મન : સંબંધ મિત્રતા નો - 59 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 59




બસ થોડા દિવસ બાકી હતાં એમની એક્ઝામ ચાલુ થવામાં.

નિયા હવે છેલ્લા પંદર દિવસ આણંદ હતી પછી એ અમદાવાદ જતી રેહવાની હતી.

આમ તો હજી થોડા દિવસ બાકી હતાં પણ નિયા આજે પાર્ટી આપવાની હતી.

પાર્ટી એ લોકો હવે મળવાના નથી એ ની નઈ પણ નિયા એ જે યારાનાં પ્રતિલિપિ પર મૂકી હતી એના 50k view's થઈ ગયા હતા. અને માતૃભારતી પર બોવ જલ્દી બ્લૂ ટિક પણ આવી જવાની હતી એ વાત નિયા ને ખબર હતી એટલે.

નિશાંત, આદિ, મનન અને તેજસ નિયા ની લાઈફ ના સ્પેશિયલ વ્યક્તિ કેહવાય એની લીસ્ટ મા આવતા હતા. નિયા ને બોલતા પહેલા વિચાર ના કરવો પડે કે એ લોકો શું વિચારશે એવી દોસ્તી થઈ ગઈ હતી.

માનિક સિવાય ના બધાં જોડે જવાના હતા.

છ વાગે આદિ નીયા ને લેવા આવવાનો હતો. હજી ચાર વાગ્યા હતા. નિયા સૂઈ ને ઉઠી હતી ઈશા આવી હતી એટલે એની સાથે વાત કરતી હતી.


પાંચ વાગે

" નિયા તૈયાર નઈ થવાનું તારે ?" ઈશા એ કહ્યું .

" થાવ છું હમણાં "

" આજે મસ્ત ગ્રૂપ ફોટો પાડી લેજે "

" એ થોડી કેહ વાનું હોય " નિયા બોલી.

થોડી વાર પછી,

નિયા તૈયાર થઈ ને આવી એ જોઈ ને ઈશા બોલી,

" જોજે કોઈ નું દિલ ના આવી જાય "

" ના નઈ આવે "

" આવે તો ?"

" તો હું પાછું આપી દઈશ " નિયા બોલી.

નિયા અને ઈશા વાત કરતા હતા ત્યાં છ વાગી ગયા.

છ વાગ્યા ને દસ મિનિટ થઈ હતી ત્યાં આદિ નો કોલ આવ્યો.

" નીચે આવ. "

" હા પાંચ મિનિટ "

" જલ્દી "

નિયા બેગ લઈ ને નીચે ગઈ.


નિયા આજે દરરોજ કરતા અલગ લાગતી હતી. કેમકે આજે એને ચશ્મા નઈ પણ લેન્સ પેહર્યા હતા. અને પછી એની ડાર્ક બ્લૂ કલર ની આઇ લાઇનર. વાળ એની આંખ માં આવી ને હેરાન કરતા હતા. સ્માઇલ આજ ની દરરોજ કરતા કઈ અલગ જ હતી. મેક અપ તો હતો નઈ તો પણ નિયા મસ્ત લાગતી હતી. એક દમ લાઈટ કલર લિપસ્ટિક નિયા એ કરી હતી કેમકે નીયા ને લિપસ્ટિક ગમતી નઈ હતી.


બ્લેક જીન્સ અને વ્હાઇટ કલર નું ઓફ સોલ્ડર ટોપ પેહર્યું હતું અને પછી હાઈ હિલ્સ. કોઈ એક વાર જોવે તો જોતા જ રહી જાય એવી લાગતી હતી નિયા.


આદિત્ય પણ આજે હીરો 😎 જેવો લાગતો હતો. સ્કાય બ્લ્યુ ફંકી જીન્સ અને વ્હાઇટ શર્ટ પેહર્યો હતો. શર્ટ માં બ્લેક કલર ની નાની એક હાર્ટ બીટ દોરેલી હતી. અને ગોગલ્સ પેહર્યા હતા.


