Ginger tea books and stories free download online pdf in Gujarati

આદુ વાળી ચા

આદુ વાળી ચા

વાત છે અબીર અને ઈશુ ની .


૨૨ વર્ષના ઈશુ અને અબીર, ઈન્ડિકેન ઓઇલ નામ ની કંપની માં ટ્રેઈની તરીકે જોડાયા. એમની ૩૦ લોકો ની બેચ હતી અને બધા અલગ અલગ જગ્યા એ થી આવ્યા હતા. એક બીજા થી એકદમ અજાણ બધા પહેલી વખત ટ્રેનિંગ માં જ મળ્યા હતા. બે દિવસ પછી ટ્રેનિંગ શરૂ થનારી ટ્રેનિંગ માટે બધા લગભગ ૨ એક દિવસ પહેલા આવી પહોંચ્યા હતા. ૩૦ દિવસ ની આ ટ્રેનિંગ માં રહેવાનું અને ખાવાનું કંપની તરફ થી હતું.


બે સુંદર બિલ્ડીંગ ની વચ્ચે એક નાનું સરસ મેસ હતું જેની આજુ બાજુ બગીચો હતો જેમાં નાનું એવું કિચન ગાર્ડન પણ હતું.એક બિલ્ડીંગ માં મેલ એમ્પ્લોયીઝ અને બીજામાં ફિમેલ એમ્પ્લોયીઝ .


જે દિવસે ટ્રેનિંગ શરૂ થવાની હતી એ દિવસે ઈશુ થોડી મોડી પડી અને એટલે એ ફટાફટ ચા પીવા canteen માં આવી.


બાકી બધા ટેબલે હજી ગંદા હતા એટલે એ જે ટેબલ અબીર વાપરી રહ્યો હતો એ ટેબલ તરફ આવી અને અબીર ની સામે ની ખુરશી ખાલી હતી ત્યાં બેસી ગઈ.
ચા મો પાસે લાવતા જ એનું મો બગડી ગયું કારણકે આદુ વાળી સરસ ચા પીવા ટેવાયેલી ઈશુ થી આ બેવાર ઉકાળીને ને જગ માં ભરેલી સસ્તી ભૂક્કી નાખી ને બનાવેલી ચા ની સુગંધ જ ના જીરવાઈ અને હવે આમ એક મહિનો કેવી રીતે જશે એ વિચારે જ એના મોતિયા મરી ગયા. વળી સવાર ની ચા તો એના માં ઉર્જા નો સંચાર કરતી હતી . જેમ પેટ્રોલ વગર ગાડી ના ચાલે એમ ઈશુ નું એન્જીન ચા વગર ના ચાલે.

એનું ઉતરેલી કઢી જેવું મો જોઈ ને અબીર હસી પડ્યો. અને ઈશુ ને પોતાની સામે વિફરેલી વાઘણ થયેલી જોઈ ને બોલ્યો કે મને પણ આવું જ લાગ્યું હતું એટલે જ કોફી પીવું છું.

આ હતી ઈશુ અને અબીર ની પહેલી મુલાકાત. એ સવારે તો ઈશુ ચા વગર જ ટ્રેનિંગ માં ગઈ અને લંચ સુધી એમ જ બેસી રહી . એને નાસ્તો કરવાનો સમય તો મળ્યો જ ન હતો.બપોરે લંચ માં પણ મેસ માં જ જવાનું હતું અને લંચ વખતે પણ ઈશુ ને સમજાઈ ગયું કે એને અહીંયા ખાવા પીવા ની તકલીફ પડ્યા વગર નહિ રહે. અને આવા ૩૦ દિવસ કાઢવાના છે.


સાંજે ટ્રેનિંગ પરથી પાછા ફરતા ફરી ચા અને નાસ્તો હતા . પણ એજ સ્વાદહીન , મન વગર બનાવેલી ચા. અચાનક ઈશુ ને મમ્મી અને ચા બન્ને નું મહત્વ એક સાથે સમજાઈ ગયું. એ વિચારવા લાગી કે મમ્મી ને પણ ચા ખૂબ પસંદ છે અને એટલેજ એ મન થી ચા બનાવે છે કદાચ એટલે જ એની મમ્મી ની ચા આટલી સરસ બને છે.
આમ વિચારતી એ દુઃખી મને નાસ્તા માં આપેલું ભજ્જી જેવું કંઈક ખાઈ રહી હતી કે અબીર આવ્યો અને બોલ્યો કે એ પણ ઈશુ નું ટેબલે શેર કરે ? ઈશુ નું ધ્યાન તો આમેય અહીંયા ન હતું . એ તો ક્યારનીય વિચારો માં મમ્મી પાસે રસોડા માં પહોંચી ગઈ હતી.

અબીર ધીરે થી બોલ્યો કે આદુ વાળી ચા ? ઈશુ એની સામે જોઈ રહી ? કદાચ એને સાંભળ્યું ન હતું. અબીર ફરીથી બોલ્યો કે મને ખબર છે આદુ વાળી ચા, ક્યાં મળે છે?
ઈશુ અબીર સામે એવી રીતે જોઈ રહી કે જાણે ખજાના નું સરનામું આપતો હોય ! બંને જોડે ચા પીવા ભાગ્યા. ચા પીતા પીતા મનોમન કેટલીય ક્ષણ જીવી લીધી ઈશુ અને અબીર એ.


પછી તો આ ક્રમ રોજ નો થઇ ગયો. રોજ સવારે અબીર અને ઈશુ પોતપોતાની બિલ્ડીંગ માં થી બહાર નીકળી ને સાથે સવાર ની ચા પીવા જાય. સાંજે ટ્રેનિંગ પછી પણ આ જ નિત્ય ક્રમ . અને આ ચા ટ્રીપ માં બંને વચ્ચે એટલો સરસ મેળ પડી ગયો કે ટ્રેનિંગ ના ૩૦ દિવસ પછી તો બંને નિશ્ચિંન્ત હતા કે પરણશે તો એક બીજા ને જ .
અને બસ આજે એમ ની સાત મી વેડિંગ એનિવર્સરી છે . બંને સાથે જ સવાર ની ચા પીવે છે. પણ હવે એ ચા ઈશુ પોતે બનાવે છે અને અબીર આદુ છોલી આપે છે. એમ ના ૪ વર્ષ ના દીકરા આદિત્ય ને પણ ચા ખુબ પસંદ છે , હોય જ ને ચા એના લોહી માં છે.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED