લવ બાઇટ્સ
પ્રકરણ-14
સ્તવન આજે ખૂબ ખુશ હતો. ગઇ કાલે એનાં માં-પાપા-બહેન મીહીકા બધાં આવ્યાં હતાં. રાજમલકાકાનાં ઘરમાં જાણે જીવ આવી ગયો હતો. બધા ખૂબજ ખુશ હતાં વળી સ્તવને સવારે ઉઠીને બધાને કહ્યું હતું કે આજે પોશી પૂનમ છે માં હરસિધ્ધિ જગદંબાનો પ્રાગટય દિવસ છે આજે માં નાં દર્શન કરવા અચૂક જાગે અને માંને ભેટ ઘરશે. ઘરમાં પણ આજે માં અંબાની તસ્વીરને પૂજા કરી હાર ચઢાવ્યાં હતાં. બધાં આજે પ્રસાદમાં ખીર અને શીરો જમવાનાં હતાં.
મહીકાને સાંજે કહેલું તને બહાર લઇ જઇને ગીફ્ટ આપીશ પણ પાપાએ કહેલું હમણાં આવ્યાં છીએ તું પણ ઓફીસથી આવ્યો છે આજે બધાં બેસીને વાતો કરીએ કાલે લઇ જજે આમ પણ કાલે શનિવાર છે તારે રજા.... સ્તવન તરત માની ગયેલો.
અત્યારે પાઠમાળા પૂજા પરવારીને સ્તવન બહાર જવા તૈયાર થઇ ગયો એણે મીહીકાને કહ્યું ચાલ મારી સાથે આપણે બહાર ફરીને આવીએ. મીહીકાતો ખુશ થઇ ગઇ એ તૈયાર થઇને આવી અને કહ્યું ચાલો ભાઇ આપણે નીકળીએ સ્તવને માં પાપા અને રાજમલકાકા - કાકીને કહ્યું અમે હમણાં આવીએ છીએ એમ કહીને એ અને મીહીકી નીકળ્યાં.
સ્તવને મીહીકાને કહ્યું કેટલાં બધાં સમયે આપણે આમ બહાર નીકળીશું.... મારી ઇચ્છાતો પહેલાં માં નાં દર્શન કરવા જવાની હતો પણ કાકા, કાકી, માં પાપા બધા સાથે જઇશું. આમ પણ માં ને સાંધ્યપૂજા પ્રિય છે.... અને મારી આ પ્રગતિ માઁ નેજ આભારી છે.
મીહીકા શાંતિથી સાંભળી રહેલી એણે કહ્યું ભાઇ માઁની ઇચ્છા છે એટલેજ અમે અહી આવ્યાં. તમારુ વેવીશાળ નક્કી કરવા છોકરી જોવા માટે આવ્યા છીએ અને તમને મળવાનું ખૂબ મન હતું.
અંકલે કહ્યું તારું વેવીશાળ સમયસર થઇ શકે એટલેજ મેં હા પાડી છે એમ કહીને હસ્યો. મહીકા શરમાઇ ગઇ અને બોલી "શું ભાઇ તમે પણ... સ્તવને કહ્યું કેમ મેં કંઇ ખોટું કીધુ ? મીહીકાએ કહ્યું મારે હજી વાર છે તમારી વાત કરો મને જાણવા મળ્યુ છે એમ લલિતાકાકીની બહેનની દીકરી આશાની વાત છે મને તો નામજ ખૂબ ગમ્યું આશા.....Hope- બસ તમારાં જીવનમાં આવે અને.... એ આગળ બોલે પહેલાં સ્તવને કહ્યું..... બસ કર ચાંપલી હમણાંથી કેમ આવી બધી વાતો કરે ? અમને એકબીજાને જોવા દે પસંદ કરવા દે એ ખૂબ સુંદર છે ખૂબ ધનિક લોકો છે મને પસંદ તો કરે પહેલા....
મીહીકાએ કહ્યું અરે મારાં ભાઇ ક્યાં ઉતરના છે ? અરે રાજકુમારને આંટી મરે એવાં તો હેન્ડસમ છો અને ઉપરથી આટલી સફળ કારકીર્દી અને એ પણ શરૂઆતમાંજ.... કોનાં આવાં ભાગ્ય હોય ? તમારે તમારાં માટે ઓછું નહીં વિચારવાનું અને આમ વાતો કરતાં કરતાં બજારમાં પહોચી ગયાં.
સ્તવને કહ્યું ઘરેથી આમ ચાલતં નીક્ળયાં તોય જાણે એકદમજ પહોચી ગયાં. ત્યાં સેમસંગની મોબાઇલ શોપમાં જઇને સ્તવને મીહીક માટે લેટેસ્ટ મોબાઇલ ફોન પસંદ કર્યો અને સીમ પણ લઇ લીધું જરૂર દસ્તાવેજ આઇ ડી બધું એણે ફોનમાંથી આપી કોપી કરાવી આપી દીધાં.
મીહીકાતો ખૂબજ ખુશ થઇ ગઇ આનંદમાં અતિરેકમાં ભાઇને વળગીજ પડી થેંક્યુ ભાઇ મારી ખૂબ ગમતી ગીફ્ટ મને મળી. મારી કોલેજમાં બધાં ફ્રેન્ડસ પાસે મોબાઇસ છે પણ આવો લેટેસ્ટ કોઇ પાસે નથી અને બધાં વાતો કરે કે છેલ્લુ વર્ષ છે છુટા પડીએ પહેલાં બધીજ ફ્રેન્ડ્સ પાસે મોબાઇલ હોય તો જ્યારે છૂટા પડીએ પછી સંપર્કમાં રહેવાય. એમાં કેટલીયે છોકરીઓને વિવાહ થઇ ચૂક્યાં છે. થેંક્યુ ભાઇ એમ કહી એની આંખો ભીની થઇ ગઇ. સ્તવને કહ્યું મારી લાડકી બહેન છે તું તારી પાસે પણ હોવોજ જોઇએ તને ગમ્યો ને ?
મીહીકાએ કહ્યું "ખૂબ જ ગમ્યો ભાઇ અને સીમ ચાલુ થયો પહેલો ફોન તમને કરીશ અને હસવા લાગી. ફોનનું બધુ પતાવી બીલ લઇને બંન્ને બહાર નીકળ્યાં અને સ્તવને કહ્યું ચાલ મીહી આપણે આઇસ્ક્રીમ ખાઇને પછી ઘરે જઇએ બંન્ને જણાંએ કોફી આઇસ્ક્રીમ ખાંધો અને ઘરે પાછા જવા નીકળી ગયાં.
ઘરે બધાં મોબાઇલ જોઇને ખુશ થઇ ગયાં અને લલિતાકાકીએ કહ્યું "સ્તવન આજે માં નાં પ્રાગટય દિવસ છે આપણે નદી કિનારે અઘોરનાથજીનો આશ્રમ છે ત્યાં મહાકાળી માઁ નું ખૂબ પવિત્ર મંદિર છે કહેવાય છે કે માં સાક્ષાત બેઠાં કે ભલભલાનાં કામ ત્યાં પુરા થાય છે બધાં પોતાની મનોકામના પૂર્ણ કરવા ત્યાં જાય છે અને વળગાડ ભૂત પલીત દૂર કરવાં પણ ત્યાં વિધી થાય છે. આપણે બધા ત્યાંજ દર્શન કરવા જઇએ પછી દર્શન કરીએ અને બહારજ જમીને આવીએ એવું નક્કી કર્યું છે. સ્તવને કહ્યું તમે સાંજની વાત કરો છો ને ?
લલિતાબહેને કહ્યું "હાં દીકર સાંજનીજ વાત કરુ છું. સાંધ્ય આરતી પૂજા ત્યાં કરીશું અને પછી કાકા તારાં કહે ત્યાં જમીને આવીશું આમ પણ અત્યારે તો આપણે મારી બહેનનાં ઘરે જવાનાં છીએ એમને મળવા અને તું આશાને પણ જોઇ લેજે બધા એક કામ સાથેજ થઇ જાય. આમ પણ આજે પોસી પૂનમનો સપરવો દિવસ છે.
સ્તવને કહ્યું હાં ભલે તમે કહો એમજ કરીશું પછી માણેકસિહજીએ કહ્યું આવ બેટા મારી પાસે બેસ મારે તારી સાથે વાતો કરવી છે અને તેં જે નવું શોધ્યુ એની વાતો જાણવી છે પછી નીકળવાનો સમય થઇ જશે. સ્તવન એનાં બાપુ પાસે ઝૂલા પર જઇને બેઠો અને બંન્ને બાપ દિકરો વાતો કરવા બેઠાં....
