ઘર CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર

પ્રસ્તાવના


પ્રિય વાચક મિત્રો,


મારી ચોથી નોવેલ series “નિર્ણય “ ને માતૃભારતી પ્લેટફોર્મ થી તમારા સુધી પહોંચાડતા હું ખૂબજ આનદં અનુભવું છું.


આ પહેલા મારી નોવેલ “ અધૂરો પ્રેમ “ અને “નિર્મલા નો બગીચો” અને "વિશ્વ ની ન્યારા" માતૃભારતી પર આવી ચુક્યા છે.


મારી બીજી વાર્તાઓ “કરમ ની કઠણાઈ “ “Dr અલી ક્રિષ્ણકાન્ત પંડિત”,”અનોખો સંબંધ” , “મહામારી એ આપેલું વરદાન”,” “ સરહદ ને પેલે પાર ની દોસ્તી અને “આદુ વાળી ચા” પણ માતૃભારતી પણ ઉપલબ્ધ છે!


તમારા ફીડબેક ચોક્કસ આપજો એ મારા માટે મલ્ટિવિટામીન જેટલા જ અસરકારક છે જે કંઈક સારું લખવાની પ્રેરણા આપતા રહે છે.

© આનલ ગોસ્વામી વર્મા

Email dilkibatein30@gmail.com .

ઘર


ઘર એટલે માણસ ના અસ્તિત્વ નો પડછાયો

માણસ ના સ્વભાવનું સરનામું એટલે ઘર

ઘર માટે માણસ આખી જિંદગી ભાગે

અને એજ ઘર માં રહેવા સમયના અભાવે ઝંખે

કેટકેટલી યાદો નું એક માત્ર ઠેકાણું માણસ નું ઘર

નવા બાળક ની ઉજવણી જોઈ હોય એ દીવાલો એ અને ઘર ના વ્યક્તિ ની કાયમી વિદાય પણ


માણસ જેમ ઘર માટે ઝંખે એમ ઘર પણ માણસ માટે ચોક્કસ ઝંખતું હશે.


તો વાત કરીયે ઘર ની. બે ઘર હતા એકદમ અડીઅડીને બંને માં આસમાન જમીનન નો ફર્ક. એક એકદમ સ્ટાઈલિશ નવી સાધન સામગ્રી વાળું તો બીજું જૂની સ્ટાઇલ નું લોકો થી ભરેલું.


નવા ઘર માં પતિ પત્ની અને બાળક રહેતા જયારે જુના ઘર માં દાદા દાદી પતિ અને પત્ની રહેતા.

જુના ઘર માં કાયમ કલબલાટ રહેતો એમની વાતો, મજાક કોઈક વાર દલીલો સાંભળીને ને ઘર ને ખૂબ મજા આવતી. આખું પરિવાર સવાર નો નાસ્તા અને સાંજ નું જમણ સાથે કરતા. આખા દીવસ ની વાતો કરતા. બપોર નું જમવાનું દાદા દાદી અને બાળકો જોડે લેતા. ક્યારેક એ લોકો ના હોય તો ઘર બહુ ઉદાસ થઇ જતું .


બીજી બાજુ નવા ઘર માં શાંતિ વધારે રહેતી. આખો દિવસ પતિ પત્ની બહાર રહેતા. બાળક ને ડે કેર માં રાખતા. સાત એક વાગ્યે પત્ની બાળક ને ડે કેર માંથી લઈને ઘરે આવતી અને પછી એને TV સામે બેસાડી જલદી રસોઈ બનાવતી. સાડા આઠ નવ થતા પતિ ઘરે આવતો અને ત્રણેય બેસતા . અને માંડ એકાદ કલાક પરિવાર TV સામે બેસતો અને પછી માં ઝટપટ બાળક ને લઈને સુવા જતી રહેતી અને પતિ મોડે સુધી TV જોતો બેસી રહેતો.


એક વાર જુના ઘર માં રહેતા લોકો બહારગામ ગયા કોઈ લગ્ન પ્રસંગે એટલે જૂનું ઘર બહુ સમય પછી સૂનું પડ્યું. એને તો માણસો ની આદત હતી એટલે અકળાવા લાગ્યું.


