લવ બાઇટ્સ - પ્રકરણ-16 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-16

લવ બાઇટ્સ
પ્રકરણ-16
નદીકાંઠે આવેલાં વિશાળ અઘોરનાથજીનાં આશ્રમમાં એકદમ શાંતિ હતી. આખાં આશ્રમની જગ્યામાં ઊંચા વિશાળ વૃક્ષો હતાં. પક્ષીઓનાં કલરવ અને નજીક વહેતી નદીનાં ખળખળતાં જળનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. એટલું નયન રમ્ય અને સુંદર કુદરતી વાતાવરણ હતું કે પ્રવેશતાંજ મનહૃદયમાં શાંતિ વર્તાય. વામનરાવનું આખું ફેમીલી આશ્રમમાં પ્રવેશ્યું.
સૂર્યનારાયણ અસ્તાચળે હતાં પંખીઓ પોતાનાં માળા તરફ પાછા ફરી રહેલાં અને આથમતાં સૂર્યનાં કિરણો નદીનાં જળપ્રવાહ પર પડી રહ્યાં હતાં. અને જળ જોઈને બધાંના મનને શાંતિ મળી ગઇ. એ જગ્યાને ધરતીનો પ્રભાવજ જણાઇ આવતો હતો.
અઘોરનાથજી આશ્રમનાં એમનાં ધ્યાનરૂમમાં બેઠાં હતાં સંધ્યાકાળ હતો એમની સંધ્યાપૂજામાં લીન હતાં. આવનાર પ્રવાસી અને શ્રધ્ધાળુઓ આશ્રમમાં આવેલાં મંદિરમાં દર્શન કરી પ્રસાદી લઇને પાછા વળી રહ્યાં હતાં. અઘોરનાથજીનાં ધ્યાનરૂમ તરફ જવાની કોઇને પરવાનગી નહોતી.
મંદિરમાં થતાં ઘંટરાવ આવનાર શ્રધ્ધાવાનની આલબેલ હતી પ્રભુ સુધી એમની પ્રાર્થના પહોંચાડવાની કોશીશ હતી અહીં આવનાર શ્રધ્ધાળુ ક્યારેય નિરાશ થઇને પાછો નહોતો ફરતા ઘણાં સમયથી અહીં શ્રધ્ધાળુ અને પોતાનાં પ્રશ્નોનાં નિવારણ માટે અસંખ્ય લોકોનો ઘસારો રહેતો. ખાસ કરીને પૂનમ તથા અમાસનાં દિવસે વિશેષ ભીડ રહેતી.
અઘોરનાથજીનાં તપનાં બળનાં કારણે મોટાં ભાગનાં લોકોને પ્રશ્નનું નિવારણ થતું અને દુઃખ યાતનામાંથી છૂટકારો મળતો ઘણાં અહીં કાળોજાદુ, નજરબાંધવી, મૂઠ મારવી, ત્થા કાળ સર્પયોગ અને મંત્રતંત્રથી હેરાન થયેલાં લોકો અહીં આવીને મુક્તિ મેળવતાં.
અનેક તંત્રમંત્રનાં પ્રયોગો થયેલાં લોકો અહીં આવીને એમની યાતનાઓમાંથી મુક્તિ મેળવતાં. અઘોરનાથજીની ખ્યાતિ માત્ર રાજસ્થાનજ નહીં પરંતુ આખાં ભારતવર્ષમાં ફેલાયેલી હતી બલ્કે પરદેશથી પણ અહીં લોકો આવતાં અને એમનું કામ કરાવતાં. અઘોરનાથ જટીલ થી જટીલ સમસ્યાનું નિવારણ મંત્ર અને યોગ શક્તિથી કરી દેતાં.
વામનરાવજી પણ ગૂઢવિદ્યાનાં અભ્યાસુ અને જાણકાર હતાં અમુક અંશ સુધી જાતેજ ટુચકા અને મંત્રશક્તિથી કામ કાઢી લેતાં પરંતુ દીકરી સ્તુતિનો કોયડો નહોતાં ઊકેલી શકતાં.. તેઓ બધુજ જાણી ચૂક્યાં હતાં કે દિકરી સ્તુતિ જન્મની સાથેજ એની યાતના, યાદો નિશાનીઓ સાથે લઇ આવી છે. એમણે જાતે ઘણાં ઉપાયો કર્યા પરંતુ સરીયામ નિષ્ફળ રહ્યાં.
સ્તુતિ જુવાન થઇ રહી છે હવે એની સાથે થતી ઘટનાઓ સહી શકાય એમ નહોતી વધુને વધુ ઘેરી બનતી જતી આ સમસ્યાનું નિવારણ કરવા છેવટે અઘોરનાથજી પાસે આવ્યાં હતાં. વામનરાવને ખબર હતી કે પૂનમનાં દિવસે અઘોરનાથજી ધ્યાન-સમાધીમાં બેસે પછી રાત્રે 12.00 વાગે સમાધીમાંથી ઉઠે છે એ સમયે એમની સમક્ષી મૂકેલો કોઇ પ્રશ્ન કે સમસ્યાનું નિવારણ તાત્કાલીક લાવી દે છે.
આખી ફેમેલી સાથે વામનરાવ સંધ્યાકાળથી આશ્રમમાં હાજર હતાં. અહીંજ ભોજન લેવાનાં હતાં. અહીં નદી કિનારે બેસી કુટુંબ સાથે સમય ગાળવા નક્કી કરેલું. સ્તુતિ અને તુષારની કંઇક બીજે જમીને પછી આશ્રમ જવાની ઇચ્છા હતી પરંતુ આજે પૂનમનાં દિવસે આશ્રમમાં કંઇક અલગજ ભવ્ય ઉત્સવ જેવું હોય છે કહેવાય છે કે માં પાર્વતી અને ભગવાન મહાદેવજીની સાક્ષાત હાજરી હોય છે અને આ દિવસે રાજા અને રાજામહારાજા યોગી-રાધુઓ-ભૈરવો એટલે કે અખંડ બ્રહ્મચારી કપાલી અને અઘોરીઓ આવતાં હોય છે. શાસ્ત્રાર્થ થતો હોય છે. વળગાડ ભૂત પલીત દૂર કરવા પિતૃઓનાં દોષ દૂર કરવા, અનેક ક્રિયાઓ આંખ સામે જોવા મળે છે. વિજ્ઞાનને પડકાર મળે એવી વિધીઓ થાય છે. ખપ્પરમાં ખાતાં અને ડાકલા વગાડતાં અઘોરીઓ જોવા એ લ્હાવો ગણાય છે.
આ બધાનાં ગુરુ એટલે અઘોરનાથજી જાણે સાક્ષાત મહાદેવજીનો અવતાર બધાં એમને મહાઅઘોર, બટુક ભૈરવા કાળ ભૈરવના શિષ્ય એવાં નામ ઉપનામથી ઓળખે છે અને એવાં એમનાં દૈવત પણ જોવાં મળે છે. વામનરાવ એમનાં ખાસ શિષ્ય અને માનીતા છે...
************
સ્તવન, મહીકા અને આશા બગીચામાં વાતો કરતાં કરતાં હસતાં મજાક કરતાં હોય છે. અને સત્વનનાં ફોનમાં અગમ્ય રીતે રીંગ વાગીને એને કહે છે. વાહ વિવાહ નક્કી કરવા આવ્યો ? મને ભૂલી ગયો ? કંઇ નહીં તું આવ પછી આપણે વાત કરીશું. સ્તવનને અગમ્ય અવાજ ઓળખાયો જે ઘણીવાર રાત્રી દરમ્યાન એણે સાંભળ્યો છે એ અવાજની નીકટતા જાણતો હતો એણે સામેથી પૂછ્યું કેમ હું ક્યાં આવવાનો ? અને મેં છોકરી જોઇ ગમી છે વિવાહ શું લગ્ન પણ કરવાનો.... હું હું શું... આગળ એ બોલવા ગયો અને ફોન કપાઇ ગયો....
સ્તવનને મનમાં થયું હમણાં આ વાત કોઇ સાથે કરવી નથી પરંતુ આજે રાત્રે બાપુને બધી વાત કી દઇશ... ના ના ઘરે પાછાં જતાંજ હું અને બાપુ રિક્ષામાં જઇશું એમની સાથ વાત કરીશ કે હવે આવા અગમ્ય ફોન આવે છે.
સ્તવન મિહિકા અને આશાની પાછળ પાછળજ ઘરમાં ગયો એણે ચહેરાંનાં હાવભાવ ચિંતામાંથી બદલી ખુશ મિજાજ કરી દીધા. ત્યાંજ લલિતાબહેન કહ્યું "ઓહો આવી ગયો દીકરા. થઇ ગઇ એટલીવારમાં વાતો ?
