LOVE BYTES - 17 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-17

લવ બાઇટ્સ
પ્રકરણ-17
સ્તવન એનાં પિતા માણકેસિંહજી સાથે વાતો કરી રહેલો એણે એમની સાથે થતાં હમણાંનાં અનુભવ કીધાં એણે એવું પણ કીધુ કે હમણાં ઘણાં સમયથી ખેંચ નથી આવતી ગભરામણ નથી થતી છતાં હવે આવા અગમ્ય કોલ આવે છે એ કોલ આવે ત્યારે મારાં શરીરમાં કોઇ અલગજ ભયની અથવા ન સમજાય એવી લાગણી સાથે ધ્રુજારી છૂટી જાય છે પાપા મને સમજણ નથી પડતી કે મારે અત્યારેજ આશા સાથે અને તમારે એં માતાપિતા સાથે સાચી સ્પષ્ટતા કરી લેવી જોઇએ પાછળથી ખબર પડે તો એ યોગ્ય નહીં કહેવાય.
માણેકસિંહે કહ્યું સ્તવન દીકરા તેં વાત કરી લીધી મને સારુંજ થયું હવે આપણે જ્યાં આશ્રમે જઇએ છીએ અઘોરનાથનું એમની પાસે જે છે એ સત્ય કહી દે જે ત્યાંજ તારો ઇલાજ થઇ જશે અને આપણને સાચું માર્ગદર્શન મળશે. પછી સ્તવનની સામે જોઇ રહ્યાં અને બોલ્યા દિકરા બીજો કોઇ પ્રશ્ન નથી ને ? આ ઘર છોકરી કુટુંબ બધું સારું છે વળી જાણીતા લોકો છે સુખી સંપન્ન સંસ્કારી છે. મારા મન એ પણ આ સંબંધ માટે કહ્યું છે. ક્યાંક અધવચ્ચે ......... મારે કંઇ અમંગળ નથી બોલવું હમણાં કાંઇ વાત નથી કરવી ત્યાં મંદિર આશ્રમ જઇએ ત્યાંજ ઉકેલ લાવીશું એમ કહીને ચૂપ થઇ ગયાં.
આશા આજે ખૂબ ખુશ હતી એણે મૂક સંમતિની મ્હોર મારી દીધી હતી સ્તવનની પસંદગીની વીણાબહેનને આશાને રૂમમાં એકલી બોલાવીને પૂછ્યું. "આશા તને છોકરો ગમ્યો છે ને ? તું કોઇજ દબાણ કે કોઇ વેશ, દેખાવમાં તણાઇને હા ના પાડતી તારું મન હૃદય જે કહે એજ કહેજે. ભલે છોકરો રાજકુંવર જેવો દેખાય છે.
આશાએ શરમાતાં કહ્યું માં હું ક્યાંય હોશ ગુમાવી કે આકર્ષિત થઇ કે મોહમાં આવી જવાબ નહીં આપુ. માં તમે મને તૈયાર કરી છે હું હવે પુખ્ત છું મને પણ હવે માણસ ઓળખતાં આવડે છે ભલે નાની છું માં એ સંસ્કારી કુટુંબમાંથી લાગે છે એ જણાઇજ આવે છે. પણ મને બધી વાતો અને સાંભળેલી વાતો એવું લાગ્યુ કે ભલે મોર્ડન હશે પણ પોતાના સંસ્કાર સંસ્કૃતિ વિશે પૂરાં સંભાન છે. છીછરા કે આછકલા બીલકુલ નથી કોઇ ફોગટ ફેશન કે સ્ટાઇલ નથી જે છે એ ફક્ત પોતાની આગવી છટા છે. એ મને ખૂબ ગુમ્યું છે.
માં એ લાડથી કીધું વાહ મારી આશા તારી સમજ અને પસંદગી ખૂબ સાચી છે અને તે જે કાંઇ આધારે હા પાડી એ આધાર પણ સાચો છે મને આનંદ થયો અને આજે ખબર પડી કે મારી આશા ખૂબ સમજુ છે. ઉપર છલ્લા દેખાવ કે ખોખલા વિચારોથી આકર્ષાય એમ નથી. આશા પણ મારે તને એક અગત્યની વાત કરવી છે. મને લલીતાબહેન હમણાંજ કીધી છે એ જાણ્યાં પછી હું પણ વિચારમાં પડી ગઇ છું. રાજમલભાઇ એ પણ હમણાંજ બધી વાત કરી. વાત કરીને બોલ્યાં તમે હા પાડી એ ખૂબજ ગમ્યું પણ એક એવી વાત છે જે તમને જણાવવી જરૂરી છે.
આશાએ ચિંતાતુર સ્વરે પૂછ્યું "માં કેમ એવી શી વાત છે ? તમારો ચહેરો સ્તવનની વાત વચ્ચે કેમ ઉતરી ગયો ? માં એ કહ્યું બેટા સ્તવન તેં કીધું એમ બધીજ રીતે સારો અને ઉત્તમ છે પણ એને નાનપણથી એક તકલીફ છે અને એમ પણ કહ્યું હવે ખૂબ ઓછી થઇ ગઇ છે પણ છે એનો નાનપણથી અહીં જયપુરમાંજ ઉપચાર કરાવેલો પણ વિજ્ઞાન હારી જાય એવી તકલીફ છે.
આશાએ નવાઇ પામતાં કહ્યું "કેમ એવો ક્યો રોગ કે તકલીફ છે ? કે જેનો ઉપચાર નથી ? એ ચિંતામાં પડી ગઇ.
માઁએ કહ્યું દિકરા કેન્સર, કે કોઇ શારિરીક બિમારી બિલકુલ નથી પણ ક્યારેક ક્યારેક દોરો પડે ત્યારે ધ્રુજારી આવે છે એ રાડો પાડી બેસે છે કંઇક અગમ્ય વર્તન કરે છે.
આ સાંભળીને આશા વિચારમાં પડી ગઇ... અરે આવી કેવી તકલીફ કે રોગ ? આશાએ તરત જ કહ્યું "માં આ શારીરિક રોગ નથી કંઇક માનસિક મુંઝવણની તકલીફ છે. આ રોગ કે તકલીફને ધ્યાનમાં રાખી હું સંબંધની ના પાડી દઊ ? શું કરુ ? સારું છે પહેલાંજ ખબર પડી ગઇ.
વીણાબહેન કહ્યું "આશા બધીજ રીતે સારું ઘર કુટુંબ છોકરો, ભણેલો ગણેલો ખૂબ વહેલી સફળતાને વરેલો. દેખાવડો, સરસ સ્વભાવ કાંઇ ખૂંટતું નથી પણ એક આ તકલીફ ... તું શાંતિથી વિચારી લે હજી અને આશ્રમ-મંદિર સાથેજ જઇએ છીએ રાત્રે છૂટા પડતાં જે હશે એ કહી દઇશું.
આશા માં ને શાંતિથી સાંભળી રહી એણે કંઇજ બોલી ને કીધું નહીં માત્ર માથું હલાવી સંમતિ આપી દીધી થોડો એનો મૂડ ઢીલો થઇ ગયો હોય એવું લાગ્યું. માં એ કહ્યું જા તું તૈયાર થઇ જા દિકરા પછી જવાનો સમય થઇ જશે.
******************
મંદિરમાં ભીડ સાવ નજીવી થઇ ગઇ હતી. આશ્રમમાં આવન ગમન ઓછું થઇ ગયું નીરવ શાંતિ હતી માત્ર સતત ચાલી રહેલી ભોલાનાથની નામની રમઝટ સંભળાઇ રહી હતી ઓમ ત્ર્યંબકમ યજા મહે સુગંધીત પુષ્ટિવર્ધનમ... બધાંનાં કાનમાં માત્ર શ્લોક સંભળાઇ રહ્યાં હતાં.
રાત્રીનાં દસ વાગ્યા હતાં બધાંએ પ્રસાદી લઇ લીધી હતી પરવારી ગયાં હતાં. બધાં અઘોરનાથજીનાં બહાર આવવાની રાહ જોઇ રહ્યાં હતાં. વામનરાવ એમની ફેમીલી સાથે આશ્રમનાં અંદરના રૂમમાં અઘોરનાથજીની સાથે ખાસ વાત કરવા માટે અલગથી બેઠાં હતાં. અઘોરનાથજી પ્રથમ એમને મળ્યાં પછી બીજા લોકોને મળવાનાં હતાં.
અઘોરનાથજી સમાધીમાંથી ઉઠી ગયાં હતાં હવે ફળાહાર અને પ્રસાદી લઇને હવે બહારજ આવવાનાં હતાં. સ્તુતિ ખાસ કરીને અઘોરનાથની રાહ જોઇ રહી હતી એની પીડામાંથી એને મુકતિ જોઇતી હતી અને નિવારણ આજે લઇનેજ જશે એવું નક્કી કરીને આવી હતી.
સ્તવન ત્થા બંન્ને કુટુંબ પણ પ્રસાદી લઇને બહાર આશ્રમનાં હોલમાં અન્ય લોકો સાથે બેઠાં હતાં. માણેકસિંહજીનાં મનમાં વાત રમતી હતી કે આજે બંન્ને છોકરાઓએ એકબીજાને પસંદ કર્યા છે અને કોઇ વચ્ચે અંતરાય ના આવી જાય એમણે રાજમલસિંહને કહ્યું "ભાઇ તમે અંદર જઇને તપાસ કરોને કે બાબાજી આપણને અલગથી અને પહેલાં મુલાકાત આપે તો સારું પડે નહીંતર આટલી ભીડમાં આપણો નંબર અડધી રાત્રે નહીં આવે વળી આપણા પ્રશ્ન એકદમ અંગત છે આપણે જાહેરમાં પૂછી નહીં શકીએ. આપને તો મંદિરના પૂજારી તથા ખુદ બાબાજી સારી રીતે જાણે છે તો આપ એવો પ્રયત્ન કરો ને....
રાજમલસિંહે કહ્યું આપની વાત સાચી છે મેં એકવાર તો પ્રયત્ન કર્યો પણ પૂજારીજી વ્યસ્ત હતાં અહીંના રોજીંદા કામમાં વળી આજે પૂનમ છે એટલે એમને વિધિ પૂજા વધારે હોય છે છતાં હું ત્યાંજ જઊં છું જઇને વાત કરું છું આમતો આખી રાત્રી બાબાજી બધાને મુલાકાત આપવાનાં.... પછી જેમ રાત્રી વધતી જાય એમ એમ બાબાજીમાં જાણે દૈવત વધતું હોય એવી લોકવાયિકા છે માથે પૂર્ણ ચંદ્રમાં આવે ત્યારે બાબાજીને સાક્ષાત માઁ સ્ફુરણા કરાવે છે. તમે બેસો હું નક્કી કરીને આવું છું.
સ્તવને માર્ક કર્યુ કે બંગલેથી નીકળ્યા પછી આશા થોડી ઠંડી ઠંડી લાગી રહી હતી જોકે મીહીકા સાથે ખૂબજ વાતો કરી રહી હતી.. પાપાએ વિચાર્યું એવું એને મારે તકલીફ પણ કહી દેવા જેવી હતી તેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી જે હોય એ ખબર પડી જાય. ત્યાં ભંવરીદેવીએ માણેકસિંહજીનાં કાનમાં કંઇક ગણગણાટ કર્યો. માણેકસિંહનાં ચહેરાંનો હાવભાવ બદલાયાં એમનાં ચહેરાંને સ્તવન જોઇ રહેલો.... એલોકોની વાત પતી એટલે માણેકસિંહ સ્તવનને પાસે બોલાવ્યો.
સ્તવને એજ સામેથી પૂછ્યું "પાપા શું વાત છે ક્યારનો હું તમને લોકોને જોઇ રહ્યો છું માણેકસિંહે કહ્યું અરે દિકરા તારી કાકી લલીતાબહેને વીણાબહેનને તારી તકલીફ છે જે... એ એમને કહી દીધી છે. સારું કર્યું જે હશે એ હવે સાચો જવાબ આપશે.
સ્તવને કહ્યું હાંશ ચાલો સારુ થયું ક્યારનું મારું મન ગૂંચવાતું હતું હવે જે એમણે જવાબ આપવો હશે એ આપશે આપણાં તરફથી કહેવાઇ ગયું ચોખવટ થઇ એ સારુંજ થયું.
સ્તવન મનમાં વિચારવા લાગ્યો કે મારું અનુમાન સાચુજ નીકળ્યું આશાનાં વર્તન તથા એનાં ચહેરાંનાં હાવભાવમાં એકદમ મને ફરક વર્તાયોજ છે. કંઇ નહીં જે થયું સારુ થયું.
ત્યાંજ અંદર આશ્રમનાં કોઇ રૂમમાંથી કોઇ યુવાન છોકરીનો ઊંચો અવાજ સંભળાયો એનાં બોલવાનાં શબ્દો કળાતાં નહોતાં પણ ચોક્કસ જોરજોરથી ફરિયાદ કરી રહી હતી બાબાનો અવાજ પણ હતો. ભગવત શિવનાં શ્લોકોનાં અવાજમાં એ અવાજ દબાતો હતો. અહીં સ્તવનનાં હૃદયમાં પણ કંઇક જુવાળ ઉઠી રહ્યો હતો અને....................
વધુ આવતા અંકે - પ્રકરણ -18

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED