લવ બાઇટ્સ - પ્રકરણ-24 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-24

લવ બાઇટ્સ
પ્રકરણ-24
સ્તવન, આશા, મીહીકા આશાની ઈચ્છા પ્રમાણે લોન્ગ ડ્રાઇવ પર ફરવા નીકળી પડ્યાં. નહારગઢ પહોચી ઢોળાવ ચઢવાની શરૂઆત કરી અને સ્તવનને એવું મહેસુસ થવા લાગ્યું કે અહીં એ આવી ગયો છે પણ ક્યારે ? એને યાદ નહોતું આવી રહ્યું.
સ્તવને આશાને કહ્યું હું અહીં પ્રથમવારજ આવ્યો છું છતાં...પણ એ આગળ બોલતો અટકી ગયો. આશાએ સ્તવન તરફ પ્રશ્નાર્થ નજરે જોતાં કહ્યું "તમે અહીં આવી ગયા છો ? ક્યારે ?
સ્તવને કહ્યું એવું લાગે છે પણ યાદ નથી આવતું કદાચ મારો ભ્રમ હશે પણ કદાચ હું કુંભરગઢ ગયો છું એનાં જેવું લાગે છે પણ... ખબર નથી કંઇ.
મીહીકાએ કહ્યું ભાઇ આપણે કુંભલગઢ ગયાં છીએ અહીં તો કદી આવ્યાંજ નથી એનાં જેવું ભલે લાગે પણ એ નથીજ સ્તવને હસતાં હસતાં કહ્યું એ તો નથી જ ને મનેય ખબર છે.
થોડાં આગળ વધતાંજ સ્તવનથી અનાયસે બોલાઇ ગયું અરે અહીં થોડે આગળ એક દેરી જેવું આવવું જોઇએ નાગદેવની દેરી છે એની બાજુમાં મોટું ત્રિશુલ જેવું હતું એનાં પર ચુંદડી બાંધેલી હતી.
એ લોકો આગળ વધ્યાં અને ખરેખરજ ડાબી બાજુ સફેદ નાની દેરી જેવું આવ્યું ત્યાં ત્રિશુલ હતું એનાં પર ચુંદડી બાંધેલી હતી ત્યાંજ સ્તવનથી કારને બ્રેક લાગી ગઇ અને બોલ્યો... ખરેખર એજ આવ્યું ચલો દર્શન કરીએ.
આશાએ વિસ્મય પામતાં કહ્યું અરે અહીં પહોચતાં પહેલાંજ તમે આવુંજ વર્ણન કરેલું.. તમે સાચેજ અહીં આવી ગયાં છો તોજ આટલું યાદ રહે.. નવાઇ લાગે છે તમે કહો છો.. પણ ના સમજાયું મને....
સ્તવને કહ્યું મારાં દીલમાં એહસાસ થયા અને હું બોલી ગયો. સાચેજ હું અહીં આવી ગયો છું આશા કંઇ બોલી નહીં બધાએ દેરીએ દર્શન કર્યા. આશા હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી પણ એનાં મનમાં વિચારો આવી રહેલાં.
દર્શન કર્યા પછી આશાએ પૂછ્યું બીજું શું યાદ આવે છે તમને ? તમને ખબર છે આ મારી ખૂબ પ્રિય જગ્યા છે નહારગઢ મને અહીં આવીને ખૂબજ આનંદ આવે છે...
*********
યુવરાજસિંહ અને વીણાબહેન રાજમલભાઇનાં ત્યાં પહોચી ગયાં અને રાજમલભાઇ અને માણેકસિંહ એમને પ્રેમથી આવકાર્ય. બધાંએ એકબીજાની ખબર અંતર પૂછી... પાણી આપીને ભંવરીદેવી અને લલિતાબહેન પણ એલોકો સાથે બેઠાં...
યુવરાજસિંહે કહ્યું "તમને ખાસ મળવાજ આવ્યાં છીએ છોકરાઓ ફરવા નીકળ્યાં છીએ. આશા સાથે અને અમારે અંદર અંદર ચર્ચા થયા પછી નિર્ણય પર આવ્યાં છીએ કે આ છોકરાઓનો વિવાહ કરી લઇએ સારાં મૂહૂર્તમાં અને એક સારુ કામ નીપટાવી લઇએ.
ભંવરીદેવીએ કહ્યું બંન્ને છોકરાઓનાં મન મળી ગયાં છે અને આપણું કામ એ લોકોએજ પુરુ કર્યું છે. તમે કહો ત્યારે વિવાહ વિધિ સંપન્ન કરી લઇએ.
વીણાબહેને કહ્યું તમે મારાં મનની વાત કીધી તમે મારી મોટીંનાં જાણીતાં છોકરો સારો પછી હવે કંઇ વિચારવાનું નથી બસ મૂહૂર્ત કઢાવી વિવાહ કરી લઇએ અને એનાં થોડાં સમયમાંજ શ્રેષ્ઠ મૂહૂર્તમાં લગ્ન કરાવી લઇએ તમારો શું મત છે ?.
લલીતાબહેને કહ્યું શ્રેષ્ઠ વિચાર છે મારે તો બંન્ને બાજુ લહાવો લેવાનો છે સ્તવન મારાં દીકરા જેવો અને આશા તો મારી છેજ. આતો સોનામાં સુગંધ ભળી ગઇ હવે આ મૂહૂર્ત કઢાવીને વિવાહ કરાવી લઇએ.
માણેકસિંહે કહ્યું ઉત્તમ વિચાર છે મૂહૂર્ત કઢાવી લઇએ આમ પણ મારે ઘરે તો જવું પડશે, ત્યાં મૂર્તિનાં કામ અને ડીલીવરીનાં કામ નિપટાવી લઊં અને અમારાં પૂજારીજી પાસે બંન્ને મૂહૂર્ત કઢાવી લઇએ.
રાજમલસિંહે કહ્યું તમારી વાત સાચી છે મિત્ર તમે કામ નિપટાવી આવો અને મૂહૂર્ત પણ કઢાવી લો પણ મારું સૂચન અને આગ્રહ છે કે વિવાહનાં પ્રસંગ અહીં મારાં ઘરેજ કરવાનો છે સ્તવન મારાં દીકરા જેવો છે પછી ભલે એ લોકો મહાદેવ ત્થા પૂંજારીનાં આશીર્વાદ લેવાં રાણકપુર જઇ આવે. આટલી મારી માંગણી પુરી કરજો લલિતાને પણ ખૂબ આનંદ થશે.
ભંવરીદેવીએ કહ્યું તમારી લાગણી અને પ્રેમ સર આંખો પર પણ દિકરાનો પ્રસંગતો રાણકપુર ઘરેજ શોભે... હજી વાક્ય પુરુ કરે પહેલાં લલિતાબહેને કહ્યું કેમ આવું બોલો છો ? સ્તવન મારાં દીકરાં જેવો છે દીકરોજ માન્યો છે મારો કુખે નથી અવતર્યો પણ... એમ કહેતાં એમની આંખોમાં આંસુ આવી ગયાં...
ભંવરી દેવીએ કહ્યું "ઓછું ના લાવો તમારોજ દીકરો છે એવો અર્થ નથી મારો.... પણ... માણેકસિહે કહ્યું તમારો પ્રેમ અને લાગણીને ધ્યાનમાં રાખી અહીંજ મારાં મિત્ર રાજમલનાં ઘરેજ પ્રસંગે થશે એ આખરી નિર્ણય છે ઓછું ના લાવો.
રાજમલસિંહ અને લલિતાદેવી ખૂબ ખુશ થઇ ગયાં. લલિતાબહેને કહ્યું તમે કાલેજ રાણકપુર જઇ કામ પતાવી આવો મૂહૂર્ત કઢાવી લાવો હું અહીં તૈયારીમાં લાગી જઇશ.
લલિતાબહેનનો પ્રેમ અને ઉત્સહ જોઇ ભંવરીદેવીની આંખો ભીની થઇ ગઇ એમણે કહ્યું તમારી સાથે પણ કોઇ નજીકનાં લેણદેણ છે બહેન અમે સાચેજ ભાગ્યશાળી છીએ.
લલિતાબહેને કહ્યું તમે બે જણાં જઇ આવો મીહીકા પણ અહીં મારી સાથે રહેશે મને મદદ કરશે. તમે નીપટાવીને તરત પાછા મળી જજો.
યુવરાજસિંહ અને વીણાબહેન બંન્ને કુટુંબો એને મિત્રની મિત્રતા જોઇ રહેલાં એ પણ ખૂબ આનંદ પામ્યો. બધું નક્કી થઇ ગયું માણેકસિંહ અને ભંવરીદેવી રાણકપુર આવતી કાલે જઇને મૂહૂર્ત કઢાવી બીજા કામ પરવારીને આવી જશે.
વીણાબહેને કહ્યું છોકરા ઓ આખો દિવસ ભલે ફરતાં મેં આશાને કહ્યું છે સાંજે અહીં બધાં સાથે જમીશું ભલે ગમે તે સમયે પાછા આવે.
લલિતાબહેને કહ્યું આજે પાકું થયું છે ભલે વાતો બધી ઘણાં દિવસથી કરતાં હતાં. સ્તવનને ભાવતી ઘેવર લાવશું અને સાથે સાથે શુકનની લાપશી રાંધીશું બધાં સાથે બેસીને જમીશું કેટલાયે સમયે મારાં ઘરમાં આવો આનંદ આવ્યો છે હું મહાદેવની ઋણી છું કે મને આવો મોકો આપ્યો છે બધાં લલિતાબ્હેન તરફ આનંદથી જોઇ રહ્યાં અને સાંજ પડે પહેલાં રસોઇની તૈયારી કરવા લાગ્યાં....
*************
આશાએ પ્રેમથી સ્તવનને પ્રશ્ન કર્યો જે બીજુ તમને અહીંનું શું યાદ આવી રહ્યું છે નાગદેવની દેરી વિષે તો તમે એકદમ સચોટ કીધું હતું સ્તવનની આંખોમાં આશા માટે પ્રેમ ઉભરાઇ રહ્યો હતો. મિહીકા એ લોકોની વાતો સાંભળતી હતી એને થયું આ લોકોને એકાંત આપવુ જોઇએ એ દેરી પાસેથી દૂર દૂર સુધી દેખાતાં ડુંગરા અને લીલોતરી જોઇ રહી હતી એ બંન્નેથી થોડી દૂર જઇને બધુ સમજીને જોઇ રહી હતી.
સ્તવને એક નજર મિહીકા તરફ કરીને પછી આશાની વધુ નજીક આવ્યો સંકોચ છોડીને બોલ્યો "આશુ અહીં આવીને તારાં માટે પ્રેમ સ્ફુરે છે એમ કહીને આશાનો હાથ પકડીને સામેની બાજુ જોઇને દૂર રળીયામણાં ડુંગર બતાવતાં કહ્યું આશા દૂરથી ડુંગર રળીયમણાં દેખાય છે પણ તું તો મારી નજીક હોય કે દૂર તું ખૂબ સુંદર લાગે છે ખૂબજ વ્હાલી એમ કહીને આશાનો ચહેરો હાથમાં લઇને એણે એના ભીનાં લાલ લાલ હોઠ પર હોઠ મૂકી દીધાં અને દીર્ધ ચુંબન લીધુ આશાની આંખો બંધ થઇ ગઇ હતી અને સ્તવનની વાણી અને એનાં હોઠનાં સ્પર્શમાં ખોવાઇ ગઇ હતી.
સ્તવન ક્યાંય સુધી એનાં હોઠ ચૂસી રહ્યો પછી એની આંખો ચૂમીને બાંહોમાં ભરી દીધી. આશાં એનાં પ્રેમનાં તોફાનમાં તણાઇ ગઇ. બંન્ને જણાં મધુરસ માણી રહ્યાં.
પછી આશાએ સ્તવનનું કપાળ ચૂપને કહ્યું બસ મને તમેજ જોઇતાં હતાં પ્રથમ નજરે ગમી ગયાં પછી હું હરપળ તમનેજ તરસતી રહી મારાં પિયુ ફરીવાર વચન દોહરાવું છું તમારી છું તમારીજ રહીશ સદાય દરેક સ્થિતિ સંજોગમાં સાથ આપીશ નિશ્ચિંત રહેજો આશા ફક્ત તમારી છે તમારીજ રહેશે આઇ લવ યુ સ્તવન... પછી બોલી મીહીકાબેન સમજીને પેલી તરફ ઊભા રહ્યાં છે બસ કરો એ એકલાં પડશે મારી તો ખાસ સખી બની ગયાં છે.
સ્તવને આશાનાં ગાલ ફરી ચૂમતાં કહ્યું મને તો ધરાવોજ નથી થતો એમ થાય છે કે હું... એ આગળ બોલે વધે ત્યાંજ ડમરી ઉડવી ચાલુ થઇ પવનનું જાણે તોફાન આવ્યું અને.....
વધુ આવતા અંકે - પ્રકરણ -25