નવું ઘર તે વખતે હવે ની મજા માણી રહ્યું હતું. નવા ઘર માટે તો આ રાબેતા મુજબ નું રૂટિન હતું કે કોઈ સવાર ના ૧૦ થી રાત ના ૭ વાગ્યા સુધી ઘરે હોય નહિ . અરે રજા ના દિવસે તો એને લોકો ની હાજરી ની અકળામણ થતી. એ એમ વિચારતું કે મારી સુંદર સજાવટ ખરાબ થઇ જશે.


જયારે એના થી વિપરીત જૂની સ્ટાઇલ નું ઘર આજે એના માણસો વગર સોરાતું હતું. એને જોરથી બૂમ પડી નવા ઘર ને.


જૂનું ઘર : નવા ઘર , ઓ નવા ઘર.

નવું ઘર : સાંભળ્યા પછી પણ ન સાંભળ્યું કરે છે.

જૂનું ઘર :એ ઘર, મારી જોડે થોડી વાત કર ને.

નવું ઘર: થોડા એટ્ટીટ્યૂડ સાથે , હા બોલો વડીલ.

જૂનું ઘર: અરે મારી સાથે થોડી વાર વાત કરશો. તમે તો કેટલા સરસ દેખાવ છો.

નવું ઘર: ખુશ થતા, થોડા નખરા કરતા, સારું સારું. આજે કેમ નવરા છો. તમારે ત્યાંથી કોઈ અવાજ પણ નથી આવતો.

જૂનું ઘર: હા , આજે મારો પરિવાર બહાર ગયો છે એટલે મને તો બિલકુલ નથી ગમતું અને આવું તો ૧૦ દિવસ માટે રહેશે.

નવું ઘર : અરે એમાં શું. મારે ત્યાં રહેતા લોકો તો સવારના ૧૦ થી સાંજ ના ૭ વાગ્યા સુધી નથી હોતા અને મને તો આવું જ ગમે. આ શું આખો દિવસ કલબલ કલબલ, મારુ તો માથું દુખે એમાં. અને આ શું પરિવાર. આપણો કેવો પરિવાર?

જૂનું ઘર: અરે મને તો બિલકુલ ના ગમે મારા પરિવાર વિના. અને આપણા માં વસતા લોકો આપણો પરિવાર જ કહેવાય. વાર તહેવારે આપણી પૂજા થાય આપણા પર ફૂલહાર ચડાવાય.દિવાળી માં આપણને શણગારાય અને હોળી માં આપણી ઉપર રંગ ઉડે તો આપણું સહિયારું જ કહેવાય ને બધું.


નવું ઘર: જો તમે એવું સમજો છો તો એ લોકો તમારી માવજત કેમ નથી કરાવતા?


જૂનું ઘર:અરે એવું નથી. પણ દાદા દાદી ના ઓપેરશન અને એમની સારસંભાળ માટે રૂપિયા પૈસા ની જરૂર પડે પછી જ મારા માટે કંઈક થઇ શકે. મને કોઈ તકલીફ નથી. મને તો મારા માં વસતા લોકો નો કલબલાટ વધારે ગમે. એનું સ્વાસ્થ્ય વધારે વ્હાલું લાગે.


નવા ઘર ને, જુના ઘર ની વાત સાંભળ્યા પછી પોતે સાંભળેલી ગઈ કાલ ની વાત સંભારે છે. ગઈ કાલે નવા ઘર ની પત્ની પતિ ને કહી રહી હતી કે " તમારા પિતા ના ઓપેરશન માટે પૈસા માંગતો ફોન આવ્યો તો તમારી માં નો પણ પૈસા નથી એવું કહી દેજો. આ લોન ભરીએ કે એમના ઓપેરશન કરાવીએ. નવા ઘર ને આજે પહેલી વાર પોતાની ખૂબસૂરતી પર પસ્તાવો થયો.


જુના ઘર ની અને નવા ઘર ની વાતચીત એ પછી ચાલુ રહી પણ ૧૦ દિવસ પછી જૂનું ઘર પાછું પોતાના પરિવાર ની સાથે મશગૂલ થઇ ગયું એટલે બપોરે તો સમય મળતો ન હતો પણ રાતે સુતા પહેલા એ નવા ઘર જોડે અચૂક વાત કરતું. એકાદ વર્ષ માં તો જુના ઘર નું પણ રીનોવેશન થઈ ગયું હતું.

સમાપ્ત................................

© આનલ ગોસ્વામી વર્મા

Email dilkibatein30@gmail.com .