નિયા ને બેગ લઈ ને આવતા જોઈ ને આદિ એ કહ્યું,

" નિયા કોલેજ નઇ જવાનું "

" હા મને ખબર છે "

" તો બેગ માં શું છે ?"

" સરપ્રાઈઝ " નિયા બોલી.

" આમ ના ચાલે બોલ ને "


આદિ એ પૂછ્યું પણ રસ્તા માં નિયા એ કઈ એટલે કઈ જ ના કહ્યું.

થોડી વાર માં એ લોકો જ્યાં જવાના હતા ત્યાં પોહચી ગયા. મનન, તેજસ અને નિશાંત તો આવી ગયા હતા.

અંદર જતા જતા આદિ એ પૂછ્યું,


" બેબ આમ શું કરે છે કેહ ને શું છે બેગ મા એ "

" તમારા માટે સરપ્રાઈઝ છે ?"

" કોના માટે ?"

" બધા માટે "

" ઓહ યેહ... પણ મને તો કેહ શું છે એ "

" તને ગમશે એવું જ છે "

ત્યાં તો નિયા જ્યાં મનન લોકો બેસેલા હતા ત્યાં પોહચી ગયા.


" આમ રેડી થઈ ને નઈ આવવાનું કોઈ નું દિલ આવી જાય તો શું કરવું ?" તેજસ એ નિયા ને કહ્યું.

" ના આવવા દવ ને "

" પણ આવી જાય તો " મનન એ પૂછ્યું.

" તો હું પાછું આપી દઈશ " નિયા એ કહ્યું.

એ લોકો વાત કરતા હતા ત્યારે નિશાંત નું ધ્યાન નિયા ના બેગ પર ગયું.

" નિયા બેગ માં શું છે ?"

" અહીંયા વાંચવા નું લઈ ને આવી તું ?" તેજસ એ મસ્તી 😅 મા કહ્યું .

" ના હવે "

" ચલ નિયા બોવ કરી તે. શું છે સરપ્રાઈઝ હવે તો કેહ " આદિ એ કહ્યું.

" નો વે "

" સારું તો બેગ આપી દે અમે જોઈ લઈએ " નિશાંત એ કહ્યું.

" તને બોવ જલ્દી છે " મનન મસ્તી માં બોલ્યો.

" હા બોવ જ " આંખ મારતા 😉 નિશાંત એ કહ્યું.

" માનિક ની રાહ જોતી હસે નિયા " તેજસ મસ્તી માં બોલ્યો.

" બસ યાર આ નઈ " નિયા એ કહ્યું.


થોડી વાર સુધી એ લોકો વાત કરતા હતા પણ નિયા શાંતિ થી બેસેલી જ હતી કઈ જ બોલી નઈ.


નિયા ને આમ ચુપ જોઈ ને આદિ સમજી ગયો કે નિયા ને કઈ વાત યાદ આવી ગઈ છે. આદિ નઈ સોરી મિયાન સમજી ગયો. 😉

" નિયા શું થયું ?" આદિત્ય એ પૂછ્યું.

" ના કઈ નઈ "

" તો સ્માઇલ કેમ ગાયબ થઈ ગઈ છે ?"

આદિત્ય ને કઈ વધારે સવાલ ના જવાબ આપવા ના પડે એટલે નિયા એ મસ્ત સ્માઈલ આપી.

" યેહ હુઈ ના બાત " આદિ એ કહ્યું.

" નિયા તું આદિ સાથે પછી શાંતિ થી વાત કરી લેજે પેલા એ કેહ કે બેગ મા શું છે " નિશાંત એ કહ્યું.

" નઈ કેહવુ મારે "


" સારું મનન ત્યાં થી બેગ લઈ લે તો " નિશાંત એ કહ્યું
કેમકે મનન નિયા ની બાજુ માં જ બેસેલો હતો.


