વાત છે ૧૯૪૦ ની ત્યારે તો સલમા અને ભગવાન બંને ૫ વર્ષ ના હતા .
ભગવાન ના પિતા પંજાબ માં ખૂબ મોટા જમીનદાર હતા. એમ નો બહુ મોટો સફરજન નો ધંધો હતો. ૧૦૦ એક ખેતરો માં ઉગેલા સફજનો તોડવા માટે શાળા પછી ઘણા બાળકો પણ આવતા. એમ ને રોકડી સાથે મન ભરી ને સફરજન ખાવાની અને ઘરે લઇ જવાની પણ છૂટ હતી. વળી સફરજન તોડવાની કોઈ નિર્ધારિત સંખ્યા નક્કી ન હતી. બાળકો રમતા જાય અને સફરજન તોડતા જાય. આમ બાળકો ને પણ મઝા આવતી. મળતા પૈસા માંથી પોતાને ગમતી ટોફી કે બિસ્કુટ લઇ શકતા એટલે ઘણા બાળકો ત્યાં આવતા . એમાં એક સલમા પણ હતી.
ભગવાન પણ એના ભાઈ દોસ્તાર સાથે આ સફરજન ના ખેતર માં સફરજન તોડવા જતો. ભગવાન ના પિતા જમીનદાર ખૂબ સરળ સ્વભાવ ના માણસ હતા અને એટલે એમને ભગવાન ને પણ બધા બાળકો સાથે હળવા- મળવાની અને રમવાની છૂટ આપી હતી ભલે ને એ ખેતર માં સફરજન તોડવા આવતા બાળકો જ કેમ ના હોય.
આમ એક વાર સફરજન તોડતા તોડતા સલમા અને ભગવાન ની ઓળખાણ થઇ. બહુ વાતો કરતી સલમા અને તોફાની ભગવાન વચ્ચે સરસ દોસ્તી થઇ ગઈ.
૧૯૪૭ માં ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડતા પંજાબ ના બે ટુકડા થયા. ભગવાન ના પિતા જમીનદાર હોવાથી એમ ને આ વાત ની બહુ પહેલા જાણ થઇ અને એટલે એ આગોતરા જ ભારત માં જવાની તૈયારી કરવા લાગ્યા .
બધા ખેતર પણ વેચાઈ ગયા અને ધીરે ધીરે બધું સમેટાવા લાગ્યું. જવાના આગલા દિવસે ભગવાન બધા બાળકો ને મળી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે તમે ભારત આવો તો જરૂર મારે ત્યાં આવજો અમે તમારું સ્વાગત કરીશું . આપણી આ દોસ્તી હમેશા અમર રહેશે એને સરહદ પણ નહીં તોડી શકે. જયારે તમે કોઈ ભારત આવો તો મારી વાડી ના સફરજન જરૂર લાવજો. એ આપણી દોસ્તી નું પ્રતિક રહેશે.
સમય ક્યાં વહી ગયો એ ખબર જ ના પડી. એક દિવસ ૭૫ વર્ષ ના ભગવાનદાસ પોતાની દિલ્હી ની કોઠી ની બહાર આવેલ બગીચા માં ચા પી રહ્યા હતા કે એ ૫૦ એક વર્ષ ના એક પ્રૌઢ પુરુષ અને એની જોડે એક મહિલા જે એની પત્ની હશે એને પ્રવેશ કર્યો. ભગવાસ દાસ ને એ ચહેરા માં કોઈ વ્યક્તિ નો અણસાર આવતો હતો પણ ઝટ યાદ ના આવ્યું.
આ દંપતી એ પોતાની પાસે રહેલ એક બોક્સ એમ ને આપ્યું. પોતાની ઓળખાણ આપતા બોલ્યો કે મારુ નામ રફીક છે ને આ મારી બિવિ છે અમે પાકિસ્તાન માં રહેલ પંજાબ માંથી આવીયે છે. આ બોક્સ માં સફરજન છે. એટલું બોલતા જ ભગવાન દાસ બોલ્યાકે તમારા મોઢા પર સલમા નો અણસાર આવે છે, તમે ?
રફીકે હસી ને કહ્યું કે હું સલમા નો પુત્ર છું. પણ તમે કેમ કરીને ઓળખી ગયા? ભગવાન દાસ એ ગભરાતા ગભરાતા પૂછ્યું કે સલમા ?
તો રફીક બોલ્યો કે , અમ્મા સલામત છે અને પાકિસ્તાન માં છે. જે ખેતર માં તમે લોકો સફરજન તોડતા હતા એમાંનું એક ખેતર અમ્મા અને અબ્બા એ લઇ લીધું છે અને અમે પણ સરસ ગુજર બસર કરી રહ્યા છે. અજમેર શરીફ ની દરગાહ પર માથું ટેકવા આવતા હતા એટલે અમ્મા એ પેટી તમને પહોચડવા કહ્યું. તમને આ પેટી આપી અમે અજમેર જઈશું. અમ્મા તમારા બાળપણ ના દિવસો યાદ કરતી અને કહેતી કે તમે કીધેલું કે જયારે કોઈ ભારત આવે ત્યારે તમારા માટે આ તમારી વાડી ના સફરજન જરૂર લાવે.
તમારા પિતાજી નું નામ મોટું એટલે તમારું ઘર શોધતા વાર ન લાગી. જેને તમે ખેતર વેચેલા એમ ની પાસે થી સરનામું મળી ગયું. અને અલ્લાહ ની મેહર કે તમે હજી અહી જ રહો છો. ભગવાસ દાસ ખુશ થઇ ગયા. એમ ના મુખ પર જોઈને રફીક સમજી ગયો અને પોતાનો ફોન કાઢી ને ભગવાન દાસ પાસે થી wifi નો પાસવર્ડ લઇ ને પોતાની માં સલમા ને વિડિઓ કોલ કર્યો. સલમા બાનું અને ભગવાન દાસ એ અડધો એક કલાક વાત કરી . પોતાના જુના બધા મિત્રો ને યાદ કર્યા અને હવે ફોન પર સંપર્ક માં રહીશું એવા વાયદા કર્યા .
આ હતી દિલ ની દોસ્તી જેને ના કોઈ માનસિક સરહદ ના ભૌગોલિક સરહદ . એક ૧૧/૧૨ વર્ષ ના દોસ્તે કીધેલું કે કોઈ ભારત આવે ત્યારે મારી વાડી ના સફરજન લાવે અને બીજી ૧૧/૧૨ વર્ષ ના દોસ્તે એ વાત યાદ પણ અને પોતાના પુત્ર દ્વારા પોતાના મિત્ર ની એ ઇચ્છા પૂરી પણ કરી.
દોસ્તી ને ખરેખર કોઈ સરહદ નથી નડતી.