મન : સંબંધ મિત્રતા નો - 57 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 57





નિયા અને નક્ષ વાત કરતા હતા ત્યાં ભૌમિક નો ફોન આવ્યો એટલે નક્ષ એ એને એડ કર્યો.

" લોકો ફોન પણ ના ઉપાડે " નિયા બોલી.

" કામ માં હતો " ભૌમિક બોલ્યો.

" હા એતો હવે એવું જ ને " નિયા મસ્તી માં બોલી.

" ભાઈ તે તો મને કીધું જ નઈ. ભાભી મળી ગયા એ "

" ખબર પડી ગઈ ને તને ?"

" હા નિયા તો કેજ ને તને "

" હા એ ને જ કીધું. તું તો ના કહું " નક્ષ બોલ્યો.

" તમે વાત કરો એટ્લે મે ટોપિક આપ્યો હતો "

" કઈ પણ. "

" ખુશી મા પછી ગમે તે ના બોલવાનું હોય " નક્ષ એ કીધું.

" હા. તમે શું કરો બંને ?" ભૌમિક એ પૂછ્યું.

" તને યાદ " નક્ષ અને નિયા બંને સાથે બોલ્યા.

" નક્ષ તું મને યાદ કરતો હસે એ માની લીધું પણ આ નિયા તો કોઈ દિવસ યાદ નઈ કરતી હોય મને " ભૌમિક બોલ્યો.

" તને શું યાદ કરવાનો " નિયા એ કહ્યું.

થોડી મસ્તી કરતા હતા અને કોલેજ ની વાત કરતા હતા ત્યાં નિયા ના મમ્મી નો ફોન આવ્યો એટલે નિયા એ કહ્યું,
" ચાલો બાય. મમ્મી નો ફોન આવે છે. "


નિયા એ એના મમ્મી ને ફોન કર્યો.


" બોલો આટલી રાતે કેમની યાદ આવી ગઈ મારી " નિયા બોલી.

" બેટા ખુશી ની સગાઈ છે આવતા રવિવારે " નિયા ના પપ્પા બોલ્યા.

" હે... શું ? આટલી જલ્દી અને નક્કી ક્યારે થયું ?" નિયા એક સાથે બોલી ગઈ.

" શાંતિ રાખ પણ તું " નિયા ના મમ્મી બોલ્યા.

" એના માટે જે છોકરા ની વાત ચાલતી હતી એ ફાઈનલ થઈ ગયો. પણ એ છોકરો આવતા મહિને બહાર જાય છે એટલે જલ્દી મેરેજ છે " નિયા ના પપ્પા બોલ્યા.

" બહાર થી પાછો તો આવસે ને ?" નિયા એ પૂછ્યું.

" અમેરિકા જાય છે. બે ત્રણ વર્ષ પછી આવશે. એટલે મેરેજ એપ્રિલ ના એન્ડ માં જ છે. "

" ઓકે. "

" તું ક્યારે આવીશ અમદાવાદ ?" નિયા ના મમ્મી એ પૂછ્યું.

" જોઈશ "

" આવવાનું જ છે નિયા " નિયા ના પપ્પા એ કહ્યું.

" હા સારું. શુક્ર વાર કા તો શનિવાર એ આવીશ. તમે ક્યારે જવાના છો ?" નિયા એ પૂછ્યું.

" શુક્ર વારે "

" સારું "

નિયા એ હજી ફોન મૂક્યો જ હતો ત્યાં એના ફોઈ નો ફોન આવ્યો.

" કેમ છો બેટા ?"

" મઝામાં "

" ક્યારે આવે છે ઘરે "

" કેમ ?"

" ખુશી ની સગાઈ છે ખબર છે ને ?"

" ના મને ક્યાં થી ખબર હોય ?" નિયા ને તો કંઈ ખબર ના હોય એમ બોલી.

" પિયુ એ કહ્યું નહીં ?"

" ના "

" સાચું બોલ ને બેટા "

" કહ્યું છે. પણ તમે કોઈ એ ના કહ્યું. અને ક્યાં છે ખુશી મને કહેતી પણ નથી "

" ખુશી બહાર ગઈ છે આવે એટલે ફોન કરાવીશ "

" રાતે એકલી એકલી ફરવા જાય છે ? "

" ના યશ સાથે ગઈ છે "

" આ યશ કોણ છે ?" નિયા એ પૂછ્યું.