*************
વામનરાવે દિકરી સ્તુતિને કહ્યું દિકરી સાંજે આપણે બધાંજ મહાકાળીમાનાં દર્શને આશ્રમ જઇશું. અને ત્યાં ગુરુજી સાથે જરૂરી ચર્ચા પણ કરી લઇશું તું એ રીતે પરવારી જજે. સ્તુતિએ કહ્યું ભલે પાપા. ઘણા સમયે આપણે બધાં સાથે ક્યાંક બહાર નીકળીશું ખૂબ મજા આવશે.
***********
સ્તવન, મીહીકા ત્થા બધાંજ જયપુરમાંજ રહેતા એમનાં સાઢુભાઇ વીણાબહેન અને યુવરાજસિહનાં બંગલે આશાને જોવા માટે નીકળ્યાં. મીહીકાની પસંદગી પ્રમાણે સ્તવને કપડાં પહેરેલાં અને આનંદ અને ઉત્સાહ સાથે બધાં નીકળ્યા.
અશોકવાટીકા પાર્ક, સી.એમ. એરીયામાં એમનો બંગલો હતો. જયપુરનો લેટેટસ્ટ પોશ એરીયા જેમાં મોટાં બંગલા-રેસીડન્સ પાર્ક, શોપીંગ મોલ, મંદિરો-હોસ્પીટલ-સ્કૂલો બધુજ હતું. લક્ષ્મીનારાયણ મંદિર (બિરલા મંદિર) ખૂબ પ્રખ્યાત હતું.
રાજમલકાકા સાથે બધાંજ યુવરાજ સિહનાં બંગલે પહોચતાં એમાં રાજમલસિંહની કારમાં બધીજ લેડીઝ સમાઇ ગઇ અને સ્તવન તથા એના પાપા ત્યાથી રીક્ષામાં પહોચ્યાં સ્તવનેજ આવી ગોઠવણ કરી હતી.
વિશાળ ગાર્ડનવાળો મોટો બંગલો હતો. જેમાં તેઓ બંગેલે પહોચ્યાં યુવરાજસિંહ અને વીણા બહેન બહારના ગેટ પાસે આવકારવા માટે ઉભા હતાં. ખૂબજ સન્માનપૂર્વક બધાને ઘરમાં લીધાં અને પછી ડ્રોઇગરૂમમાં બેઠાં.
રાજમલસિંહે બધાની ઓળખ કરાવી અને પછી છેલ્લે મી4હીકા અને સ્તવનની ઓળખ કરાવી આ અમારો સ્તવન ખૂબજ હોશિંયાર અને વિનયી છે.
યુવરાજસિંહે તો સ્તવનને જોયો ત્યારથી જાણે પસંદ પડી ગયો હતો. વારે
ઘડીયે સ્તવન તરફજ નજર જતી હતી વીણા બહેનેતો જાણે મનોમન નક્કી કરી લીધું હોય કે આશા માટે યોગ્યજ છોકને છે એમ વર્તી રહેલાં.
ચા નાસ્તાને બધી વ્યવહારીક ક્રિયાઓ પતાવ્યાં પછી મહીકાએ વીણાબહેનને કહ્યું આશા દીદી ક્યાં છે ? એ હજી દેખાયા નહીં. ત્યાંજ આશા હાથમાં ખાસ મીઠાઇ ઘેવર અને ગુલાબ બરફી લઇને આવી.
સ્તવનતો એને આવતી જોઇજ રહ્યો જાણે પ્રથમ નજરેજ પસંદ આવી ગઇ હતી. આશા શરમાતી નીચી નજરે આવી અને બધાને મીઠાઇ આપી.
સ્તવન પાસે આવી ડીશ લઇને ઉભી હતી સ્તવને હાથે કરીને સમય લીધો અને આશાની આંખોમાં જોયું આશાએ સ્તવનની આંખોમાં આંખ પરોવીને જોયું ક્યાંય સુધી જોઇ રહી કંઇક શોધતી કે વાંચતી હોય એમ જોઇજ રહી બંન્ને જણાં જાણે જીવતાં પૂતળાં હોય એમ ઉભા હતાં.
ત્યાં વીણાબહેને ખોંખારો ખાઈને કહ્યું દિકરા એમને મીઠાઇ આપ ત્યાં આશા, ચમકી અને મીઠાઇ ઘરી અને સ્તવને મીઠાઇ લીધી મોઢામાં મૂકી અને એણે થૂ થૂ કરીને કાઢી નાંખી એની આંખમાં પાણી આવી ગયાં...... પછી એણે.....
વધુ આવતા અંકે - પ્રકરણ -15