" શાંતિ રાખ. રાહ જોવ ને યાર " નિયા એ કહ્યું.


" ના યાર " તેજસ એ કહ્યું.

" નિયા હવે બોવ કરી તે તો " મનન કર્યું.

" વોટ ?"

" ના કંઈ નઈ " તેજસ એ કહ્યું.


નિયા એ બેગ માથી કઈક આપ્યું. ગિફ્ટ જેવું પેક હતું.

" આ શું છે ?" મનન એ પૂછ્યું.

" ખોલી ને જોઈ લે " નિયા એ કહ્યું.

મનન, નિશાંત અને તેજસ ને સેમ ગિફ્ટ પેક કરેલું હતું અને આદિત્ય ને હજી કઈ આપ્યું નઈ હતું.

"ઓહ્ વૉલેટ અને કાર્ડ " નિશાંત બોલ્યો.

" સેમ " મનન એ કહ્યું.

" વોચ અને કાર્ડ " તેજસ એ કહ્યું.

" Thank you નિયા પણ આની શું જરૂર હતી " મનન એ કહ્યું.

" મને નઈ ખબર કે થોડા દિવસ પછી આપડે ક્યાં હોઈશું. અને ક્યારે મળીશું પછી. પછી મળીશું તો બધા જૉડે હોઈશું કે નઈ એ પણ મને નઈ ખબર. એટલે કઈ તો વસ્તુ તમને આપવી હતી કે હું યાદ રેવ તમને " નિયા એ કહ્યું.

" તને થોડી ભૂલી જવાય" મનન એ કહ્યું.

" હા સુરત વાળા ને ના ભુલાય " તેજસ બોલ્યો.

નિશાંત હજી કાર્ડ જોતો હતો. એટલે પછી બોલ્યો,

" આમાં તો આપડા બધા ના પિક છે. અને હેસ ટેગ લખ્યા છે. " નિશાંત એ કહ્યું.

મનન અને તેજસ પણ એમનું કાર્ડ જોતા હતા.

તેજસ કાર્ડ જોતાં બોલ્યો,
" નિયા કોઈ જ શબ્દ જ નઈ રહ્યા કહેવા માટે "

" તો ના કહીશ " નિયા એ કહ્યું.

એ લોકો બધા નિયા એ આપેલું કાર્ડ જોતા હતા ત્યાં મનન એ કહ્યું,

" અને આદિ માટે "

" એના માટે તો કઈ સ્પેશિયલ હસે ને ?" નિશાંત એ પૂછ્યું.

" કેમ ?"

" તારો ડ્યુડ નથી એ ?"

" હા તો " નિયા એ પૂછ્યું.

" તો કઈક સ્પેશિયલ એમ " તેજસ બોલ્યો.

" તમે બધા મારા માટે સ્પેશિયલ જ છો " નિયા એ કહ્યું.

" ચલ નિયા હવે બોવ રાહ ના જોવડાવ તું " આદિ એ કહ્યું.


નિયા એ કઈક આદિ ના હાથ માં મૂક્યું. બોક્સ જેવું હતું પણ જોઈ ને ખ્યાલ ના આવે કે શું છે એ ?

આદિ હજી વિચારતો હતો શું હસે આમાં. એટલે નિશાંત બોલ્યો

" આદિ ગિફ્ટ તો ઓપન કર "

" હા "


પાંચ મિનિટ પછી,

" ઓહ્ એમ જી... ડેનિમ જેકેટ ... " આદિ બોલ્યો.

" આદિ ની ઓવર એક્ટિંગ ના 50 રૂપિયા કાપી નાખજો " મનન એ કહ્યું.

" સાચે કહુ છું. નો ઓવર ઍક્ટિંગ " આદિ બોલ્યો.

" માલ છે " નિશાંત મસ્તી 😛માં બોલ્યો.

" શું ?"

" ડેનિમ મસ્ત છે " નિશાંત એ કહ્યું.

" વાઉ યાર. બોવ જ મસ્ત છે. આઈ લાઈક ઇત " આદિ એક દમ ખુશ 🤗 થતા કહ્યું.

" આ બોક્સ માં બીજું શું છે ?" મનન એ બોક્સ માં જોતા કહ્યું.

" કઈ બુક જેવું લાગે છે " તેજસ એ ગિફ્ટ પેક કરેલું હતું એ જોતાં બોલ્યો.

" ઓપન કર ને ટોપા " મનન એ કહ્યું.


એક બુક જેવું હતું. એમાં આદિ અને નિયા ના, આદિ ના અને એમના ગ્રુપ ની બોવ બધી મેમરી હતી. શોર્ટ માં કહીએ તો એ તો નિયા એ આદિ ના કાર્ડ માં એ લોકો ની બધી મેમરી ફોટો મુક્યા હતા. કેન ટીન માં પાડેલા પિકસ થી લઇ ને પોલો ફોરેસ્ટ ફરવા ગયેલા એ પીક્સ, આદિ સુરત આવેલો એ પીકસ. બોવ બધા પિક હતા અને લખેલું પણ બોવ બધું હતું.


આદિ ની ગિફ્ટ અને કાર્ડ બધા કરતાં અલગ હતું. અલગ હોય પણ કેમ નહિ મન ની દોસ્તી હતી એટલે અલગ તો હોય જ ને 😉

" આદિ તું ઘરે જઈ ને વાંચજે નઈ તો અહીંયા જ રડી પડશે " તેજસ એ કહ્યું.

" એમ થોડુ રડું આવે "

" ખુશી ના આંસું" મનન એ કહ્યું.

" પણ સાચે નિયા બોવ યાદ આવશે કેમકે અમે તો બધા અહીંયા જ છે ક્યારેક ક્યારેક તો કોઈ મળી જસે પણ તું તો દૂર જતી રહેશે " નિશાંત બોલ્યો.

" ફોન તો છે. ફોન કરી લેજે. "

" હા પણ મળી ને મઝા આવે એવી ફોન પર ના આવે " મનન એ કહ્યું.

" તને બોવ ખબર ને " નિયા એ આ વાત ને અલગ મતલબ માં લીધી.

" મારો મતલબ એ નઈ હતો " મનન એ કહ્યું.

" તો શું હતો ?" તેજસ એ પૂછ્યું.

" ફેસ ટુ ફેસ વાત કરવાની મઝા અલગ છે " મનન બોલ્યો.

" સમજી ગયા અમે "

આમ થોડી મસ્તી અને વાતો ચાલતી હતી.

થોડી વાર પછી એ લોકો એ બોવ બધા પિક્સ પાડ્યા.

ત્યાં નિશાંત બોલ્યો,

" નિયા આજે તો કોઈ ને નીંદ નઈ આવે "

" કેમ?"

" સ્ટેટસ જોઇ લે મારું " નિશાંત એ કહ્યું.

" મારુ પણ " મનન અને તેજસ બોલ્યા.

નિયા અને આદિ એ લોકોનું સ્ટેટસ જોતા હતા ત્યાં નિયા બોલી,

" ઓહ્ બેસ્ટ ડે એવર"

" યેસ "

" જલને વાલો કી તો રૂહ ભી જલાની હે... " આદિત્ય અને મનન બંને સાથે બોલ્યા.

" પણ યાર મારે એક વાર મળવું છે તને. તું સમજ કઈક " તેજસ માનિક ની સ્ટાઇલ માં બોલ્યો.

" હા યાર. મારી પાસે કોઈ નથી તમારા સિવાય " નિશાંત પણ માનિક બોલે એ રીતે બોલ્યો.

" નિયા જવાબ એવો આપશે પછી કે ગુગલ પર થી કોપી કરેલી લાઈન બીજા કોઈ ને સંભલાવજે મને નઈ " મનન એ કહ્યું.

નિયા હસતી હતી ત્યાં માનિક નો ફોન આવ્યો.

નિયા ફોન કટ કરવાં જ જતી હતી ત્યાં તેજસ બોલ્યો,

" નિયા ફોન ઉપાડ. ખબર પડે કે શું કેહ છે "

એટલે નિયા એ ફોન ઉપાડી ને સ્પીકર પર રાખ્યો.

" ક્યાં છે તું ?"

" બહાર છું "

" સારું ફ્રી થઈ ને ફોન કરજે કામ છે મને "

" હા તો બોલ "

" તું આણંદ થી જાય એ પેલા એક વાર મળવું છે. બસ ખાલી એક વાર. કદાચ છેલ્લી વાર. એક ગિફ્ટ આપવી છે જે હંમેશાં તારી સાથે રહે. "

" મારે કોઈ જ ગિફ્ટ નઈ જોઈતી " નિયા ગુસ્સા 😡 માં બોલી.

મનન એ ઈશારા મા ચિલ એવું કહ્યું.

" સારું. મારે આપવી છે પણ "

" તને એક વાર માં સમજ નઈ આવતી "

" સારું પણ મળવા આવીશ ને ?"

" ના ટાઈમ નથી કામ છે થોડું"

" તો હું આવીશ મળવા. "

" કઈ જ કામ નથી "

" નિયા થોડી તો માણસ જેવી વાત કર. શું એક નાની વાત લઈ ને બેસેલી છે. આમ કોણ દોસ્તી તોડે ? "

" મારે એના પર કોઈ વાત નઈ કરવી બાય "

" સારું હવે નઈ કહું કઈ "

" સંભાળવું પણ નથી મારે " કહી ને નિયા એ ફોન મુકી દીધો.

" હમણાં હસતી હતી અને આમ અચાનક ગુસ્સો ?" તેજસ એ પૂછ્યું.

" એ બોલે જ એવું કે ગુસ્સો આવી જાય " નિયા બોલી.

" ચિલ યાર " મનન બોલ્યો.

પછી એ લોકો અત્યાર સુધી ની મેમરી યાદ કરતા હતા ત્યાં નિશાંત બોલ્યો,

" આપડે પોલો ફોરેસ્ટ ગયા હતા ને અને રિટર્ન માં નિયા એ કૉફી અને આઇસક્રીમ ખાધી હતી યાદ છે ?"

" બે કૉફી પર આઈસ ક્રીમ કોણ ખાય ?" મનન એ પૂછ્યું.

" નિયા "

" અને તું પેલી છોકરી ને કેવી રીતે ઘુરતો હતો યાદ છે ને ?" નિયા એ પૂછ્યું.

" શું દિવસો હતા એ " મનન એ કહ્યું.

" પણ તું તો આવ્યો જ નઈ હતો પોલો ફોરેસ્ટ" નિયા એ કહ્યું.

" કામ હોય એમને. આપડી જોડે ના આવે " તેજસ એ કહ્યું.

" ઓહ્ અચ્છા "

" પણ આપડે એક્ઝામ પછી જવાનું હતું એનું શું થયું ?" નિશાંત એ પૂછ્યું.

" વિચારીએ કંઇક "

" સારું. મનન તો નઈ આવે " તેજસ મસ્તી માં બોલ્યો.

" પાક્કું આવીશ હું " મનન એ પ્રોમીસ આપતા કહ્યું .

" પાછું બોલ તો " નિયા એ કહ્યું.

" પાક્કું આવીશ હું " મનન ફરી એક વખત બોલ્યો.

" મે રેકોર્ડ કરી લીધું છે. એટલે બહાના નઈ ચાલે આ ટાઈમ તારા " નિયા બોલી.

" ઓહ્ સો સ્માર્ટ " મનન એ કહ્યું.