" તારા જીજુ "

" ઓહ્ ડેટ પર ગઈ છે ?"

" એ તને ફોન કરે ને ત્યારે પુછી લેજે " નિયા ના ફોઈ એ કહ્યું.

" સારું "

" શુક્ર વારે આવી જજે "

" જોઈએ "

" જોઈએ નઈ બેટા. "

" સારું આવી જઈશ "

" સૂઈ જા હવે જાય શ્રી કૃષ્ણ "

નિયા એ ફોન મૂકી ને ડાયરી લખવા બેઠી.


" હાઈ,
કેમ છે તું ?
જોયું તે આજે કેવું થયું મારી સાથે ?

ખુશી ની સગાઈ છે અને મને આજે ખબર પડે છે.
મારા મમ્મી ને પણ ટાઈમ નથી કહેવાનો. બોલો.

હવે મારે શું કરવું ? "

લખતા લખતા ક્યારે સૂઈ ગઈ નિયા એ એને જ ના ખબર રહી.


બીજે દિવસે,

નિયા કોલેજ જવા રેડી થતી હતી ત્યાં ખુશી નો વિડિયો કૉલ આવ્યો.

" બોલો કેમ ફોન કર્યો ?" નિયા ગુસ્સા 😡 માં બોલી.

" હજી ગુસ્સા મા છે તુ ?" ખુશી એ પૂછ્યું.

" હું કેમ ગુસ્સા માં હોવ ?"

" તો સરખું બોલ ને. અને ફોન ક્યાં મુકી ને જતી રહી "

" મારે કામ છે જલ્દી બોલ કેમ ફોન કર્યો ?"

" નિયા યાર સોરી. બધું બોવ જલ્દી જલ્દી માં થઈ ગયું. પણ તું જલ્દી આવજે પ્લીઝ. અને તારા કપડા પણ ફિક્સ થઈ ગયા છે એ જ પહેરવાના છે "

" ઓકે બીજું કંઈ ?"

" ના પણ તારું મોઢું તો બતાવી દે ?"

નિયા હજી ફોન મૂકી ને એનું કામ કરતી હતી.

" બોલો "

" ઓય હોય. છોકરી આવી ખરી. જલ્દી આવ હવે તું. " ખુશી એ કહ્યું.

" હમ. પણ પાર્ટી બાકી રહી ?"

" હા એ પછી શાંતિ થી. તું જલ્દી આવ હવે "

" હા "

થોડી વાર પછી નિયા કોલેજ ગઈ.

કોલેજ માં આજે એનું ધ્યાન કઈ ક બીજે હતું. ક્યાં હતું એ તો ખાલી નિયા ને જ ખબર હતી.

આ વીક તો નિયા નું કેમનું જતું રહ્યું એ સમજ ના પડી. ત્રણ દિવસ તો એ ખુશી ની સગાઈ માં જ વ્યસ્ત રહી.

ઘરે આવી ને સૂઈ ગઈ હતી ત્યાં રિયાન નો ફોન આવ્યો.

" મેગી પાર્ટનર સુરત ક્યારે આવે છે ?"

" ખબર નઈ મને "

" કેમ ?"

" જોબ અમદાવાદ મળી છે એટલે "

" હું ત્યાં આવીશ તું ચિંતા ના કરીશ "

" કેમ ફોન કર્યો છે એ બોલ "

" તને ખબર પડી ગઈ કઈ કામ માટે ફોન કર્યો હસે એ ?"

" બપોર ના ચાર વાગે તું કામ વગર તો ફોન નઈ જ કરે "

" હા thank you કહેવું હતું "

" શું બોલે છે રિયાન "

" હા તે સાંભળ્યું એજ "

" કેમ પણ ?"

" રિયા ની ખુશી. એ જેટલી ખુશ છે કે તને કહી પણ ના શકું યાર "

" તો એમાં મને thank you કેમ કહે છે "

" નિયા મને ખબર છે તે જ બંને ને સમજાવ્યા છે "

" મે કોઈ ને કઈ નઈ કહ્યું " નિયા બોલી.

" સારું. પણ મને ખબર છે. હવે જલ્દી તું આવ અને પાર્ટી લઈએ આપડે રિયા પાસે થી " રિયાન એ કહ્યું.

" હા "


સાંજે પાંચ વાગ્યે,

નિયા લેપટોપ મા એનું કામ કરતી હતી અને ઈશા આવી.

