Precious gems books and stories free download online pdf in Gujarati

મૂલ્યવાન રત્ન

"જનકપુર નામે એક સમૃદ્ધ નગર હતું .નગર બહુ મોટું અને વિશાળ હતું .વ્યાપારનું મોટું ક્ષેત્ર હતું દરેક વ્યાપાર અને વ્યાપારીઓ આ રાજ્ય માં ખુબજ વિકસીત હતા. અહીં ના રાજા વ્યાપારીઓને શક્ય એટલી સહાય કરવા તત્પર રહેતા હતા. અને વ્યાપારીઓ ને અગવડ પડે એવો કોઈ નિર્ણયો તે લેતા નહીં એનાથી વ્યાપારીઓનો વેપાર વધતો અને રાજાને ધંધા ઉપરનો કર મળ્યા કરતો.

જનકપુરમાં એક જયદેવ નામનો વેપારી હતો જે હીરા-ઝવેરાતનો વ્યાપાર કરતો હતો. શહેરના મધ્યભાગમાં જ એની વિશાળ દુકાન હતી તે ન્યાય અને પ્રામાણિકતા પૂર્વક પોતાનો ધંધો - વ્યાપાર ચલાવતો હતો . એની દુકાનમાંથી તમે જે ચાહો તે રત્ન મળી શકતું.સોના - ચાંદીના દાગીનાનો એક વિભાગ રહેતો તો એક વિભાગ રત્નોનો પણ રહેતો . એક વિભાગ માત્ર રત્ન પરીક્ષણ માટેનો રહેતો.ત્યાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ કરવાનો અધિકાર ન હતો. કોઈને પોતાના મૂલ્યવાન રત્નનું પરીક્ષણ કરીને એની કિમત કરવાની હોય તો એને જયદેવની પાસે આવવું જ પડતું. કેટલાય કીમતી રત્નો જયદેવ થકી કામના પુરવાર થયાના કિસ્સાઓ અહી બનેલા મોટા ભાગે જયદેવની બેઠક અહીં જ રહેતી.જયદેવની પાસે આ જ્ઞાન હતું અને સાથે સાથે એવા રત્નો પણ હતા. જે કોઈ પણ વ્યાપારી કે રાજા મહારાજાને રત્નની આવશ્યકતા હોય તો જયદેવ પાસે આવવું જ પડતું. પરદેશમાં પણ એનું નામ ગાજતું હતું. રત્ન પરીક્ષણ કરવાનું હોય કે કોઈને ખરીદ કરવું હોય ત્યારે એક વાર અવશ્ય જયદેવની મુલાકાત લેવી જ પડે.

કોઈ એક મોટા મહારાજા નો ફરમાન આવયો કે મારે ચિંતામણિ રત્ન જોઈએ છે.કીમતની ચિંતા કરશો નહીં પણ સાચું હોવું જોઈએ.બતાવો અને કિંમત બોલો .

જયદેવ વિચાર માં પડેલો.મારી પાસે બધી જ જાતના રત્નો છે . માત્ર આ એક જ એવું રત્ન છે કે જે મારી પાસે નથી એમ બોલવામાં પણ શરમ આવતી હતી. પણ જયદેવ હોશિયાર અને ચતુર હતો.આપ થોડો સમય પ્રતિક્ષા કરો .હું એની વ્યવસ્થા કરી રહ્યો છે એમ કહી રાજાના માણસોને સમજાવ્યા વ્યવસ્થા થશે એટલે તરત જ હું આપને જાણ કરું છું.

એની કિંમત પણ હું આપને તે સમયે જ જણાવીશ જયદેવે રત્ન પરીક્ષણનાં પાનાંઓ જોયા .
એના સ્વરૂપનું વર્ણન બરાબર જોયું.એનો આકાર કેવો હોય , એનો વર્ણ ,એની ચમક , એમાંથી નીકળનારી આભા વગેરેના વર્ણનો એણે શાસ્ત્રોમાં વાંચ્યા.

એ ક્યાંથી ઉપલબ્ધ થાય , કેવા પ્રદેશોમાં એ મળી શકે વગેરે બધી નોંધ એણે કરી એના સ્વરૂપના વર્ણનોના આધારે એણે રત્નોની ચોક્કસ ધારણા નક્કી કરી રાખી છે.એક દિવસ એ ઘરમાંથી નીકળ્યો ઘરના માણસોને કહી દીધું કે , હું પરદેશ જઈ રહ્યો છું. જોકે , આ વખતનો મારો પ્રવાસ અનિયત રહેશે હું પાછો ક્યારે આવીશ એની મને પણ ખબર નથી , પણ મારું કાર્ય સંપન્ન થતાં આવીશ,એક સારા દિવસે જયદેવે પોતાના ઘરનો ત્યાગ કર્યો.સાથે જરૂરી દ્રવ્ય રાખેલું છે.જોકે , આવા માણસોને પોતાના ભાગ્ય ઉપર પૂરતો ભરોસો હોય એટલે એમને પોતાનું શું થશે ?અને તેમને શુ મળશે ?તેની કલ્પના પણ નથી હોતી. આવા પ્રશ્નો લઈ ને તેઓ ભાગ્યના ભરોસે આગળ વધતા હોય છે.

દરેક દેશની શોભા જોતાજ ગમીજાય તો થોડા દિવસો તે જગ્યા એ રોકાઈ જવાનું મન પણ થાય અને વિશેષ આકર્ષણ ન લાગે તો આગળ અન્ય દેશ માં ચાલતા જવાનું મન મક્કમ કરીને
કાર્ય તરફ આગળ વધતા રહે છે.

આમ એ ઘણા દેશોમાં ફર્યો પણ એને સફળતા સાંપડી નહીં માણસને સફળતા ન મળે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા છતાં પણ એને ફળ ન મળે ત્યારે માણસ હતાશ થઈ જાય.

એ વિચાર કરે કે આટલી મહેનત કરવા છતાં મને ફળ નથી મળતું તો શું મારા ભાગ્યમાં કચાશ છેઃ જયદેવની પણ આ જ દશા છે . એ થાકી ગયો છે.એણે હવે મનને મનાવી લીધું છે.આટલા સઘન પ્રયાસ પછી પણ મને ચિંતામણિ રત્ન મળ્યું નથી અને હવે તો મળવાની કોઈ સંભાવના પણ મને જણાતી નથી તો હવે મારે મારા ઘર તરફ અગ્રેસર થવું જોઇએ આમ વિચારી એ પોતાના ઘર-દેશ તરફ ડગ ભરવા લાગ્યો .

ચાલતાં ચાલતાં સાંજ પડી ગઇ હતી એ થાકીને લોથપોથ થઇ ગયો હતો.એણે એક તળાવ જોયું જે નિર્મલ અને સ્વચ્છ પાણીથી ભરેલું હતું. તળાવના કાંઠે સુંદર મજાનાં વૃક્ષો હતાં.આસપાસના વાતાવરણથી પ્રભાવિત થતાં એને વૃક્ષની છાયામાં બેસી માર્ગશ્રમ દૂર કરવા એક વૃક્ષની છાયામાં એ વૃક્ષના થડને ટેકો આપીને શાંતિથી બેઠો છે.જોકે , એના મગજમાં હું નીકળ્યો તો ચિંતામણિ રત્ન માટે , પણ હજુ સુધી હું એને મેળવી શક્યો નથી.આવા વિચારો એના મગજમાં ફર્યા કરે છે. એ સમયે એક નવી ઘટના બને છે,

એક ભરવાડ પોતાના ઘેટાં - બકરાંઓ ચરાવીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો.જેની પાસે એક સફેદ ઘેટું હતું .એના માલિકે એના ગળામાં એક પથ્થર બાંધેલો હતો જે દૂરથી જ જયદેવના જોવામાં આવ્યો.એણે એ ઘેટાની પાસે જઈને એ પથ્થર જોયો . એને જોતાં જ એના ચહેરા પર આનંદ છવાઇ ગયો.જે પથ્થરની શોધમાં હું વરસોથી ભમી રહ્યો છું એ પથ્થર આજે અનાયાસે મારી સામે આવી ગયો છે.એણે ભરવાડને કહ્યું . આ રત્ન મને આપી દે , જોઇએ એટલા પૈસા આપું બિચારો ભરવાડ એને પૈસામાં નહીં પોતાની મસ્તીમાં જ રસ હતો.ભરવાડ એ કહ્યું આ ઘેટાના ગળામાં આ પથ્થર કેવો સરસ લાગે છે ? હૈં , આ પથ્થર તારા પૈસાના લોભથી તમને આપું તો ઘેટું કેવું બેડોળ લાગે ? મારી ઇચ્છા પથ્થર આપવાની નથી . એણે કહ્યું . જયદેવ કહ્યું આ પથ્થર નથી રત્ન છે , એની ભારે કિંમત હોય.પણ જયદેવ ની આ વાત સાંભળવા સમજવા ભરવાડ તૈયાર જ નથી.જયદેવ દરેક માણસના સ્વભાવને ઓળખતો હતો.

આ ભરવાડ સમજાવાથી રત્ન નહીં આપે પણ રત્ન મને જ મળશે.એ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો.પેલા ભરવાડને શું સૂઝયું ઘેટાને કહ્યું.હું તને હું એક વાર્તા સંભળાવું છું .તારે માત્ર હોંકારો આપવાનો છે. બિચારું ઘેટું એ શું સમજે હોકારો આપવાનું મન થાય ત્યારે એ અવાજ કરે મન ન થાય તો મૂંગું થઈ જાય ઘેટું સાવ મૂંગું થઈ ગયું એ જોઇને ભરવાડ ખિજાયો ઘેટાના ગળામાંથી રત્ન કાઢીને છૂટું માર્યું. ઘેટું ભાગી ગયું અને રત્ન ક્યાંય જઈને પડ્યું ભરવાડને રત્ન માં રસ જ ક્યાં હતો કે એને શોધે પાછળ જયદેવ આવતો જ હતો એને આવી આશંકા તો હતી જ કે આ માણસ આવું જ કરશે જે દિશામાં એ રત્ન ફેંકાયેલું એ દિશામાં તપાસ કરતાં એને મળી ગયું.એ લઈને જયદેવ પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો.

કોઇ પણ ચીજ આપણી પાસે હોય એજ મહત્ત્વનું નથી પરંતુ એની સમજણ પણ હોવી જરૂરી છે.,અને જાળવણી તથા માળવણી પણ હોવી જોઇએ . હવે જયદેવને આ રત્ન મળી જતા સંતોષ નો અનુભવ કરી રહ્યો છે. તેને રત્ન મળી ગયું છે.
અને એ રાજા ને રત્ન પોતાની મનગમતી કિંમત સાથે જયદેવ એ
રત્ન રાજા ને આપ્યું..એટલે જીવન માં કોઈ પણ વસ્તુ ની મૂલ્યવાન કિંમત સમયાંતરે જ સમજાય છે.
શબ્દ સંકલન
અજય ખત્રી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED