લવ બાઇટ્સ - પ્રકરણ-13 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-13

લવ બાઇટ્સ
પ્રકરણ-13
સ્તવન માહીકા સાથે ફોન પર વાત કરી રહેલો અને હજી વાત પુરી થાય પહેલાં જ ફોન કટ થઇ ગયો અને જાણે બીજે લાઇન જોડાઇ ગઇ હોય એવું લાગ્યું અને એજ અગમ્ય અવાજ સંભળાયો પછી એમાં હાસ્ય સંભળાયું પછી મીઠાં અવાજે કોઇ બોલતું સ્તવન.... મારાં સ્તવન ખૂબ ખૂબ અભિનંદન તને પ્રમોશન મળ્યુ તે કેવું સરસ શોધી નાંખ્યું ? સુક્ષ્મ અવાજ તું સાંભળી શકે બીજે એવું એકદમ એડવાન્સ સોફ્ટવેર વાહ... પણ તને ખબર છે કે એ....
અને અચાનક ફોન કપાઇ ગયો અને એકદમજ સ્વીચ ઓફ થઇ ગયો. સ્તવન હેલો હેલો બોલી રહ્યો પણ ફોન બંધજ નહીં સ્વીચ ઓફ થઇ ગયો. અવાક બની ગયેલો સ્તવન ક્યાંય સુધી વિચારતો રહ્યો આ અગમ્ય ફોન કોના આવે છે ? અને મારી શોધ વિશે એને ખબર છે ? એ વિચારમાં પડી ગયો. એ મનોમન મહાદેવને પ્રાર્થના કરી રહ્યો કે મને મદદ કરો આ કોણ છે ?
સ્તવન જોબ પર ગયો અને કંપનીમાં એવું માનજ કંઇક જુદુ થઈ ગયું હતું એને જુદી આગવી ચેમ્બર ફાળવવામાં આવી હતી ત્યાંજ એનું કામ કરવાનું અને એક શોધ થયાં પછી એની જાણે જવાબદારી વધી ગઇ હતી એને સમજાતું નહોતું કે હું સામાન્ય જે કંપનીની બતાવેલી પેટન્ટ પ્રમાણે કામ કરી રહેલો એ મારાં માટે રુટીન કામ હતું પરંતુ અચાનક આવી સફળતા ? એને પોતાની જાત ઉપર પણ વિશ્વાસ નહોતો પડી રહ્યો.
મે.ડાયરેક્ટરે સ્તવનની ચેરમેન સર સાથે મુલાકાત કરાવી અને બધીજ સોફ્ટવેર વિષે માહિતી આપવા કીધી. સત્વને કહ્યું સર મનેજ નથી ખબર કે હું રુટીન સર્કીટ પર કામ કરી રહેલો અને અચાનક મને શું સ્ફૂર્યું કે મેં એ રીતે ક્રોસ સર્કીટમાં કામ આગળ વધાર્યુ ખરેખર તો એ સોફટવેર ફેઇલ થઇ જાય પણ એવું ના થતાં જ્યારે મેં ચેક કર્યુ તો સામાન્ય રેકોર્ડીંગ સિવાય એની ફ્રીક્વન્સી એવી સેટ થઇ કે મને સૂક્ષ્મ ઘણાં અગોચર અવાજ સાંભળવા મળ્યાં મેં ચેક કર્યું તો જે શક્ય નથી એવી ફ્રીક્વન્સી પર સોફ્ટવેર કામ કરી રહ્યુ છે.
ચેરમેન ખુશ થતાં કહ્યું "શોધ કોઇને કોઇ અકસ્માતથીજ થતી હોય છે અને એનુ શ્રેય તનેજ મળવું જોઇએ. પણ તને એ જે સોફ્ટવેરમાં જે રીતે કામ કર્યુ એ બધીજ સર્કીટની સ્કીકવન્સ યાદ છે ને ? એ રીતે બીજુ બનાવી શકીશ ? એજ પેટન્ટ પ્રમાણે આપણે એક પ્રોડક્ટની જેમ સોફ્ટવેર બજારમાં મૂકી શકીશું ખાસ તો સાયન્ટીસ્ટને આ ખૂબ જરૂર પડશે અને આંતરરાષ્ટ્રીય ફલક પર આની ડીમાન્ડ વધશે. તને ખબર નથી કે તે અકસ્માતે શું ઇન્વેન્ટ કરી દીધું છે.
સ્તવને કહ્યું "સર મેં પહેલાંજ જણાવી દીધુ કે હું રુટીન સોફ્ટવેર પર કામ કરી રહેલો અને અચાનક મારાથી ડ્રીફરન્ટ સર્કીટમાં ક્રોસ કામ થયુ છે અને એમાંથી આ નવીન ઇન્વેન્ટ થઇ ગયું મને બધુ જ યાદ છે કે કઇ સર્કીટમાં હું કામ કરતો હતો. ખરેખર તો એ સોફ્ટવેર બંધ થઇ જાય પણ આમાં કંઇક જુદુજ રીઝલ્ટ આવ્યું હું ફરીથી આખી એજ સર્કીટ અને એજ ફ્રિકવન્સી સેટ કરીને કામ કરી શકીશજ અને મનેજ આષ્ચર્ય છે કે બધીજ, મેથડ મારાં મગજમાં કોતરાઇ ગઇ છે મને બરાબર યાદ છે અને આગળ વધીને કહું તો એમાં હજી આગળ હું ઘણી નવી ટેકનીક ઉભી કરી શકીશ.
ચેરમેન સર ઉભા થઇ ગયા અને સ્તવનને શાબાશી આપતાં કહ્યું "ખૂબ થોડાં સમયમાં તેં તારી બુધ્ધિ અને મહેનતની તારું સ્થાન બનાવી દીધું છે અને આ કામ આગળ વધાર તને આંતરરાષ્ટ્રીય કીર્તી મળશે મને પાકો વિશ્વાસ છે. તને કાયમી કરવા સાથે આવતા મહિનાથી તને તારી પોતાની કાર રહેવા મકાન અને હેન્ડસમ પગાર મળી જશે અને દરેક સોફ્ટવેરનાં વેચાણ ઉપર રોયલ્ટી ઓફર કરું છું.
સ્તવનતો ખુશ થઇ ગયો અને ચેરમેન સરનાં પગે પડતાં કહ્યું સર તમારાં આશીર્વાદ જોઇએ હું ખૂબ આગળ વધીને કામ કરીશ. ડીરેક્ટર ઓબેરોય અને ચેરમેન બહુ ખુશ થયાં અને બોલ્યાં તારાં સંસ્કાર આજે આગળ આવ્યા છે ગો અહેડ ખૂબ પ્રગતિ કર.
આજે સ્તવન ખૂબજ ખુશ હતો એ ડીરેક્ટર અને ચેરમેન સરનો આભાર માનીને પોતાની નવી ચેમ્બરમાં આવ્યો. ચેમ્બર જોઇને ખૂબજ ખુશ થઇ ગયો અને આજ ક્ષણથી આગળ કામ કરવા તલ્લિન થઇ ગયો.
*************
વામનરાવ ઘરે આવ્યાં તો આવીને જોયુ તો સ્તુતિ ખૂબજ આનંદમાં હતી એનાં કોમ્પ્યુટર પર કામ કરી રહી હતી એણે પાપાને જોયાં અને ઉભી થઇને દોડી એમની પાસે આવીને બોલી પાપા મને ઓનલાઇન કોર્ષનું સર્ટી મળી ગયું મને પણ હવે બધુ કામ ફાવશે મેં ડીજીટલ કોર્ષ કરેલો એમાં અવ્વલ આવી છું.
વામનરાવ ખુશ થઇ ગયાં. વાહ દીકરા ખાસ આમ કાયમ આનંદમાં રહે ક્યાંય કોઇ પીડા કે દુઃખ તને કદી સ્પર્શે નહીં એમની આંખો ભીંજાઇ ગઇ.
સ્તુતિએ કહ્યું "કંઇ નથી થયું મને તમે નાહક ચિંતા કરો એતો કોઇ બિહામણું સ્વપન આવે છે હું ડરી જઊં છું બાકી કંઇ નથી આ મારા ડાઘ આ લીલા ઘા ક્યારેક પરેશાન કરે છે પાપા આટલી દવાઓ કરી મટતું જ નથી કેમ એવું હશે ? વામનરાવે કહ્યું "દીકરા એ પણ મટી જશે હવે બધુ સમય તારે પીડા નહી સહેવી પડે.
આપણે બે દિવસ પછી અમાસ છે આપણે અઘોરનાથજીનાં આશ્રમે હવનયજ્ઞમાં બેસીશુ ત્યારે બધાંજ ઉકેલ આવી જશે. હવે ડોક્ટરો કશું કરી નથી શક્યા વિજ્ઞાન પાછુ પડે છે ત્યારે આપણુ સનાતની આધ્યાત્મિક વિજ્ઞાનજ મદદ કરશે. હવે કાયમી જ ઉકેલ લાવી દઇશું. દીકરા તું નિશ્ચિંત રહેજે.
