લવ બાઇટ્સ - પ્રકરણ-20 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-20

લવ બાઇટ્સ
પ્રકરણ-20
યુવરાજસિંહ વીણાબહેન અને આશા વિચારમગ્ન દશામાં ઘરે જઇ કપડાં બદલ્યા ત્યાં સુધી કંઇ કોઇ બોલ્યુ નહીં કોઇ અગમ્ય ચૂપકીદી હતી. યુવરાજસિહને ચેન નહોતું સંબંધની હા પાડી દીધી હતી હવે એમણે કંઇક નક્કી કરીને આશાને કહ્યું તું સૂવા ના જતી દીકરા મારે તારી સાથે વાત કરવી છે.
વીણાબહેન અને આશા બંન્ને યુવરાજસિંહની પાસે આવ્યાં. યુવરાજસિંહ આશાને જોઇ રહેલાં ઉભા થયાં અને આશાને ગળે વળગાવી પછી કહ્યું "દીકરા બોલ બધુજ સત્ય સામે છે તને હું એક બાપ નહીં મિત્ર તરીકે પૂછું છું આ બધુંજ જાણ્યાં પછી એને મળ્યાં પછી તારું મન હૃદયથી શું નિર્ણય છે ? અમારો કોઇ આગ્રહ કે દબાણ નથી આ પહેલોજ છોકરો જોયો છે બીજા પણ સારાં છોકરાં શોધીશું ભલે હા કહી મને વાત કરતાં આવડે છે. આખી જીંદગીનો સવાલ છે તારે સમય લેવો હોય તો લે પછી વિચારીને જવાબ આપજે.
વીણાંબહેન કહે "તું અમારી એકની એક દીકરી છે તને ખૂબ લાડ અને પ્રેમથી ઉછેરી છે તું જીવનભર ખૂબ સુખ આનંદમાં જીવે એજ અમારું લક્ષ્ય હોય કોઇ ઉતાવળિયો નિર્ણય નથી લેવો.
આશા પ્રથમ બંન્નેની સામે જોઇ રહી અને બીલકુલ સમય લીધાં વિના બોલી "માં-પાપા તમારી લાગણી હું સમજુ છું પણ મારો નિર્ણય આખરીજ છે હું સ્તવનને મળી મને ગમ્યાં છે અને મારે એમની સાથેજ .... પછી ચૂપ થઇ ગઇ પછી પાછી બોલી પણ મારાં નસીબમાં જે હશે એ પણ મારું મન હૃદય એમની સાથેજ લગ્ન કરવા નિર્ણય લઇ ચૂક્યું છે. આવું કંઇક લગ્ન પછી થયું હોત તો ? એ વ્યક્તિએ કે એમનાં માં-બાપે કંઇજ છૂપાવ્યું નથી એજ એમનાં સંસ્કાર છે તમે હા પાડી છે એજ જવાબ રાખજો. એમનું સન્માન કરવા માત્ર નહીં પણ મારું મન પણ ત્યાંજ માન્યું છે હું તૈયારજ છું.
આશાએ આગળ વધતાં કહ્યું હું મનથી વરી ચૂકી છું માત્ર એક ક્ષણમાં મને પોતાપણું વર્તાયું હતું અને અમારું ભવિષય ઉજળુંજ છે. તમે ચિંતા ના કરશો અને હજી સમય છે ત્યાં સુધીમાં બધુ સારુંજ થશે.
વીણાબહેન અને યુવરાજસિંહ એકબીજાની સામે જોઇ રહ્યાં. પછી વીણાબહેન બોલ્યાં મોટી કોઇ ઘર-કુટુંબ બતાવે એમાં જોવા પણું નાજ હોય. છોકરો દેખાવડો અને પોતાનાં પગપર ઉભો છે સંસ્કારી છે. આપણે બધાં એકમત થઇને નિર્ણય લઇએ એજ સારું છે. દીકરીનું મન માની ગયું છે તો આપણે આ સંબંધ વધાવી લઇએ. માથે મહાદેવ અને માં બેઠાં છે શું કામ ચિંતા કરીએ.
યુવરાજસિંહે કહ્યું "મારું મન પણ માનીજ ગયેલું છોકરો જોતાંજ... પણ એક આ વાતે મને થોડો વિચલીત કરી દીધો હતો કાલે માણેકસિંહ અને રાજમલભાઇ સાથે હું વાત કરી લઇશ. ઇશ્વર તમારી કાયમ રક્ષા કરે કરશે. કંઇ નહીં શાંતિથી સૂઇ જજો.
બધાંએ નિર્ણય લીધો મનમાંથી ઉચાટ અને વહેમ કાઢ્યા.. સૂવા જતાં રહ્યાં. આશા પોતાનાં રૂમમાં આવી સૂવા માટે આવી. આશાએ ફોન હાથમાં લીધો અને સ્તવનને મેસેજ લખ્યો. સ્તવન તમારી સાથેનાં સંબંધ અંગે અમારે ચર્ચા થઇ છે હમણાં. મને તમારાં સાથ-સંગાથ-પ્રેમ અંગે કોઇ શંકા નથી મેં તમને સ્વીકાર્યા છે અને જે કંઇ તમારાં જીવનમાં થયું હશે એમાં તમને સાથ આપીશ તમને દરેક સ્થિતિ સંજોગોમાં વળગી રહીશ ખબર નહીં આ મારો પ્રેમ છે કે શ્રધ્ધા આ એક ક્ષણનું આકર્ષણ નથી પણ મન હૃદયનો નિર્ણય છે. કાલે આપણે જરૂર મળીશું. બને તો મીહીકાને પણ સાથે લઇને આવજો. આગળનું બધું વડીલો નક્કી કરશે. વધુ નથી લખતી રૂબરૂ વાત. ગુડ નાઇટ.
આમ મેસેજ લખીને એ સ્તવનનાં વિચાર કરતી સૂઇ ગઇ.
***********
સ્તવનને અન્ય બધાં ઘરે આવ્યાં. અહીં પણ બધાંનાં મનમાં ઉચાટ હતો. છતાં બધાં ઘરે આવીને ડ્રોઇગરૂમમાં બેઠા રાજમલસિંહે વાત કાઢીને કહ્યું મંદિર ગયાં આશ્રમમાં અઘોરનાથજીને મળ્યાં એમણે તાત્કાલીક પૂજારીજી પાસે કૂંડળી કઢાવી અને સ્તવનનું ભવિષ્ય જોયું પણ એમણે પણ વાત જાણે પૂરી નથી કરી. સ્તવન ગયા જન્મનું ઋણ લઇને આવ્યો છે એ ચૂક્વવું પડશે પણ વેવિશાળ કરો કાઇ વાંધો નથી મહાદેવ કરાવી રહ્યાં છે બધું હું વચમાં નહીં આવી શકું. એની કૂંડળી પહેલાં ગયાં જન્મ પણ મારી પાસે આવી ચૂકી છે. કંઇ મને સમજાયું નહીં પણ એનું ભવિષ્ય ઉજળું છે... યુવરાજસિંહ પણ એવું કહેતા ગયા અમારી હા છે પણ હમણાં ઘરે જઇએ પછી વાત કરીશું.
માણેકસિંહે કહ્યું "બાબાજી આ પ્રશ્નનું નિવારણ લાવે એજ અગત્યનું છે. છતાં એમણે જવાબમાં અધ્યાહાર રાખીને અંદર જતાં રહ્યાં એ મને ચિંતાવાળું લાગી રહ્યું છે.
ભંવરીદેવી બોલ્યાં એમણે ના જ નથી પાડી વેવીશાળની ઋણ ચૂકવવાનું બાકી હોય તો એમની પાસે વિધી કરાવી લો પણ મારાં છોકરાને આ પીડામાંથી મુક્ત કરાવો. એની સાચી જીંદગીજ અત્યારે શરૂ થઇ છે.
સ્તવન મોટેરાંઓની બધી વાત શાંતિથી એક ચિત્તે સાંભળી રહેલો એને આશ્રમમાં થયેલી બધી ઘટનાઓ વાતચીત યાદ આવી રહેલી પેલી છોકરી પીડા સાથે બહાર નીકળી હતી એને પણ મેં ક્યાંક જોઇ હોય એવું લાગી રહેલું. એકબાજુ હું આશાની સામે જોઇ રહેલો જતાં જતાં એની નજરમાંજ મારી નજર પરોવાયેલી હતી એણે જાણે કોઇ દ્રઢ નિશ્ચિય લીધો હોય એવું લાગતું હતું. હું શું કરું ? ક્યું મારું ઋણ બાકી છે ? કેવી રીતે ચૂકવવાનું છે ? આ બધું મારી જીંદગીમાં શું થઇ રહ્યું છે. આશાને મળ્યાં પછી એવું લાગતું હતું પહેલીજ ક્ષણે એને જોઇને પસંદ કરી લીધી હતી. લલિતાકાકી ભલે નિશ્ચિંત છે પણ એમનાં દ્વારાજ મને મારું લક્ષ્ય સંધાયું હોય એવું લાગેલું.
સ્તવનને વિચારમાં પડી ગયેલો જોઇને માણેકસિંહે કહ્યું "દીકરા તું ક્યા વિચારોમાં છે ? તારી નજર સમક્ષ બધુજ થયું છે પૂછાયું છે કહેવાયું છે હવે તું પણ નાનો નથી બધુ સમજી શકે છે પૂર્ણ પુખ્ત થયો છું તારું શું કહેવું છે ?
સ્તવને કહ્યું "પાપા બાપજી પાસે ફરીથી જઇશું અને મારું ક્યું ઋણ મારે ચૂકવવાનું બાકી છે એ પૂછીએ એની વિધી થતી હોય કરાવી લઇએ પણ જો આશાને કે એના માં-પાપાને કોઇ તકલીફ ના હોય તો હું આશા સાથેજ લગ્ન કરવા માંગુ છું આ મારો સ્પષ્ટ જવાબ છે.
ત્યાંજ સ્તવનનાં ફોનમાં મેસેજનો ટોન આવ્યો એણે તરતજ મોબાઇલ લઇને મેસેજ વાંચ્યો. અને મેસેજ વાંચીને એનો ચહેરો બદલાઇ ગયો. એણે આનંદ સાથે બધાંને કહ્યું " પાપા -કાકા આશાનો મેસેજ છે એ લોકોને ઘરમાં પણ ઘરે પહોચીને ચર્ચા થઇ છે એ લોકો અને આશા આ સંબંધ માટે તૈયાર છે. આશાએ એવું લખ્યું છે કોઇ પણ સ્થિતિ સંજોગમાં એ મને સાથ આપવા તૈયાર છે અને એણે સંબંધનો સ્વીકાર કર્યો છે આવતીકાલે રૂબરૂ મળવા માંગે છે.
બધાં સ્તવનને સાંભળી રહેલાં સાથે સાથે આશ્ચર્ય થયુ કે આશાએ એનાં માં પાપા સાથે વાત થઇને હા પણ પાડી દીધી ? રાજમલસિંહે બધુ સાંભળ્યા પછી કહ્યું "કાલે યુવરાજસિંહ સાથે વાત કરી લઇશું. પણ એક પ્રશ્ન ઉકેલી ગયો જવાબ આવી ગયો પણ મારી દિકરી જેવી છે આશા એણે હાલને હાલ જવાબ આપી દીધો ? જે થાય છે એ સારાં માટે થાય છે.
અત્યાર સુધી બધી વાતો સાંભળતી મિહીકાએ કહ્યું મને ખૂબજ આનંદ થયો કાલે ભાઇ સાથે હું પણ ભાભીને મળવા જઇશ આટલા ઓછાં સમયમાં પણ એ મારી સેહલી જેવી થઇ ગઇ છે. ભંવરીબહેને લલિતા બહેનને કહ્યું "માં મહાદેવ અને બાબાની કૃપા છે. આપણે સંબંધ વધાવી લઇએ જ્યારે એ લોકો તૈયારજ છે પછી પાછા બાબાને મળવાં જઇશું. ભાઇ તમે કહો છો એમ વિધી વિધાનથી ઋણ ચૂકવાઇ ગયું હોય તો એ બધુંજ કરવા તૈયાર છીએ.
માણેકસિંહે કહ્યું માતારાણીની કૃપાજ છે મારાં દીકરાં પર મહાદેવજીએ પોતે જ પસંદગી પર કળશ ઢોળ્યાં હોય એવું લાગે છે હવે કોઇ વ્હેમ કે ચિંતા વિના આગળ વધીએ.
બધાનાં ચહેરાં પર આનંદ છવાયો. સૌથી વધુ આનંદ જાણે મીહીકાને હતો. એ બોલી "વાહ આજે તો આ ખુશીમાં ભાઇને કે મને કોઇને નીંદરજ નહીં આવે.
લલિતાબહેને હસતાં હસતાં કહ્યું ચાલો કાલનાં સવારના દિવસે વાત થઇ જશે બધી હવે બધાં સૂવા જઇએ. અને બધાં ઉભા થઇને સૂવાની તૈયારી કરવા માંડ્યાં.
સ્તવન ઉભો થઇને એનાં રૂમમાં આવ્યો અને વિચાર્યું કે આશાને પણ મેસેજ લખું. એણે કપડા બદલ્યા અને પછી બારીમાંથી બહાર પૂર્ણ સોળે કળાએ ખીલેલો ચંદ્રમાંનાં દર્શન કર્યા પ્રાર્થના કરી અને ફોન હાથમાં લખી મેસેજ લખવાની શરૂઆત કરી અને ફોનની રીંગ આવી એણે ઘડીયાળમાં જોયું રાત્રનાં 1.30 વાગ્યાં હતાં ફોન ઊંચક્યો અને....
વધુ આવતા અંકે - પ્રકરણ -21