લવ બાઇટ્સ - પ્રકરણ-18 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લવ બાઇટ્સ - પ્રકરણ-18

લવ બાઇટ્સ
પ્રકરણ-18
સ્તવન અને સાથે બધાં કુટુંબીજનો -રાજમલકાકા-કાકી તથા આશાનાં ઘરનાં બધાંજ મંદિર પાસે બેઠેલાં હતાં. રાજમલસિંહ પૂજારીજીને મળીને આવ્યાં હતાં એમણે બાબાને મોકળાશથી અંગત રીતે એકાંતમાં મળવા માટે રજા લઇ લીધી હતી એટલે માણેકસિંહ નિશ્ચિંત થઇ ગયાં હતાં.
રાજમલસિંહે કહ્યું બાબા આપણને એકાંતમાં મળશે વાંધો નથી આજે સ્તવનની તકલીફ સ્પષ્ટ કહીને આજે ઉકેલજ લાવી દઇએ એનાંથી યુવરાજસિહ પણ નિશ્ચિંત થઇ જાય. "માણેકસિહજી સ્તવનની તકલીફ યુવરાજસિંહને કહી છે એમણે કહ્યું અહીં આવ્યા છીએ એટલે વાંધો નથી એનો ઉપાય થઇજ જશે મને વિશ્વાસ છે પણ સાથે સાથે કહ્યું કે આ જાણ્યા પછી પણ અમારાં નિર્ણયમાં કોઇ બદલાવ નથી અમે સ્તવનને પસંદ કર્યો છે સ્વીકાર્યો છે એટલે તમે નિશ્ચિંત રહેજો પણ મને એ પણ ગમ્યુજ કે તમે પહેલેથીજ આ ખુલાસો કરી દીધો.
સ્તવન ઉચાટ જીવે પણ આશા તરફ જોઇ રહેલો. આશાનાં ચહેરા પર કોઇ હાવભાવ નહોતાં એ જાણે કંઇ નવીજ જગ્યાએ આવી હોય અને શું થશે એવાં ભાવમાં જરૂર હતી.
અંદર આશ્રમમાંથી કોઇ યુવાન છોકરીનાં ઊંચા અવાજે બોલવાનાં સ્પષ્ટ શબ્દો સંભળાતાં નહોતાં પણ થોડીવારમાં પણ એ શાંત થઇ ગઇ અહીં સ્તવનનાં હૃદયમાં કોઇ અગમ્ય ઉફાન ઉઠી રહ્યો હતો અને એ કંઇ વ્યક્તિ કરે પહેલાંજ અંદરથી પાછા અવાજ આવ્યાં.
બાબા પાસે વામનરાવજી બેઠાં હતાં એમણે બાબાની સામે જોઇને કહ્યું. બાબા આ મારી દિકરી સ્તુતી મેં તમને એની તકલીફની બધીજ સવિસ્તર વાત કરી છે. બાબાની આંખો બંધ હતી એમણે વામનરાવજીને સાંભળી આંખો ખોલી અને સ્તુતિની સામે જોયુ ખૂબ પ્રેમભાવે સ્તુતિને પોતાની નજીક બોલાવી અને કહ્યું "દીકરી તું તો ખૂબ ગુણી અને સંસ્કારી જીવ છે તને શું થાય છે એ તું મને તારાં મોઢે કહી સંભળાવ.
સ્તુતિ એમની નજીક આવીને બેઠી એની આંખો બાબાની નજરમાં ભળી અને જાણે ત્રાટક થયું એમ એનાં શ્વાસ ભરાવા લાગ્યો એની આંખમાં આંસુ ઉભરાયા એણે પોતાની ગરદન બાબા પાસે લાવીને લીલા ઘા બતાવીને કહ્યું બાબા મને આ ઘા જન્મથી જાણે ભેટમાં મળ્યાં છે. અને મને એ ખૂબ પીડે છે ઘણા ઇલાજ કરાવ્યાં પણ મટતું નથી મને સૂવા જઊં ત્યારે ક્યારેક ક્યારેક કોઇ દેખાય છે સમજાતું નથી એ કોણ છે એ મને બોલાવે છે મને સ્પર્શ કરતો હોય એવુ લાગે છે મારી... એમ કહીને એણે જોરથી ચીખ નાંખીને કહ્યું "બાબા અત્યારે એ તમારી સામેજ છે મને દેખાય છે આ રહ્યો બાબા કોણ છે ? કોણ છે ? મને શા માટે પીડે છે ?
બાબાની આંખો પહોળી થઇ ગઇ એમણે ઉગ્ર નજરે જોયું અને પછી પાછી આંખો શાંત કરી એમની બાજુમાં હવનકૂંડ હતો એની ભસ્મ લઇને સ્તુતિની ગરદનમાં લીલા ઘા પર લગાવી દીધી સ્તુતિ ચીસ પાડી ઉઠી... ના... .. બાબા મને ને અર્ધબેભાન જેવી થઇ ગઇ સ્તુતિની માં ઉઠીને સ્તુતિ પાસે આવી ગઇ એને એમનાં ખોળામાં લઇ લીધી તુષાર અને વામનરાવ પણ આ દશ્ય જોઇને ગભરાઇ ગયાં.
બાબાને બધાંને શાંત રહેવા કહ્યું અને બોલ્યાં તમે લોકો ગભરાવ નહીં મને ખ્યાલ આવી ગયો છે આ ગત જન્મની કોઇ યાદ અને સગપણ સાથે લઇને આવી છે કોઇ જીવ સાથે જોડાયેલી છે અને એની આખી વાત એની પાસેથીજ જાણવી પડશે. મારી તાંત્રિક વિદ્યા મને કહે છે કે થોડો સમય જરૂર લાગશે હજી એ થોડી પીડાશે પણ ઉપાય જરૂર થશે. અહીં કોઇ શક્તિ એનો પ્રભાવ નહીં બતાવી શકે એને કોણ દેખાય છે એ નથી સમજાતું પણ અહીં સુક્ષ્મ કોઇની હાજરી જરૂર છે.
વામનરાવે બે હાથ જોડીને કહ્યું બાપજી કોઇ ઉપાય કરો આજે મારી દીકરીને સારું કરીનેજ ઘરે જવું છે હવે તમારાં અને મહાદેવનાં આશરે છીએ. સ્તુતિની માંની આંખો ભીની હતી બધાં યાચક નજરે બાબા સામે જોઇ રહ્યાં હતાં.
બાબાએ પાછી આંખો બંધ કરી અને જાણે સમાધીમાં ચાલ્યાં ગયાં. બધાંની નજર બાબા તરફજ હતી. થોડીવાર પછી બાબાએ કહ્યું "આનો ઉકેલ લાવીશું એક તાંત્રિક પ્રયોગ કરવો પડશે પણ દીકરી એનાં માટે તૈયાર નથી હું પાછી બોલાવું ત્યારે લઇને આવજો હું સામેથી એ મૂહૂર્ત ઘડી ગણીને કરીશ ત્યારે લાવજો ત્યારે એની સાથે જે જોડાયેલો જીવ છે એ પણ હાજર કરીશ અને ઉકેલ આવી જશે.
બાબાએ આગળ સમજાવતાં કહ્યું મેં એનાં ઘા પર હવનયજ્ઞની ભસ્મ લગાવી છે એનાં ઘા ભરાઇ જશે રૂઝ આવી જશે એ પીડા નહીં થાય પરંતુ સાચો ઉકેલ તાંત્રિક વિધી કર્યા પછીજ આવશે.
આજે આ ભસ્મ લઇ જાવ, વામનરાવ તમને વધારે જ્ઞાન છે હું માનું છું કે તમે સમજી ગયા હશો હું શું કહેવા માંગું છું તમે આજે નિશ્ચિંત થઇને જાવ હવે આ દિકરીની જવાબદારી મારી અને તાંત્રિક વિધી નદી કિનારે કરીશું.
વામનરાવે હાથ જોડીને બોલ્યાં પ્રભુ તમારે જ આ ઉપાય કરવો પડશે મારી એકની એક દીકરી છે. અને સ્તુતિ સંપૂર્ણ ભાનમાં આવી ગઇ એણે ચારે તરફ જોઇને પછી વામનરાવને કહ્યું પાપા ચાલો ઘરે મને સારું છે પછી બાબાની સામે જોઇને કહ્યું બાબા મારે ઘણું કહેવું છે આપને પણ અત્યારે મને આ બોલવા નથી દેતો એમ કહીને હાથ ઉપર કરીને આંગળી કરી.
બાબાએ કહ્યું કોઇ કશુ નહીં કરે તને દોરો બાંધેલો છે ભસ્મ લગાવી છે બીજી ભસ્મ આપુ છું એ લગાવી રાખજે.
સ્તુતિ એકદમ ઉભી થઇ ગઇ અને વામનરાવનો હાથ છોડાવી એ આશ્રમમાં રૂમમાંથી એકદમ બહાર નીકળી એનાં વાળ વીખરાઇ ગયાં હતાં. આંખો પહોળી થઇ ગઇ બહાર નીકળી એણે ચંદ્રમાં સામે જોયું. પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર બરાબર માથે હતો એણે ચંદ્રમાં સામે હાથ કરીને કહ્યું "મને ખબર છે તમે મને શું કહેવા માંગો છો પણ અત્યારે નહીં બોલું... પાછળ ને પાછળ વામનરાવ તુષાર અને માતા તરુણીબેન દોડી આવ્યાં. બાબા સ્તુતિની બધીજ ચહલપહલ જોઇ રહેલાં એમની આંખમાં દયનીય ભાવ આવ્યો અને બોલ્યા ઓમ શાંતિ... અને સ્તુતિ ઝડપથી આશ્રમની બહાર તરફ ચાલી ગઇ.
સ્તવન અને બધાં બેઠાં હતાં ત્યાંથી એ પસાર થઇ થોડીવાર ત્યાં અટકી... અને રડતી રડતી બહાર નીકળી ગઇ.
**************
સ્તવન ત્થાં સાથેનાં બધાંજ ખૂબજ કૂતૂહલથી બધુ જોઇ રહેલાં સ્તવન ખૂબજ સંવેદનશીલ થઇ ગયો એનાં મોઢામાથી નીકળી ગયું ઓહ આ તો એજ... એ કંઇ આગળ બોલવા જાય ત્યાં માણેકસિંહે એનો હાથ જોરથી પકડી લીધો.
સ્તવને કહ્યું "પાપા આતો એજ છોકરી..... કોણ હતી ? કેમ રડતી હતી ? શું થયું મીહીકાએ એનાં બાજુ માણેકસિંહજીને કહ્યું બાપુ ભાઇ કેમ આવુ બોલ્યાં ? એ છોકરી કોણ હતી ? માણેકસિંહ વાત સમેટતાં કહ્યું કંઇ નહીં ચાલો બાબા પાસે જઇએ.
રાજમલભાઇ તથા બધાની નજર સ્તવન પર હતી કોઇને કંઇ કળાતું નહોતું. રાજમલભાઇએ કહ્યું ચાલો બાબા પાસે એમ કહી પૂજારીને સાથે લઇને એ લોકો અંદર ગયાં. યુવરાજસિંહ અને વીણાબહેન આશા સાથે ત્યાંજ બેસી રહેલાં બધાનાં મનમાં ઉચાટ છવાયો હવે શું થશે એજ વિચારમાં પડી ગયાં.
આશાએ યુવરાજસિંહને કહ્યું "પાપા આ બધું શું થઇ રહ્યું છે ? યુવરાજસિંહ કહ્યું આ સ્તવન ખૂબ લાગણીશીલ અને સંવેદનશીલ છે એનાથી જોવાયુ નહીં કંઇ નહીં હવે એ લોકો અંદર ગયાં છે આપણે રાહ જોઇએ પછીથી કંઇ નક્કી થાય.
પૂજારીને સાથે લઇ માણેકસિંહ રાજમલસિંહ સ્તવન ભંવરી દેવી બાબા પાસે ગયાં. લલિતાબહેન અને મીહીકા આશા પાસે બેસી રહ્યાં મનમાં પ્રભુ સ્મરણ કરતાં સહુ સારાંવાના થાય એવી પ્રાર્થના કરવા લાગ્યાં.
મીહીકાને મનમાં વિચાર આવ્યો ભાઇ સ્ટેશને કોઇ છોકરી પાછળ દોડેલા શું એ આજ છોકરી હશે ? શું રહસ્ય છે આ બધુ ઇશ્વર કરે કંઇ થાય નહીં ભાઇ સાજા થઇ જાય બસ.
બાબા પાસે પહોચીને પૂજારીજીએ કહ્યું "બાપજી રાજમલસિંહ આવ્યાં છે એમનાં મિત્રનાં દિકરાને બતાવવા માટે એ લોકોનો પણ કોઇ પ્રશ્ન છે. હું સાથે લઇને આવ્યો છું. રાજમલસિંહ આપ જાણોજ છો એમની પાસેથી આપણે મૂર્તિઓ પસંદ કરીને મંદિરમાં લીધી હતી... આપને યાદ હશે.
બાબાએ રાજમલસિંહ સામે જોઇને કહ્યું હાં હાં મને યાદ છે રાજમલે સરસ બોલતી મૂર્તિઓ આપી હતી. કેમ ભૂલાય ? નવા મંદિરમાં એમની આપેલી મૂર્તિઓનું સ્થાપન કહીને પ્રાણપ્રતિષ્ઠા કરેલી છે.
બાબાની નજર અચાનક પછી સ્તવન પર પડે છે અને એમની આંખો સ્થિર થઇ ગઇ અને બોલ્યાં "આ તો છોકરો મારી પાસે આવી ગયો છે કેટલાય સમય પહેલાં.... બંધા વિચારમાં પડી ગયાં.
વધુ આવતા અંકે - પ્રકરણ -18

રેટ કરો અને રિવ્યુ આપો

Harendra Lalpuria

Harendra Lalpuria 1 માસ પહેલા

Falguni Patel

Falguni Patel 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Saroj Bhagat

Saroj Bhagat 2 વર્ષ પહેલા

Pradyumn

Pradyumn 2 વર્ષ પહેલા