Favorite Raj - A love story connected to the ground by flying in the air - 1 books and stories free download online pdf in Gujarati

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 1

પ્રિય રાજ...
ઘમંડના આસમાનમાં ઊડતી પ્રિયા, ને જમીનથી જોડાયેલ રાજની એક કાલ્પનિક, પણ રસસભર ડ્રામા ભરી પ્રેમકહાની

શેઠાણી : જઈ આવ્યો મુંબઈ ?
ડ્રાઈવર : હા બહેન.
શેઠાણી : રાજ અને તેનો સામાન, બન્ને સહી સલામત પહોંચી ગયો ને ?
ડ્રાઈવર : હા બેહેન. છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો.
શેઠાણી : સારુ સારુ ભાઈ, બસ હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે, એટલે શાંતિ.
ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી.
શેઠાણી : શી ખબર, બિચારા રાજને મુંબઈમાં ફાવશે કે નહીં. ઉપરા-ઉપરી મા-બાપને ગુમાવી ચુકેલો રાજ
ભગવાન રાજના જીવનમાં સુખ-શાંતિ અને હિંમત આપે.
બસ, રાજ એકવાર મુંબઈમાં સેટ થઈ જાય, અને એને કોઈ સારો જીવનસાથી મળી જાય, એટલે શાંતિ.
ડ્રાઈવર : એની ચિંતા નથી બહેન, રાજભાઈને જીવનસાથી મળી ગયો છે.
ડ્રાઇવરના મોઢે આ વાક્ય સાંભળતાજ,
મમ્મી અને ડ્રાઇવર વચ્ચે થઈ રહેલી બધી જ વાત,
ઉપરના માળે એના રૂમની બારીમાંથી સાંભળતી પ્રિયાના કાન, સરવા થઇ જાય છે. ચહેરાની રેખાઓ ખેંચાઈ આવે છે.
હાથની મુઠ્ઠીઓ વળી જાય છે.
તે પૂરી વાત સાંભળવા માટે બારીની થોડી વધારે નજીક આવી, સચેત થઈ જાય છે.
આગળ.....
ડ્રાઈવર : રાજભાઈને મુંબઈમાં રહેવા ઘર તો મળી ગયું છે, ભલે નાનું છે,
પરંતુ, કહે છે ને કે...
મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે.
પરંતુ, આપણા રાજભાઈને તો ઘરની સાથે-સાથે, જીવનસાથી, એના પપ્પા, અને ઘર બધુજ મળી ગયુ છે. અને રહી વાત નોકરીની, તો મુંબઇમા નોકરી તો મળીજ રહેશે.
શેઠાણી : એટલે ? હું કંઈ સમજી નહીં.
ડ્રાઇવર : એમાં થયુ એવું કે, મારે અંધારૂ થાય એ પહેલા અહી પહોંચવાનું હોવાથી, હું સામાન ઉતારી ત્યાંથી ફટાફટ પાછો વળી રહ્યો હતો.
જ્યારે ત્યાંથી હું પાછો આવવા નીકળી રહ્યો હતો, ત્યારે તે ચાલીના બે-ચાર લોકો અંદરો-અંદર વાતો કરી રહ્યા હતા કે...
ચાલો, બિચારીને ગુંડાઓની ચુંગાલમાંથી એનું ઘર પણ મળી ગયું, અને હવે એનો જીવનસાથી પણ એની સાથે છે, એટલે હવે એ છોકરીને વાંધો નહિ આવે.
ડ્રાઈવરના મોઢે આટલું સાંભળતા જ...
પ્રિયા પોતાની જાત પરનો કંટ્રોલ ગુમાવી દે છે.
એને મનમાં થાય છે કે, રાજને હું આટલો પ્રેમ કરતી હતી.
મારી પાસે આટલા રૂપિયા છે, ગાડી છે, બંગલો છે, ફેક્ટરી છે, આ બધું એને ન દેખાયુ ?
તો એણે, મુંબઈની ચાલીમાં એક વૃધ્ધ ગરીબ બાપની દીકરીને જીવનસાથી બનાવી, અને એની સાથે રહેવા પણ લાગ્યો.
ઉપરથી આ વાત તેણે, ભલે મારાથી કે મારા પરિવારથી છુપાવી રાખી, કોઇને જાણ ના કરી,
પરંતુ
એક મા-બાપ વગરની એની સગી બહેન, એટલે કે
હવે મારી ભાભીને પણ ના કહી, કેટલો સ્વાર્થી છે રાજ.
પ્રિયા ઘડીનો પણ વિલંબ કર્યા સિવાય, ઘરમાંથી તેના પપ્પાની લાયસન્સવાળી રિવોલ્વર અને ગાડી લઈને અત્યારેજ મુંબઇ જવા નીકળવાનો પાક્કો નીર્ધાર કરી લે છે.
પ્રિયાને હાલ, પોતાને આવેલ ક્રોધ પર એનો પોતાનો કાબુ નથી રહ્યો.
બસ, પહેલાં મુંબઈ જઈને રાજને મારી નાખુ, અને પછી હું પોતે પણ મરી જઈશ.
એણે મારા પ્રેમની કદર નથી કરી, તો હું પણ એને એના પ્રેમ સાથે નહીં રહેવા દઉં.
આવો, આખરી અને મક્કમ નિર્ણય કરી પ્રિયા નીચે આવે છે.
નીચે પ્રિયાની મમ્મી પ્રિયાને સીડીમા ગુસ્સા સાથે ઉતરતા જુએ છે.
પરંતુ
પ્રીયાની મમ્મી, પ્રિયાને અને પ્રિયાના નિર્ણયને સારી રીતે જાણે છે કે
પ્રિયા એકવાર કોઈ વાત નક્કી કરી લે, પછી દુનિયાની કોઈ તાકાત એને નહીં રોકી શકે.
એને પાછી વાળવી અસકય છે.
પરંતુ
પ્રિયાનો આજનો નિર્ણય, આ તો બહુ કપરો નિર્ણય એણે કર્યો છે, અને એનો ગુસ્સો પણ અત્યારે સાતમા આસમાને છે.
જો આજે પ્રિયાને તેની મમ્મી નહીં રોકે, તો પ્રિયા ન કરવાનું કરી દેશે, અને પોતે પણ જીવ આપી દેશે.
પ્રિયાની મમ્મી, આવા વિચારોથી ડરી જતાં, હિંમત કરીને પ્રિયાને કંઇક કહેવા જાય, એ પહેલાં જ
પ્રિયા તેની મમ્મીને, ધારદાર શબ્દો દ્રારા પોતાનો આજનો ફેંસલો કહી દે છે કે,
જો મમ્મી, તારે મને જેટલી મન ભરીને જોવી હોય એટલી જોઈલે, અને બિલકુલ બોલ્યા-ચાલ્યા સિવાય, કોઇપણ જાતની આનાકાની કર્યા સિવાય, તારો કે મારો બિલકુલ સમય બગાડ્યા વગર, મને જવા દે.
તું જાણે છે મમ્મી કે, તારી દીકરી પ્રિયાને રોકવાના તારા આ બધા પ્રયાસો, આજે વ્યર્થ છે.
માટે, મહેરબાની કરીને મારી પાછળ આવવાની કોશિશ, કે પછી કોઈને મારી પાછળ મોકલવાની કોશિશ નહીં કરતી તુ. આજે મે જે ધાર્યું છે એ જ થશે, અને એને દુનિયાની કોઈ તાકાત રોકી નહી શકે.
મમ્મીને આટલુ કહી, પ્રિયા રીવલ્વોર લઈ, બેકાબૂ દિમાગ અને બેકાબુ ગાડી સાથે ઘરેથી નીકળી જાય છે.

મિત્રો,
હવે આ કાલ્પનિક, પારિવારિક વાર્તાને આપણે શરૂઆતથી માણીએ.
કે જેના મુખ્ય બે પાત્રો,
પ્રિયા અને રાજ
કે જેની આજુ-બાજુ, નફરત અને પ્રેમના રંગોથી આ આખી વાર્તા તૈયાર કરેલ છે.
એક શહેર, જે આમતો બહુ મોટું ન કહી શકાય.
પરંતુ
ધંધા-રોજગાર અને વસ્તીની ગણતરી પ્રમાણે જોતાં, ઠીક-ઠીક વિકાસ પામેલ આ શહેર.
અહીંની એક મોટી કંપની, કે જેના માલીક શેઠ હસમુખલાલ છે.
શેઠ હસમુખલાલ આ કંપની ચલાવતા હોય છે, અને તેમાં તેમને પુરેપુરો સાથ અને સહકાર મળી રહેતો,
તેમની કંપનીના મેનેજર અને તેમના અંગત મિત્ર પણ, નવનીતભાઈનો.
નવનીતભાઈ પોતે મધ્યમ વર્ગના હોવાથી, નવનીતભાઈની આર્થીક પરિસ્થિતિ એટલી મજબૂત નહીં.
પરંતુ
શેઠ હસમુખલાલે, નવનીતભાઈના સ્વભાવમાં એક ખૂબી જોઈ હતી, અને એજ ખૂબીએ, હસમુખલાલ અને નવનીતભાઈના સંબંધોને વધારે મજબૂત બનાવ્યા હતા.
નવનીતભાઈમાં હસમુખલાલે જોયેલી ખૂબી એટલે..
નવનીતભાઈની પ્રમાણિકતા અને તેમને સોંપેલ કામની જવાબદારી પ્રત્યેની એમની નિષ્ઠા, મહેનત અને લગન.
નવનીતભાઈ એમને સોંપેલ કામમાં, એટલા ચોક્કસ કે,
તેમનું કામ જોઈને હસમુખલાલને પણ થતું કે,
જો નવનીતભાઈની જગ્યાએ મારો સગોભાઈ પણ હોય તો, એ પણ આટલું સારી રીતે કંપનીનું કામ કરી ન શકે.
નવનીતભાઈ, કોઈ દિવસ કંપનીમાં વધારે કે અરજન્ટ કામ હોય તો, સમયનું પણ ધ્યાન ન રાખે, કે...
મારી નોકરીનો સમય પૂરો થયો, હવે બાકીનું કામ કાલે કરીશ.
ઉપરથી, રાત્રે મોડા સુધી રોકાઈને પણ તે કામ પૂરું કરતા.
કોઈક વાર જો, રજાના દિવસે પણ અરજન્ટ કામ હોય, તો તે કંપની પર પહોંચી જતા.
શેઠ હસમુખલાલને કંપનીના કામ અર્થે, અસંખ્ય વાર વિદેશ પ્રવાસ પણ થતા રહેતા.
વિદેશ પ્રવાસ સાથે-સાથે અલગ-અલગ સ્ટેટમાં પણ નીકળવાનું થતું રહેતું.
પરંતુ,
નવનીતભાઈના કારણે, તેમને કંપનીની સહેજે ચિંતા રહેતી નહીં, અને ઘણીવાર તે પોતે પણ કબુલતા કે...
આપણી કંપનીને, નવનીતભાઈ મારા કરતા પણ સારી રીતે ચલાવી શકે છે.
પાછુ, નવનીતભાઈના આટલા સારા કામની સામે, શેઠ કોઈવાર નવનીતભાઈને, ખુશ થઈ તેમના પગાર સિવાય, એક પણ રૂપિયો આપે, તો નવનીતભાઈ કોઈ દિવસ લેતા ન હતા, તો પછી નવનીતભાઈ વિશે, કોઈ આડીઅવળી રીતે પૈસા મેળવવાનું તો સપને પણ ન વિચારી શકે.
નવીનભાઈના આ પ્રકારના સ્વભાવને કારણે,
કંપનીમાં જ કામ કરતા, શેઠના બે સગા
ભરત અને કનક, કે જેમાંથી એક એકાઉન્ટ વિભાગમાં કામ કરતો કનક, અને બીજો પરચેજ વિભાગમાં કામ કરતો ભરત.
કનક અને ભરત પૈસા બાબતે બહુ ખરાબ દાનત ધરાવતા.
માટે
તે બન્નેને, નવનીતભાઈ આંખના કણાની જેમ ખૂંચતા હોય છે. પરંતુ
તે બંને સારી રીતે જાણે છે કે
શેઠ, નવનીતભાઈ વિરુદ્ધ તેમનો એક શબ્દ પણ નહીં સાંભળે.
નવનીતભાઈને સંતાનમાં એક દીકરો જેનુ નામ રાજ, અને એક દીકરી જેનુ નામ આરતી હોય છે.
રાજ, નાનપણથીજ તેના મામાને ત્યાં રહેતો, અને ત્યાંજ અભ્યાસ કરતો.
જ્યારે દીકરી આરતી, તેમની સાથે રહેતી હોય છે.
નવનીતભાઈની દીકરી આરતી, દેખાવે સુંદર અને ખૂબ જ હસમુખા સ્વભાવની, પરંતુ
તે જન્મથીજ એક પગેથી થોડી વિકલાંગ હોય છે.
શેઠ, નવનીતભાઈનો સ્વભાવ તેમજ તેમની આર્થીક સ્થિતીથી વાકેફ હોવાથી, નવનીતભાઈને રોકડ પુરસ્કારને બદલે, વાર-તહેવારે, જન્મદિન નિમિત્તે ખુશ થઈને, એક મિત્ર તરીકે ખુશ થઈને ઘર-વપરાશની ને જીવન-જરૂરી ચીજ-વસ્તુઓ ગિફ્ટ કે ભેટ સ્વરૂપે આપતા.
એનુ ખાસ કારણ એ હતુ કે...
શેઠ પોતે, જાણે છે કે, રોકડામાંતો નવનીતભાઈ, એક રૂપિયો પણ મારી પાસેથી નહીં લે.
હસમુખલાલ શેઠને પણ સંતાનમાં એક દીકરો રમેશ, જે ખૂબજ સીધો-સાદો અને સરળ સ્વભાવનો.
તેમજ એક દીકરી પ્રિયા, પ્રિયા પોતાના ભાઈ રમેશના સ્વભાવથી બિલકુલ વિપરીત સ્વભાવ ધરાવે છે.
પ્રિયાના સ્વભાવમાં હંમેશ માટે અતિશય ઘમંડ અને ભયંકર ગુસ્સો ભરાયેલ રહેતો.
રમેશ અહી શહેરમાંજ ભણેલ-ગણેલ, પરંતુ
દીકરી પ્રિયા, તેનો અભ્યાસ, છેલ્લા પાંચ-સાત વર્ષથી તે તેના કાકા પાસે ફોરેનમાં રહીને ભણી આવી હોય છે.
ઈન્ડિયા આવ્યાં પછી પણ, પ્રિયા માંડ એક-બે દિવસ તેના ઘરે રહી હશે, બાકી તે આંતરા દિવસે ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જતી.
એક દિવસ હસમુખલાલને ધંધાના કામથી, બીજા એક સ્ટેટની તેમની નવી પાર્ટીને ત્યાં મળવા જવાનું થાય છે, અને કદાચ ત્યાંથી ડાયરેક્ટ, હસમુખલાલને તે પાર્ટી સાથે, કંપનીનાજ કામથી વિદેશ જવાનું પણ ફાઈનલ થાય તેમ છે.
હવે
હસમુખલાલને જે દિવસે ત્યાં જવા નીકળવાનું હતું, તેજ દિવસે નવનીતભાઈનો દીકરો રાજ, તેના મામાના ઘરેથી પાછો આવવાનો હોવાથી, નવનીતભાઈ એ દિવસે રજા ઉપર હોય છે.
હસમુખલાલે, આ વિઝીટ વિશે હજી કોઈને વાત કરેલ ન હતી.
ઘણીવાર, એમ અચાનક પણ હસમુખલાલ, આઠ-દસ દિવસ ટૂરમાં નીકળી જતા, પછી ત્યાં પહોંચી જ્યારે તેઓ ફોન કરે ત્યારે નવનીતભાઈને કે પછી હસમુખલાલના ઘરવાળાઓને ખબર પડતી કે, તેઓ ક્યાં ગયા છે અને ક્યારે પાછા આવશે.
આ બાજુ શેઠ બહાર જવાના છે, ને નવનીતભાઈ રજા પર છે, તેની જાણ કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા કનકને થઈ જાય છે.
કનકને આ વાતની જાણ થતા જ, તેના મનમાં એક કુ-વિચાર આવે છે, અને તે આ વાત તેના જેવીજ વિચારસરણી ધરાવતા, સાથી ભરતને જણાવે છે.
કે હસમુખલાલ શેઠને પંદર દિવસ માટે બહાર જવાનું છે, તો આપણે એક કામ કરીએ, નવનીતભાઈ છે નહીં,
આપણે શેઠને કહીએ કે,
પગાર તારીખ નજીક આવી રહી છે, તો કંપનીમાં પગાર કરવા, તેમજ દસ-પંદર દિવસ સુધી કંપનીના પરચુરણ ખર્ચ માટે, શેઠ પાસેથી આપણે, થોડા બ્લેન્ક ચેક સાઈન કરાવી દઈએ.
બેન્કનું બધું કામકાજ, નવનીતભાઈ કરે છે, તો કાલે આપણે એ ચેક નવનીતભાઈને આપી બેન્કમાંથી પૈસા ઉપાડવા મોકલીએ, અને જ્યારે નવનીતભાઈ બેન્કમાંથી પૈસા ઉપાડીને નીકળે, ત્યારે આપણે એમની પાસેથી ચીલઝડપ કરી એ પૈસા લૂંટી લઈએ.
કનક અને ભરત, બીજા દિવસ માટેનો, આવો એક પ્લાન બનાવે છે.
વધું ભાગ 2 માં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED