નિયા ને એના ફુઆ સ્ટેશન પર લેવા આવવાના હતા.
નિયા જેવી એના ફોઈ ના ઘરે પોહચી તરત જ ખુશી એ આવી ને એને હગ કરી લીધું.
" બસ બસ. દૂર રહે તું. એક તો કઈ કહેવું નથી તારે "
" બસ મારી માં. તે તો બોવ કરી " ખુશી બોલી.
" હવે એને બહાર જ ઉભી રાખવાની છે કે શું ?" જાનવી આવતા ની સાથે બોલી.
" જાનું દીદી કેમ છો ?" નિયા એ પૂછ્યું.
" મસ્ત "
" અને બેબી ? "
" એ પણ મસ્ત "
જાનવી દીદી પ્રેગનેન્ટ હતા. અને બોવ જલ્દી ઘર માં નવું મહેમાન આવવાનું હતું. અને નિયા જલ્દી માસી બનવાની હતી.
નિયા એ થોડી વાર બધા સાથે વાત કરી અને જમી ને પછી ખુશી અને જાનવી દી સાથે બેસેલી હતી.
ત્યાં ખુશી બોલી,
" હવે નિયા તારા મેરેજ ની રાહ રેસે "
" પેલા તું કર ને. મારે હજી બોવ વાર છે. " નિયા બોલી.
" હા હજી વાર છે ખાલી બે ત્રણ વર્ષ ની નઈ નિયા " જાનવી બોલી.
" બસ દીદી. મારા મેરેજ નો ટોપિક પૂરો કરો નઈ તો હું સૂઈ જઈશ "
" નિયા કોઈ તો હસે ને તારા કોલેજ માં જે ગમતું હસે તને ?" ખુશી એ પૂછ્યું.
" ના એવું કોઈ નથી "
" કોઈ ફ્રેન્ડ તો હસે ને એવું. વન સાઈડ લવ વાળું ?"
" કોઈ જ નથી "
" તું માણસ છે ને નિયા ?" ખુશી મસ્તી મા પૂછ્યું.
" ના એલિયન છું "
" બસ કરો તમે બંને નિયા ને બોવ હેરાન ના કરો " જીજુ ( જાનવી વાળા ) આવતા ની સાથે બોલ્યા.
" અહીંયા તમે એક જ સમજદાર છો. બાકી આ બંને તો સાવ..." નિયા બોલતી હતી ત્યાં જીજુ એ કહ્યું,
" બસ નિયા હું સમજી ગયો શું કહેવા માંગે છે એ "
" સરસ "
બધા એ થોડી વાર મસ્તી મઝાક કરી. અને સાંજે મહેંદી હતી. આજે નિયા એ ખુશી કરતા પહેલા મહેંદી મુકાવી દીધી હતી કેમકે એને નીંદ આવતી હતી.
બીજે દિવસે સવારે,
નિયા નાસ્તો કરી ને એના ફોઈ ને કામ માં હેલ્પ કરતી હતી. ત્યાં નિયા ના મમ્મી એ કહ્યું,
" વાહ નિયા તારી મેંદી નો કલર તો મસ્ત આવ્યો છે "
" કોઈ નિયા ને પ્રેમ જ એટલું કરે છે તો આવે જ ને " ખુશી નીચે આવતા ની સાથે બોલી.
" નિયા તે કીધું પણ નઈ મને " નિયા ના મમ્મી ને આ વાત સાચી લાગી ગઈ એટલે પૂછ્યું.
" મમ્મી કોઈ નઈ મળ્યું. અને આ ખુશી ખોટું બોલે છે. "
આજ નો દિવસ તો કેમનો પતી ગયો એ ખબર ના પડી. બીજે દિવસે બધી વિધિ અને હલ્દી હતી. અને રાતે ગરબા.
નિયા કાલ માટે ના કપડા ચેક કરતી હતી. ત્યાં જાનવી આવી.
" નિયા થઈ ગયું નક્કી ?"
" કોનું ?"
" કાલ ના કપડા નું ?"
" હા "
" ગુડ "
" દીદી શું આવસે ? બેબી ગર્લ કે બેબી બોય "
" એ મને નઈ ખબર. પણ જે આવસે એ બંને એક જ છે મારા માટે "
" ઓહ્ ગ્રેટ. હું આવીશ રમાડવા "
" હા આવવાનું જ ને. એમાં થોડી કહેવાનું હોય "
નિયા એ દિવસે તો જાનવી સાથે વાત કરતા કરતા સૂઈ ગઈ.
બીજે દિવસે સવારે વિધિ હતી બધી અને બપોર પછી હલ્દી.
બીજે દિવસે ,
બપોર પછી
ખુશી ની હલ્દી ચાલતી હતી. પણ એના બધા ફ્રેન્ડ અને અમુક કઝીન જે નિયા ને ઓળખતા હતા. એ બધા એ નિયા ને પણ હલ્દી લગાવી દીધી.
નિયા ને ગુસ્સો આવ્યો પણ એને કંટ્રોલ માં રાખ્યો.
એ હલ્દી પત્યા પછી પેહલા એની હાલત સરખી કરી આવી. 🤭
રાતે ગરબા માં પણ બોવ મઝા કરી. નિયા એ ડાન્સ પણ કર્યો હતો.
મોડી રાત સુધી નિયા લોકો જાગ્યા હતા. એમ પણ બધા ભેગા થાય ત્યારે સૂવા કરતા વાતો વધારે હોય.
બે ત્રણ દિવસ થી નિયા એ એનો ફોન સરખી રીતે જોયો જ નઈ હતો. એટલી વ્યસ્ત થઈ ગયેલી કે ફોન વાપરવાનો ટાઈમ જ ના મળ્યો. અને કદાચ નિયા ને પણ બે ત્રણ દિવસ ફોન થી દૂર જ રેહવું હતું.
લગ્ન ના દિવસે,
ખુશી આજે દુલ્હન ના કપડા માં મસ્ત લાગતી હતી. એનું ફોટો શૂટ ચાલતું હતું. નિયા એ આજે વ્હાઇટ અને બ્લૂ કલર નું પહેર્યું હતું. વ્હાઇટ ઘાઘરો અને બ્લુ ચોલી.
મેકઅપ બોવ નઈ પણ થોડો એવો કર્યો હતો. અને હેર સ્ટાઇલ. પણ નિયા ની આંખો. નિયા ને મેક અપ કરતા એના આઇ શેડો માં વધારે રસ હતો. એને આજે આઇ શેડો માં ગ્લિતર ( જરી વાલો આઇ શેડો ) કર્યો હતો.
આજે નિયા નો લુક બધા દિવસ કરતા થોડો અલગ હતો.
નિયા ને રેડી થયેલી જોઈ ને એના મમ્મી બોલ્યા,
" નિયા તું આજે આટલી મસ્ત લાગે છે તો તારા મેરેજ માં કેવી લાગીશ ?"
" મમ્મી એ પછી વિચાર જો "
નિયા એ પણ આજે એના કઝીન અને ફેમિલી સાથે બોવ બધા ફોટો પડાવ્યા.
બપોરે ત્રણ વાગ્યે,
બસ થોડી વારમાં લગ્ન ની વિધિ સ્ટાર્ટ થવાની હતી. યશ મંડપ માં આવી ગયો હતો. હવે ખુશી ને આવવાની થોડી જ વાર હતી.
દસ મિનિટ પછી,
ખુશી ની એન્ટ્રી થઈ. નિયા અને જાનવી ખુશી ની આજુ બાજુ માં જ હતા. કેમેરા વાલો ખુશી કરતા નિયા નો વિડિયો શૂટ કરતો હોય એવું નિયા ને લાગ્યું.
