લવ બાઇટ્સ
પ્રકરણ-23
સ્તુતિ અઘોરનાથ બાબા પાસે આશા લઈને આવી હતી કે બાબા પીડામાંથી મુક્તિ આપશે. મારું જીવન ભાર વિનાનું થઇ જશે. પણ..બાબાએ એવું કહી દીધુ.. કે તારાં કારણે બીજો જીવ વિના વાંકે પીડાઇ રહ્યો છે. તારાં ગત જન્મનો કર્મ તારી પીડાનું કારણ છે. તું સાંભળી શકીશ ? પીડામાં વધારો થશે. એવું ક્યુ કર્મ મારાંથી થયુ છે કે હું તો પીડાઉ છું બીજો જીવ પણ પીડાય છે ?
સ્તુતિ બાબાને આશ્રમનો રૂમ છોડી બહાર નીકળી એનાં મનમાં પીડા સાથે અનેક પ્રશ્નો હતાં. આ ક્યાં હિસાબ છે ? ક્યા એવાં સંચીત કર્મો છે કે જેનું આવું વિષ જેવું ફળ ભોગવું છું. બાબાએ હમણાં વિધી કરવા પણ ના પાડી દીધી. વિચાર અને ચિંતા સાથે બહાર નીકળી. જેવી બાબાનાં રૂમમાંથી બહાર પગલાં પાડ્યાં અને એનાં શરીરની આસપાસ કાળા ફૂંડાળા જાણે હવામાં ફરી રહેલાં. બાબા એને જતાં નિરૂપાયે થઇને જોઇ રહેલાં કર્મની ગતિ ન્યારી... એમણે જોયુ અને મંત્ર બોલી ચપટી વગાડીને અવાજ કર્યો અને કૂંડાળા ગાયબ જરૂર થયાં પણ સ્તુતિનો પીછો ના છોડ્યો.
સ્તુતિ નિરાશ વંદને ઘરે પાછી ફરી એનો ચહેરો ઉતરી ગયેલો માંડ સ્વસ્થ થઇને ઘરમાં પ્રવેશી અને સામે પાપા અને માં એની રાહ જોઇ રહેલાં.
પાપાએ પૂછ્યુ "તારી મિત્ર તારી સાથે આશ્રમ આવેલી ? શું કહ્યું બાબાએ ? તારો ચહેરોજ ચાડી ખાય છે તને આશ્વાસન નથી મળ્યુ સ્તુતિ પાપાની સામે જોઇ રહી પછી વળગીને ધુસ્કે ધુસ્કે રડી પડી અને બોલી પાપા હું શું કરું ? આ પીડાથી ત્રાસી છું હારી ગઇ છું આમ મને... પાપાએ થોડીવાર રડવા દીધી પછી બોલ્યાં "દીકરી તારી લાગણી અને દુઃખ હું સમજુ છું હું પણ અગોચર વિદ્યાનો અભ્યાસી છું મને ખબર પડી ગઇ હતી કે તું ખોટું બોલીને બાબા પાસે ગઇ હતી.
સ્તુતિ બેટા ચિંતા ના કર તારું છેલ્લુ વર્ષ છે અભ્યાસમાં ધ્યાન પરોવ.... તું પછી કોઇ કામ શોધી લે. કામમાં અભ્યાસમાં ચિત્ત પરોવાશે પીડા ઓછી થશે. હું પણ તમામ પ્રયાસ કરી રહ્યો છું સંચીતકર્મો ભોગવ્યા પછીજ એમાંથી મુક્તિ મળે છે. એને ભોગવી લે ઇશ્વર બધુ સારું કરશે. હું પળ પળ તારાં સાથમાં છું દીકરી...
રડતી સ્તુતિને વામનરાવ સાંત્વન આપી રહેલાં સલાહ આપી. સ્તુતિએ કહ્યું "પાપા તમારી વાત સાચી છે હું અભ્યાસ અને કામમાં મન પરોવી લઇશ હવે ફરિયાદ નહી કરુ મારાં કર્મોનું જેવું હશે એવુ ફળ ભોગવી લઇશ પણ પાપા.. ઘણી વખત હું એવી વિવિશ સ્થિતિમાં હોઊં છુ કે વાત મારાં કાબૂમાં નથી હોતી હું કોઇ અગમ્ય રીતે દોરવાઇ જઊં છું મને નથી ખબર પડતી કે નથી ભાન હોતું કે હું શું કરી રહી છું પણ બાબાની ભસ્મ અને કંઠી પહેરી છે હું કાબૂ કરીશ સહન કરીશ.... એમ કહી રડતી રડતી એનાં રૂમમાં જતી રહી...
વામનરાવ અને એમની પત્નિ તરુણીબેન લાચાર થઇને જતી સ્તુતીને જોઇ રહ્યાં. માંનું હૃદય હાથમાં ના રહ્યું એમણે ભીની આંખે કહ્યું આટલી નાની ઊંમરમાં એને આવું સહેવાનું ? આતો કેવો ન્યાય ? આ ઊંમરમાં તો ..... પછી આગળ બોલી ના શક્યા ડૂમો ભરાઇ આવ્યો સાડલાનો છેડો મોં પર ડાબી કીચનમાં જતા રહ્યાં.
વામનરાવ પણ વિચારમાં પડી ગયાં આ દીકરીનો શું ઉપાય કરવો ? મનોમન મહાદેવને પ્રાર્થી રહ્યાં ભગવન કોઇ ઉપાય બતાવો....
***********
બીજો દિવસ ઉગ્યો સ્તવન નાહી ધોઇ પરવારીને માંબાબાનાં દર્શન કરી પહેલાંજ બોસને ફોન કરીને વાત કરી લીધી કે આજે એ ઓફીસ નહીં આવે ખાસ અગત્યનું સામાજીક કામ છે બોસ તરફથી રજા મળી ગઇ હતી એ નિશ્ચિંન્ત થઇ ગયો.
ચા-નાસ્તો પરવારી એણે માંને કહ્યું માં હું અને મીહીકા આશાના ઘરે જઇએ છીએ પછી સાંજેજ પાછા આવીશું ત્યાં સુધી તમે કાકી-કાકા અને પાપા એનાં પાપા સાથે વાત કરી લેજો.
ડ્રોઇગ રૂમમાંથી સાંભળતાં રાજમલસિંહે કહ્યું "દીકરા તમે જઇ આવો અને હાં મારી કાર લઇને જજો રીક્ષામાં ના જશો. લે દીકરા આ ચાવી. સ્તવને કહ્યું ના કાકા અમે રીક્ષામાં જતા રહીશુ હજી કાર બરાબર મને ?... ત્યાંજ રાજમલસિંહે કહ્યું ચલાવ તું કંઇ નથી થતું પ્રેક્ટીસ થશે આમ પણ આવતા મહીને તને કાર મળીજ જવાની છેને.. તું આમ રીક્ષામાં જઇશ મને નહીં ગમે દીકરા.. લે ચાવી વિના સંકોચે લઇજા. અને સ્તવને ચાવી લીધી મીહીકાને તૈયાર થવા કીધું... સ્તવનના પાપાએ કહ્યું તું નિશ્ચિંત થઇને જા અને યુવરાજસિંહ અમે વીણાબહેન સાથે વાત કરવાનાં છીએ એમને અહીંજ બોલાવવાનાં છીએ. તમે લોકો જાવ. સ્તવન રાજી થઇ ગયો.
મીહીકા તૈયાર થઇને આવી ગઇ અને બોલી "ભાઇ ચલો આપણે નીકળીએ આશાભાભી રાહ જોતાં હશે. સ્તવને કહ્યું "વાહ રાજકુમારી જેવી લાગે છે અને હમણાંથી ભાભી ભાભી કરવા માંડી ભાઇને તો ભૂલીજ ગઇ લાગે... ચલ આપણે નીકળીએ.
મીહીકા સાથે નીકળી બંન્ને જણાં કારમાં બેઠાં અને મીહીકા બોલી" ભાઇ કેવાં સારાં દિવસો જોવા મળ્યાં ભાભી ભાભી કરુ છું પણ મારાં દેવ જેવા ભાઇને કારણે છે.. તમે છો તો ભાભી છે. હવે ક્યારે એમને મળું એવું થાય છે ખાસ સહેલી બની ગયાં છે.
સ્તવને કાર ચલાવતાં કહ્યું "મને થવું જોઇએ એ તને થાય છે વાહ ચલો કંઇ નહીં રૂબરૂ મળી પ્રોગ્રામ બનાવીશું.
આશાનાં ઘરે પહોંચી ગેટ પાસેજ કાર પાર્ક કરીને સ્તવને કહ્યું "એ તૈયાર હોય તો સારું નહીતર બધાં સાથે વાતો કરવા બેસવું પડશે. હજી એવું બોલે ત્યાંજ આશા હસતી હસતી ગેટ પર આવી ગઇ અને બોલી "સ્તવન તમે માં પાપા સાથે વાત કરી લો હું તો તૈયાર છું ક્યારની રાહજ જોતી હતી.
સ્તવને કહ્યું "હું બોલ્યો તને સંભળાઇ ગયું ? પછી હસી પડ્યો અને મીહીકા સાથે એણે ઘરમાં પ્રવેશ કર્યો બંન્ને જણાએ યુવરાજસિંહ અને વીણાબહેનને પગે લાગીને આશીર્વાદ લીધાં.