વીણાબહેને કહ્યું રાત્રીનું જમવાનું અહીંજ કરીને જવાનું છે. ત્યાંજ માણેકસિંહ એ કહ્યું આપના આતિથ્યથી અમે ખૂબ ખુશ છીએ. જમવાનો મનોરથ પછી પુરો કરીશું આજે તો હમણાં આપની રજા લઇએ... અમારો સાંજે માઁ મહાદેવનાં મંદિરે જવાનું નક્કી છે માંની માનતા કરેલી છે. કેમ ? રાજમલ તમે બોલ્યા નહીં ?
રાજમલસિંહે કહ્યું હાં હાં માણેકસિંહજીની વાત સાચી છે આજે સવારથી અમારે નક્કી હતું જમવાનું ફરીથી રાખીશું હમણાં એ લોકો અહીંજ છે.
ભૈરવી દેવીએ કહ્યું વીણાબહેન એક વાતની સ્પષ્ટતા કરી લઊં પછી સ્તવનની સામે નજર કરી સ્તવનનાં આંખનાં ભાવ જોયાં અને બોલ્યાં અમને તમારી દીકરી આશા પસંદ છે અમારા તરફથી નક્કીજ સમજ્જો.
ત્યાં વીણાબહેને યુવરાજસિંહ સામે જોયું યુવરાજ સિંહે આશા તરફ જોયું આશા ખૂબ શરમા યેલી હતી યુવરાજસંહે કહ્યું અમારાં તરફથી હા છે. અને નક્કીજ છે. ત્યાં લલિતાબહેને વચ્ચેજ કહી દીધું કે બંનને પક્ષ તરફથી નક્કીજ હોય તો ચાલોને બંન્ન છોકરાઓને લઇને સાથેજ દર્શને જઇએ ત્યાં બાબા અઘોરનાથનાં આશીર્વાદ છોકરાઓ લે પછી જીવનમાં કોઇ અપ્રિય ઘટનાજ કદી નહીં બને. અને આશ્રમમાંજ બધાં સાથે પ્રસાદી લઇશું તમે શું કહો છો બનેવી ?
યુવરાજસિંહ વીણાબહેન સામે જોતાં કહ્યું ઓકે ભલે તો હું તમારું આ વિધાન વધાવી લઊં છું. આપણે સાંજે હમણાં બધાંજ સાથે ત્યાં જઇએ. આનાંથી રૂડુ શું આમ પણ મારે આશ્રમ ગયે ઘણાં સમય થઇ ગયો.
બધાં અંદર અંદર સંમત થઇ ગયાં અને આખો કાર્યક્રમ ઘડાઇ ગયો. સ્તવનને થયું મારે પિતાજીને વાત કરવી છે હવે ક્યારે કરીશ ? એમ વિચારીને એ મિહિકા રાહ જોવા લાગ્યો. યુવરાજસિંહે કહ્યું આપ સર્વ બેસો તમારાં માટે કેસર દૂધ અને રબડીની વ્યવસ્થા કરુ છું. આપ એ ગ્રહણ કરો ત્યાં સુધી અમે તૈયાર થઇ જઇએ.
લલિતાબહેન મીહીકાને લઇને અંદર ગયાં અને મહારાજને રબડી ત્થા કેસરદૂધ તૈયાર કરવા માટે કહ્યું યુવરાજસિંહ અને રાજમલસિંહ વાતો કરતાં હતાં ત્યાં સ્તવને એનાં પિતા માણેકસિંહજી ને કહ્યું પાપા આપ આવોને કહીને એમને બગીચા તરફ લઇ ગયો.
માણેકસિહજીને કૂતૂહૂલ થયુ કે સ્તવન આ ટાણે શું વાત કરવા કહે છે ? એને છોકરી પસંદ નથી ? તરત જવાબ નહોતો આપવાનો ? એ સ્તવન જોડે ગયાં.
સ્તવને એમને આવાં અગમ્ય ફોન આવવાનું કહ્યું માણેકસીહજી કહે પહેલાં તને ખેચ આવતી બૂમો પાડતો બેભાન થતો હવે આવું થાય છે ? ચલો આજે ત્યાં આશ્રમે જઇએ છીએ ત્યાંજ ઇલાજ થઇ જશે. હમણાં યુવરાજ તૈયાર થવા જાય હું રાજમલ સાથે વાત કરી લઊં છું પણ તને છોકરી તો પસંદ છે ને ?
સ્તવને કહ્યું હાં બાપુ છોકરી પસંદજ છે પણ એ લોકો મારાં આ પ્રોબ્લેમની ખબર નથી હું માનું છું કે તમારે એ સ્પષ્ટતા કરવી જોઇએ ત્યાંજ ભંવરી દેવીએ બૂમ પાડી સ્તવન......
વધુ આવતા અંકે - પ્રકરણ -17