" નિયા તું તો મસ્ત લાગતી હતી ને સગાઈ માં "

" ઓહ્ thank you "

" હવે તો હમણાં અહીંયા જ છે ને ? કે ઘરે જવાની ?"

" પંદર દિવસ પછી અમદાવાદ જવાની છું. ખુશી ના મેરેજ છે એટલે "

" તે દિવસે તો તું મહિના પછી મેરેજ છે એમ કહેતી હતી "

" હા પણ મને ખબર નઈ હતી. એપ્રિલ ના એન્ડ માં મેરેજ છે "

" તો શોપિંગ ?"

" એ તો ખુશી અને જાનવી મારી કરી લેશે "

" એમને ખબર છે તને શું ગમે છે ?"

" હા એટલે જ ને. "

" સરસ. જોજે તને પણ કોઈ મેરેજ માં ના મળી જાય " ઈશા મસ્તી માં બોલી.

" બસ આ નઈ. હજી તો કેટલી બધી વાર છે મારે "

" સારું સારું. ડાન્સ કરવાની છે દી ના મેરેજ માં ?"

" કઈ જ નક્કી નથી "

" સારું "

નિયા ને કોલેજ ના વાઈ વા ચાલુ હતા એટલે આખો દિવસ વાંચવામાં નિકળી જતો.

હજી બે વાઈ વા બાકી હતા પણ એ હવે ચાર દિવસ પછી હતા.

નિયા ફોન મા કઈક જોતી હતી ત્યાં કોઈ નો મેસેજ આવ્યો. કોઈ અનનોન હતું. નિયા આમ તો કોઈ અજાણ્યા ના મેસેજ ના જોતી પણ એ દિવસે એને મેસેજ જોયો.


" હાઈ ડિયર,
તને કો રાઇટર બનવામાં ઇન્ટ્રેસ્ત છે ?
એકચ્યુલી હું એક નોવેલ લખું છું. એમાં એક ગર્લ ના થીંકિંગ ની હેલ્પ જોઈએ છે.
તમારી નોવેલ યારાના વાંચી ને થયું એક વાર તમને જ પૂછી લવ. "

નિયા એ મેસે

જ જોયો પણ જવાબ શું આપવો એ સમજ ના પડી એને. કેમકે એ કોઈ અજાણ્યા વ્યકિત પર વિશ્ર્વાસ નઈ કરી શકતી હતી એટલે.

થોડી

વારમાં પાછો મેસેજ આવ્યો.
" વિચારી ને જવાબ આપજે.
જલ્દી નથી મને. પણ હા કે ના નો જવાબ આપી દેજે. "


નિયા એ " વિચારીને કહીશ " એમ કહી દીધું.

એને શું કરવું કઈ સમજ મા નઈ આવતું હતું એટલે એને ડાયરી લખવાની ચાલુ કરી.
" હેય હાય..."

પછી આજ નો મેસેજ આવ્યો એનું થોડું લખ્યું પછી અચાનક શું થયું તો એને આદિ ને ફોન કર્યો.

" બોલો " આદિત્ય ફોન ઉપાડતાં બોલ્યો.

" શું કરે છે ?"

" રાત ના અગિયાર વાગ્યે માણસ સૂઈ જાય "

" ઓહ્ હા સોરી પણ યાર મને ખબર નથી પડતી હું શું કરું " નિયા બોલી.

" કેમ પણ ? એવું તો શું થયું બેબ "

નિયા એ પેલા મેસેજ વાળી વાત કરી એટલે આદિ બોલ્યો,

" હા એમાં ના પાડવા જેવું શું છે ?"

" પણ યાર એને હું ઓળખતી પણ નથી "

" તું બોવ ના વિચાર. ખાલી હા કહી દે. પાછળ જે થશે એ જોયું જશે "

" સાચે ને ?"

" હું હંમેશા તારી સાથે છું. તું ટેન્સન ના લઈશ "

" ઓકે ગુડ નાઈટ " કહી ને નિયા એ ફોન મૂકી દીધો.

થોડું વિચાર્યા પછી એ મસ્ત સ્માઈલ કરતા સૂઈ ગઈ.

બીજે દિવસે સવારે,

એને પેલા ને મેસેજ કર્યો.

" યેસ "

થોડી વારમાં જ જવાબ આવ્યો


" લાગે છે ભગવાન એ મારી સાંભળી લીધી.
કે તે હા કહ્યું. લખવા માટે "


કોઈ બીજું હોત ને તો નિયા એ કીધું હોત " બટર ના લગાવ " પણ નિયા એ કઈ કહ્યું જ નહિ.

" હાઈ
હું સિધ્ધાર્થ "

" હેલ્લો "

" તો તું ક્યારે ફ્રી થસે ?"

" પંદર દિવસ પછી "

" તારી એક્ઝામ હોય તો વાંધો નહિ. હું તને ફ્લો મોકલીશ પછી ફ્રી થાય ત્યારે મેસેજ કરી દેજે"

" એક્ઝામ ની વાર છે. મેરેજ માં જવાનું છે "

" સરસ. અમદાવાદ આવે છે કે નઈ તું કોઈ વાર ?" સિધ્ધાર્થ એ પૂછ્યું.

" હા મેરેજ ત્યાં જ છે "

" વેલકમ. મળવા આવજો તો "

" સોરી નેકસ્ટ્ ટાઈમ " નિયા એ કહ્યું.

" ઓકે ઓકે. "

કોલેજ નો ટાઈમ થઇ ગયો હતો એટલે નિયા કોલેજ ગઈ. વાઈ વા આપી ને એ ક્લાસ માં જ્યાં આદિત્ય લોકો હતા ત્યાં બેસેલી હતી.

અને ફોન મા કઈક વાંચતી હતી.

નિયા ની બાજુ માં નિશાંત બેસેલો હતો. અને એની આગળ ની બેન્ચ પર તેજસ અને આદિત્ય. મનન થોડી દૂર બેસેલો હતો.

ત્યાં માનિક આવ્યો.

" કેવા ગયા વાઈ વા "

" જેવા આવ્યા એવા ગયા " તેજસ બોલ્યો.

" આદિ તારા ?"

" સારા "

" નિયા કેવા ગયા વાઇ..." આગળ બોલે એ પેલા નિયા બોલી

" બધા ના સારા જ ગયા છે "

" સારું. આપડે બધા એ એક વાર સાથે બહાર જવું છે "
માનિક બોલ્યો.

" હું નઈ આવી શકું " આદિ બોલ્યો.

" હું પણ નઈ " નિશાંત એ કહ્યું.

" હું પણ. નિયા તું જઈશ ?" તેજસ હસતા હસતા બોલ્યો.

" ક્યાં ?" નિયા નું ધ્યાન ફોન મા હતું એટલે ખબર નઇ હતી એને.

" આપડે બધા જઈએ એક વાર છેલ્લે. " માનિક બોલ્યો.

" કોણ બધા ?" નિયા ના રીએકશન એવા હતા કે એને કઈ સમજાતું જ ના હોય.

" તું, હું , આદિ એમ બધા "

" હું નઈ આવી શકું " નિયા એ કહ્યું.

નિશાંત એ સાંભળી ને હસ્યો.

નિયા ને લાગ્યું એના પર હસે છે એટલે એને પૂછ્યું,

" કેમ હસે છે ?"

" આદિ અને તારો સેમ જવાબ હતો એટલે "

" હા તો ?"

" એક પણ શબ્દ ચેન્જ નઈ હતો "

" ઓહ સરસ "

માનિક તો ત્યાં થી કઈ બોલ્યા વગર જતો રહ્યો પછી નિશાંત બોલ્યો,

" આપડી પાર્ટી ક્યારે છે ?"

ત્યાં મનન આવ્યો
" શેની પાર્ટી ?"

" આ નિયા પાર્ટી આપે છે " તેજસ બોલ્યો.

" તો ચાલો " મનન એ કહ્યું.

" હમણાં નહિ. થોડા દિવસ પછી " નિયા બોલી.

" કેમ ?"

" મારી મરજી "

આમ એ લોકો ના છેલ્લા સેમ ના વાઈ વા પણ પતી ગયા.

નિયા એ એક નવી નોવેલ પણ લખવાની સ્ટાર્ટ કરી હતી. એ પણ દોસ્તી પર જ હતી. અને સાથે સિધ્ધાર્થ વાળી નોવેલ પણ. એટલે એ ફ્રી ના થતી.

બે દિવસ પછી એ અમદાવાદ જવાની હતી. ખુશી ના મેરેજ માં. એટલે આજે પેકિંગ કરતી હતી.



શું થશે આગળ?