લવ બાઇટ્સ - પ્રકરણ-19 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લવ બાઇટ્સ - પ્રકરણ-19

લવ બાઇટ્સ
પ્રકરણ-19
પૂજારીજી રાજમલસિહ સાથે માણેકસિંહ ભંવરીદેવી અને સ્તવનને લઇને ગયાં. પૂજારીજીએ રાજમલસિહની ઓળખાણ તાજી કરાવીને મૂર્તિઓની વાત કરી બાબા તરત જ ઓળખી ગયાં અને બોલ્યાં નવાં મંદિરની મૂર્તિઓ આમની પાસેથી લીધેલી પછી પ્રાણપ્રતિષ્ઠા વિધી કરી હતી કેવી સુંદર મૂર્તિઓ જાણે હમણાં બોલી ઉઠશે. મને બરાબર યાદ છે.
રાજમલસિંહે કહ્યું બાપજી મેં તો આપને મૂર્તિઓ આપી હતી પણ એ મૂર્તિઓ ઘડનાર આ માણેકસિહજી છે એમનાં પુત્ર સ્તવનને બતાવવા માટે આવ્યાં છે.
બાબાએ સ્તવનને જોઇને કહ્યું "અરે આ છોકરો તો મારી પાસે આવી ગયો છે એનો ચહેરો મને બરોબર યાદ છે. પૂજારીજી એનાં માતાપિતાને પૂછી એની જન્મતારીખ- ઘડીયાળ સમય જાણીને એમની તાત્કાલીક કૂંડળી બનાવો મારે જાણવું પડશે.
પૂજારીજીએ સ્તવનનો જન્મદિવસ તારીખ અને સમય સ્થળ પૂછીને તાત્કાલીક ગણત્રી કરીને કૂંડળી બનાવી દીધી અને બાબાનાં હાથમાં મૂકી...
બાબાએ કહ્યું હાં હું બોલ્યો એ સાચુંજ છે આ અદલ કૂંડળી મેં જોઇ છે આ ચહેરો મને યાદ છે તું તો દીકરા મારી પાસે આ કૂંડળી બતાવવા આવી ગયેલો છે. બરાબર યાદ છે.
સ્તવને હાથ જોડીને કહ્યું "પણ બાબા આ આશ્રમમાં તો હું પહેલીવારજ કાકા સાથે આવ્યો છું. મને કંઇ યાદ નથી અને મને નાનપણથી દોરા પડે છે ઘણીવાર ભાન ગુમાવું છું.
માણેકસિહે વાત જોડતાં કહ્યું "બાબા અહીં જયપુર આવી મેં મોટાં મોટાં ડોક્ટરો પાસે સારવાર કરાવી છે પણ પરિણામ શૂન્ય આવતાં આશ્રમમાં એને બતાવા પ્રથમવાર આવ્યાં છીએ.
બાબાએ આંખો ખોલી અને કપાળે હાથ દઇ દીધાં અને બોલ્યા આ બધું શું થઇ રહ્યું છે ? પછી સ્વગત બબડયાં. પ્રભુ તારી લીલા ન્યારી કેમ આવું કોયડુ ગૂચવ્યુ છે હું શું કરું અને પછી પાછા ચૂપ થઇ ગયાં. બાબાની ચૂપકીદી કોઇથી સહેવાઇ ન્હોતી.
રાજમલસિંહથી રહેવાયું નહીં એમણે કહ્યું "બાબા કેમ આમ ? આજે તો પહેલીવાર આ દીકરાને અમે લઇને આવ્યાં છે આ મારાં ખાસ મિત્ર માણેકસિંહ પરિવાર રાણકપુર રહે છે. એમનો એકનો એક દીકરો સ્તવન છે અહીં એની નોકરી લાગી છે મારી સાથે રહે છે. ...
બાબાએ હાથથી એમને ચૂપ રહેવાં સૂચના આપી અને કહ્યું મને બધી ખબર છે આ દિકરાને હમણાં ખૂબ મોટી સફળતા મળી છે. ખૂબ ભાગ્ય ઉજળું છે. એનું ભાગ્ય એને જયપુર લઇ આવ્યું છે. એનાં પણ... એટલું બોલી પાછા અટકી ગયાં.
ભંવરીદેવીથી ના રહેવાયું એમણે હાથ જોડીને કહ્યું બાપજી મારાં દિકરા વિશે ઘણું જાણો છો. મારાં દિકરાની તકલીફ દૂર કરો આજેજ એનાં વિવાહ સંબંધીત છોકરી જોવા ગયાં હતાં અને....
