આદિત્ય ઘરે આવી ને સૂવાની તૈયારી કરતો હતો પણ આજે એની નીંદ કોઈ ચોરી ગયું હોય એમ આદિ ને લાગતું હતું.
આજ ના બધા ફોટો જોયા આદિ એ પછી નિયા એ આપેલું કાર્ડ વાંચવાનું સ્ટાર્ટ કર્યું. ત્યારે તેજસ બોલેલો એ યાદ આવી ગયું.
" રડવા ના લાગતો "
કાર્ડ માં ચિપકાવેલા બધા ફોટો જોયા. એક એક ફોટા પાછળ કંઇક ને કંઇક વાત છૂપાયેલી હતી. આદિ ને નિયા સાથે જ્યારે પહેલી વાર વાત ગયેલી બસ સ્ટોપ પર ત્યાં થી લઇ ને આજ સુધી ની બધી જ વાત , બધી મસ્તી એની આંખ સામે આવી ગઈ.
બધા ફોટો માથી એક પિક એવો હતો કે જે આદિ ને બોવ જ ગમતો હતો અને એ પિક ની નીચે પણ નિયા એ લખ્યુ હતું,
" તને ખુશ જોઈ ને મને પણ ખુશ રહેવાનું ગમે છે "
અને બીજા એક પિક ની નીચે એવું લખ્યું હતું, " કોઈ એક શબ્દ તારા માટે લખવાનો કહે કોઈ તો ખાલી Dude લખું."
એક પિક એવો પણ હતો જે નિયા એ સત્યનારાયણ માં જ્યારે આદિ આઈસ ક્રીમ ખાતો ત્યારે પાડી લિધો હતો અને આદિ ને પણ ખબર નઈ હતી. 🤭
પિક ની સાથે નિયા એ લખ્યુ પણ બોવ બધુ હતું અને છેલ્લા પેજ પર લખ્યુ હતું.
आपके लिए लिखना मेरे बस कि बात नहीं है,
इतने प्यारे लब्ज़ ही नहीं है मेरे पास कि आपके लिए लिख पाऊ मे।
આ વાંચી ને આદિ ના ફેસ પર સ્માઈલ એવી આવી ગઈ કે એનું કોઈ સપનું પૂરું થઈ ગયું હોય એના થી પણ વધારે ખુશી દેખાઈ રહી હતી.
નિયા એ આપેલું કાર્ડ અને ગિફ્ટ સરખી મૂકી ને આદિ કઈક વિચારો મા ખોવાઈ ગયો. કોઈ દિવસ કામ વગર નું ના વિચારતો છોકરો આજે કઈક ઊંડા વિચારો મા ખોવાયેલો હતો.
દસ મિનિટ પછી,
ખબર નઈ શું વિચાર આવ્યો કે એને આજ ના એના નિયા સાથે પાડેલા બધા ફોટો જોયાં. અને નિયા ના પિક હતા એ પન જોયા. પછી એકલો એકલો હસવા લાગ્યો. આ આદિ હતો જ નહિ મિયાન હતો. તો જ નિયા ને આટલી નોટિસ કરે.
નિયા ના પહેલા ના પિક અને આજ ના પિક માં કઈક અલગ જ હતું. શું હતું એ ખબર ના પડી આદિત્ય ને પણ મિયાન ને ખબર પડી ગઈ.
મિયાન ની સ્માઈલ પણ આજ ની અલગ હતી બધા દિવસ કરતા. અને લાગતો પણ હીરો 😎 જેવો હતો આજે એ.
આદિત્ય એ આ બધા વિચાર છોડી ને હવે સૂઈ જવાનું નક્કી કર્યું. પણ જેવી એને સુવા માટે આંખ બંધ કરી ત્યાં એની આંખ સામે નિયા નો આજ નો ફેસ સામે આવી ગયો. આદિત્ય નઈ સમજ માં આવતું આ શું થઈ રહ્યું છે.
પછી આજે એ લોકો મળ્યા ત્યાર ની વાત યાદ કરતો હતો. ત્યાં લાસ્ટ માં નિયા સાથે ની વાત યાદ આવી ગઈ. અને નિયા એ પૂછ્યું હતુંને,
" આદિત્ય તો આવું નોટીસ નઈ કરતો હતો " એ યાદ આવતા પછી સ્માઈલ કરી.
