The difficulty of karma books and stories free download online pdf in Gujarati

કર્મ ની કઠણાઈ


ભૂરો રબારી, એની બહુ ધાક હતી. એની પાસે થી વ્યાજ પર પૈસા લેવા લોકો ના છૂટકે જ જતા. જયારે બધા દરવાજા બંધ થાય અને અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હોય, ત્યારે માત્ર ભૂરો રબારી જ પૈસા આપતો. પણ બહુ ઓછા લોકો ને ખબર હતી કે ભૂરો રબારી આખું નેટવર્ક ધરાવતો અને અમુક વાર તો એવા સંજોગો ઉભા કરતો કે એની પાસે થી જ પૈસા લેવા પડે. અને પછી વ્યાજ નું વ્યાજ એમ કરી ને એવો માહોલ ઉભો કરતો કે વ્યાજ લેનાર પોતાની મિલકત મોટા ભાગે તો ઘર, કારણ કે એજ માત્ર બચ્યું હોય એ ભૂરા ના નામે કરી દેતા. આમ ને આમ ભૂરા એ વ્યાજ ખોરી માંથી કોન્સ્ટ્રકશન નો પણ ધંધો ચાલુ કરી દીધો હતો.
આ ભૂરા ને એક નો એક દીકરો હતો.તેની ના મરજી હોવા છતાં ભૂરા એ એને મેડિકલ college માં એડમિશન અપાવ્યું હતું, પૈસા ના જોરે જ તો.
ભૂરા ની પત્ની સ્મિતા કાયમ તેને કહેતી કે થોડી કરુણા રાખો, આ પાપ નો પૈસો ક્યારેક આપનું પેટ બાળશે. એ હંમેશા કહેતી કે તમારા આ પાપ મારે ભોગવવા પડશે. પણ ભૂરો રબારી જેનું નામ, એ ક્યારેય ના સાંભળતો.

રાજા રાવણ નું પણ અભિમાન નથી ટક્યું તો તમે શું છો એવું જયારે સ્મિતા કહેતી ત્યારે ભૂરો નિર્લજ્જ બની ને હસતો. આમ ને આમ દિવસો વહેતા ગયા.
એક દિવસ, મહેશ ભાઈ, શહેરના નામાંકિત અને ઈમાનદાર બિલ્ડર, જેમણે નીતિ થી પોતાના કામ ની પ્રતિષ્ઠા બનાવી હતી, તેમણે બનાવેલો બ્રિજ તૂટી પડ્યો. કમનસીબે ૧૦ લોકો નું મૃત્યુ થયું અને ૫૦ ઘાયલ થયા.

આ દુર્ઘટનામાં, મહેશ ભાઈ ના ભાગીદાર ની બેકાળજી અને બેઇમાની જવાબદાર હતી. મહેશ ભાઈ ના પિતાનું પણ બિલ્ડર લોબી માં મોટું નામ હતું. છેલ્લી કેટલીક પેઢીઓથી તેમના કુટુંબનો આજ વ્યવસાય હતો. મહેશ ભાઈ નોહતા ઇચ્છતા કે આ દુર્ઘટના ના કારણે વર્ષોથી કમાયેલી તેમની પ્રતિષ્ઠા ખરડાય.

જયારે બ્રિજ બનતો હતો ત્યારે મહેશભાઈ વિદેશ માં હતા અને એટલેજ એનો ફાયદો ઉઠવી એમના ભાગીદારે ભેળસેલ કરી હતી અને માલ સામાન ના પૈસા બચાવી બ્રિજ ઉતરતી કક્ષાનો બનાવ્યો હતો.

મહેશભાઈએ ભાગીદારને સંપૂર્ણ જવાબદારી લેવાનું કહ્યું પણ ભાગીદારે ચોખ્ખી ના પાડી. ખૂબ વિનવણી કર્યા પછી ભાગીદાર ડીલ કરવા તૈયાર થયો જેમાં તેણે એટલા પૈસા માગ્યા કે મહેશ ભાઈ પાસે પોતાના ઘર કે જેમાં એ રહેતા હતા એના સિવાય કઈ ખાસ ના રહે. ધંધા માટે ની રોકડ તો બિલકુલ ખાલી થઇ ગઈ .
ભાગીદાર પૈસા લઈને જેલ માં તો જતો રહ્યો પણ પોતાના માણસો ને ખુલ્લો દોર આપ તો ગયો કે બિલ્ડર લોબી માં મહેશ ભાઈ નું નામ ખરાબ કરી દે. તેના માણસોએ એવી વાતો ફેલાવી દીધી કે મહેશ ભાઈ પૈસા ના જોરે પોતે આમાં થી બચી ગયા અને એને ભાગીદારને ફસાઈ દીધો. પોતે પૈસા લીધા હોવાની વાત તેણે છુપાવી.

બીજી બાજુ, મહેશ ભાઈ બધી વાતો થી બેખબર, તેમણે નક્કી કર્યું કે કોઈ અન્ય બિલ્ડર ની સાથે ભાગીદારી માં ધંધો કરે. ઘણા લોકો નો સંપર્ક કર્યો પણ એમ ને બધાએ કોઈ ને કોઈ બહાનું કરી ને ના પાડી દીધી.
મહેશ ભાઈ પુરી હકીકત થી અજાણ હતા એમ ને એમ કે સાચ્ચે જ બિલ્ડર લોબી માં પૈસા ખલાસ થઇ ગયા હશે .

આખરે તેમણે ભૂરા રબારી પાસે થી પૈસા લીધા અને એક નવા વિશ્વાશ સાથે નવી સ્કીમ લોન્ચ કરી.

ભૂરા રબારીને તે જમીન અને સ્કીમ હડપવા માં રસ હતો. તેથી તે સ્કીમ ના સપલાયરો ને મહેશભાઈ વિરુદ્ધ ચઢવણી કરતો.
જેના કારણે સપલાયરો મહેશભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા, જે ચૂકવવા મહેશભાઈએ વધુ પૈસા ભૂરા પાસે લેવા પડ્યા.

આખરે એવી પરિસ્થિતિ આવી ગઈ કે મહેશ ભાઈ દેવાના ભાર થી દબાઈ ગયા, પ્રોપર્ટી ની લાલચ માં ભૂરો સ્કીમ નું કામ પણ પૂરું થવા નહોતો દેતો.
મહેશ ભાઈનું ઈમાનદાર મન, આ બધા આઘાતો ઝીલી ન શક્યું. ભૂરા ના ઉઘરાણી વાળા કોલ્સ એમ ને ખૂબ પરેશાન કરવા લાગ્યા.

આખરે તેમને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું . પિતા ની નજર સામે નજર મિલાવાની એમના માં તાકાત નહોતી. ભૂરો તો મહેશ ભાઈ ના ફોન ની જ રાહ જોતો હતો કે ક્યારે મહેશ ભાઈ ફોને કરીને એમ કહે કે મારી પ્રોપર્ટી લઇ લો અને મને દેવા માંથી મુક્ત કરો.

તે ગોઝારા દિવસે, મહેશભાઈના નંબર પરથી આવ્યો, મહેશભાઇ પિતા લાઈન પર હતા. કહ્યું:
*"ભૂરા તે આ સારું નથી કર્યું , તે મારા પેટ ને બાળ્યું છે. તારી આંતરડી પણ કકળશે.*
*તું કરુણા ભુલ્યો છે. એ તને નઈ છોડે."*
ત્યાં જ ભૂરાના દીકરાની કોલેજ માંથી ફોન આવ્યો કે એમ ના દીકરા એ ગળા ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે.
ભૂરાની આંખમાં અંધારા આવી ગયા અને પગ તળેથી જમીન સરકી ગયી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED