Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પ્રિય રાજ...હવામાં ઊડતી ને જમીનથી જોડાયેલની પ્રેમકહાની

પ્રિય રાજ...
ઘમંડના આસમાનમાં ઊડતી પ્રિયા, ને જમીનથી જોડાયેલ રાજની એક કાલ્પનિક, પણ રસસભર ડ્રામા ભરી પ્રેમકહાની

શેઠાણી : જઈ આવ્યો મુંબઈ ?
ડ્રાઈવર : હા બહેન.
શેઠાણી : રાજ અને તેનો સામાન, બન્ને સહી સલામત પહોંચી ગયો ને મુંબઈ ?
ડ્રાઈવર : હા બેહેન, છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો.
શેઠાણી : સારુ સારુ ભાઈ,
બસ, હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે, એટલે શાંતિ.
ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી.
શેઠાણી : શી ખબર, બિચારા રાજને મુંબઈમાં ફાવશે કે નહીં.
તુ તો નવો છે, એટલે તને રાજ અને એના પરીવાર વિશે બહુ જાણકારી ના હોય, બાકી ઉપરા-ઉપરી મા-બાપને ગુમાવી ચુકેલો બિચારો રાજ...
ભગવાન, રાજના જીવનમાં સુખ-શાંતિ અને હિંમત આપે.
બસ, રાજ એકવાર મુંબઈમાં સેટ થઈ જાય, અને એને કોઈ સારો જીવનસાથી મળી જાય, એટલે શાંતિ.
ડ્રાઈવર : એની ચિંતા નથી બહેન, રાજભાઈને જીવનસાથી મળી ગયો છે.
મમ્મી અને ડ્રાઇવર વચ્ચે થઈ રહેલી બધી જ વાત,
ઉપરના માળે એના રૂમની બારીમાંથી સાંભળતી પ્રિયાના કાન, ડ્રાઇવરના મોઢે આ જીવનસાથી વાળી વાત સાંભળી,
સરવા થઇ જાય છે.
ચહેરાની રેખાઓ ખેંચાઈ આવે છે.
હાથની મુઠ્ઠીઓ વળી જાય છે.
તે પૂરી વાત સાંભળવા માટે બારીની થોડી વધારે નજીક આવી, સચેત થઈ જાય છે.
આગળ.....
ડ્રાઈવર : રાજભાઈને મુંબઈમાં રહેવા ઘર તો મળી ગયું છે, ભલે નાનું છે,
પરંતુ, કહે છે ને કે...
મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે.
પરંતુ
આપણા રાજભાઈને તો, ઘરની સાથે-સાથે જીવનસાથીના રૂપમાં એ ઘરમાલિકની દિકરી એના પપ્પા, અને ઘર, ત્રણે મળી ગયુ છે, અને મુંબઇમા નોકરી તો મળીજ રહેશે.
શેઠાણી : એટલે ?
હું કંઈ સમજી નહીં.
ડ્રાઇવર : એમાં એવું થયુ કે, મારે અંધારૂ થાય એ પહેલા ઘરે પહોંચવાનું હોવાથી, હું ત્યાં બહુ રોકાયો નહીં, અને સામાન ઉતારી ત્યાંથી ફટાફટ પાછો વળ્યો.
પરંતુ, હું જ્યારે ત્યાંથી પાછો આવવા નીકળી રહ્યો હતો, ત્યારે તે ચાલીના બે-ચાર લોકો અંદરો-અંદર વાતો કરી રહ્યા હતા કે...
ચાલો બિચારી છોકરીને ગુંડાઓની ચુંગાલમાંથી એનું ઘર પણ મળી ગયું, અને હવે એનો જીવનસાથી પણ એની સાથે છે, એટલે હવે એ છોકરીને વાંધો નહિ આવે.
ડ્રાઈવર ના મોઢે આટલું સાંભળતા જ...
પ્રિયા પોતાની જાત પરનો કંટ્રોલ ગુમાવી દે છે.
એને મનમાં થાય છે કે, રાજને હું આટલો પ્રેમ કરતી હતી.
મારી પાસે આટલા રૂપિયા છે, ગાડી છે, બંગલો છે, ફેક્ટરી છે, આ બધું એને ન દેખાયુ ?
તો એણે
મુંબઈની ચાલીમાં એક વૃધ્ધ ગરીબ બાપની દીકરીને જીવનસાથી બનાવી, અને એની સાથે રહેવા પણ લાગ્યો.
ઉપરથી આ વાત તેણે, ભલે મારાથી કે મારા પરિવારથી છુપાવી રાખી, કોઇને જાણ ના કરી,
પરંતુ
એક મા-બાપ વગરની એની સગી બહેન, એટલે કે
હવે મારી ભાભીને પણ ના કહી, કેટલો સ્વાર્થી છે રાજ.
પ્રિયા ઘડીનો પણ વિલંબ કર્યા સિવાય, ઘરમાંથી તેના પપ્પાની લાયસન્સવાળી રિવોલ્વર અને ગાડી લઈને અત્યારેજ મુંબઇ જવા નીકળવાનો પાક્કો નીર્ધાર કરી લે છે.
પ્રિયાને, હાલના પોતાને આવેલ ક્રોધ પર, એનો પોતાનો જરાય કાબુ નથી રહ્યો.
બસ, પહેલાં મુંબઈ જઈને રાજને મારી નાખુ, અને પછી હું પણ મરી જઈશ.
એણે મારા પ્રેમની કદર નથી કરી તો, હું પણ એને એના પ્રેમ સાથે એને નહીં રહેવા દઉંનો આખરી અને મક્કમ નિર્ણય કરી પ્રિયા નીચે આવે છે.
નીચે પ્રિયાની મમ્મી પ્રિયાને સીડીમા ગુસ્સા સાથે ઉતરતા જુએ છે.
પરંતુ
પ્રીયાની મમ્મી પ્રિયાને અને પ્રિયાના નિર્ણયને સારી રીતે જાણે છે કે
પ્રિયા એકવાર કોઈ વાત નક્કી કરી લે, પછી દુનિયાની કોઈ તાકાત એને નહી રોકી શકે.
પણ, આજનો પ્રિયાનો નિર્ણય અને રૂઆબ ખુબજ આક્રોશ ભર્યો અને ઘાતક છે.
પ્રિયાનો ગુસ્સો પણ અત્યારે સાતમા આસમાને છે.
જો આજે પ્રિયાને તેની મમ્મી નહીં રોકે,
તો પ્રિયા ન કરવાનું કરી દેશે, અને પોતે પણ જીવ આપી દેશે. પ્રિયાની મમ્મી આવા અમંગળ વિચારોથી ડરી જતાં,
હિંમત કરીને, પ્રિયાને કંઈ કહેવા જાય, એ પહેલાં જ
મમ્મીની વાત સાંભળ્યા પહેલાજ,
પ્રિયા એની મમ્મીને ધારાદાર શબ્દોમા પોતાનો ફેંસલો આપી દે છે કે,
જો મમ્મી, તારે મને જેટલી મન ભરીને જોવી હોય એટલી જોઈલે, અને પછી...
બિલકુલ, કંઈપણ બોલ્યા-ચાલ્યા સિવાય, કોઈ આનાકાની કર્યા સિવાય, મારો બિલકુલ સમય બગાડ્યા સીવાય હું જે કરૂ તે કરવા દે.
આજ સુધી રૂમમાં પુરાઈને મે, બહુ સમય બગાડયૉ છે.
માટે આજે તું જાણે છે કે, તારી દીકરી પ્રિયાને રોકવાના તારા બધા પ્રયાસો આજે નિષ્ફળ જશે, એટલે...
મહેરબાની કરીને મારી પાછળ આવવાની કે, કોઈને મારી પાછળ મોકલવાની કોશિશ નહીં કરતી તુ આજે.
આજે મે જે ધાર્યું છે, એ જ થશે, અને એને દુનિયાની કોઈજ તાકાત રોકી નહી શકે.
મમ્મીને આટલુ કહી પ્રિયા,
તેના પપ્પાની લાયસન્સ વાળી રિવોલ્વર, અને ગાડી લઈને બેકાબૂ દિમાગ અને બેકાબુ ગાડી, સાથે ઘરેથી નીકળી જાય છે.
વાચક મિત્રો, મારી આ નવી વાર્તા નવલકથાના રૂપમાં ટૂંક સમયમાં પબ્લીશ થશે.
મને વિશ્વાસ છે કે, મારી આ નવી વાર્તાને તમે મારી પબ્લીશ થયેલ 3 વાર્તાઓ
સેતુ - કુદરતનો એક અદભુત ચમત્કાર
ચાલો ઠીઠીયા કાઢીએ
તેમજ
રીયા - શ્યામ...ની કે વેદની ?
જેટલોજ આવકાર આપશો એનો મને વિશ્વાસ છે.
શૈલેષ જોશી.