બસ આમ આજ ના દિવસ ને યાદ કરતા કરતા આદિ સૂઈ ગયો.
આ બાજુ નિયા ફ્રેશ થઈ ને ડાયરી માં આજ ના દિવસ ની બધી વાત લખતી હતી. લખાઈ ગયા પછી નિયા ને યાદ આવ્યું આદિ એ કહેલું સ્મોકી આઈસ વાળું.
નિયા આજ ના ફોટો જોતી હતી ત્યાં ઈશા આવી એટલી એની સાથે થોડી વાર વાત કરી અને પછી સૂઈ ગઈ.
હજી એક્ઝામ સ્ટાર્ટ થવામાં અઠવાડિયા ની વાર હતી. નિયા ને વાંચવામાં કંટાળો આવતો હતો અને પર્સિસ પણ હતી નઈ એટલે એને કબાટ સાફ કરવાનું વિચાર્યું.
થોડી વાર પછી,
નિયા ના કબાટ મા કપડા કરતા વધારે બુક્સ હતી. જે એને ઓપન માઇક માથી ગિફ્ટ માં આવી હતી.
કપડા તો બાજુ પર રહ્યા નિયા બધી બુક જોતી હતી. એમાં એક ડાયરી મળી. એ નવી હતી પણ નિયા ને યાદ નઈ હતું કે એને ક્યાં મૂકી છે.
ડાયરી મળતા એને ફટાફટ કબાટ ગોઠવી દીધું. અને ડાયરી અને પેન લઈ ને બેસી ગઈ.
નિયા ને ડાયરી મળે એટ્લે એને બીજું કઇ યાદ ના આવે.
આ ડાયરી પણ એને ઓપન માઇક માથી મળી હતી. અને લોક વાળી ડાયરી હતી. એટલે નિયા કઈક અલગ લખવું એમ વિચારતી હતી.
એક કલાક પછી,
હજી નિયા વિચારતી જ હતી શું લખવું એ?
કઈ અલગ લખવું હતું એને આ ડાયરી માં. જે આજ સુધી એને લખ્યું જ ના હોય.
થોડી વાર પછી,
" યેહ... મિલ ગયા... " નિયા ખુશ થતા મોટે થી બોલી.
ડાયરી ના ફર્સ્ટ પેજ પર એને #UNKNOWN લખ્યું અને નીચે એક દમ નાના અક્ષર માં ફોર યુ લખ્યુ. કોઈ ધ્યાન થી જોવે તો જ ખબર પડે બાકી તો ખાલી #unknown.
અને બીજા પેજ થી લખવાનું સ્ટાર્ટ કર્યું
" ઓહ હેલ્લો મિસ્ટર,
તું કોણ છે ?
તારું નામ શું છે ?
તું શું કરે છે ? યા ફિર
તારા સપના યાર મને કઈ જ નથી ખબર તારી.
તો પણ આજે તારા માટે લખવાનું મન થયું છે.
હાઈ , નામ તો નઈ ખબર તારું એટલે દોસ્ત યા ફિર યાર લખવું પડશે. જ્યારે પણ તું આ વાંચે ત્યારે સમજી જજે દોસ્ત યા યાર તારા માટે જ લખ્યું છે.
ખબર નઈ કેમ પણ આજે તારા માટે લખવાની ઈચ્છા થઈ ગઈ એ. નવી ડાયરી ના લીધે કે પછી બીજી કોઈ વાત ના લીધે એ મને નથી ખબર.
ખબર નઈ કેમ પણ આજે તારી સાથે વાત કરવાનું મન થાય છે. રાહ જોવ છું તારી પણ તું તારા સપના પુરા થાય પછી આવજે મને લેવા.
મને ખબર છે કે તું અત્યારે કરિયર બનાવવામાં વ્યસ્ત છે. તો પણ થોડું ધ્યાન રાખી લેજે તારું. "
નિયા આગળ લખે એ પેલા આદિ નો ફોન આવ્યો.
" બોલો જનાબ " નિયા એક દમ ખુશ થતા બોલી.
" ઇતની ખુશી ?"
" યેસ "
" કેમ ? એવું તો શું થયું ?"