યુવરાજસિંહે કહ્યું તમે લોકો ફરવા જાવ બધું જોજો અમે રાજમલસિંહને ત્યાંજ જવા નીકળીએ છીએ. પાપા અને માં રાજમલસિંહને ત્યાં જવા નીકળ્યાં. વીણાબહેને કહ્યું પહેલાં એ લોકોને ચાનાસ્તો તો આપવા દો. પછી જઇશું.
સ્તવને કહ્યું "ના ના આંટી અમે નીકળીએજ છીએ તમે પણ નીકળો સાંજે રાજમલકાકાને ત્યાંજ મળીશું.
વીણાબહેને કહ્યું "દીકરા હવે તો મંમી કહો વધુ ગમશે. આંટી નહીં.. અને હસી પડ્યાં ઠીક છે તમને ફરવાનું વધારે મને છે આપણે બધાં સાથેજ નીકળીએ.
અને સ્તવન આશા કારમાં આગળ બેઠાં મીહીકા પાછળ પછી આશા બોલી, હું પાછળ બેસતતો તમે ડ્રાઇવર જેવા દેખાત એટલે આગળ બેઠી છું એ સાંભળી મીહીકા ખડખડાટ હસી પડી અને બોલી વાહ સરસ જવાબ....
અને ત્રણે જણાં ખડખડાટ હસી પડ્યાં. યુવરાજસિંહ અને વીણાં બહેન એ લોકો હસતાં હસતાં નીકળતાં જોઇ આનંદ પામ્યા. વીણાબહેને કહ્યું "સાંભળો છો ? છોકરો પસંદ કરવામાં કોઇ ભૂલ નથી કરી આપણે કે આશાએ... કેવાં હસતાં હસતાં જઇ રહ્યાં છે એ લોકોને સાથે જોઇને આંખ ઠરે છે.
યુવરાજસિંહે કહ્યું દીકરીનેજ પસંદ છે પછી આપણને ક્યાં કોઇ પ્રશ્ન છે. ઇશ્વરને સોંપી દીધું છે વળી કુટુંબ અને માણસો જાણીતા છે કોઇ ચિંતા નથી સહુ સારાંવાનાં થશે એમ કહીને કાર સ્ટાર્ટ કરી જવા નીકળી ગયાં.
સ્તવને આશા કહ્યું બોલો મેડમ કઇ તરફ જવાનું છે ? હજી હું જયપુરનો ભોમીયો નથી તમે કહેશો એમ ચલાવીશ. આશાએ કહ્યું આપણે ક્યાંક લોંગ ડ્રાઇવ જઇએ ત્યાં હાઇવે પર જમીશુ વાતો કરીશું પછી કોઇ સરસ ફીલ્મ જોઇશું. પછી આગળ તમે કહો એમ પ્રોગ્રામ કરીશું શું કહો છો ? મીહીકાબેન બરાબર છે ? કે તમારે કોઇ ખાસ જગ્યાએ જવું છે ?
મીહીકાએ કહ્યું જયપુરવાસી તમે છો એટલે તમે કહો એમજ કરીશું તમે કહો ક્યાં લોંગ ડ્રાઇવ જવુ છે ? સ્તવન બંન્ને જણનાં સંવાદ સાંભળી રહેલો..
આશાએ કહ્યું કુદરતનાં ખોળામાં જઇએ અહીંતો ઘણી ઐતિહાસીક જગ્યાઓ છે પણ આજે કોઇ મહેલ જોવા કે બીજે નહીં પણ નહારગઢ જઇએ ખૂબ સરસ જગ્યા છે હું નાની હતી ત્યારે સ્કૂલમાંથી પ્રવાસે ગઇ હતી પછી નથી ગઇ પણ મનમાં એ જગ્યા કોતરાઇ ગયેલી કે મોટી થઇને હું... અહીં આવીશ ફરવા જે મળશે એની સાથે એમ કહીને હસી પડી.
સ્તવને કહ્યું "ઓહો એમ વાત છે તો ચલો ત્યાંજ જઇએ એમ કહીને ફોનમાં નહારગઢ જવા માટે ગૂગલ મેપમાં ગોઠવી દીધુ અને એ પ્રમાણે રસ્તો ફોલો કરવા માંડ્યો જેમ જેમ નહારગઢ નજીક આવતું ગયું એમ એમ સ્તવનને થયું હું પણ અહીં ક્યારેક આવી ગયો છું મનમાં યાદ કરવા માંડ્યો પણ યાદ નહોતું આવતું નહારગઢ સાવ નજીક આવ્યુ એનો ઢોળાવ ચઢવાને શરૂ થયો અને......
વધુ આવતા અંકે - પ્રકરણ -24