નિયા ખુશી ની બાજુ માં બેસેલી હતી. પણ કઈક કામ થી એના મમ્મી એ બોલાવી.
નિયા કામ પત્યા પછી ખુશી ની બાજુ માં જતી હતી ત્યાં એને એવું લાગ્યું કોઈ એની સામે જોવે છે.
નિયા એ આમ તેમ જોયું પન પછી અચાનક એની નજર યશ જીજુ ની બાજુ માં બેઠેલા એક છોકરા પર ગઈ.
નિયા ને યાદ આવ્યું જ્યારે ખુશી ની એન્ટ્રી થઈ ત્યારે પણ આજ છોકરો હતો જે એની સામે ઘુરી ને જોતો હતો. નિયા એ એને ઇગ્નોર કર્યો અને ખુશી ની ફ્રેન્ડ સાથે જઈ ને બેસી ગઈ.
ખુશી ની વિદાય નો ટાઇમ
નિયા ની આંખ માં બધા ને રડતા જોઈ ને આંસું આવી ગયા હતા. પણ લાસ્ટ માં ખુશી એને મળવા આવી ત્યારે નિયા આંસું ને કંટ્રોલ રાખી ને મસ્ત સ્માઈલ કરી.
પણ જેવી ખુશી આગળ ગઈ. નિયા થી આંસું કંટ્રોલ માં ના રહ્યા. નિયા આંસું લૂછતી હતી ત્યાં પેલો છોકરો જે ક્યારનો નિયા ને જોતો હતો એ એની બાજુ માં આવી ને બોલ્યો,
" ડોન્ટ વરી. તને નઈ રડવા દવ હું. "
નિયા એ ઈગનોર કર્યો એને. પણ જતા જતા એ છોકરો બોલ્યો,
" આજે આઇટમ લાગે છે બાકી તું "
નિયા જાનવી દીદી અને જીજુ જ્યાં હતા ત્યાં જતી રહી એટલે પેલો છોકરો ત્યાં સામે દેખાય નહિ. પણ પેલો છોકરો તો નિયા દેખાય એમ જ ઊભેલો હતો.
એક દિવસ નિયા ત્યાં જ રહી અને એના પછી ને દિવસે પાછી એ આણંદ આવી ગઈ.
નિયા ના માઈન્ડ માં હજી પેલો છોકરો હતો કેમકે નિયા ને એક બે વાર એવું લાગ્યું હતું કે એને ફોટો પાડ્યો હતો. અને લાસ્ટ માં એ બોલ્યો હતો નિયા ને એ પર તો નિયા ને ગુસ્સો આવતો હતો.
બે દિવસ પછી,
નિયા એ ખુશી ના મેરેજ ના ફોટા એની ઈન્સ્ટાગ્રામ ની સ્ટોરી પર મુક્યા હતા. ત્યારે આદિ નો મેસેજ આવ્યો
" કોઈ નું દિલ તો આવી ગયું હસે તને જોઈ ને ?"
" મસ્તી ના કર "
" અરે સાચે કહું છું યાર. બટર નઈ લગાવતો "
" ઓકે હસે "
" કેમ આમ બોલે છે ? " આદિ ને ખબર હતી કે નિયા નેં કંઇ થયું હોય યા તો એનો મૂડ સારો ના હોય તો જ હસે બોલે.
આદિ કઈ પૂછે એ પેલા નિયા ઓફલાઈન થઈ ગઈ એટલે આદિ એ ફોન કર્યો.
" બોલો જનાબ " નિયા ફોન ઉપાડતાં બોલી.
" આમ જવાબ આપ્યા વગર કોણ જતું રહે?"
" ક્યો જવાબ ?"
" કોઈ નું દિલ આવી જસે તો " આદિ મસ્તી મા બોલ્યો.
" બસ યાર. એ બધા પિક ડિલીટ કરી દેવા છે મારે " નિયા થોડું ગુસ્સા મા બોલી.
" કેમ પણ ? આટલા મસ્ત પિક તો છે "
નિયા એ પછી મેરેજ માં જે થયું હતું એ બધું કહ્યું. એટલે આદિ બોલ્યો,
" વાહ... જીજુ આવી ગયા એમ ને "
" યાર પ્લીઝ, હું મસ્તી નઈ કરતી નથી. મને બોવ ગુસ્સો આવે છે"
" મુક ને એને. ઇગનોર કર "
" હમ પણ એવી રીતે એ જોતો હતો કે પહેલી વખત કોઈ છોકરી ને જોતો હોય "
" એમાં એની ભૂલ નથી નિયા. " આદિ એ કહ્યું.
" કહેવા શું માંગે છે તું ?"
" કઈ નઈ સૂઈ જા તું હવે. "
" હા "
થોડા દિવસ પછી,
હવે એમના યુનિવર્સિટી ના વાઇ વા પણ પતી ગયા હતા.
વીસ દિવસ બાકી હતા એમની કોલેજ લાઈફ ના.
નિયા ખુશ હતી પણ દુઃખી હતી. કેમકે હવે ફ્રેન્ડ સાથે દરરોજ મળવાનું નઈ થાય. અને એક મહિના પછી કોણ ક્યાં હસે એ કોઈ ને ખબર નઈ હતી.
નિયા ના માઈન્ડ માં કઈક પ્લાન ચાલતો હતો. પણ એને કોઈ ને કહ્યું નઈ.
રાતે નિયા એના ઘરે વાત કરી ને બેઠી હતી ત્યાં સિધ્ધાર્થ નો મેસેજ આવ્યો.
" હાઈ,
સોરી
પણ મને લાગે છે તને સ્ટોરી લખવામાં કોઈ જ રસ નથી.
આવું જ હતું તો તારે પહેલા કહી દેવું જોઈએ એટલે હું રાહ ના જોત તારી. "
નિયા ને મેસેજ જોઈ ને શું કહેવું કઈ સમજ મા ના આવ્યું, પણ એને વિચારી ને કહ્યું,
" એવું નથી.
પણ હું કામ માં હતી એટલે "
" ટાઈમ ની કઈ કિમત હોય ને ? "
" ઓકે "
નિયા હવે વાત આગળ વધારવા નઈ માંગતી હતી.
એને રાતે ડાયરી માં લખ્યુ,
" કદાચ બધા આવા જ હોય છે.
પોતાની જાતે જ બધું વિચારી લેતા હોય છે. "
બે દિવસ પછી,
નિયા અને ઈશા ગાર્ડન હમણાં જ બહાર થી આવ્યા હતા. નિયા બાલ્કની માં ઉભી હતી ત્યાં કોઈ નો મેસેજ આવ્યો.
" સોરી,
તે દિવસે હું ગુસ્સા મા હતો એટ્લે બોલાઈ ગયું.
પણ આ સ્ટોરી તારી હેલ્પ વગર નઈ લખી શકું.
મને એમ કે તું સામે થી મેસેજ કરશે પણ તે તો એ પણ ના કર્યો."
" સોરી તારી પાસે જ રાખ. "
" ઓકે. મારે આ વાત આગળ નઈ વધારવી.
કામ ની વાત કરીએ " સિધ્ધાર્થ એ કહ્યું.
" હા "
નિયા અને સિધ્ધાર્થ એ સ્ટોરી નો ફલો નક્કી કરી નાખ્યો એ દિવસે.
હજી સુધી બંને એક બીજા ને મળ્યા નઈ હતા. ખાલી મેસેજ પર નોવેલ ની વાત થઈ હતી એ જ.
બે દિવસ પછી,
નિયા એ આદિ, મનન , નિશાંત અને તેજસ ને મેસેજ કર્યો.
" હાઈ"
શું કામ હસે નિયા ને ?