Wagyo re dhol ... question drum ... books and stories free download online pdf in Gujarati

વાગ્યો રે ઢોલ... સવાલી ઢોલ...

કોઈ પણ પ્રાંત નું સંગીત ઢોલ વગર અધુરું છે... ફર્ક માત્ર એટલો જ છે ઢોલ ની બાંધણી અને પ્રકાર નો છે.

સુર અને તાલ માં જે રીતે અલગ અલગ વાંજીદ્ર ની બનાવટ નું જે રીતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે તેજ રીતે સંગીત માં ઢોલ એક એવું વાદય છે કે એની બનાવટ માં જે લાકડું વપરાય છે તે પણ ખાસ પ્રકાર નું હોય છે... આ વાત છે આફ્રિકા ના જંગલ માં થતાં સવાલી નામના વૃક્ષ ની કે જેનાં લાકડાં માંથી ઢોલ નો કાઠું બનાવવામાં આવે છે તેની ખાસીયત એ છે કે ઢોલ પર દાંડી પડતા ની સાથે નો અવાજ આ કઠા માં વાયબ્રેસન પેદા કરતાં ની સાથે અવાજ ને તાલ અને પડઘમ સાથે લોકો ના કાન પર પડે છે જેથી આ સવાલી વાગતાં ની સાથે લોકો ખાસ પ્રકારના લય મા આવી જાય છે


વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ સંગીત માં ઢોલ નું મહત્વ રહેલું છે. અનેકો ગીત ઢોલ પર લખાઈ ચુક્યા છે અને અનેકો ફિલ્મો માં તે સુપરહિટ બન્યા છે. વર્ષો ની પરંપરા મુજબ ઢોલ એ સન્માન આપવા કે લોકો ને જાગૃત કરવા વગાડાય છે. રાજા મહારાજા ઓ ના સમય થી આ પરમ્પરા ચાલી આવે છે ઢોલી જ્યારે ઢોલ તાલ આપે છે. ત્યારે અચૂક થનકવા નું મન થઈ જાય છે વિવિધ પ્રકારના તાલો સાથે ઢોલને વગાડવામાં આવે છે.

દરિયાઈ નગરી માંડવી વર્ષો થી દરિયાઈ સફર કરતા જાહજે ની અવરજવર માટે પ્રખ્યાત હતો.
અહીં નો ખારવા સમાજ પોતાની ખુમારી અને બહાદુરી ના અનેકો કિસ્સા છે.અહીંના ખારવા સમાજના લોકો
દેશ-વિદેશ માં દરિયાઈ માર્ગે ફરતા
તેથી ખારવા ભાઈ ઓ ને સાગર છોરું તરીકે પણ ઓળખાય છે.દરિયાઈ માર્ગ દેશ વિદેશ ફરી પરત માદરે વતન પાછા આવતા ત્યારે કોઈ ને કોઈ અવનવી વસ્તુઓ સાથે લાવતા એક વખત આફ્રિકાથી સવાલી વૃક્ષનું લાકડું એક જાહજ માં માંડવી માલમો લેતા આવ્યા હતા.

અમુક ભેજા બાજ માલમો દ્વારા આ સવાલી લાકડા માંથી ઢોલ નું કાઠું બનાવી અને ઢોલ નું નિર્માણ કરાયું હતું. આ ઢોલ ને સવાલી ઢોલ તરીકે લોકો સંબોધે છે.

આમ આ ઢોલ ખારવા ભાઈઓ દરિયાઈ નવા વર્ષ નારોજ ના રોજ દરિયાલાલ જ્યંતી ની રથયાત્રા માં વગાડવા નું ચાલું કર્યું ...

ધીમે ધીમે માંડવી,સલાયા અને મુન્દ્રા માં ખારવા સમાજ ના ભાઈઓ આ ઢોલ ની ધૂન અને તાલ પર જુમવાની મજા પડતા
આ ઢોલ પ્રસિદ્ધિ પામવા લાગ્યો
અને રવાડી,નારોજ,રામદેવપીર ની રથ યાત્રા જેવા અનેકો કો ઉતશવ માં આ સવાલી ઢોલ નું ઉપયોગ કરવાનું શરૂ થયુ.

આ સવાલી ઢોલ માત્ર સંગીત જ નહીં પણ વીરતા નો પણ પ્રતીક બનતો ગયો 25 થી 30 કિલ્લો વજન ના આ ઢોલ ને વગાડવું એ સામાન્ય વ્યક્તિ ના ગજા બાર ની વાત છે. આજે સવાલી ઢોલ ને વગાડતા ઢોલી ઓની સંખ્યા ઘણી વધુ છે. ખારવા સમાજ ની (રવાડી) રથ યાત્રા માં આ ઢોલ ની રમઝટ બોલાવતા હોય છે.એક બીજા માં હરિફાઈઓ પણ કરે છે અને હાથ માંથી લોહી નીકળે તો પણ ઢોલ વગાડવા નું બંધ નથી કરતા અને કર્ણ પ્રિય તાલ ચુકતા નથી.આ ઢોલ એક વાત બાજુ હાથ થી જ વગાડાય છે.હાથ ની થાપી નો ઉપયોગ કરાતું હોય છે. સવાલી ઢોલ વગાડવા રથયાત્રા (રવાડી) માં તેના રશીકો દેશ વિદેશ થી અહીં આવી પહોંચે છે. અને સવાલી ઢોલ ના રવાડી,નારોજ,મોહરમ,સિંદૂરીયો, અને ઓસાણી જેવા વિવિધ તાલો ની સાથે સવાલી ઢોલ વગાડવાની અને જુમવાની મોજ કરતા હોય છે.કાળા કલર નો કાઠો અને કોટન ની દોરી થી બાંધેલા આ ઢોલ ને વગાડતા પહેલા તૈયાર કરતું હોય છે.

દરિયાઈ નવા વર્ષ કે મોરલી મનોહર બગવાન ની રથ યાત્રા (રવાડી) ના પ્રસંગો ની ઉજવણી ના એક મહિના પહેલેથી જ આ સવાલી ઢોલ ને તૈયાર કરાતાં હોય છે.ઢોલ ના માલિકો આ ઢોલ ની જાણવણી બહુજ બારીકાઈ થી રાખતા હોય છે.અને ઢોલ વાગતો જોઈ અને ગર્વ મહેશુસ કરતા હોય છે.



ખારવા સમાજ ની સાથે અન્ય સમાજ ના લોકો પણ આ સવાલી ઢોલ ના શોખીન બન્યા છે.


આમ હાલે 25 થી 30 સવાલી ઢોલ માંડવી માં છે.અને તેને બનાવવા નું ખર્ચ 30 થી 35 હજાર રૂપિયા જેટલો થાય છે.

આજે આ વર્ષો જૂનો સવાલી ઢોલ દરિયાઈ નગરી માંડવી અને ખારવા સમાજ ની ઓળખ સમું બની ગયો છે.
▪️અજય ખત્રી

બીજા રસપ્રદ વિકલ્પો