" કઈ થાય એ જરૂરી છે ?" નિયા એ પૂછ્યું .
" ના. ચાલો પાર્ટી "
" શેની ?"
" તું ખુશ છે ને એની " આદિ બોલ્યો.
" તું ઠીક છે ને ? " નિયા એ પૂછ્યું.
" હા કેમ ?"
" તો સારું. બધી વાત મા પાર્ટી એટલે મને લાગ્યું કે બીમાર હસે"
" અચ્છા. "
" હમ "
" વાંચ ને વાંચ એક્ઝામ છે થોડા દિવસ માં " આદિ એ કહ્યું.
" તું વાંચ ને મને કહે છે એના કરતાં "
" આમ થોડુ ચાલે " આદિ એ કહ્યું.
" તો કેમ ચાલે ?"
" તારે વાંચવું જોઈએ એમ "
" તું વાંચ ને મને કામ કરવા દે " નિયા બોલી.
" શું કામ છે તને ?"
" લખું છું " ખુશ થતા નિયા બોલી.
" ઓહ્.. આટલી ખુશ થઈ ને શું લખે છે બોલ તો "
" કઈ નઈ. બસ એમજ લખું છું. "
" ના ના. તારી ખુશી તો કઈ બીજું કહે છે" આદિત્ય ને લાગ્યું કે નિયા ની ખુશી નું કારણ કઈ બીજું છે.
" શું કેહ છે ?"
" સમથીંક સ્પેશિયલ "
" તને કેમની ખબર ?" નિયા ખુશી મા બોલી.
" જો મે કીધું હતું ને કઈક તો ચાલે જ છે " આદિ બોલ્યો.
" પણ તને કેમની ખબર ? "
" આદિ ને ખબર ના પડે મિયાન ને તો પડી જાય " આદિ ખુશ થતા બોલ્યો.
" બોવ સારું. ખબર પડી ગઈ ને તો ફોન મુક મને કામ કરવાં દે " નિયા એ કહ્યું .
" મને તો કેહ શું લખે છે ?"
" એ મને નઈ ખબર "
" કોના માટે લખે છે ?"
" અનનોન "
" બે યાર. તું બોવ કનફ્યુસ કરે છે "
" પછી મોકલીશ લખાઈ જાય એટલે "
" સારું "
બે દિવસ પછી,
નિયા વાંચતી હતી. કેમકે બે ત્રણ દિવસ પછી એમનું પહેલું પેપર હતું.
ત્યાં પર્સિસ એ કહ્યું,
" નિયા તારા વગર હું શું કરીશ"
" તું વાંચવા દે મને યાદ " નિયા નું ધ્યાન વાંચવામાં હતું એટલે કહ્યું.
" સારું સારું "
થોડા દિવસ પછી,
આજે નિયા લોકો નું લાસ્ટ પેપર હતું. પેપર પછી કઈક પ્લાન હતો એ લોકો નો.
આદિત્ય, મનન, તેજસ અને નિશાંત પેપર પતાવી ને પાર્કિંગ માં નિયા ની રાહ જોતા હતા. નિયા હજી આવી નઈ હતી હંમેશા ની જેમ.
ત્યાં માનિક આવ્યો,
" હાઈ જઈએ કઈક "
" અમે જઈએ જ છે " મનન એ કહ્યું.
" ક્યાં ? ચાલો તો રાહ કોની જોવો છો ?" માનિક હસતા હસતા બોલ્યો.
" છે એક એની. " નિશાંત એ કહ્યું.
" હસે મને શું ?"
" કઈ હોવું પન ના જોઈએ " આદિ થોડું ગુસ્સા મા બોલ્યો.
ત્યાં નિયા આવી,
" જઈએ આપડે " નિયા બોલી.
" હા ચાલો તમારી જ રાહ જોવાતી હતી " માનિક બોલ્યો.
નિયા ને ખબર નઈ હતી માનિક આવે છે. એટલે એને આદિ ની સામે જોયુ,
આદિ પણ સમજી ગયો નિયા શું કહેવા માંગતી હતી.
" ચાલો ને હવે " માનિક ફરી બોલ્યો.
" મનન મને ઘરે મૂકી જા " નિયા બોલી.
બધા નિયા ની સામે એવી રીતે જોતાં હતાં કે નિયા એ કંઈ ખોટું બોલ્યું હોય.
" કેમ ? જમવા નઈ આવવું "
" મારે પણ ઈચ્છા નથી " આદિ બોલ્યો.
" તો સાંજે જઈશું " તેજસ બોલ્યો.
" પણ સાંજે તો હું નઈ હોવ " માનિક બોલ્યો.
" તો એમાં અમારો પ્રોબ્લેમ નથી " નિશાંત એ કહ્યું.
" હા મને ખબર છે મે આવવાનું કીધું એટલેજ નિયા એ ના પાડી. અને નિયા એ ના પાડી એટલે આદિ એ પણ ના પાડી . બધું સમજ પડે છે મને " માનિક બોલ્યો.
" હા એટલે જ મારે નહિ આવવું " નિયા બોલી.
" આટલો ઘમંડ શેનો છે ? " માનિક બોલ્યો.
" શું બોલે છે તું ?" તેજસ એ પૂછ્યું.
" કઈ જ નહિ. આને થોડો વધારે એટીટયુત આવી ગયો છે. ખબર નઈ શેનો છે એ?" માનિક બોલ્યો.
" જો આજે છેલ્લો દિવસ છે. ખોટી મગજ મારી ના કર તું" નિશાંત બોલ્યો.
" હું ક્યાં કઈ મગજ મારી કરું છું ?" માનિક બોવ શરીફ બનતા બોલ્યો.
" જઈએ આપડે " નિયા થોડું જોર માં બોલી.
" હા ચાલો " મનન બોલ્યો.
" છેલ્લી વાર સાથે એક ફોટો તો પાડીએ યાદ રહે એટ્લે " માનિક એ કહ્યું.
નિયા તો મનન ની બાઈક પાસે જઈ ને ઉભી રહી એટલે માનિક બોલ્યો,
" બધા સાથે ફોટો પડાવવામાં પન શું પ્રોબ્લેમ છે ?"
" મારે નઈ પડાવવો " નિયા બોલી.
" અમારી પણ ઈચ્છા નથી " બધા એક સાથે બોલ્યા.
માનિક કઈ પણ બોલ્યા વગર ગુસ્સા માં જતો રહ્યો. આદિ લોકો જમવા ગયા અને પછી આઈસ ક્રીમ ખાવા.
દસ મિનિટ પછી,
" નિયા સુરત ક્યારે જવાની ?" તેજસ એ પૂછ્યું.
" કેમ સુરત ?" નિયા એ પૂછ્યું.
" ઘરે નઈ જવાનું ?"
" ના. અમદાવાદ જવાનું છે. બે દિવસ પછી ફોઈ લેવા આવવાના છે "
" એટલે તું હજી બે દિવસ અહીંયા છે ?" આદિ કઈક અલગ રીએકશન સાથે બોલ્યો.
" તો ચાલો કાલે મળીયે. આજે સાંજે નઈ જવું. કાલે બપોરે જઈશું " મનન એ કહ્યું.
" હા એમ પન મને નીંદ બોવ આવે છે "
" તને નીંદ ક્યારે નઈ આવતી ?" આદિત્ય એ પૂછ્યું.
" હા એ પણ છે "
" કાલે મારા ઘરે આવજો પછી ક્યાંક જઈશું " તેજસ બોલ્યો.
" બપોર પછી આવીશ હું " નિયા બોલી.
" હા કુંભકર્ણ અમને ખબર છે તારે સૂવાનું હોય ને " નિશાંત એ કીધું.
" હા. તારે તો સૂઈ ના જવાનું હોય pubg રમવાની હોય "
" એ બસ. આઈસ ક્રીમ ખાવામાં ધ્યાન આપ ને. કાલે મળો ત્યારે બાકી ની વાત કરી લેજો " તેજસ એ કીધું.
" હા "
થોડી વાર પછી,
આજે આદિત્ય નિયા ને મૂકવા જતો હતો ત્યારે બોલ્યો,
" હવે તો કોઈ જતું રહેશે"
" હમ "
" પછી તો અમને યાદ પણ નઈ કરે ને " આદિ એ કહ્યું.
" ના તને થોડી યાદ કરાય. "
" એટલે તું ભૂલી જસે ને ?" આદિ થોડું સિરિયસ થઈ ને બોલ્યો.
" તને શું લાગે છે ?"
" નઈ ભૂલે " આદિ ને ખબર હતી કે નિયા ભૂલી જાય એમાની નથી.
" બસ તો કેમ પુછે છે ?"
" તસલ્લી માટે "
" બધી વાત કહેવી જરૂરી નથી હોતી " નિયા બોલી.
" હા મોહતરમાં. અને આજે ફોટો કેમ ના પડાવ્યો "
" એવી કોઈ મેમરી મારે લાસ્ટ દિવસે રાખવી જ નઈ હતી"
" ઓકે. પણ કાલે તો પિક પડાવશે ને "
" કાલ કિસને દેખા હૈ ?"
" નિયા પ્લીઝ આ નઈ બોલ "
" ઓકે "
એ બંને વાત કરતા હતા ત્યાં નિયા નું પીજી આવી ગયું.
" કાલે મળીયે "
" દેખતે હૈં " નિયા મસ્તી માં બોલી.
" આવવાનું જ છે "
" સુરત જાવ છું " નિયા બોલી.
" ચલ જૂથ ના બોલ હવે "
" હા... હા.. ઓકે ઓકે "
" મળીયે કાલે "
" ઓકે "
નિયા આવી ને થોડી એના મમ્મી સાથે વાત કરી અને પછી મુવી જોતી હતી ત્યાં પર્સિસ આવી.
" નિયા હું કાલે સુરત જાવ છું "
" કેમ ?"
" બસ એમજ. "
" તો તારા તો ક્લાસ ચાલુ છે. હજી પંદર દિવસ બાકી છે ને ? "
" હા થોડા દિવસ માં પાછી આવી જઈશ "
" હું બે દિવસ પછી જાવ છું. "
" ઓહ્... તો આજે સાંજે આપડે બહાર જઈએ. ના નઈ કહેતી"
" જો આપ બોલે "
રાતે નિયા અને પર્સિસ બહાર જમવા ગયા. આવી ને લેટ સુધી એમને વાત કરી.
પર્સિસ બીજે દિવસે સવારે સાત વાગ્યા ની ટ્રેઈન માં જવાની હતી.
બીજે દિવસે સવારે,
નિયા પર્સિસ ને સ્ટેશન મૂકી ને આવી ને સુઈ ગઈ.
અગિયાર વાગ્યે,
નિયા હજી સૂતી જ હતી. ત્યાં કોઈ નો ફોન આવ્યો.
નિયા હજી નીંદ માં જ હતી.
" હેલ્લો " નિયા આટલું પન પરાણે બોલી એટલે નીંદ આવતી હતી એને.
" ઊઠ ને ઊઠ "
" અરે યાર સુવા દે ને થોડી વાર "
" અગિયાર વાગ્યા નિયા "
" હા તો ?"
" હા તો વાળી ઊઠ ને હવે કેટલુ સૂઇ જસે"
" યાર તું છે ને ફોન મુક. મને સુવા દે બાય " નિયા બોલી.
" ઓ... મેડમ... મૂકું વાળી વાત સાંભળ ને "
" શું ?"
" રેડી થઈ જા હું આવું છું અડધો કલાક મા "
" ઓ જનાબ... શાંતિ હજી એક કલાક મને સુવા દે ને "
" ના કહ્યું ને "
" તું જા યાર. સુવા દે ને "
" ના. પછી અમદાવાદ જઈ ને સુઈ રેજે "
" ના. "
" શું ના ?"
" કઈ નઈ " નિયા એ કહ્યું.
" સારું હું આવીશ થોડી વારમાં લેવા "
" બે કલાક વગર આવતો નહિ " નિયા ગુસ્સા માં બોલી થોડું.
" પેલા ગુસ્સો કરતાં શીખ થોડું "
" હા અત્યારે મને સુવા દે " નિયા બોલી.
" ઓકે "
આદિ ને કેમ નિયા આટલી યાદ આવતી હતી ? શું એને નિયા સાથે લવ તો નઈ થઈ ગયો હોય ને ?
નિયા ને કોનો ફોન આવ્યો હસે ?
શું થશે જ્યારે એ લોકો મળશે ત્યારે ?