સ્તુતિએ કહ્યું "હાં પાપા મને ખબર છે તમે અને માં ભાઇ બધાં મારી ખૂબ ચિંતા કરો છો જ્યારથી જન્મી છું હું ત્યારથી તમને લોકોને દુઃખ પહોચાડી રહી છુ મનેજ નથી ખબર કે આ..... પોતાનાં ડાઘ-લીલા ઘા બનાવી બોલી કે ક્યા જન્મનું દર્દ પીડા સાથે લઇને જન્મી છું હું તો પીડાઉ જ છું તમને લોકોને પણ દુઃખ આપી રહી છું એમ કહીને ધુસ્કે ને ધુસ્કે રડી પડી.
વામનરાવે કહ્યું તું કેમ આવું બોલે દીકરી ? તું જન્મી પછીજ આ ઘરમાં સુખ સમૃધ્ધિ આવી છે તું તો લક્ષ્મી બનીને જન્મી છું આ વામનરાવે સાયકલ નહોતી જોઇ તારાં જન્મ પછી જ ગાડી બંગલો બધુ થયુ છે તું તો ખૂબ પુણ્યશાળી અને ભાગ્યશાળી દીકરી છો મારી એમ કહીને એને વળગી સાંત્વન આપી રહ્યાં.
***********
ઓફીસથી આવીને સ્તવને જોયુ કે ઘરેથી માં-પાપા મીહીકા આવી ગયાં એતો જોઇને ,સુખદ આર્શ્ચમાં પડી ગયો. અરે મને જણાવ્યુ જ નહીં ? મને ફોન કરવો જોઇએ ને ? રાજમલકાકાએ કહ્યું એ લોકોને સ્ટેશને થી લઇને હું હમણાંજ આવ્યો. તને સરપ્રાઇઝ આપવાની હતી એટલે કંઇ જણાવ્યુ નહીં.
સ્તવન માં-પાપાને પગે લાગ્યો. ભંવરીદેવીતો એને વળગીજ ગયાં એમની આંખો નમ થઇ ગઇ જ્યારથી ગયો ત્યારથી તને જોયો નહોતો મારાં દીકરાં નરી આંખે આજે જોયો દીલને સંતોષ થયો.
લલિતાબહેન ભંવરીદેવીને વ્હાલ કરતાં આશીર્વાદ આપતાં જોઇ રહેલાં એમનાં હૈયામાં પણ જાણે માતૃત્વ જાગી ગયું હતું એમની આંખો નમ થઇ ગઇ. સ્તવને જોયુ એ એમને પગે લાગ્યો અને લલિતા બહેને છાતીએ વળગાવી વ્હાલ કરી લીધું તું મારો દીકરો જ છે અને સ્તવન રાજમલ કાકાનાં આશીર્વાદ લીધાં.
થોડો સમય માટે વાતાવરણ લાગણીસભર થઇ ગયું. સ્તવને કહ્યું "હું પણ ખૂબ આનંદનાં સમાચાર આપુ છું એમ કહીને બધીજ વાત જણાવી કે આવતા મહીનાથી કંપની તરફથી કાર, મકાન અને પગાર વધારો બધુજ મળશે. આવુ સાંભળી બધાં રાજીના રેડ થઇ ગયાં.
મીહીકાતો ખૂબજ ખુશ થઇ ગઇ વાહ ભાઇ વાહ હવે તો પાર્ટી પાકીજ અને મારી ભાભી લાવવા માટે તખ્તો પુરો તૈયારજ થઇ ગયો છે.
સ્તવને કહ્યું "એય ચાંપલી તારે પાર્ટી તો નક્કીજ અને સાથે સાથે તારાં માટે ખાસ ભેટ પણ તને હમણાંજ અપાવી દઊં છું ચાલ ચા નાસ્તાની તૈયારી કર જમીશું થોડાં મોડા આજનો દિવસ.
મીહીકાએ કહ્યું "વાહ ગીફ્ટ શું ક્યારે ? પહેલાં કહોને ભાઇ ? સ્તવને કહ્યું આટલી ઉતાવળી ના થા ચાલ ચા નાસ્તો કરી તને બહાર લઇ જઊં છું પછી તને રૂબરૂજ બતાવીશ...... બધાં વિચારમાં પડી ગયાં....
વધુ આવતા અંકે ---- પ્રકરણ -14