ત્યાંજ બાપજીએ કહ્યું "છોકરી સુશીલ-સંસ્કારી અને દેખાવડી છે એની સાથે વેવીશાળ કરવાનાં છો ખરુને ? આ તમારાં દિકરાને રાણકપુરથી જયપુર લાવવામાં છોકરીનુંજ ભાગ્ય છે એ પણ સમજાય છે. પણ.... બાપજી પાછાં અટકી ગયાં.
માણેકસિંહજીએ કહ્યું "બાપજી એ છોકરી અને એનાં માતા પિતા પણ અહીં આશ્રમમાં હાજર છે તમારી પાસેથી આશીર્વાદ મળે તો આ વેવીશાળ નકકી થાય. તમે આશીર્વાદ આપો.
અઘોરનાથજી સ્તવન સામે મંદ મંદ હસી રહ્યાં હતાં પછી સ્તવનને કહ્યું "તને છોકરી પસંદ છે પણ એ પહેલાં તારી તકલીફ દૂર કરવી છે બરાબરને ? પણ.. તું ભાગ્યમાં ગત જન્મનું બાકી રહેલું ઋણ લઇને આવ્યો છું તારે એ પણ પુરુ કરવું પડશે... અત્યારે તો તારુ વેવીશાળ ભલે થાય મારાં આશીર્વાદ છે સાથે સાથે કહું તો તારે આવનાર ભવિષ્યમાં ફરીથી મારી પાસે આવવું પડશે.
પ્રભુની ગતિ અને લીલા ન્યારી છે એમાં હું વચ્ચે નહીં આવી શંકુ આ પ્રસાદી લઇ જા અને જળ સાથે ચપટી ચપટી રોજ લેજે બધુ સારુ થશે એમ કહીને ભસ્મ સાથે લઇ જવા આપી. બાપજી વિચારમાં પડી ગયાં કે આ સંબંધોની માયાજાળ આ છોકરો કેવી રીતે ઉકેલશે ?
અઘોરનાથજીએ કહ્યું આ વિચિત્ર અને વિરલ કિસ્સો મારી પાસે આવ્યો છે પછી માણેકસિંહ સામે જોઇને કહ્યું હમણાં સવિસ્તાર બધી વાત નથી કહી રહ્યો. પરંતુ તમારો આ દિકરો ગત જન્મમાં પણ આજ કૂંડળી લઇને મારી પાસે આવેલો. મેં આ કૂડંળી 30 થી 35 વર્ષ પહેલાં જોઇ હતી. આ દીકરો તમારો પહેલાં કુંભલગઢનો રહેવાસી હતો. ગતજન્મનું બધું ઋણ એણે આ જન્મમાં ચૂકવવું પડશે પણ... આ જન્મમાં એનો કર્મ અને લેણદેણ ઉભા થયાં છે એમાં અત્યારે હું વચ્ચે નહીં આવી શકું.
ભાગ્યની રેખાઓએ જે લખ્યુ છે એજ હું વાંચી રહ્યો છું. તમે સગપણ કરો કે ના કરો આ છોકરો.... પછી પાછા અટકી ગયાં અને બોલ્યાં હમણાં તમે જાવ પછી પાછા આવશો ત્યારે વાત... મારી વિદ્યા હવે આગળ બોલવા કહેવા રજા નથી આપી રહી ભાગ્યની સામે કોઇ કશુ ના કરી શકે....
પછી બાપજીએ પૂજારીને સામે જોઇને કહ્યું "તમે આજે મારી પાસે કેવી વ્યક્તિઓ અને કૂંડળી લઇ આવ્યાં ? મને પણ વિચારમાં નાંખી દીધો છે આખરે મહાદેવ ઇચ્છે છે શું ? આજે આ બંન્ને વ્યક્તિ, કૂંડળી કંઇક જુદુજ કહી રહી છે અને એમનાં જીવનમાં કંઇક અનોખું... વિચિત્ર બની રહ્યું છે.
બાપજીએ સ્તવન સામે જોયું પછી એનાં માથે હાથ મૂકીને સીધાં એમનાં રૂમમાં ચાલ્યા ગયાં કંઇજ આગળ કીધું નહીં જતાં જતાં બોલ્યાં તને સાચી જરૂર પડે ત્યારે મારી પાસે આવજે બાકી ભાગ્યમાં જે થઇ રહ્યું છે એ થવા દે... હમણાં કોઇ ઉકેલ આવે એમ નથી હું વિવશ છું કહી અંદર જતાં રહ્યાં....
રાજમલસિંહ અને માણેકસિંહ બંન્ને એકબીજાની સામે જોઇ રહ્યાં. પૂજારીજીને પછી પૂછ્યું "પૂજારીજી આનો શું અર્થ ? અમે તો વધારે જાણે મૂઝવણમાં મૂકાઇ ગયાં ? બાબા કેમ આગળ કંઇ કીધાં વિના અંદર જતાં રહ્યાં ?
પૂજારીજીએ કહ્યું "બાબા કહે અને કરે એની પાછળ ચોક્કસ કારણજ હોય પણ મને સમજાય છે એ પ્રમાણે તમે અત્યારે ઘરે જાવ અને તમારો વેવિશાળ નક્કી કરવાનું હોય તો નિશ્ચિંત થઇને કરો. બાબાએ સ્પષ્ટ કહ્યું છે કે આ દીકરાનાં ભાગ્યની વચ્ચે એ પણ નહીં આવી શકે અને સ્તવન તને કોઇ તકલીફ પડે બાબા પાસે આવજે પણ હવે એકલોજ આવજે એ મને સ્પષ્ટ સમજાયું છે.
બાબાની અને પૂજારીજીની વાતો સાંભળીને માણેકસિહજી અસમંજસમાં પડી ગયાં એમણે ચિંતાતુર નજરે રામજલસિહ સામે જોયું અને બોલ્યાં આમાં આપણે શું નક્કી કરવું ? પછી સ્તવન સામે જોયું અને બોલ્યા દિકરા તું બહાર તારી માં સાથે જા અમે આવીએ છીએ. સ્તવન ભંવરીદેવી સાથે બહાર નીકળી ગયો.
માણેકસિંહને રામજલસિહે કહ્યું "મિત્ર આપણે યુવરાજસિંહ એવું કહીએ કે કોઇ ગત જન્મનું ઋણ છે એ તકલીફ છે એની વિધી કરાવીશું એટલે આવી જશે પછી એમનાં ઉપર નિર્ણય છોડીએ મારાં માટે તો તમે બંન્ને મારાં અંગત અને ખાસ છો. શુ કહો છો ?
માણેકસિંહે કહ્યું ઠીક છે એમ કહીએ અને પછી નિર્ણય એમનાં પરજ છોડીએ. કોઇની દીકરી મારાં ઘરે આવીને ક્યારેય દુઃખી નહીં થાય એની ખાત્રી આપુ છું અને એવું બોલતાં બોલ્યાં માણેકસિહની આંખો નમ થઇ ગઇ.
રાજમલસિહે માણેકસિહંજીનો ખભે હાથ મૂકતા કહ્યું મિત્ર ચિંતા ના કરો જે થશે એ સારુંજ થશે. હું વાત કરુ છું પછી જોઇએ એનું ભાગ્ય શું કરે છે.
બંન્ને જણાં બહાર આવ્યાં અને યુવરાજસિંહ ત્થા વીણાબહેન બાજુમાં બોલાવ્યાં અને કહ્યું કે ગત જન્મનું કોઇ ઋણ છે એનાં કારણે દીકરાને તકલીફ છે પણ ભાગ્ય ખૂબ ઉજળું છે અને એની વિધી કરાવીને ઉકેલ આવી જશે પછી તમે જે નિર્ણય કરો એ શિરોમાન્ય છે. છોકરો અને છોકરીને એકબીજા ખૂબ પસંદ છે પણ નિર્ણય તમારે લેવાના છે.
યુવરાજસિહ બધુ સાંભળી રહ્યાં પછી બોલ્યાં મને પણ થોડો સમય આપો હું તમને જણાવીશ પણ હમણાં રાણકપુર પાછા ના જતાં. ફરીથી બોલ્યાં મને થોડો સમય આપો.
મધરાત્રી થઇ ગઇ હતી કોઇની આંખમાં ઊંઘ નહોતી સ્તવન મીહીકા અને આશા ત્યાં ઉભા કંઇજ બોલ્યા વિનાં એકબીજાને જોઇ રહેલાં અને યુવરાજસિંહે કહ્યું ચાલો હમણાં ઘરે જઇએ પછીથી પાછા મળીશું.
આશા અને સ્તવનની નજર મળી એક થઇ અને બન્ને જણાએ કોઇક વાત કરી અને બધાં ઘરે જવા નીકળી ગયાં.
વધુ આવતા અંકે - પ્રકરણ -20


રેટ કરો અને રિવ્યુ આપો

Harendra Lalpuria

Harendra Lalpuria 1 માસ પહેલા

Falguni Patel

Falguni Patel 1 વર્ષ પહેલા

Shefali

Shefali માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Saroj Bhagat

Saroj Bhagat 2 વર્ષ પહેલા