" હા તારી જૉડે રહી ને સ્માર્ટ થઈ ગયા "

એ લોકો એ થોડી વાતો અને મસ્તી કરી પછી જમવા બેઠાં. ત્યાં પણ એમનું બોલવાનું તો શરૂ જ હતું.

જમી ને એ લોકો આઈસ ક્રીમ ખાવા ગયા. મનન ને કામ હતું કઈક એટલે એ નઈ આવેલો.

થોડી વાર પછી,

" આઈસ ક્રીમ ને જોઈ ને નિયા ની યાદ આવવાની છે " નિશાંત બોલ્યો.

" હા આદિ ને તો વધારે આવસે " તેજસ એ કહ્યું.

" કેમ ? મને વધારે આવસે "

" અઠવાડિયા માં એક વાર તો તમે બંને અહીંયા આવતા જ હસો ને એટલે " નિશાંત આઈસ ક્રીમ ખાતા ખાતા બોલ્યો.

" કઈ પણ. મહિના મા એક વાર જ આવીએ છીએ અને એ પણ કોઈ વાર જ " નિયા એ કહ્યું.

" ઓહ્ સાચે "

" હા "

" પણ તને ચોકોલેટ ફ્લેવર્સ જ કેમ ભાવે ?" તેજસ એ પૂછ્યું.

નિયા નું આઈસ ક્રીમ ખાવા માં ધ્યાન હતું એટલે એને કીધું,
" આઈ લવ ચોકોલેટ "

" કોઈ વાર કોઈ છોકરા ને પણ કેહ આઇ લવ યુ " તેજસ નિયા ને હેરાન કરવા ના જ મૂડ મા હતો.

" જે લાઈફ ટાઇમ સાથે હોય એને જ લવ કરાય. અને છોકરા ને તો નઈ જ "

" કોઈ વાર થસે તો લવ? " આદિ એ પૂછ્યું.

" થસે ત્યારે જોયું જસે. "

" કોણ હસે એ લકી બોય ?" તેજસ એ પૂછ્યું.

" મને નઈ ખબર " નિયા સ્માઇલ 😊 આપતા ની સાથે બોલી.

" થોડી તો હિન્ટ આપ " આદિ એ કહ્યું.

" જ્યારે આવે ત્યારે જોઈ લેજે. " નિયા એ કહ્યું.

" સારું મેરેજ માં બોલાવીશ ને ?" તેજસ એ પૂછ્યું.

" હા કેમ નઈ "

વાતો કરી અને પછી એ લોકો ઘરે જવા નીકળ્યા.

આદિ નિયા ને મૂકવા જતો હતો ત્યારે રસ્તા માં પૂછ્યું,

" આજ કી સ્માઇલ કા રાઝ ?"

" કઈ નઈ "

" કઈક તો સ્પેશિયલ છે આજ ની સ્માઈલ " મિયાન બોલ્યો .

" આવું તો આદિ નોટિસ નઈ કરતો "

" આ આદિ નઈ મિયાન કહે છે "

" ઓહ્ સાચે "

" હા સ્મોકી આઈસ "

" આદિ પેક નઈ માર્યો ને તે ?" નિયા બોલી.

" નઈ "

" તો પછી આજે કેમ આમ બોલે છે "

" હમ દીવાને હા ગયે આપકે... " હવે આગળ કઈ બોલે આદિ

ત્યાં નિયા નું પીજી આવી ગયું.

નિયા જતી હતી ત્યાં આદિ બોલ્યો,

" તુસી જા રહે હો "

નિયા કઈ જ ના બોલી ખાલી સ્માઈલ આપી ને જતી રહી.

નિયા આવી ને ડાયરી લખી અને પછી એના મમ્મી પપ્પા સાથે વાત કરતી હતી.

ત્યાં એના મમ્મી એ કહ્યું,

" નિયા તું આટલી મોટી થઈ ગઈ ખબર ના પડી "

" હમ "

થોડી વાર વાત કરી અને પછી સૂઈ ગઈ.



આગળ શું થશે ?