મીને ગાડીની ટક્કર વાગી હોવાથી, પ્રિયા ગાડી ઉભી રાખી નીચે ઉતારવા જાય છે, રાજ દોડીને પ્રિયાની ગાડી પાસે આવે છે, અને ગાડીના દરવાજાને લાત મારી ગાડીનો દરવાજો બંધ કરે છે, અને પ્રિયાને કહી દે છે કે, મહેરબાની કરીને તું અહી થી નીકળ, અત્યાર સુધી હું તમે કહેતો હતો, પરંતુ તું તમે કહેવા ને લાયક નથી.
પ્રિયા કાચ ખોલીને કંઈ કહેવા જાય છે...
રાજ પ્રિયાને બિલકુલ સાંભળ્યા વીના, ઉંચા અવાજે કહી દે છે કે,
હવે તારે જે કહેવું/સાંભળવું હોય એ હવે કોર્ટમાં કહેજે.
ઘરની બહાર આટલો અવાજ થતો સાંભળી, બીજા રૂમમાં આરામ કરી રહેલ, રાજના પપ્પા વ્હીલ ચેરમાં ઘરના મુખ્ય દરવાજા સુધી આવી જાય છે, અને આ બધું જુએ છે.
પ્રિયા નીકળી રહી છે.
રાજ મમ્મીને ઉભી કરવાનો ટ્રાય કરી રહ્યો છે.
લોહી ખુબજ વહી ગયું છે.
રાજના પપ્પા બધી હકીકત જાણે છે.
અત્યારે રાજનો ગુસ્સો સાતમા આસમાને છે.
તે પ્રિયા પર પોલીસ કેસ કરવા માટે પોલીસ સ્ટેશન ફોન લગાવી રહ્યા છે, રાજના પપ્પા રાજના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લે છે, અને થોડા ક્રોધિત થઈ રાજને કહે છે કે,
રાજ જે થયું તે, તુ આ વાત પર અહિયાંજ પૂર્ણવિરામ મૂકી દે.
એ છોકરી ને હું સારી રીતે ઓળખું છું.
એ તને ખૂબ જ પ્રેમ કરે છે, અને અત્યારે પણ હું અંદરના રૂમમાં સુતો હતો,ત્યારે પણ મે તારી મમ્મી સાથે એ છોકરી એ કરેલી બધી વાતો મેં સાંભળી છે.
હા, એને કોઇપણ વાતની રજૂઆત કરતા નથી આવડતી, એની વાત કરવાની રજૂઆત ભલે થોડી ઉગ્ર હોય, કે પછી એ છોકરી તને અભિમાની લાગતી હોય, બાકી પ્રિયા તને સાચા દિલથી પ્રેમ કરે છે, અને આજે આ અકસ્માત પણ એણે જાણી જોઈને નથી કર્યો.
રાજ સાંભળ, જે થવાનું હતું તે થઈ ગયું.
તુ પોલીસ સ્ટેશન ફોન કરીને આ વાતને આગળ ન વધાર.
કેમકે
હમણાં જ તારી બહેન આરતીને આપણે એ ઘરમાં વળાવી છે.
આરતીની જિંદગીની એ ઘરમાં હજુ શરૂઆત છે.
બીજીબાજુ શેઠાણી પોતે અત્યારે શેઠનો કોઈ પત્તો નહી મળી રહ્યો હોવાથી, પરેશાન છે, એ પોતે પણ અપસેટ છે, અને હાલ આપણા ઘરની હાલત પણ તું જાણે છે, માટે મારું કહ્યુ માન અને શાંત થા.
વધુ ભાગ 10 માં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED